SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬ ૮૮ પ્રબુદ્ધ જીવન હતા અને તેમણે ત્યાં પ્રજાઓને ભારતીય ધર્મ અને સંસ્કૃતિ આપ્યાં હતાં. તેના પ્રતાપે ત્યાં ભવ્ય સામ્રાજ્ય પણ રચાયાં હતાં અને રાજે , નગર વગેરેને ભારતીય નામ આપવામાં આવ્યાં હતાં. થાઈલેન્ડ હમણાં સુધી શ્યામ નામે ઓળખાતે હતું. તેની ઉપરથી બ્રિટન અને અમેરિકાએ તેને શિયામ નામ આપ્યું. શ્યામ એ શ્રીકૃષ્ણનું એક નામ છે. આ દેશની પ્રજાએ ભારતની સંસ્કૃતિ એવી પચાવી લીધી કે તેને પિતાની રાજધાનીને અયોધ્યા અને રાજાને વંશપરંપરાગત રામનું નામ આપવામાં આવ્યું. અત્યારે પણ રાજાનું નામ ગમે તે હોય, પણ રામ કહેવામાં આવે છે અને તે રાજવંશજના રામને કેટલા નબર છે તેને આંકડે રામની સાથે જોડવામાં આવે છે પ્રજા બહુ જ છે છતાં રામાયણનો મહિમા ઘણે છે અને નાટકે, નૃત્ય વગેરે રામાયણ પર આધારિત હોય છે. રાજાઓનાં નામ અપબ્રશ સંસ્કૃતમાં હોય છે. હિંદી ચીનના ત્રણ દેશે પૈકી લાઓસ એક દેશ છે. કેટલાક વિદ્વાને માને છે કે એ નામ રામચંદ્રજીના પુત્ર લવ ઉપરથી આપવામાં આવ્યું છે. અંગ્રેજો રાવ’ શબ્દને Rao એ રીતે લખે છે તેમ તેમણે લવ'નું Lao અને તેનું બહુવચન ImaON કયું". આ બહુવચન આ દેશની પ્રજા કે જાતિઓના સંદર્ભમાં કરેલ છે. ભારતને મલય શબ્દ અગિન એશિયામાં વધુ લોકપ્રિય બને. એક બેટ દ્વીપકલ્પને મલય નામ આપવામાં આવ્યું. પશ્ચિમી દેશે તેને મલાયા નામે ઓળખતા આવ્યા છે. મલાયા રસ્વતંત્ર બન્યું ત્યારે ચીનાઓની વસ્તી ઘટાડવા તેમણે સિંહપુર એટલે કે સિંગાપુર જતું કર્યું અને ઈ-ડોનેશિયાને એક નાને ટાપુ મેળવીને મલયેશિયા નામનું રાષ્ટ્ર બન્યું. આમ મલય નામ તે ચાલું જ રહ્યું. અગ્નિ એશિયાની પ્રજાને મલય પ્રજા તરીકે ઓળખાવવામાં આવે છે. અગ્નિ એશિયામાં ચીનાએ મેટી સંખ્યામાં વસ્યા છે અને ખ્રિસ્તી તથા મુસ્લિમ ધમને ઘણે પ્રચાર થયે છે તેમ છતાં ભારતીય સંસ્કૃતિ હજી જીવતી રહી છે અને ધણા પુરુષ અને સ્ત્રીઓનાં નામ પણ ભારતીય છે. હિંદી ચીનના બીજા એકમ કમ્બડિયા (હવે કાંપુચિયા) નામમાં કમ્બોજ શબ્દ તાતને છે. તેના પદભ્રષ્ટ રાજાનું નામ નરોત્તમ સિંહાલેક છે. ઇન્ડોનેશિયામાં શુન્ન વગેરે અનેક નામે સંસ્કૃત ભાષાનાં છે. આપણી પવના પાડોશીને આપણે બ્રહ્મદેશ નામ આપ્યું હતું. હવે તે બર્મા તરીકે ઓળખાય છે. ઇન્ડોનેશિયામાં એક નાનકડા બલિ ટાપુ સિવાય બધે મુરિલમેની વિશાળ બહુમતી છે, તેથી સંસ્કૃત નામની સાથે મુસ્લિમ નામ જોડવામાં આવે છે. દાત. અહમદ શુકનઅલિ શાસ્ત્રવિદ્દ વગેરે. હવે અગ્નિ એશિયામાં મુસ્લિમ તથા ખ્રિસ્તી ધર્મને પ્રભાવ ઘણો છે તથા ચીને પણ પિતાની સંસ્કૃતિ આપી છે તેથી ભારતીય નામે ભૂંસાતાં જાય છે, તેમ છતાં ભારતીય સંસ્કૃતિ પ્રદેશ અને પ્રજા પ્રમાણે થોડીઘણી ટકી રહી છે.. હવે મનના સ્થળાંતર પછી વનસ્પતિના સ્થળાંતર વિશે વાત કરીએ , હિંદી મહાસાગર અને અરબી સમુદ્ર ઉપર સૈકાઓ સુધી ધમધેકાર વેપાર કરતા હતા. તે પછી ૧૬મી સદીમાં પિટુગીઝે આવ્યા. નામ બગાડ વામાં તેઓ કુશળ હતા તેથી ‘સુખધરાને “એકત્રરા નામ આપ્યું, જે “સુખધરાને અપભ્રંશ છે. તે પછી અંગ્રેજો . આવ્યા તેઓ પણ પોર્ટુગીઝથી ઓછા ઊતરે તેવા ન હતા. તેથી તેમણે આપણું ભરૂચને બ્રોચ નામ આપ્યું હતું. તેમ, દોષને “સ કે ટ્રા” નામ આપ્યું અને હજી બિચારે સુખધરા ટાપુ ‘સે કેદ્રાના નામે ઓળખાય છે. ભરૂચનું સાચું નામ તે ભૂકછ છે. પોર્ટુગીઝમાં અવગુણ ઘણા હતા. તેઓ કર, સાહસી, જમી, ધર્મઝનૂની અને વિશ્વાસઘાતી હતા, પરંતુ તેઓ અપનાવવા જેવા સદ્ગુણે પણ ધરાવતા હતા. તેઓ બહાદુર સાગરખેડુ હતા. નવી ભૌગોલિક શેધ કરવામાં અને સમુદ્રનું વિજ્ઞાન સમજવામાં તેઓ કુશળ હતા. તેઓ વનસ્પતિ પ્રેમી હતા અને ઉપગી વનસ્પતિ એક દેશમાંથી બીજા દેશમાં અને એક ખંડમાંથી બીજા ખંડમાં ફેલાવતા હતા એટલું જ નહિ, પણ સુધારતા હતા. દા.ત. આપણી હાફૂસ કરી તેમણે સુધારી હતી અને તેને ‘અલ્ફન્સ' નામ આપ્યું હતું. ‘આલ્ફા” એક પ્રખ્યાત સાગરખેડુ સૈનિક અને ખ્રિસ્તી ધર્મને જુલ્મી પ્રચારક હતા આપણે કેટલીક ચીજો ખાઈએ છીએ કે વાપરીએ છીએ તે કેટલીક પિટુગીઝોની અને તેમના પિતરાઈ ભાઈ રપેનને આભારી છે. દા.ત. ચીકુ. તે દેટલા રસતરબળ અને સ્વાદિષ્ટ મીઠાં ફળ છે? ચીકુના છેડના પિતરાઈ ભાઈ રબરના છેડ છે. ચીકુના ઝાડ જેવા આ ઝાડના છોર (ક્ષીરા એટલે કે દૂધ ધરાવે છે. અમેરિકન ખડેમાંથી ભારતમાં આવ્યા પેનિયાડૅ જયારે દક્ષિણ અમેરિકામાં પહોંચ્યા ત્યારે તેઓ એડિઝ પર્વતમાળા ઉપર ચઢયા. ત્યાં તેમણે આદિવાસી લે કેને બટાટાની ખેતી કરતા જે તેમણે બટેટાને અભ્યાસ કર્યો અને જાણ્યું કે ખેરાક તરીકે તે ઉપયોગી અને સ્વાદિષ્ટ હોય છે તેથી પેનિયાડૅ અને પિટુગીઝે યુરોપ, આફ્રિકા અને એશિયામાં બટેટાની ખેતીને પ્રચાર કરવા લાગ્યા. યુરોપમાં આ કંદ બહુ જ લોકપ્રિય થઈ ગયું. આલેયડમાં તે લેકાને મુખ્ય રાક બટેટા બની ગયું. પછી એક વાર બટેટાને દુકાળ પડે ત્યારે આયરિશ પ્રજા ભૂખમરામાં ધકેલાઈ ગઈ અને કેટલાક આયરિશે પેટ ભરવા માટે પરદેશ, ભેગા થઈ ગયા. ઘણાં આયરિશે. અમેરિકા પહોંચ્યા. તેમાં એક કેનેડી કુટુંબ પણ હતું. તે ત્યાં એટલું સમૃદ્ધ થઈ ગયું, એટલું વગદાર થઈ ગયું તે એક કેનેડી બ્રિટનમાં અમેરિકાના એલચી તરીકે નિમાયે. તેને એક પુત્ર જહોન કેનેડી અમેરિકાને પ્રમુખ બન્યા. તેના બાપે એક વાર કહ્યું હતું કે હું મારા દીકરાઓને નાણાંની બેન્કે વારસામાં આપી શકું એટલું ધન મારી પાસે છે. પ્રમુખ કેનેડીની હત્યા થઈ ગઈ એ તે અર્વાચીન ઇતિહાસની વાત છે, જે આયલેંડમાં બટેટાને દુકાળ પડ્યો ન હોત તે કેનેડી કુટુંબ અમેરિકા ગયું ન હોત, તે કેનેડી કુટુંબ હજી આવલેડમાં હોત. પ્રમુખ કેનેડી જયારે યુરેપ ગમે ત્યારે આયલેન્ડમાં પિતાના પૂર્વજોનાં ગામો અને રહેઠાણ જેવા ગયા હતા. અમેરિકા બહાર કે દેશની પ્રજામાં બટેટાનું નામ ન હતું, તેથી ઘણું દેશ એ જરા. ફેરફાર સાથે બટેટાને દક્ષિણ અમેરિકન નામ અપનાવ્યું. અંગ્રેજો તેને પોટેટો’ કહે છે અને . આપણે બટાકા અથવા બટેટા કહીએ છીએ. આમ બટાકા, વિશ્વવિજયી બની ગયા.
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy