________________
તા. ૧-૫–૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
નજીભાઇ વિક, અને અપંગ
રાહત ફંડ, શ્રી ધીરજબહેન દીપચંદ શાહ રમકડાંવર, શ્રી સરસ્વતીબહેન ડાહ્યાભાઇ ઝવેરી ચશ્માબેન્ક, મહિલા વકતૃત્વ તાલીમવર્ગ, ભકિતસંગીતને વર્ગ', એકયુપ્રેશર તાલીમ વર્ગ, હિન્દી વિચારગોષ્ઠિ, મરાઠીમાં ચર્ચાસભા, અંગ્રેજીમાં મહિલા ચર્ચા સભા, શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક શ્રી મોહનલાલ મહેતા – “સે પાન
સ્મૃતિ પારિતોષિક, આચાર્ય શ્રી વલ્લભસૂરિ મારક વ્યાખ્યાનમાળા, પ્રજ્ઞાચક્ષુ અને અપગેને પગભર કરવાની યેજના, સંઘના ઉપક્રમે ગુંદ સર્વોદય આશ્રમના સહકારથી પ્રતિવર્ષ યોજાતે નેત્રયજ્ઞ, ધરમપુર આદિવાસી વિસ્તારમાં તબીબી અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં સહાયક થવાની કામગીરી, વડોદરાના શ્રમ મંદિરને સહાય, યુસુફ મહેરઅલી સેન્ટરને સહયોગ, સાપુતારાની ઋત ભરી વિદ્યાપીઠની આદિવાસી વિદ્યાર્થિનીઓને ચીજવસ્તુઓની સહાય, પિંડવળના આદિવાસીઓ માટે સર્વોદય પરિવાર ટ્રસ્ટને સહાય, ગરજના મુનિસેવા આશ્રમને સહાય વગેરે પ્રવૃત્તિઓ દ્વારા સંઘે માનવતાનું પ્રશસ્ય કાર્ય કર્યું છે, કરી રહેલ છે.
આમ સાઠ વર્ષની સંધની આ વિકાસયાત્રા અનેક લોકોને પ્રેરણા આપનારી માનવતાના કાર્યમાં જેડનારી અને પિતાની લક્ષ્મીને સદ્વ્યય કરનારી નિવડી છે તે વાત ખરેખર આપણા સૌના માટે આનંદ અને ગૌરવભરી છે.
તરીકે શ્રીમતી નિરુબહેન એસ. શાહને નિયુક્ત કરવામાં
વ્યા. જે આજ દિન સુધી જવાબદારીપૂર્વક એ પ્રવૃત્તિ.. સંભાળી રહ્યા છે. એટલું જ નહિ પરંતુ તેને ઘણું સારે વિકાસ થઈ શકે છે. શ્રી કમલબહેન પીસપાટીને પણ આ પ્રવૃત્તિના બીજા સંજક તરીકે લેવામાં આવ્યા. શ્રીમતી વિદ્યાબહેન ખંભાતવાળા તરફથી તેમના પતિ સ્વ. મહાસુખભાઇ ખંભાતવાળા સ્મરણાર્થે આ પ્રવૃત્તિ માટે રૂપિયા વીસ હજારની રકમનું દાન આપવામાં આવ્યું. અને એ પછી આ પ્રવૃત્તિને વયાપ ઘણે વધવા લાગે.
સંધના એક વખતના મંત્રી અને અગ્રણી સ્વ. શ્રી દીપચંદ ત્રિભોવનદાસ શાહના સુપુત્રી પ્રા. તારાબહેન રમણલાલ શાહ અને ડો. રમણલાલ ચી. શાહ તરફથી તેમની રમૂર્તિમાં જન ધર્મના પુરતાના પ્રકાશન માટે રૂ. ૩૦,૦૦૦નું દાન આપવામાં આવ્યું જેને તા. ૧૨-૪-૧૯૭૬ના રોજ મળેલી સંઘની કાર્યવાહક સમિતિએ સાભાર સ્વીકાર કરતા તેને શ્રી દીપચંદ ત્રિભોવનદાસ શાહ પુસ્તક પ્રકાશન ટ્રસ્ટ નામ આપવામાં આવ્યું. આ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં જૈન ધર્મના કેટલાક પુસ્તકોનું પ્રકાશન થયું છે.
સંધનું કાર્યાલય પ્રથમ ધનજી સ્ટ્રીટમાં હતું જે જગ્યા ખૂબ જ નાની પડતી હોવાથી સંધિનું મકાન ફંડ શરૂ કરવામાં આવ્યું અને આ કુંડમાંથી પ્રાર્થના સમાજ ખાતેના ટોપીવાલા મેન્સન (હાલ આ બિલ્ડીંગ રસધારા કે. ઓપ. સેસાયટી તરીકે ઓળખાય છે માં બીજે માળે બે હંજાર સ્કવેર ફીટની જગ્યા લેવામાં આવી. વર્તમાન કાર્યાલય આ જગ્યા પર ચાલે છે. આ વિશાળ જગ્યાને કારણે વાચનાલય–પુસ્તકાલયને વ્યાપ વધારી શકાય અને અન્ય નવી અનેક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે.
જન યુવક સંધની શ્રી પરમાનંદભાઈ કાપડિયાની સેવાને : લક્ષ્યમાં રાખી તેમની સ્મૃતિ કાયમ રહે તે માટે શ્રી પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ સંચિત કરવામાં આવ્યો તથા સંઘના હેલને શ્રી પરમાનંદભાઈ કાપડિયા સભાગૃહ એવું નામ આપવામાં આવ્યું.
સંધને શરૂઆતથી જ જેમના આશીર્વાદ અને સહયોગ . પ્રાપ્ત થયું છે તેવા વિદ્વદવય ૫. સુખલાલજી અને શ્રી કાકાસાહેબ કાલેલકરને સન્માનને પ્રસંગ પણ સંધ દ્વારા જવામાં આવ્યું હતું.
સાથે પચાસ વર્ષ પૂરા કર્યા ત્યારે સંઘના સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણીના સમયે પ્રસંગને નિમિત્ત બનાવી સંઘને આર્થિક રીતે સંગીન પાયા પર મુકવાની ભાવનાથી સુવર્ણ મહોત્સવનિધિ સંચય કરવાને નિર્ણય કરવામાં આવ્યો હતો.
સંધની છેલ્લા દસ વર્ષની પ્રવૃત્તિઓ તરફ દષ્ટિપાત કરતા જણાશે કે સંધની વિવિધ પ્રવૃત્તિઓને વ્યાપ ઘણે વધે છે. તેમાં ડો. જે. પી. પીઠાવાલાના સહકારથી ચાલતું અસ્થિ સારવાર કેન્દ્ર, શ્રી વિદ્યાબહેન મહાસુખલાલ ખંભાતવાળાના રૂપિયા દોઢ લાખના આર્થિક સહયોગથી ચાલતી મહાવીર વંદના અને સ્નેહ મિલનની પ્રવૃત્તિ, શ્રી સી. યુ. શાહ મેડિકલ એઈડ કંડ, શ્રી જે. એચ. મહેતા અનાજ
ઋણસ્વીકાર અને ક્ષમાયાચના
‘પ્રબુદ્ધ જીવન’ના આ સુવર્ણ જયંતી વિશેષાંક માટે એક યા અન્ય રીતે સહગ આપનારા લેખકોને, મે. લેહાણા હિતેચ્છુ પ્રેસના માલિક શ્રી કાકુભાઇનો તથા તેમના કર્મચારીગણને, એ. કે. કે. પ્રિન્ટવાળા શ્રી કાર્તિકભાઈ યુ. શાહને, આરંભથી અંત સુધી આ વિશેષાંકની સઘળી સામગ્રી જેનાર-તપાસનાર અને ! મદદનીશ તરીકે સેવા આપનાર શ્રી ચીમનલાલ એમ. શાહકલાધરને, મુફ રીડર શ્રી યાદવને સઘના પદાધિકારીઓ અને સમિતિના સભ્યો તથા અન્ય સર્વ સભ્યોને, તથા કાર્યાલયના સર્વે કર્મચારીઓનો આભાર માનીએ છીએ.
આ વિશેષાંકમાં જે કેટલાક લેખકના લેખ સંજોગવશાત નથી લઈ શકાયા તે લેખકની અમે ક્ષમા ચાહીએ છીએ. આ વિશેષાંકમાં જે કંઇ મુદ્રણદે રહી ગયા હોય તે માટે અને વિશેષાંકના પ્રકાશનમાં વિલંબ થવા માટે પણ અમે ક્ષમા પ્રાથએ છીએ.