SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૮૮ ૧-૨-૮૮ સની હિજરીસન પૂર્વ અને જગતને ભાગ તલ થઈ પણ ખબર ન હતી, કારણ કે પેશાવરની શાળામાં દાખલ કરવા માટે થોડી ઓછી કે વધુ ઉંમર લખાવી દેવામાં આવી હશે એવી એમને પિતાને પણ દહેશત હતી. એ દિવસમાં સુશિક્ષિત એવી વ્યકિત સારા પગારે લશ્કરમાં જોડાવાને બદલે લેકસેવાનાં રચનાત્મક કાર્યોમાં પિતાનું જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કરે એ જ બાદશાહખાનની એક સ્વપ્નદ્રષ્ટા તરીકેની પ્રતીતિ કરાવે છે. એમની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓથી ચેકી જઇને અંગ્રેજ અમલદારોએ વારંવાર કે તે એમને જેલમાં પૂરેલા અને કાં તે વાયવ્ય સરહદ પ્રાંતમાંથી તડીપાર કરેલા. બાદશાહખાને લડાયક મિજાજના અને હિંસક વલણ ધરાવનારા પઠાણેના જીવનમાં અહિંસા, પ્રેમ અને શાંતિના મંત્ર ગૂંથી દીધા હતા. એમની નિમળ, તેજસ્વી, નિઃસ્વાર્થ અને સેવાપરાયણ પ્રતિભાએ એમને અનેક પડુના અનુયાયીઓ મેળવી આપ્યા હતા. એમણે ખુદાઈ ખિદમતગારની સંસ્થાનું કુશળ આજન કર્યું હતું. લાલ ખમીસધારી એ ખિદમતગારે બાદશાહખાનને પડે બેલ ઝીલવા હંમેશાં તત્પર રહેતા. આઝાદી પૂર્વે જવાહરલાલજીએ પેશાવરની મુલાકાત લીધી હતી ત્યારે સ્વયંસેવક તરીકે આખે રસ્તે ઊભા રહેલા લાલ ખમીસધારી ખિદમતગારની શિસ્ત અને સેવાની ભાવના જોઈને તેઓ આશ્ચર્યમુગ્ધ બની ગયેલા અને પ્રશંસાના ઘણા ઉદ્દગારો તેમણે કાઢેલા. , - બાદશાહખાને ૧૯રથી રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવાનું ચાલુ કરેલું, પરંતુ ગાંધીજીના પ્રત્યક્ષ સંપર્કમાં તે તેઓ ૧૯૨૯માં લખનૌ ખાતેની કોંગ્રેસની બેઠકમાં હાજરી આપવા આવેલા. ત્યારે તેઓ આવ્યા. ગાંધીજીનાં વ્યકિતત્વ અને વિચારસરણીથી તેઓ એટલા બધા પ્રભાવિત થયા હતા કે એમણે ખુદાઈ ખિદમતગારના આંદોલનને પ્રારંભ કર્યો હતો. ત્યાર પછી ઉત્તરોત્તર તેઓ ગાંધીજી તરફ વધુને વધુ આકર્ષાયા અને ગાંધીજીના આશ્રમમાં જઇ જુદા પ્રસંગે આવીને રહ્યા હતા. યુવાન વયે એક પછી એક એમ બે પત્નીઓના અવસાન પછી તેઓ પણ ગાંધીજીની જેમ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને રહ્યા હતા. અલ્પતમ પરિગ્રહ, સાદાઈ અને લોકસેવા એ એમનાં જીવનમંત્ર બની ગયાં હતાં. ગાંધીજી જેવી રમૂજવૃત્તિ તેમનામાં પણ હતી અને ગાંધીજીની જેમ જ સત્તા કે પદ માટે આસકિતનો અભાવ તેમનામાં પણ હતે. ૧૯૩૪માં મુંબઈ ખાતેના કોગ્રેસ અધિવેશનમાં પ્રમુખ તરીકે એમની જ્યારે વરણી થઈ ત્યારે એમણે એ પદને અરવીકાર કર્યો હતો અને કહ્યું હતું કે હું તે માત્ર એક સેનિક છું અને જીવનભર સૈનિક રહેવાને ઇચ્છું છું.” બાદશાહખાન ખરેખર સંત પ્રકૃતિના મેહામાનવ હતા. ગાંધીજી અને અન્ય નેતાઓએ ભારતીય ઉપખંડને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત બનાવવા માટે જે રાષ્ટ્રવ્યાપી લડત ચલાવી તેના પરિણામે અંગ્રેજોને સત્તા છોડવી પડી, પરંતુ અંગ્રેજોએ મહમદઅલી ઝીણા દ્વારા મુરિલમેની સંકુચિત ધાર્મિક લાગણી ઉશ્કેરીને ભારતીય ઉપખંડની દુર્દશા કર્યા પછી એ સત્તા છોડી. ભારતના ટુકડા થયા. ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્ર થયાં. પાકિસ્તાનના પણ પૂર્વ પાકિસ્તાન (બાંગલાદેશ) અને પશ્ચિમ પાકિસ્તાન એવા બે ટુકડા બન્યા. આ દરખાસ્ત (મ્યુલા) માટે જેમની અસંમતિ હતી અને જેમને આમા કકળી ઊઠ્યો હતો એવી બે મહાન વિભૂતિઓ તે મહાત્મા ગાંધી અને સરહદના ગાંધી. અંગ્રેજો જલદી સત્તા છોડે અને ભારત રવતંત્ર થાય એ વખ નિહાળવાની આશામાં રાષ્ટ્રીય લડતની ઉચ્ચ નેતાગીરીને પક્ષે કંઈક ઉતાવળ થઈ હતી એમ ભવિષ્યના ઇતિહાસકારો બેધડક કહેશે. ભાગલા પાડીને લડાવી મારવાની અંગ્રેજોની રાજરમતનો ભોગ આપણે બન્યા. દેશનું વિભાજન થતાં પૂર્વ અને પશ્ચિમની સરહદ ઉપર લાખ માણસની હિજરત થઇ. અનેકાનેક માણસની કતલ થઈ અને લૂંટ, અપહરણ અને બળાત્કારના અનેક બનાવ બન્યા. પંજાબ અને નોઆખાલી સળગી ઊઠયાં. કલ્પનામાં ન આવે એટલું કેમ વિષ પ્રસરાવી દેવામાં આવ્યું હતું. તે સમયે આ બંને ગાંધીને આત્મા શાંતિ માટે પિકારી ઊઠયે હતે. દેશની દુર્દશા જેવા ગાંધીજી - ઝાઝું જીવ્યા નહિ, પરંતુ સ્વતિ ધ્યપ્રાપ્તિને આનંદ એમને બહુ રહ્યો નહોતે. અહિંસક ચળવળની હિંસક પૂર્ણાહુતિથી એમનું હૃદય ચીરાઈ ગયું હતું. બીજી બાજુ અંગ્રેજો પાસે સત્તા છોડાવ્યા છતાં પિતાની તે એવી જ કરુણ હાલત રહ્યા કરે એ બાદશાહખાનના મ્બિનની કરુણ ઘટના બની દેશના વિભાજન વખતે સૌથી વધુ અન્યાય જો કોઈને થયેલ હોય છે. તે બાદશાહખાનને અને એમના પુસ્તુન લો કેને. અખંડ ભારત આઝાદ થયું હોત અને ગાંધીજી તથા સરહદના ગાંધીની સેવા સમગ્ર દેશને ઝાઝે સમય મળી હોત તે ભારતમાં હિંસાત્મક અશાંતિ થઈ ન હોતકમી પ્રેમ વધે હોત અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ભારતની કાયાપલટ જુદી જ રીતે થઈ હત. દેશના વિભાજન પછી બાદશાહખાનને તે જેલ અને વ્યથામાં જ સુદીર્ઘ કવન વીતાવવું પડયું એ કુદરતની લીલા કેટલી કુર બની શકે છે તેને પરિચય કરાવે છે, રાજનૈતિક ભૂલો (Political Blunders)નાં પરિણામે લાંબે ગાળે વધુ. સ્પષ્ટ દેખાય છે. બાદશાહખાનના ભારતમાં રહેલા સાથીદારો, સત્તાનાં મોટાં મોટાં પદ ભોગવવા લાગ્યા ત્યારે બાદશાહખાનના ભાગ્યમાં હજુ લડત અને જેલજીવન બાકી રહ્યાં હતાં. સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન જુદે જુદે સમયે મળી ૧૪ જેટલાં લાંબાં વર્ષોને એમણે જેલવાસ ભોગવ્યું હતું. પરંતુ સ્વાતંત્ર્ય પછીથી તે પાકિસ્તાનમાં એથી પણ ઘણાં વધુ વર્ષ જેલમાં એમને પસાર કરવા પડ્યાં. ભારત અને પાકિસ્તાનના વિભાજન વખતે ગાંધીજીની દરવણ પ્રમાણે બાદશાહખાન ચાલ્યા. પુખ્તને માટે સ્વતંત્ર રાજ્યની વાત તે બાજુ પર રહી, પરંતુ પસ્તુને ઉપર પાકિરતાની સત્તાવાળાઓ દમન કરશે તે ભારત તેમની વહારે ધાશે એવું વચન આપીને ગાંધીજી તે વિદાય થયા. પરંતુ ભારતીય સરકાર લાચાર બનીને એ જોઈ રહી. “તમે અમને વરુઓના હાથમાં ધકેલી દીધા છે એવાં રોષ અને ખેયુક્ત વચને ત્યારે બાદશાહખાને ઉચ્ચારેલાં તે સાચા પડયા. અસ્તુને ઉપરના પાકિસ્તાની દમન વખતે અને બાદશાહખાનની ધરપકડ વખતે ભારત માત્ર મૂક સાક્ષી બની રહ્યું એથી બાદશાહખાનને પારાવાર દુઃખ થયેલું. પાકિસ્તાનના સજન પછી ઘણાં વર્ષ બાદશાહખાને પાકિસ્તાનની જેલમાં વીતાવ્યાં. કેટલાંક વર્ષ નજરકેદ પણ રહ્યા. સ્વતંત્રતા પહેલાં અને - ' ( પૃષ્ઠ ૧૦૪ ઉપર)
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy