________________
તા. ૧-૧૦-૮૯ તા. ૧૬-૧૦-૮૯
પ્રબુદ્ધ જીવન
પોલીસ અને ન્યાયતંત્ર ,
(પૃષ્ઠ ૨ થી ચાલુ) . લોકશાહીમાં ન્યાયધીશેની અને પોલીસે ની બદલી સરકારને હરતક હોવાથી સરકારી અમલદારો અને પ્રધાને પણ તેમાં રમત રમતા હોય છે. મેટી લાગવગવાળા ધારાસભ્ય જ્યાં પિતતાના વિસ્તામાં ખૂન, દાણારી વગેરે પ્રકારના કૌભાંડેમાં સંડોવાયા હોય છે ત્યાં પિતાના ઉપર પોલીસ ત્ર કે ન્યાયતંત્ર કશું જ કામ ચલાવી ન શકે એ માટે શામ, દામ, દંડ અને ભેદની નીતિરીતિ અજમાવે છે. પરિણામે અનેક પ્રકારના ગુનાઓથી જનજીવન કલુષિત બની જાય છે. છેલ્લાં કેટલાક વર્ષોથી દરેક રાજયમાં ખૂનના દાણુચેરીના, નશાબંધીના, જુગારના બનાવે એટલા બધા વધતા જાય છે કે સાચું બેલીને પોલીસ કે ન્યાયાધીશની વિરુદ્ધ ફરિયાદ કરવાનું સાહસ કરતાં લોકો ડરે છે. નજીવી વાતે જાન જોખમમાં મુકાઈ જાય છે, કારણ કે પિલીક, પણ તેમની સાથે જોડાઇ ગઇ હોય છે. *
સંધબળના જેમ કેટલાક લાભ છે. તેમ સંધબળનું અનિષ્ટ પણ ઘણું મોટું છે. બધા સાથે સંપી જઈને હડતાલ પર ઊતરવું કે સંપીને જઈને વેર લેવાનું ગુનાહિત કાય' કરવું એ જાણે કે હવે રોજની વાત થઈ ગઈ છે. કોઈ વકીલ હોય અને એને ખરેખર ફેજદારી ગુનો કર્યો હોય અને પોલીસે એને પકડ હોય તે બધા વકીલે સ પી જઇને તે ગુનેગાર વકીલને બચાવવા દોડી જાય છે. એવું જ પિલીસતંત્રમાં બનતું જોવા મળે છે. સરકાર દ્વારા કે ન્યાયાલય દ્વારા કોઈ પિલીસને સાચી રીતે શિક્ષા થઈ હોઈ તે બધા પોલીસે
એકત્ર થઈ જાય છે અને ધાકધમકીથી કે શારીરિક બળ વાપરીને પિતાનું ધાર્યું કરાવવા કેશિષ કરે છે અને કેટલીક વાર તેમાં ફાવે પણ છે.
ભારતમાં સર્વાક્ષેત્રે અશિસ્તનું પ્રમાણ વધતું ચાલ્યું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકથી માંડીને ડોકટર, વકીલે, ઇજનેર, વિવિધ સરકારી તંત્રના કર્મચારીઓ એ બધામાં સંપી જઈને, યુનિયન દ્વારા પિતાનું ધાર્યું કરાવવાનું વલણ વધતું જાય છે. એ બધામાં કામચેરી અને ગેરશિસ્તનું પ્રમાણ પણ વધતું રહ્યું છે. એમાં પિલીસતંત્રમાં જખરે ગેરશિસ્ત થવા લાગે ત્યારે તેની પ્રજા ઉપર કેટલી બેટી છાપ પડે છે ! લશ્કર અને પોલીસતંત્ર એ બને શિસ્ત, અજ્ઞાકિતતા અને જવાબદારીનું વિશેષ ભાન ધરાવતા તો ગણાય છે. એમાં ગેરશિસ્ત ચલાવી લઈ શકાય નહિ. પરંતુ છાપાઓમાં અનેકવાર વાંચીએ છીએ કે ફરજ પરના પોલીસે ઉપરીઓના હુકમનો અનાદર કરે છે, લાંચ લે છે અને ગુનાઓમાં સંડેવાય છે. લશ્કરી : તંત્ર પ્રજાથી અલિપ્ત હેવાના કારણે એમાં ગેરશિરત હજુ આવી નથી, પરંતુ પિલીસ તંત્રની ગેરશિસ્તના પડઘા વખત જતાં લશ્કરી તંત્ર ઉપર જે પડે તે પણ નવાઈ નહિ. સરકારે
આ બાબતમાં સવેળા સચિંત બનવું અને રહેવું જોઈએ. . ભારતમાં આ અરાજકતાની પરિસ્થિતિમાં ડાક પણ સારા, સમજદાર અને જવાબદાર માણુનુ સ્થ સત્તાપક્ષે તૈયાર થાય તે જ તેને પ્રભાવ સરકારી તંત્ર ઉપર અને લેકેડ ઉપર પડે. એકલદોકલ સારી વ્યકિતની છાપ સમાજ ઉપર હવે બહુ પડતી નથી. ભારતમાં હજ લેકશાહી પ્રવર્તે છે. મેડે વહેલે પણ ન્યાય મળે છે. ત્યાં સુધીમાં આ અરાજકતાને જે દૂર કરી શકાય છે તેથી ભાવિ પ્રજાને લાભ થશે. જે તે દૂર નહિં કરી શકાય અને ઉત્તરોત્તર વધતી જશે તે લોકશાહી નામશેષ થઈ જશે. એક વખત ભારતમાંથી લોકશાહી જશે તે ફરીથી લે કશાહી પુનર્સ્થાપિત કરવાનું કામ ઘણું જ મુશ્કેલ બની જશે!
-રમણલાલ ચી. શાહ
અટકેનાં સ્વરૂપ પરિવર્તન
(પૃષ્ઠ ૨૦ થી ચાલુ)
અટક "મકવાણા” હોય, એ વધુ સંભવિત છે! વૃત્તિ તે આ જ હશે !
અટકાનું પરિવર્તન પ્રેરનાર આ બે-અંગ્રેજી ને સંસ્કૃતબળા માટેના આકર્ષણ ઉપરાંત કંઇક જુદુ, અવનવું, અસામાન્ય, સારું ને શેભતું લાગે એવું કરવાની સહજસાદી વૃત્તિ પણ એટલી જ પ્રબળ હોય છે. “અંકલેશ્વરીને બલે ઇકલેસરી’ ને ‘સેની’નું “સેહની’ બનેલા રૂપમાં આ જોઈ શકાય છે.
વર્ષો પહેલાં ‘અંધડિયા’ (કે ખ ઘેડિયા) અટકધારી એક વ્યકત જોડે મારો પરિચય થયો છે. અમારો સંબંધ છે લાંબે ન ચાલે, પણ કેટલાંક વર્ષો પછી જાણ્યું કે એમણે
અટક બદલીને ‘ખંડેરિયા’ કરી લીધી છે. આ વાતનેય વર્ષે વિના ગમે છે.
આને બીજે પક્ષે, સાવ સામે છેડે બેસે એ આપણે સંસ્કૃત પ્રત્યેને “પ્રેમ” (કે એ દેખાવ કરવાની વૃત્તિ) પણ અટકાનાં આવાં પરિવર્તને પ્રેરનાર પ્રબળ વૃત્તિ હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી વધતી જતી સાંસ્કૃતિક સભાનતા જોડે સંસ્કૃત શબ્દો ને પૈરાણિક ય વૈદિક નામો પ્રત્યેનું આકર્ષણ પણ આજે શિષ્ટ સંસ્કારી વર્ગનું લક્ષણ ગણતું થયું છે
આપણે ત્યાં કેટલાંક વર્ષોથી જાણીતી થયેલી અટક “જ્ઞાની’ આનું સુ દર ઉદાહરણ છે. આ જ્ઞાની’ રૂપના પાયામાં આપણે ત્યાં વર્ષોથી પ્રચલિત અટક ‘જાની છે ! મેટા ભાગના. વિદ્વાનોને મતે આ જાની અટકનું મૂળ યાજ્ઞિક છે ! પણ. કદાચ એ મૂળ રૂપને ખ્યાલ ન હોવાથી ને સંરકૃતીકરણની પ્રબળ વૃત્તિને લઇને “જાની’ રૂપને ખૂબ જ મળતું આવતું ને સ્વરૂપમાં યે બંધબેસતું ‘જ્ઞાની” રૂ૫ ગઠવી લેવાયું ! –વધુ શોભતું ને પ્રભાવશાળી -ને સંસ્કૃત તે ખરું જ !
તે વખતે તે આ અટક નવી જ લાગતી હતી; પણ હવે તે આ અટકવાળાં ઘણું છે (- આ બધાની મૂળ અટક ખંડિયા' જ હતી એમ હવે કહી શકું નહીં.).
પરંતુ મૂળ અટક ખંડિયાને પેલી વ્યકિતએ બદલેલા રૂપ વિશે હજુયે મનમાં એક પ્રશ્ન થાય કરે છે કે, અંધડિયા’નું ‘ખ ડેરિયા' રૂપ બનાવી લેવામાં કઈ વૃત્તિઓ કામ કર્યું હશે ?