________________
(99
૧૬
પ્રબુદ્ધ જીવન
ધન્ય ગુરુ ! ધન્ય શિષ્ય ! પ. પૂ. પં. શીલચન્દ્રવિજય ગણિ
આચાય હેમચન્દ્ર......
રાજા કુમારપાળ......
એક ગુરુ, એક શિષ્ય,
ગુરુ સકારપુરુષ, શિષ્ય વીરપુરુષ
ગુરુ કલિકાલસવન, શિષ્ય પરમ આહુત.
ગુરુએ ગુજ'ભૂમિમાં થા, વિદ્યા અને સરકારિતાનાં ખી રામાં, તા શિષ્ય. બાગબાન જેવી માવજત આપી એ ખીને ઉછેર્યાં, વિકસાવ્યાં ને પ્રસરાવ્યાં.
ગુરુ હેમચન્દ્ર યોગબળના ધણી, તે શિષ્ય કુમારપાળ બાહુબળને પ્રતાપી સ્વામી.
ગુરુ-શિષ્યની આ જુગતે જોડી જામી છે. ગુરુને શિષ્ય ઉપર અદકેરાં હેત છે. શિષ્યને ગુરુ પ્રત્યે અનેરી પ્રીત છે.
શિષ્યનું અને શિષ્ય દ્વારા સમસ્ત પ્રજાનું ભલુ કરવું એવી ગુરુની તેમ છે, તે આવા કછ્યાણમિત્ર ગુનુ વેણુ ન ઉથાપવુ એવા શિષ્યનાં નીમ છે. ગુરુને હોશ છેઃ જીવતરને સહુનાં ભલાં કાજે ખરચવાની; ને શિષ્યને વિશ્વાસ છેઃ ગુરુ જે કહે-કરે તેથી ભલું જ થશે. :
આવા ગુરુ ને આવા શિષ્ય,
એક સાધુ ને બીજો સંસારી.
છતાં બન્નેને એકબીજા વિના ઘડીએ ચેન ન પડે. છતાં અને પેાતાની કરણી અને મર્યાદા લેપતા નથી, ચૂકતા નથી.
શિષ્ય રાજા છે. સેલ કવ શના ગૂજર સમ્રાટ છે. અઢાર અઢાર રાજ્યાના એ સ્વામી છે. ચૌલુકયાના સ્ય એના શાસનકાળમાં મધ્ય આકાશે હજાર હજાર કિરણે પ્રકાશે છે. એની વીરતાનાં તેજમાં ભલાભલા નરેશ અંજાય છે, એની વીરતાની ધાક સૌ બળિયાઓને થથરાવે છે.
અને છતાં એની ધ્યાના કાર્ય પાર નથી. અકારણ કોઇ જીવની હિંસા ન થાય તે માટે તેણે આખા રાજ્યમાં તકેદારી રાખી છે. એની દયા, એની અહિંસા એ કાયરની નહિ; પણુ વીરની દયા છે. અને આ વીરત્વમઢી ધ્યાના પ્રેરણહાર છે ગુરુ હેમચન્દ્ર, ગુજરાતની સંસ્કારગ ગોત્રી.
આવા શિષ્ય ને આવા ગુરુ, બન્ને એક વેળા રાજસભામાં મેઠા છે. દરબાર ભર્યાં છે. મંત્રીએ અને અમાત્યે, સેનાપાતે અને શેઢિયા, યે દર્શનના ધમગુરુઓ અને પડિતા... બધા ખેઠા છે. જ્ઞાનગાડી ચાલી રહી છે. બુદ્ધિની કસરત અને અલની મૂડલેડ જામી છે.
આ બધામાં કેન્દ્રસ્થાને વિરાજે છે. ગુરુ હેમચન્દ્ર. ગમે તે ચર્ચા ચાલે, ગમે તે મુદ્દા પર વિવાદ થાય, ગમે તેવા કાયા આવે, એને કાષ્ઠ રીતનો ઉલ સાંપડે તેય અને ન સાંપડે તાય, રાજા કુમારપાળની નજર મૃદુમધુર સ્મિત રેલાવ્યે જતા
તા. ૧-૫-૮૪
ગુરુ હેમચન્દ્ર ઉપર જ ઠરતી. છેવટનો ઉકેલ કે નિચેાડ એમણે આપવાના જ રહેતા. અને એમના શબ્દ પડતાં જ બધાના નિચેાડા અને ઉલા ઝંખવાણા પડી જતા...અકાય તર્ક અને વિલક્ષણ – છતાં પ્રેમાળ – બુદ્ધિબળ એમની આગવી મૂડી હતી. એટલે એમના મોંમાંથી નીકળતા જવાબ આખરી જ નહિં, પણ યથા' અને નિષ્પક્ષ પણ રહેતા.
આજે પણ બુદ્ધિની આવી જ કસરત જામી છે. સવાલ ને જવાબ, ખંડન ને મ ંડન, દલીલે ને તાઁ...... અનંત ચર્ચા ચાલી રહી છે.
વાતમાં વાત આવતાં અચાનક રાજાજીએ ગુરુને પૂછી દીધું : ‘મહારાજ, આજે કઈ તિથિ ?'
વાતને વિષય જુદો હતા. કાઇક રસિક ચર્ચા ચાલી રહી હતી, ને એમાં એકાએક આવે, વિષય બહારના પ્રશ્ન આવતાં,. ગુરુના માંમાંથી સહસા નીકળી ગયું : 'આજે તે પૂનમ છે.'
ગુરુનાં આ વેણુ કાને પડતાં જ આખી સભા . ખડખડ હસી પડી. પંડિતે પણ અરસપરસ તાળી આપતાં હસી રહ્યા. એકાએક આ તાલ જોતાં ગુરુના કે રાજાના મનમાં કાંઈ ખ્યાલ ન ખેડૂૉ. એ કળી ગયેલા પતિ વામરાશિ ખેલ્યાઃ મહારાજ, તમને થતુ હશે કે આ બધા કેમ હસે છે, નહિ ? પણ અમે કાંઇ ગમાર. નથી મહારાજ, આ તે અમને એમાં હસવું આવ્યું કે અમારા રાજગુરુ કલિકાલસવા તે કહેવાય છે. પણ આ એક અભણુ ગામડિયાય જાણે છે કે આજે અમાસ છે, તે આ અમારા કલિકાલસર્વજ્ઞને તે આટલીયે ગતાગમ નથી! બસ, અમને તે આટલી વાત પર જ હસવું આવી ગયું. બાકી તે આપ કહો તે પ્રમાણુ જ હોય ! કેમકે આપ ઠર્યાં કલિકાલસર્વજ્ઞ !'
ગુરુ હેમચન્દ્ર ભારે ગંભીર અને અજબ સમયજ્ઞ. વાત તે હતી સાવ નાનકડી, પણ એની પાછળ આશય ડેાકાતે હતો, પ્રતિભાખંડનનો. પેાતે ઉતાવળમાં અમાસને ઠેકાણે પૂનમ ખાલી દીધુ હતુ એ વાત પણ ખરી હતી. તે એટલી નાનકડી પોતાની ક્ષતિ કબૂલતાં એમને કાંઈ નાનમ પણ નહાતી; પશુ ચકારી ગુરુએ જોયું કે અહી તા પક્ષદ્વેષ અને પ્રતિભાહનનની વૃત્તિ પ્રવર્તે છે. વાત ભલે ક્રમ વિનાની છે, પણ વાતનુ વતેસર કરવામાં પાવરધા આ પડિતા આજે ભારે ગેલમાં આવી ગયા છે. બાજી પલટ્યા વિના હવે ઇલાજ નથી...... બુદ્ધિબળના સ્વામી હેમચન્દ્ર, યાગબળના ધણી હેમચન્દ્ર
એમણે ક્ષણાર્ધ માં જ બાજી સંભાળી લીધી. કહ્યું : આજે અમાસ છે કે પૂનમ, તેની ખબર તે અત્યારે કેમ પડે ? રાતે જોઇશુ. અજવાળુ અને ચાંદરણું પથરાશે પૃથ્વી પર તે પૂનમ, તે અંધારું ફેલાશે તે અમાસ. જે હશે. તેનાં પારખાં રાતે થઈ જશે.'
( પૃષ્ઠ ૧૫ ઉપર )
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુખઈ ૪૦૦ ૦૦૪, ટે. નં. ૩૫૦૨૯૬, : મુદ્રણુસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટસ', જગનાથ શંકર શેફ રાડ,ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪
16