SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન - તા. ૧૬-૫-૮૮ પ્રબુદ્ધ જીવનને માટે સુદીર્ઘ સેવાઓ સ્વ. પરમાનંદ કુવરજી કાપડિયાએ આપી હતી. “પ્રબુદ્ધ જીવન’ની સાથે તેઓ એકરૂપ બની ગયા હતા. અને પ્રત્યેક અંકમાં તેઓ જુદા જુદા વિષય ઉપર પિતાની તંત્રીનોંધ લખતા. કેટલીકવાર તેઓ મુખપત્રના અગ્રલેખ તરીકે પિતાને મૌલિક ચિંતનાત્મક લેખ પ્રગટ કરતા, તે કેટલીકવાર મુખ્ય લેખ તરીકે અન્ય કે સમર્થ લેખકને લેખ મૂકીને, અંદરના પાને તેઓ તંત્રીરથાનેથી જુદા જુદા વિષયો ઉપર નાની કે મેટી નોંધ મૂકતા. સાહિત્ય, શિક્ષણ, ધર્મ, સમાજ અને રાજકારણ એમ જુદા જુદા ક્ષેત્રમાં બનતી તત્કાલીન ઘટનાઓ ઉપર તેઓ પિતાના પ્રતિભાવો વિચારે નિર્ભયપણે વ્યક્ત કરતા. એમાં પણ જૈન સમાજના પ્રશ્નો ઉપર તેમની કલમ વેધકપણે ચાલતી. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાનું તા. ૧૭-૪-'૭૧ના અવસાન થયા પછી “પ્રબુદ્ધ જીવન’નું સુકાન સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સંભાળ્યું. રવ. ચીમનભાઈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિના એક સમર્થ રાજકીય પુરૂ અને તત્ત્વચિંતક હતા. એમણે તત્કાલીન બનતી ઘટનાઓ ઉપર નાની-મેટી તંત્રીનેધ લખવાને બદલે પ્રત્યેક અંકમાં ધર્મ-તત્વજ્ઞાન, રાજકારણ, શિક્ષણ, સાહિત્ય ઇત્યાદિ વિષય પર સ્વતંત્ર લેખ લખવા ચાલુ કર્યા. સ્વ. ચીમનભાઈ વ્યવસાયે સેલિસિટર હતા, રાજકારણમાં - સક્રિય રસ અને ભાગ લેતા અને પાર્લામેન્ટના સદરય હતા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણને એમને અભ્યાસ ઘણે. ઊડે હતે. એટલે એવા વિષય ઉપર એમના લેખે વધુ પ્રગટ થતા. કેટકેટલી ગંભીર સમસ્યાઓ ઉપર સ્વ. ચીમનભાઈનું મંતવ્ય શું છે તે “પ્રબુદ્ધ જીવન” દ્વારા જાણવા ઘણા વાચકે ઉસુક રહેતા. કટોકટીના સમય દરમ્યાન એમણે નિર્ભયપણે પિતાની કલમ ચલાવી હતી. સ્વ. ચીમનભાઇને ધર્મ અને તત્ત્વજ્ઞાનને અભ્યાસ પણ ઘણે ઊડે હતા અને એવા વિષય ઉપર પણ તેમણે પિતાની સમથ કલમ ચલાવી હતી. એકંદરે, ર. પરમાનંદભાઇનું લખાણ સામાજિક સમસ્યાઓ ઉપર સવિશેષ રહ્યું હતું, તે રવ. ચીમનભાઇનું લખાણ રાજકીય સમસ્યાઓ ઉપર સવિશેષ રહ્યું હતું. નવેમ્બર, ૧૯૮૨માં ચીમનભાઈનું અવસાન થયું, ત્યાર પછી “પ્રબુદ્ધ જીવન’ની જવાબદારી સંઘની કાર્યવાહક સમિતિએ મને સોંપી. સાહિત્યના અધ્યાપક તરીકે કામ કરનાર અને ધર્મચિંતનમાં વિશેષ રસ ધરાવનાર મારા જેવા માટે આ જવાબદારી વ્યવસાય અને લેખનની અન્ય પ્રવૃત્તિઓમાંથી સમય ફાજલ પાડવાની દષ્ટિએ ઘણું મેટી હતી સ્વ. પરમાનંદભાઈ કાપડિયા અને સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ જેવા સમર્થ તંત્રીઓના અનુગામી તરીકે મારી પાત્રતા ઘણી ઓછી ગણાય. વળી, રાજકારણું મારા રસને જેટલો વિષય તેટલે અભ્યાસને નહિ. એટલે એમની સરખામણીમાં મારી પાસેથી પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે રાજકારણના વિષય ઉપર લેખેની અપેક્ષા રખાય તે મારી પ્રકૃતિ અને સ્થિતિની મર્યાદા જોતાં ન સંતોષાય એ સ્વાભાવિક છે. મારી સમક્ષ બે પ્રશ્ન હતાઃ સ્વ. પરમાનંદભાઈ કે સ્વ. ચીમનભાઇની જેમ તત્કાલીન, સામાજિક કે રાજકીય વિષય ઉપર અભ્યાસ કરીલેખ લખવા અને કાં તો મારી પ્રકૃતિને વફાદાર રહીને મારો રસ અને રૂચિ અનુસાર વિભિન્ન વિષય ઉપર લેખ લખવા. પુરોગામીઓનું માત્ર કરવા ખાતર અનુકરણ કરવાને બદલે મારી જાતને વફાદાર રહેવું તે મને વધુ વેગ્ય લાગ્યું છે. એ સ્પષ્ટતા સાથે જ મેં આ સ્વૈચ્છિક માને હું જવાબદારી સ્વીકારી છે. મને રુચે તે વિષય ઉપર લેખ લખવાનું મેં સ્વીકાર્યું છે. એમાં દેખીતી રીતે જ જૈન ધાર્મિક વિષયે ઉપર લેખ વધુ આવે તે સ્વાભાવિક છે. “પ્રબુદ્ધ જીવન” એક વૈચારિક પત્ર છે તેમ સાથે સાથે જૈન યુવક સંઘનું મુખપત્ર છે. એટલે એમાં જૈન વિષયનું પ્રમાણ વધતુંઓછુ રહ્યા કરે છે તે પણ સ્વાભાવિક અને નિર્વાહ્ય છે. પ્રબુદ્ધ જીવનને મુખ્ય વાચક વર્ગ એના સભ્યો છે, તેમ છતાં તે સાર્વજનિક પત્ર પણ છે. દૌનિક અને સામાયિકના વાચકેમાં એક વર્ગ એવો હોય છે જે વાર્તા, કટાક્ષલેખ, આરોગ્ય રાજકારણ વગેરેમાં પિતાના કેઈ પ્રિય લેખકના બંધાણી થઈ જાય છે, અને એ લેખકનું લખાણું ન હોય તે નિરાશ થઈ જાય છે. બાકીનું કશું વાંચવામાં એને રસ નથી. હોતો. એટલે કેઈપણ સામયિકમાં ફેરફાર થાય ત્યારે એને એક પ્રકારના વાચકવર્ગ ઘટે તે અન્ય પ્રકારનો વાચકવર્ગ વધે એમ બને. પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતી લેખ-સામગ્રીનું સ્વરૂપ સમયે સમયે બદલાયા કર્યું છે. એમાં વાચકોની અભિરુચિ ઉપરાંત તંત્રીની પિતાની દ્રષ્ટિ, રુચિ અને શકિતએ પણ કાર્ય કર્યું છે. વસ્તુતઃ તંત્રીની જગાબદારી વાચકની રુચિને ઘડવાની પણ હોય છે. એમાં વાર પણ લાગે છે. પ્રબુદ્ધ જીવન’ની જવાબદારી મેં સ્વીકારી ત્યાર પછી વિષયનું વૈવિધ્ય વધે એ માટે પ્રયાસ કર્યો છે. માત્ર સામાન્ય વાચકને જ લક્ષમાં રાખ્યા નથી. અધિકારી વાચકને માટે ગહનગંભીર, અભ્યાસનિષ્ઠ, ગ્રંસ્થસ્થ કરી શકાય એવી લેખસામગ્રી આપવાને પ્રયાસ પણ કર્યો છે. વર્તમાન સમયમાં ભારતમાં ટી. વીના માધ્યમને ફેલાવો ( દિનપ્રતિદિન વધતે ચાલ્યો છે. એટલે લેકોને ફાજલ સમય વાંચવામાં જે વપરાતે હતા તેમાંથી ઘણે સમય હવે ટી. વી. જોવામાં વપરાવા લાગે છે. વળી પ્રાસંગિક વાંચનસામગ્રીની દ્રષ્ટિએ દૈનિકે અને તેના વિવિધ વિભાગો તથા સચિત્ર સાપ્તાહિકે ઘણે પ્રચાર પામ્યાં છે. સામાન્ય જનતાને તત્કાલીન બનતી જતી ઘટનાઓની વિગતેમાં વિશેષ રસ હોય એ દેખીતું છે. ખૂન, બળકાર, ચેરી, આપધાત, અકસ્માત, કાવતરાં, મારામારી, લડાઈ દુર્ઘટના, દુકાળ, આતંકવાદ, આંતરવિગ્રહ, રેલ ઇત્યાદિ પ્રકારની ઘટતાઓ વિષે રંગીન ફેટાઓ સહિત જેમાં સભર માહિતી આપવામાં આવી હોય તેવા પ્રકારના લખાણમાં સામાન્ય વાચકોને રસ વધુ પડે છેસારી કમાણી કરતાં એવાં કેટલાંક સામયિકે સુસજજ લેખક કે ફેટોગ્રાફર દ્વારા ઘણી સારી માહિતી એકત્ર કરીને પ્રગટ કરે છે. એવાં વિવિધ ભાષી સાપ્તાહિકના ફેલાવાની વચ્ચે વૈચારિક પત્રને પિતાનું અસ્તિત્વ ટકાવી રાખવાને, પ્રશ્ન પણ ઘણે ગંભીર હોય છે. તે પણ આપણું સદ્ભાગ્ય છે કે ગુજરાતના કેટલાંક એવાં સામયિકે પ્રકાશિત થતાં રહ્યા છે. સામાન્ય દેનિક અને સાપ્તાહિક કરતાં માત્ર લેખસામગ્રી પ્રગટ કરતાં વૈચારિક પત્રનું કા, કાર્યક્ષેત્ર, યેય અને કર્તવ્ય જુદાં જુદાં હોય છે અને તેની અસર પણ લાંબા ગાળાની હોય છે. અલબત્ત આવાં સામયિકેને સેથી મેટે પ્રશ્ન તે પિતાનું અસ્તિત્વ ટકાવી રાખવાને હેય છે. વળી દૈનિક કે સાપ્તાહિક કરતાં પાક્ષિક કે માસિકને પિતાની વાચનસામગ્રી * * (પૃષ્ઠ ૧૩ ઉપર) • • • • • •
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy