SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજી અને ત્રીજી કડી : મધુમય અ’કાર ઉપશમ અમૃત રસ પીયે, કીજીયે સાધુગુણ ગાન રે, અધમ યણે નવિ ખીજીયે, દીજીયે સજનને માન રે... ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીએ વયણ મુખ સાચ રે; સમકિત રત્ન રુચિ જોડીયે, પ્રભુ જીવન છેડીયે કુમતિ મતિ કાચ રે... સાધનાના ક્ષેત્રે કદમ ઉપાડતાં પહેલાં હવે જોઇશે મધુમય ઝંકાર. બીજી અને ત્રીજી કડી આ ઝંકારની વાતા લા આવી રહી છે. ઉપરના ખે દુહામાં વણુ વેલ આઠ હિતશિક્ષાઓનું પાલન આપણને સમતા, સાધુપુરુષો પ્રત્યેનું સન્માન, સત્યભાષણ અને સમકિત જેવી સ ંપદાઓની ભેટ આપે છે. ‘ઉપશમ અમૃત રસ પીજીએ,’ ‘અધમ વયણે નિવે ખીજીયે’ અને ‘ક્રોધ અનુબંધ નવ રાખીએ. આ ત્રણ હિતવચનેાના પાલનથી સમતા પુષ્ટ બને છે. ‘કીજીયે સાધુ ગુણ ગાન રે' અને ‘દીયે સજજનને માન રે' પતિએ સાધુપુરુષોની ભકિત કરવા પ્રેરે છે. ‘ભાખીએ વયણુ મુખ સાચ રે' કડી સત્ય ભાષણ માટે ઉત્ખાધન આપે છે. સમકિત રત્ન રુચિ જોડીએ' અને ‘છેડીયે કુમતિ મતિ કાચ રે' આ ખે હિતવચન મિથ્યા દૃષ્ટિ છેડી સમ્યફૂર્તી પ્રાપ્તિ માટે પ્રેરણા આપે છે. આઠે હિતશિક્ષાઓનું પાલન કા ઝંકાર ખડા કરે છે? ચિત્તમાં સમત્વ વ્યાપી જાય ત્યારે અનાદિની રાગ અને દ્વેષની ગાંઠો થાડી ઢીલી પડવાથી ચિત્ત રસથી છલકાતું અને છે. શ્રીપાળ રાસમાં ગ્રન્થકારે કહ્યું છે તેમ સરસતાને ગ્રન્થિયુકતતા નિગ્રન્થતા જોડે પૂરા સબ્ધ છે. ( પ્રેમ તણી પેરે શીખા સાધા, જોઈ શેલડી સાં; જિહાં ગાંઠ તિહાં રસ વિદીસે, જિહાં રસ તિહાં નવિ ગાંઢા રે.... હવે મહાપુસ્પ્રેનાં ગુણુગાન કરવાનુ મન થાય છે. ફૂંફાડા મારા અહમના કૃણિધર હવે હેટા ખેરો છે. અહમ્ની શચિલતાને જ કારણે કાઈ કદાચ જેમ તેમ ખેલી જાય છે તે મન પર કશું આવતું નથી. એવી સામાન્ય વ્યકિતત્વાની વાતાતે કૂદાવી જઈએ છીએ. [અધમવયણે નવિ ખીજીએ.] હા, સત્પુરુષોની વાતા પર, તેમના હિંતપદેશ પર પૂરતુ ધ્યાન અપાય છે. નિગ્રન્થતા એટલી હદે વિકસવી જોઈએ કે વાતે વાતે ગાંઠે મારતા હતા. તે ભૂતકાળની ઘટના બની જાય. ‘ક્રોધ અનુબંધ વિ રાખીએ.' અનુબંધ ન રહે. ક્રોધ તાત્કાલિક આવી જાય, પણ એ ધર્ણો સમય ટકનારી ન અને ગાંઠ મડાગાંઠ ન પડતાં સૈડાંના પ્રકારની ગાંઠ જ પડે, જે પલકવારમાં છૂટી જાય. તા. ૧૬-૩-૮૮ અને ૧-૪-૮૮ છે, મિથ્યાત્વની ત્રન્થિ જતાં, એ મેતિયાનું ઓપરેશન થતાં દ્રષ્ટિ ઝળાંહળાં થઇ ગઈ છે. ‘સમકિત રત્ન' સાથેની આત્મીયતા સમીપતાએ મિથ્યાત્વના કાચની અસલી ભૂમિકા છતી કરી દીધી છે. ક્રોધને અનુબંધ ન રહે, તેનુ સાતત્ય ન રહે એનું કારણુ ઉપશમ રસનું કરાયેલું પાન છે. અસત્ય ખેાલવા આદિનાં દૂષણા પણ જ રહ્યાં છે. ગ્રન્થિઓ બધી ઓગળી રહી છે. નિગ થતા વિકસી રહી આ ઝંકાર / ભીતરી રહ્કારની પૃષ્ઠભૂ ઉપર સાધક સાધનને પંથે પળે છે. આગળની કડીઓ એ સાધનાપથનુ માર્મિક વર્ણન લઇ આવી રહી છે. કડી ૪ થી ૮૪ : ચતુ: શણ ગમન શુદ્ધ પરિણામના કારણે, ચારનાં શરણુ ધરે ચિત્ત રે, પ્રથમ તિહાં શરણુ અરિહંતનુ, જેહુ જગદીશ જગમિત્ત રે... જે સમવસરણમાં રાજતા, ભાંજતા ભવિક સદેહ રે, ધર્મના વચન વરસે સદા, પુષ્કરાવત` જેમ મેહુ રે... શરણુ ખીજું ભરે સિદ્ધનું, જે કરે કચકચૂર રે; ભોગવે રાજ શિવનગરનું જ્ઞાન આનંદ ભરપૂર રે... સાધુનું શરણુ ત્રીજું ધરે, જેવુ સાધે શિવપથ રે; મૂળ ઉત્તર ગુણે જે વર્યાં, ભવ તર્યાં ભાવ નિગ્રન્થ રે.... શરણુ ચેથું ધરે ધર્માં', હમાં વરા ભાવ ; જે સુખ હેતુ જિનવર કહ્યો, પાપજળ તરવા નાવ રે... ચારનાં શરણુ એ પવિજે, વળી ભજે ભાવના શુદ્ધ રે... ચતુઃશરણુ ગમન, દુષ્કૃત ગાઁ અને સુકૃત અનુમેદના. સાધનાના રાજપથ. ઉપશમ અમૃતનાં પાન અને સાધુજનોનાં ગુણગાન વડે જેના હૈયે મધુર ઝંકાર ઉપડયો છે તે સાધના, માગ' ભણી ઢળે છે. શરણ સ્વીકાર આદિની ત્રિપુટી દ્વારા મેક્ષ મળે છે. જનમજનમથી વિષયે . તે કષાયા ને કર્માંના અન્ધનમાં સામેલ આતમ મુક્તિપ ંથે પ્રયાણ કરવા હવે પાંખા વીઝે છે, પવિત્ર પંચસૂત્રક ગ્રન્થ કહે છે તેમ આ ત્રિપુટી દ્વારા સંસારનાશને ક્રમ આ પ્રમાણે છે: ત્રિપુટીની સાધના તથા ભવ્યત્વના પરિપાક, પાપ કમના નાશ, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ, સંસાર નાશ. ‘અમૃતવેલ’ની સજઝાયમાં ચતુઃશરગમન આદિ દરેક દ્વારા પ્રાપ્ત થતા અલગ અલગ ગુણની ચર્ચા છે. &
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy