________________
તા. ૧-૫-૮૮
“ પ્રબુદ્ધ જીવન
ધન્ય ગુરુ! ધન્ય શિષ્ય
( પૃષ્ઠ ૧૬થી ચાલુ) સભા બરખાસ્ત થઈ. આ કેયડાને ઉકેલ–અંત ન આવે ત્યાં સુધી બીજી વાતમાં કોઈને રસ ન રહ્યો. સૌ રાત કયારે પડે તેની વાટ જોવા માંડયા.
આચાર્ય હેમચન્દ્ર ઉપાશ્રયમાં જઈ એકાંતમાં ઓઝલ થઈ ગયા. આજે અમાસ જ છે-એવી પાકા પાયે ખાતરી ધરાવતા દેશીલા પંડિત, કાલે કલિકાલસર્વજ્ઞનું બિરુદ ગુરુનું રદ શી રીતે કરાવવું તેની વેતરણમાં પડી ગયા.
જોતજોતામાં સંજયા ઢળી. કંકુવરણા આભલામાં ગોધણની રજોટી ભળતાં આકાશ ધૂંધળું થતું ચાલ્યું. સૌ કોઇની, રાજાની ને નગરજનોની ને પંડિતની ને ધર્મગુરુઓની નજર ઉગમણી દિશે નોંધાયેલી હતી. ઘડીએક વીતી ત્યાં તે સૌના અચરજ વચ્ચે પૂર્વ દિશાના ખોળે પૂનમના ચાંદને ઉદય થતા વર્તા અને બે-ત્રણ ઘડીમાં તે એણે પિતાની સેળે કળા વિસ્તારી, ચાંદનીની વૃષ્ટિ કરતાં કરતાં ધરતી ઉપર પિતાને પ્રભાવ અને પ્રકાશ પાથરી દીધે!
આકાશમાં જેમ જેમ ચાંદની વિરતરતી ગઈ તેમ તેમ ટીકાકાનાં મેં પર કાલિમાં પથરાતી ગઈ એ તો અલગ વાત છે; પણ રાજા કુમારપાળને ખુદને જ શંકા પડી કે ગુરુએ કોઈ ઇન્દ્રજાળ તે નથી રચીને? કાંઈ માયાજાળ કે નજરબંધી તો નહિ હોય ? એણે તરત જ ઘડેસવાર સેવકને ચારે દિશાએ તપાસ કરવા આદેશ આપ્યો.
સંબધ ગુરુ-શિષ્યને સાચુલે, છતાં તેમાં અંધશ્રદ્ધાને છાંટે નહિ, તે આનું નામ ! - વીસ-વીસ, પચીસ પચીસ ગાઉ સુધી પેલા ઘેડેસવ રે દયે જ જાય છે. પરોઢ થયું ત્યાં સુધી શેડો દેડાવ્યું જાય છે. પણ જ્યાં જાય છે ત્યાં સર્વત્ર ચાંદની! જ્યાંથી જુએ છે ત્યાંથી આકાશમાં વિલસતે ચંદ્રમા દેખાયા કરે છે ! સેવાની શંકા નિમ્ ળ બની. સવાર પડતાં તે પાછા ફર્યા. રાજાજીને હકીકતથી વાકેફ કર્યા. રાજાજીએ કાન પક. ટીકાકારનાં મેં બંધ! નગરમાં ચૌરે ને ચૌટે આચાર્યની પ્રશંસા અને પ્રશસ્તિ રચાતી રહી !
આચાર્ય હેમચન્દ્ર જેટલા યોગબળના ધણી તેટલા જ સાધુતાના પણ એ સ્વામી. પાંચ પાંચ મહાવ્રત એમણે આજીવન ધરેલાં. એમાં એક મહાવ્રત તે મશ્કરીમાં પણ અસત્ય ન બોલવું છે. આ બધાં વ્રતનું અખંડ અને અણીશુદ્ધ પાલન કરવામાં આચાર્ય ખડકશો અડેલ અને અચલ હતા.
પૂનમને ને અમાસને પ્રસંગ તે પૂરો થઈ ગયે. પણ ગુરુને મનમાં એક વાત ઊગી આવી. એમને થયું કે હકીકતમાં હતી તે અમાસ જ. મારાથી ઉતાવળમાં, પ્રમાદને લીધે “પૂનમ” બેલાઈ ગયું પણ તે તે મૃષાવાદ છે મા !
ગબળથી ચન્દ્ર અને ચાંદની ભલે હું દેખાડી શકયો; પણ અસત્યને સત્ય બનાવવાની મારી ક્ષમતા નથી. અસત્ય તે સદા અસત્ય જ રહેશે. ના, મારે મારી ભૂલને સુધારવી જ જોઈએ.
સત્યની ઉપાસના કરે તે સાધુ. સોપાસક સાધુ સ્વછંદી ન હોય, એને માથે સંઘનું શિરછત્ર અવશ્ય હોય. - ગુરુ હેમચન્દ્ર. મહાન આચાર્ય, મહાન વિદ્વાન, મહાન સંત છતાં સ્વતંત્ર–રવચ્છંદ નથી. સંધનું શિરછત્ર એમના શિરે હમેશાં ધરાયેલું જ રહે છે. આવા ગુએ તરત જ સકલ
સંઘને બહુમાનપૂર્વક આમં.
સંધ ભેગો થયે. સંધના મોભી હતા આચાય. અને ખુદ આચાર્ય ચતુર્વિધ સંઘને આમંત્રે ત્યારે કોણ જાણે કેવી કે વાત હશે, એટલે આખાયે સંઘ આચાર્ય પાસે ઉપસ્થિત થયે.
સંધના મવડીઓ તે ગુરુને અભિનંદન આપવાનું મનેમન ગઠવીને આવ્યા હતા. પણ તેમને એવું કરવાની તક જ ચકર ગુરુએ લેવા ન દીધી!
ઉપસ્થિત શ્રી સંધ સમક્ષ ગુરુ હેમચન્દ્ર, ઊભા થઈ, બે હાથ જોડી, નમ્ર સૌમ્યભાવે પિતાની હકીકત નિવેદી: મહાનુભાવો ! તે દિવસે રાજસભામાં. મેં અમાસને પૂનમ ભૂલભૂલમાં કહી હતી. તે મારે પ્રમાદ અને અસત્યવાદ હતે. એટલું જ નહિ, પણ ગબળ દ્વારા એ અસત્યવચનની મેં પુષ્ટિ થાય તેવી પ્રવૃત્તિ પણ કરી છે.’
‘જિનશાસનને વ્રતધારી સાધુ છું, ચાય. શું પ્રસંગવશ મારા અસત્યવાદ થયો છે, પણ તે મારા જેવા માટે ઉચિત ન ગણાય. મારી એ ભૂલ છે.’
મારી એ ભૂલને શ્રી સંઘની સામે કબૂલ કરવા, તેની ક્ષમા માગવા મેં આપ શ્રી સંઘને અને આનંદ છે. હવે શ્રી સંધને ઠીક લાગે તે પ્રાયશ્ચિત્ત મને આપે તેવી મારી વિજ્ઞપ્તિ છે...”
સ ધ થીજી ગયો ! રે! આવા મહાન આચાય ને આવી લઘુતા? આવા ધર્મપ્રભાવક પુઆ ને આવી પાપભીરતા! ધન્ય ધન્ય! સૌના મેમાંથી “ધન્ય ધન્ય’ શબ્દો સરી રહ્યા !
શ્રી સંઘે પણ પિતાની વાઈ જાળવી રાખી. આવા મહાન સાધુપુર્વ સંધ સમક્ષ નિખાલસભાવે ક્ષમા પ્રાથે - એથી અધિક એમને શું પ્રાયશ્ચિત્ત હોઈ શકે ?
સંઘની આમન્યા આગાયે જાળવી. આચાર્યની અદબ સથે જાળવી.
વ્યક્તિ નહિ, સંઘ જ મહાન” એ સિદ્ધાંતનું આદર્શ પાલન એ દિવસે આચાર્ય હેમચન્દ્ર કરી બતાવ્યું અને ‘સંધની શેભા આવા ધમપુરુષે જ છે' એ ઉકિતને સંઘે ચરિતાર્થ કરી બતાવી...
આવા ધર્મગુરુ મેળવવા બદલ રાજા કુમારપાળ પિતાની જાતને અભિનંદી રહ્યો.
ધન્ય ગુરુ ! ધન્ય શિષ્ય !
શ્રી દીપચંદ ત્રિવનદાસ ટ્રસ્ટ ગ્રન્થ !
ગ્રન્થ ચોથો જિનતત્ત્વ ભાગ-૨ લેખક: ડે. રમણલાલ ચી. શાહ,
પ્રગટ થઈ ગયો છે. મૂલ્ય રૂા. ૨૦/
-: પ્રકાશક :શ્રી મુંબઈ જૈન યુવક સંઘ - ૩૮૫, સરદાર વી. પી. માર્ગ,
મુંબઈ-૪૦૦ ૦૦૪ ફેન : ૩૫૦ ૨૯૬ ધ : સંઘના સર્વ સભ્યોને માટે કિંમત રૂપિયા પંદર