________________
પર
પ્રબુદ્ધ જીવન
અહિંસા વિશે વધુ ચિંતનની આવશ્યકતા
* યશવ'ત ઢાશી
ઘણી વાર વાંચવામાં આવેલુ એક સૂત્ર હમણાં વધુ એક વાર વાંચવામાં આવ્યું: બંદૂકના બળે મેળવેલું સ્વાતંત્ર્ય લાંબું ટકે નહિ. એક સૂત્ર તરીકે આ વાકય સારું લાગે છે. ભારતના આપણા અનુભવને આધારે આ સૂત્ર આપણે ભારપૂર્વક ઉચ્ચારીએ એવું પણ બનતું હશે. પણ ઊંડા ઊતરીને વિચારીએ તે આ સૂત્ર સંપૂર્ણ પણે સાચુ નહિ જણાય.
જગતના પ્રતિહાસમાં અનેક પ્રજાઓએ વિદેશી શાસાની મુંસરીમાંથી મુક્તિ મેળવી છે. અનેક દેશની પ્રજાએ પેાતાના જ દેશના સરમુખત્યારેને દૂર કરી લોકશાહી શાસન સ્થાપ્યું છે. કેટલાય દેશે એ પેાતાના દેશમાં જે પ્રકારની શાસનપદ્ધતિ હતી તે જીમી હોવાથી બદલીને નવી જ પ્રણાલિકાની સ્થાપના કરી છે. આ તમામ પ્રક્રિયાઓમાં હિંસાના સમાવેશ થયેલા જ હતા. ` સ્વતંત્રતા, ક્રાન્તિ વગેરે અંદૂકના બળે જ સિદ્ધ થયેલું હતું. આમ છતાં જગતના કાઇ પણ દેશમાં સ્વતંત્રતા ટકી નથી અને ફકત ભારતમાં જ એ ટકી છે એવા કાઇ દાવા આપણાથી થપ્ર શકે તેમ નથી. રશિયા, ચીન, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ વગેરે દેશમાં પણ આજની રાજ્યવ્યવસ્થા સ્થપાયા પહેલાં હિંસાત્મક વિગ્રહો કરવા પડયા એટલે હિંસા થઇ ત્યાં સ્વતંત્રતા નહિ જ ટકે એવુ તારણ કાઢી નહિ શકાય.
હતા.
રાજકીય પલટા માટે-વિશાળ સામુદાયિક ધારણે અહિ સાત્મક સધ કરવાના અખતરા ભારતમાં થયો તે પહેલાં જગતના ઇતિહાસની કેટલીયે સદીઓ વીતી ગઇ હતી. અને એ સદી દરમિયાન હિંસાત્મક યુદ્ધો સ્વીકૃત પ્રણાલી જેવાં મનામાં હતાં.
ઇતિહાસને આપણે ઉવેખી શકતા નથી. અહિંસા આજે આપણી વિચારપ્રક્રિયામાં વણાઈ ગઈ હોય તાપણુ માનવજાતના ઇતિહાસને ઘણે માડે તબકકે એને પ્રવેશ થયા છે. અંગત વ્યવહારમાં અહિંસાને સ્થાન મળ્યું હોવા છતાં સમગ્ર પ્રજા એક રાજકીય સાધન તરીકે અહિંસક માર્ગ ના ઉપયાગ કરે એ સાવ નવી વાત હતી. જે કેટલાક રાજાએ એ જૈનધમ અપનાવેલા તેઓએ પણ હિંસક યુદ્ધો કર્યાં, અન્ય રાજાઓને હરાવી તેમના પ્રદેશે કબજે કર્યાં. એમને અહિંસા એક ધાર્મિક સિદ્ધાંત તરીકે માન્ય હતી પણ રાજકારણમાં, દેશ—દેશ વચ્ચેના વ્યવહારમાં હિંસા અનિવાય' છે એવું તેમનુ મંતવ્ય જાય છે. એમણે ધમ અને રાજકારણમાં ભિન્ન ભિન્ન, પરસ્પરથી વિરુદ્ધ સિદ્ધાંતા અપનાવ્યા. આમાં એમના વિચારની ઐતિહાસિક મર્યાદા હતી. અહિંસાના રાજકીય ઉપયોગ હોઈ શકે એ કલ્પના એ કાળે સામુદાયિક ચિંતનનો ભાગ ખતી ન હતી. એટલે તે શ્રી રમગુલાલ વસંતલાલ દેસાઈની નવલકથા ‘ભારેલા અગ્નિ' કેટલાક વિવેચકાને કાળને વ્યુત્ક્રમ કરનારી, નવે વિચાર જૂના સમયમાં વપરાયેલા બતાવનારી જણાઇ છે. એમને એમ લાગ્યું છે કે તેના મુખ્ય પાત્ર રુદ્રદત્તને અહિંસક વિચાર અને આચાર ગ સદીમાં શકય નહોતા.
તા. ૧૬-૧-૮૮ ૧-૨-૮૮
તિહાસનું અથઘટન કરવાની આપણી પદ્ધતિ જુદી પણ હાઈ શકે છે. અહિંસાના વિચાર,માનવસમાજમાં હતા જ અને
તેના ઉપયાગની પદ્ધતિ ક્રમશઃ વિકસતી ગઇ એવુ પણ કાઢ માનતું હોય એમ બને. પણ આ લેખના પ્રારંભમાં જે મુદ્દો આપણે ઉપાયો તે તે એટલા જ છે કે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ પૂર્વે દુનિયામાં આઝાદીના અસંખ્ય જંગ લડાયા છે અને લગભગ બધા જ જગા હિંસક હતા. એ જગાને પરિણામે સ્વતંત્ર થયેલા અનેક દેશો આજ સુધી સ્વતંત્ર રહી શક્યા છે. સાવ ટૂંકા ગાળાની વાત કરીએ તા હિટલરે ખીજા વિશ્વયુદ્ધ દરમિયાન જીતી લીધેલા યુરોપના કેટલાયે દેશા ગેરીલા યુદ્ધો. દ્વારા અને પશ્ચિમી દેશેાની કે રશિયાની મદદ વડે થોડાં વર્ષમાં રવતંત્ર થઇ ગયા. આજે ગ્રીસ, યુગેલાવિયા, ખેલ્જિયમ, લક્સમ્બંગ, ફ્રાન્સ, નાવે. વગેરે દેશે સ્વત ંત્ર જ છે. ખીજા અનેક દ્રષ્ટાંતા ટાંકી શકાય.
ભારતના સ્વાતવ્યાંગ જુદી રીતે લડાયે તેથી અ મા` દ્વારા મળેલી આઝાદી જ ટકે અને હિંસક યુદ્ધ વડે મેળવેલી આઝાદી ન ટકે એવા નિણ્ય પર આવવુ તે ખેદી વાત છે. તેમાં આપણે આપણા ચાર દાયકાના. ઋતિહાસને સવ કાલીન સત્ય તરીકે ખપાવવાના પ્રયત્ન કરીએ. છીએ અને હજારો વર્ષના ઐતિહાસિક સત્યને મિથ્યા કરાવવા. મથીએ છીએ. એક હકીકત પરથી ઐતિહાસિક તારણુ કાઢવા માટે ધણા લાંખા અનુભવ જગત પાસે હાવા જોઇએ અને ઘણી પ્રજાઓના અનુભવ હોવા જોઇએ. ફક્ત ચાર દાયકાતા અને તેય એક જ દેશના અનુભવ સવ`કાલીન અને સવવ્યાપી સત્યા આપી ન શકે. તબીબી વિજ્ઞાનની જેમ ઋતિહાસશાસ્ત્રને પણ સિદ્ધાંત સ્થાપવા માટે વિવિધ પ્રકારના અનેક દાખલા મળવા જોઇએ.
એટલે આજે તે એટલું જ કહી શકાય તેમ છે કે: પ્રતિહાસનાં હજારા વર્ષ દરમિયાન યુદ્ધો અને સ્વાત ઋયુદ્ધો હિંસક રીતે જ લડાયાં છે અને સ્વતંત્ર થયેલા દેશે। સ્વત ંત્ર રહ્યા કે ન રહ્યા તેને રવાત યુદ્ધની હિંસક કે અહિંસક પદ્ધતિ સાથે સબંધ નથી. જ્ગતને અહિંસક સધ' દ્વારા સ્વાસ્થ્યપ્રાપ્તિના વ્યાપક અખતરો એક જ જોવા મળ્યા છે. વ્યાપક વિધાના કરતા પહેલાં ઇતિહાસે વધુ અખતરાઓની રાહ જોવી પડશે.
8
આમ છતાં અહિંસાનું મૂલ્ય નક્કી કરવા માટે થાભવાની જરૂર નથી. અહિંસાનું મૂલ્ય આપ્યું આંકવાની પણ જરૂર નથી. અહિંસા અમુક કાÖમાં સફળ થઇ કે નિષ્ફળ ગઇ તે પરથી તેનું મૂલ્યાંકન કરવું યોગ્ય નહિ ગણાય. અહિંસા પોતે જ એક મોટુ મૂલ્ય છે એમ માનીને ચાલીએ તે જ રસ્તા સૂઝશે. ભગવાન મહાવીરે અભણમાં અભણ માણસ પણ સમજે એવા તકથી અહિંસાનું મૂલ્ય સમજાવ્યુ હતુ. તે વાચાને યાદ આવશે. એમણે કહેલુ કે કાઈ આપણુને મારે તે આપણુને ગમતું નથી તા પછી આપણે બીજાને મારીએ તે એને કેમ ગમે? આટલી સાદી વાતથી મહાવીરસ્વામીએ સમજાવી દીધું કે માનવવ્યવહારમાં હિંસા ત્યાજ્ય છે.
આપણી આજની પ્રચલિત પરિભાષા વાપરવી હોય તે હુ