SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૮૯ પ્રબુદ્ધ જીવન સ્થાન નથી. ભગવાન તે જન્મ-મરણ રહિત હોય છે. બીજી વિશેષતા એ છે કે અત્મા પોતે જ પરમાત્મા બની શકે છે. જૈનદર્શનમાં પુનર્જન્મ, આતમા અને પરમાત્માની માન્યતા છે. પરંતુ ઇશ્વરને કર્તા તરીકે સ્વીકારવામાં આવ્યું નથી. આ સંસાર અનાદિ-અનંત છે અને કર્મોથી જ સુખદુઃખની પ્રાપ્તિ થાય એવી મૌલિક માન્યતા જૈનદર્શનમાં છે. * ભારતીય સંસ્કૃતિનેં જૈનેક યોગદાન : આ વિષય પર બોલતાં ડે. વિલાસ સંગવેએ જણાવ્યું તું કે જૈનધર્મ ખૂબ જ પ્રાચીન ધર્મ છે. જેનોની વસતી માત્ર લગભગ કોડની છે પરંતુ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક વગેરે ક્ષેત્રે જૈનએ જે ગદાન આપ્યું છે, આપી રહ્યા છે તેવુ કેઇએ આપ્યું નથી ભારતમાં કચ્છથી કલકત્તા સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી જેને વસે છે જેનેની કુલ વસતીના ૪૧ ટકા લેકે ગામડામાં વસે છે. ભારતીય સંસ્કૃતિનાં વિકાસમાં જેનેએ અભૂતપૂર્વ ગદાન આપ્યું છે. * સુખ નામે લીલૂડી પ્રશમાં : ડે. દેલતભાઈ દેસાઈએ આ વિષય પર જણાવ્યું હતું કે સમાધાન એ આત્મસંસ્કારની ક્રિયા છે. સમગ્ર કેળવણીનું અંતિમ લક્ષ્ય અમસંસ્કારનું છે. જીવનના ત્રણ પ્રદેશ છે : લાલ પ્રદેશ તે સમજ અને સ્વીકારનો પ્રદેશ છે. પીળા પ્રદેશ સમાધાનને પ્રદેશ છે અને લીલે પ્રદેશ ધૃતિના અથવા પૈયને પ્રદેશ છે, જીવનરસનું ઝરણું આ લીલા પ્રદેશમાં રહેલું છે તે સુખને પ્રદેશ છે. લીલા પ્રદેશની ક્ષણ જ્યારે આવે છે ત્યારે આપણે ઘણીવાર ગેરહાજર હોઈએ છીએ. તેથી સુખની અનુભૂતિ થઈ શકતી નથી. જ મન કે જીતે જીત : પ્રા. રમેશભાઈ દવેએ આ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે આ જગતમાં સુખ અને દુઃખનું કારણું આપણું મન છે. મન અતિશય ચંચળ છે. મનની ગતિ વિશ્વના સૌથી ગતિમાન પદાર્થોમાં પ્રથમ છે. મનને નિગ્રહ કરે છે તે મુઠ્ઠીમાં વાયુને બાંધવા જેવી વાત છે. પરંતુ મનને જે વશ કરી શકે છે તે ગતને જીતી શકે છે મન અવિરત પ્રેરણને સ્વૈત બની શકે છે, તે દુ:ખને દરિયે પણ બની શકે છે. મન જેટલું બળવાન છે તેટલું જ નિર્બળ છે. મન માણસને ક્ષણવારમાં પાંગળા બનાવી દે છે. મનના કારણે જ જગતમાં મેટાં યુદ્ધ ખેલાયાં છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. આ જગતમાં જેણે મનને વશ કર્યું નથી તેને પેગ સાધો દુર્લભ છે. * શ્રી મા શારદાદેવી : આ વિષય પર બેલતાં છે. ઉષાબહેન મહેતાએ જણાવ્યું હતું કે અહિંસાનું માલામ્ય પ્રેમના કારણે જ છે. આ પ્રેમ નિર્વ્યાજ પ્રેમ છે. શ્રી મા શારદાદેવી પ્રેમની સાક્ષાત મૂર્તાિસમાં હતાં. એમનામાં સહનશક્તિ અને સંયમના અદ્ભુત ગુણે હતા. આથી જ તેમનું એ લક્ષ્ય હતું કે શ્રી રામકૃષ્ણદેવની સેવા દ્વારા ઇશ્વરની પ્રાપ્તિ કરવી. જેમને હાથ આએ તેમને હયું આપવું અને હૈયું બાળવું પડે તે પણ તૈયાર રહેવું એ આદર્શ શારદાદેવીએ પિતાના જીવનમાં ચરિતાર્થ કર્યો હતે. તેમણે પિતાના અધિકારની પરવા ન કરતાં શ્રી રામકૃષ્ણદેવની સેવા કરવાને જ ઉપદેશ આપ્યો હતે. શારદાદેવીએ રામકૃષ્ણદેવ પછી તેમનું અધૂરું રહેલું કામ પૂરું કર્યું હતું. તેમણે દામ્પત્ય દીપાવ્યું હતું અને વૈધવ્યને પણ દીપાવ્યું હતું. . * સંવત્સરી મહાપવ: પૂ. સાધીશ્રી જયંતપ્રભાશ્રીજી મહારાજે આ વિષય પર વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે પયુષણ મહાપર્વના આઠ દિવસમાં સાત દિવસ સાધનાના, આરાધનાના અને આઠમે અંતિમ દિવસ ક્ષમાપનાને છે. ક્ષમા એ તે આત્માને મૂળભૂત ગુણ છે. ક્ષમા આપવી એ કાયરતા નથી, પરંતુ વીરતા છે. અને એટલે જ આપણાં ધર્મશાસ્ત્રોમાં “ક્ષમા વીરસ્ય ભૂષણમ એમ કહેવામાં આવ્યું છે. ક્ષમા એ ગુણવાનનું બળ છે. ક્ષમાપના માત્ર હોઠેથી નહિ, હયાથી કરવાની છે. ક્ષમા એ. આત્માને ધમ છે, આત્માને સહજ સ્વભાવ છે. જી માં તપ, ત્યાગ, વૈરાગ્ય બધું જ હોય પરંતુ ક્ષમા ન હોય તે તે બધા ગુણે નકામા છે. તપસ્વીનું સાચું સ્વરૂપ ક્ષમા છે અને સંવત્સરી મહાપર્વને એ જ મહામૂલો સંદેશ છે. * કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : પ્રા. તારબહેન ૨. શાહે આ વિષય પર બેલતાં જણાવ્યું હતું કે છેલ્લાં નવસે વર્ષમાં હેમચન્દ્રાચાર્ય જેવી બીજી વિભૂતિ થઇ નથી. યશવિજય અને દ્વિતીય હેમચંદ્ર' તરીકે ઓળખાવવામાં આવે છે એમાં હેમચંદ્રાચાર્યનું ગૌરવ રહેલું છે. “સિદ્ધહેમ શબ્દાનુશાસન, દયાશ્રય મહાકાવ્ય.” “ત્રિષષ્ટિશલાકીપુખચરિત્ર.” યોગશાસ્ત્ર, વીતરાગતૈત્ર,' “અભિધાનચિંતામણિ” કેશ, “દેશીનામમાલા વગેરે સાહિત્યના અને તત્ત્વજ્ઞાનના દરેક ક્ષેત્રે એમનું મહત્ત્વનું ગદાન રહ્યું છે. સિદ્ધરાજ અને કુમારપાળ જેવા પરસ્પર વૈમનસ્યવાળા રાજવીઓના પ્રીતિપાત્ર બનવું અને છતાં નિસ્પૃહ રહેવું એ અઘરી વાત હેમચંદ્રાચાર્યે પિતાના જીવનમાં સિદ્ધ કરી બતાવી. . એમણે લખેલા સાહિત્યને ઊંડાણથી અભ્યાસ કરવા માટે એક જિંદગી પણ ઓછી પડે. એમના જીવનના અનેક પ્રસંગે આપણને પ્રેરણા આપે એવા છે. ગુજરાત પિતાના વતમાન સાંસ્કારિક જીવન માટે હેમચંદ્રાચાર્યનું ઋણી છે. * બધીદલભ ભાવના: ડે. રમણલાલ ચી. શાહે આ વિષય પર વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને કેટકેટલી દુર્લભતાઓ વટાવતાં જીવ મનુષ્યજન્મ પામે છે, પરંતુ મનુષ્યજન્મ પામ્યા પછી પણ આયંક્ષેત્ર, સંસ્કારી કુળ, ધમ, તે સમજાવનાર ગુરુ, ધર્મશ્રવણમાં રુચિ, તેમાં સમ્યક્ શ્રદ્ધા થવી અર્થાત બેધિબીજની પ્રાપ્તિ થવી એ બહુ દુર્લભ વાત છે. બેધિની પ્રાપ્તિ પછી પણ દ્વિગારવ, સગીરવ અને શાંતા- . ગારવને કેટલીક વાર છે પ્રાપ્ત થયેલ બધિને ગુમાવી દે છે. શાસ્ત્રકારોએ વૈરાગ્યની જે જુદી જુદી બાર ભાવનાઓ બતાવી છે તેમાં બેધિદુર્લભ ભાવનાને ઘણું મહત્વનું સ્થાન આપ્યું છે. ધમ અને સંસ્કૃતિ: પૂ. મોરારીબાપુએ આ વિષય પર બેલતાં જણાવ્યું હતું કે શરીરમાં જે સ્થાન પ્રાણનું છે તે સ્થાન જીવનમાં ધર્મનું છે. કેઇએ ધર્મને નશે કહ્યો છે, કેઇએ ધમને લેહી તરીકે અથવા શ્વાસ તરીકે ઓળખાવ્યું છે. પરંતુ ભારતીય ઋષિઓએ તે જીવનને હસ્તામલવત જોઇને ધમને જીવનના પ્રાણ તરીકે ઓળખાવ્યું છે. ઉપનિષદકારે કહ્યું છે કે જેનામાં વિવેકને ઉદય થયું છે તેને બધાં જ શાસ્ત્ર ભારરૂપ છે. આમાં વિવેકનું મહત્ત્વ બતાવતાં કહ્યું છે કે શાસ્ત્ર કયાં
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy