________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૮૮
રાજકારણમાં સૂબા, સરસૂબા સિંહાલાર, નવાબ, બાદશાહ, જહાંપનાહ, હજૂર, કુરનિશ સલામ, તખ્ત, પાયતખ્ત, હાકેમ તહસીલદાર, ફેજિદાર વગેરે શબ્દ આવ્યા. અન્ય ક્ષેત્રમાં પણુ કાછ, કિતાબ સજા જેવા ન્યાયમંદિરના શબ્દ આવ્યા. સાહિત્યમાં તે સૂફીવાદને લીધે આશક માશૂક ઇશ્ક મયખાના સાકી મહેફિલ દિલ, દદ, સનમ, ખફા, રહમ, જિગર, ચાર જેવા શબ્દો ચમકવા લાગ્યા. બ્રાહ્મણ-ક્ષત્રિયોનાં નામે પણ લતરામ, ઉમેદરામ મહોબતસિહ જાલિમસિંહ વિગેરે પડયાં. અટકમાં કાછ, બક્ષી નવાબ અલમૌલા મુનશી વગેરે જેવી અટકે આવી. નાગરે અને કાયસ્થાએ ફારસીને અભ્યાસ કર્યો. મુંબઈની મેલ કેઝ કેટના મુખ્ય ન્યાયાધીશ કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીની બીજા ભાષા ફારસી હતી. હિંદુ રાજાઓનાં નામે પૂર્વે પણ નેકનામદાર. સેના ખાસ ખેલ શમશેર બહાદુર જેવાં માનવાચક વિશેષણ મુકતાં.
મુસલમાને પછી આવ્યા અંગ્રેજો લશ્કરી કવાયત, ચડતે દારૂગેળે અને વિજ્ઞાનનાં સાધન વડે તેમણે એકાદ સદીમાં આખા ભારત દેશ જીતી લીધો અને સવાસે–દોઢસે. વરસ સુધી સુખે રાજ કર્યું. મુસલમાનોના ચક્તા શરીરબળથી ‘હિંદુજા સ્તબ્ધ બનીને હારી ગઈ, પરંતુ અંગ્રેજોના ચડતા બુદ્ધિબળથી તે હિંદુપ્રજા અંજાઇને આંધળોભીંત જ બની ગઈ આથી રાજકારણમાં વાઇસરોય, ગવર્નર, કમિશનર, કલેકટર, જેવા શબ્દો આવ્યા. વાહનવ્યવહારમાં રેલવે સ્ટેશન માસ્તર, ટિકિટ જંકશન, મટર, બસ, ટ્રામ, ટ્રેલી તથા હમણાં જિલ્પ માતાર, રેડ, લેવલ કોસિંગ જેવા શબ્દો દેખાયા. શિક્ષણમાં રકૂલ, હાઇસ્કૂલ, સર પાસ, કોલેજ, પ્રેસર, ટયુશન, વેકેશન, ડિગ્રી, યુનિવર્સિટી, ગ્રેજ્યુએટ, પેન્શન વગેરે સાંભળવા મળ્યા. તારટપાલ ખાતામાં રજિસ્ટર, બુક પિસ્ટ, વી. પી; પેસ્ટ ઓફિસ, મનીઓર્ડર, પાર્સલ, શબ્દો નવા મળ્યા. નાણુ વ્યવહારમાં બેંક, ચેક, ડ્રાફટ, શિજિંદા શબ્દો બન્યા. હિંદુઓએ દેલત, ઉમેદ જેવાં નામો ધરેલાં તેમ અહીં પંજાબીઓમાં જરનૈલસિંહ, કરનેલસિંહ જેવાં નામે પડ્યાં. અટકેમાં પણ બેંકર, બ્રેકર, શ્રેફ, પેમાસ્ટર, એન્જિનિયર જેિવી અટકે દાખલ થઈ, ઉપરાંત અંગ્રેજીમાંથી ફેરફાર થઈને
આવેલા શબ્દ પણ છે તેમાં ઘાસલેટ (ગેસલ). મણિયાર, (મનીઓર્ડર), નાટપેટ (નેટપેઇડ), જાટલીમેન (જેન્ટલમેન),બાટલી (એટલ), કિટલી (કેટલ), દાકતર (ડેકટર), ઇસ્પિતાલ (હોસ્પિટલ). ઈજનેર (એન્જિનિયર), આગબોટ, કેપર બરાસ, પીલાહાઉસ (લેહાઉસ) પાલવા (એપેલે), લાલન, બરામદા, રાકેલ, રૂળ (છેલ્લા ચાર બીજી ભાષાના) આ શબ્દ અપભ્રષ્ટ છે, લાટસાહેબ અને આગબોટમાં બે ભાષાનું મિશ્રણ છે. • • આગબોટ અને લાટસાહેબ જેવા શબ્દને આપણું જૂના
વડીલે ઢેગુજરાતી શબ્દો કહેતા. આઈ. સી. એસ.ની • પરીક્ષામાં ગુજરાતી ભાષા શીખીને આવેલા અને ત્યારે જ બાકરણની ભૂલ કરતા ત્યારે તે ભૂલે. હેડગુજરાતી કહેવાતી. i[ખ્રિસ્તી બનેલા : હરિજેને અંગ્રેજી -- ગુર્જરાતીમાં , ભાષા
વાપરતા ત્યારે પણ તે ઢેગુજરાતી કહેવાતી – આની ઘણી મશ્કરીઓ પણ રજવાડામાં પ્રચલિત હતી. કેઈ ગેર સાહેબને ગધેડીનું દૂધ માંદગીમાં પીવાની સલાહ આપી. સાહેબ ગધેડી શબ્દ ભૂલી ગયા, તેથી તેમણે હુકમ કર્યો કે 'સાબ ગદ્ધા નહિ લેકિન મેમસાબ ગદ્ધા કા દુધ લાગે', કઈક અંગ્રેજે ઘેટો મગાવ્યું. પણ ગુજરાતી ઉચ્ચાર આવડે નહિ તેથી ગીતા લાઓ” એમ કહ્યું. તેને માણસ ભગવદ્દગીતા લઈ આવ્યા, કેઈક મસ્કરાએ મિશ્ર અંગ્રેજીની મશ્કરી કરતાં કહેલું :વી ગયા'તા સ્ટેશન ઉપર, ઘેર મળ્યા એ મેન; કેમ માસ્તર ! કેટલા વાગ્યા? “હાફ પાસ્ટ ટેન.” બીજ પણ મકરીનું જોડકણું ત્યારે સંભળાતું:
ધેટ મેને ધકકે માર્યો, ધિસ મેન પડી ગયા; બટ તેને બહુ વાગ્યું, હિઝ લેગ ખડી ગયા.
અંગ્રેજી ભાષાસંસ્કૃતિની અસર લોકસાહિત્ય સુધી પણ જરાતરા પહોંચી, વિરહિણું નારી પતિને લખે છે – પિયુ! પહેલી પેસેન્જરમાં આવજો.”
અંગ્રેજી ભાષાસંસ્કૃતિની આટલી વ્યાપક અસર હેય ત્ય ગાળામાં પણ અંગ્રેજી ગાળેનું અનુકરણ કેમ ન થાય ? બિહારના નીલવરે (ગળીનાં ખેતરોના ગેરા માલિકે) હિંદી મજૂરો ઉપર ગુસ્સે થાય ત્યારે તેમના પિટમાં લાત મારતાં, મજૂર મરી જતે. કાયદાથી ગેરાની • બનેલી યુરી ફેંસલો આપતીઃ “તલ્લી (કાળજ) ફટને સે મજદુર મર ગયા હ”, આવી લાતેની સાથે ગાળાની ઝડી પણ વરસતી જ હોય. તેનું અનુકરણ પણ ભારતીય અમલદારો કરીને અંગ્રેજી ગાળો બોલવા લાગ્યા. ગાળે સાંભળનારા અશિક્ષિત પણ અંગ્રેજી ભણેલા દેવાંશી ભાગ્યશાળી અમલદારનું અનુકરણ કરીને આવડે તેવા ઉચ્ચારમાં અંગ્રેજી ગાળે ખેલતા. ગેરાની લવરે હિંદી મજૂરોને પીટતી વેળાએ તેમ, બ્લડી ફુલ !” કહેતા, નાનપણમાં અમારી ગુજરાતી પ્રાથમિક શાળા અને અંગ્રેજી મિડલ રકૂલ બંને એક જ મેટા મકાનમાં બેસતી તેથી શાળાના સમયે પૂર્વે
કે શાળા છૂટયા પછી ચાર ધારણું પૂરતું અંગ્રેજી ભણનારા , છોકરાઓનાં રોજ અમને દર્શન થતાં, તેઓ અંદરોઅંદર
લડતા ત્યારે ગુસ્સામાં આવીને બરાડતા. મૂળમાંની અંગ્રેજી ગાળે. તે તેમને આવડતી નહિ પણ તેઓ જોરશોરથી ઘૂરકીને "ડેમ બ્લડી કુલ”ને બદલે બેલતા “ટેમ બિલાડી બાટલી કા બૂચા”
પરભાષાના સંપર્કથી માતૃભાષાને વૈભવ આમ વધે છે.
ઇડ, ,
,
,
સંયુકત અંક દીપેસવી પર્વ નિમિત્તે “પ્રબુદ્ધ જીવનને તા. - ૧-૧૧-૧૯૮૮ અને તા. ૧૬-૧૧-૧૯૮૮ને અંક
સંયુકત અંક તરીકે તા. ૧૬-૧૧-૧૯૮૮ના રોજ . પ્રગટ થશે. . . . . . . .ત્ત