________________
op
પ્રાદ્ધ જીવન
બહેનને ક્ષયની` શરૂઆત થઈ. પિતા ત્યારે ગોધરા રહેતાં. હુ ૧૯૩૮ના ઉનાળાની રજાઓમાં ગોધરા ગયે ત્યારે બહેન મારી !' સાથે આવી હતી. ત્યાં તેને ડૉક્ટરને બતાવતાં તેમણે ક્ષયની શરૂઆત થઇ હોવાનું જણાવ્યુ. અને વા શરૂ થઇ. એક ક્વિસ મે પિતાને એ વિશે કાષ્ઠ મિત્રની સાથે ચર્ચા કરતા સાંભળ્યાં, પણ ત્યારે મને ક્ષયની ગંભીરતાના ખ્યાલ નહિ એટલે અને કશી ચિંતા ન થઇ. પણ તે પછી દશેક મહિને એક દિવસ અચાનક મારી આખા ઊધડી ગઇ. તે દિવસે મારા હૈયે જે આધાત અનુભવ્યો તેનુ સ્મરણ આજે પણ માા અંતરને ધ્રુજાવે છે. હુ' જુનિયર બી. એ. ના (આજના . એ. ના બીજા) વર્ષ'માં હતા. ખીજા સત્રને અંતે ફેબ્રુઆરી માસના છેલ્લા અઠવાડિયાંમાં કોલેજ અવિધિસરની પરીક્ષા લેતી અને ને પછી પહેલી માથી (૨૦મી જૂન સુધી, સાડાત્રણ માસથી પણ વધુ લાબી) રજા પડતી. સત્ર દરમિયાન પિતાની પંચમહાલ જિલ્લાના કાલેાલ ગામે બદલી થઈ હતી. રજા પડતાં ત્યાં જવા નીકળવા પહેલાં પહેલી માર્ચે હું બહેનને મળા ગો. મંહેને કહ્યુ', ચીમન, આવતી કાલે મારે ખાડિયામાં ડેાકટરને મળવા જવાનુ છે. તું સાથે આવીશ ? મેં તરત હા કહી. બીજે દિવસે હું કાલેજ હાસ્ટેલ માંથી મિત્રની સાયકલ લઇ ડાકટરને ત્યાં ગયા. બહેન દરિયાપુરથી ચાલીને આવી. ડાકટર જીનવાલા નામે પારસી સજ્જ હતા. બહેન ઍકલી તેમના ખંડમાં ગઇ. તેને તપાસી ડાકટરે પૂછ્યું; તમારી સાથે કાઇ આવ્યું છે ? મહેને કહ્યું, ‘હા, મારા ભાઇ બહાર ભેટ્ઠા છે, ડાકટરે કહ્યું,. તેને અંદર મેકલે. બહેને બહાર આવી મને આદર જર ડાકટરને મળવા કહ્યું. હું આવી રહેલા ભાવિના ભ્રષ્ટ અણુસાર વિના અંદર ગયા. ડાકટરે એમની સૌમ્ય પારસી સજ્જનતાથી મને કહ્યું, તમારાં બહેનને ત્રીજા તબકકાને ક્ષય છે, જે દવા-સારવાર કરવાં હોય તે કરો. રોગ મટશે કે કેમ એમ મેં પૂછ્યું કે નહિ તે મને યાદ નથી, પશુ ડોકટરના માં ઉપરના ભાવથી હું રાગની ગંભીરતા સમજી ગયો. મારા હૃદયમાં ધ્રાસ્કો પડ્યો. મારા જીવનના એ સૌથી પહેલો આધાત હતા. (તે પછીય મે તેના જેવા તીવ્ર આધાત કયારેય અનુભવ્યેો નથી, મારી પોતાની ખેએક વાર મૃત્યુના દ્વારે પહેોંચવાના આભાસ કરાવતી માંદગી વેળા પણું) ડૉક્ટરના ખંડમાંથી બરાર આવીને મે બહેનને ધેડાગાડીમાં તેના સાસરે મોકલી દીધી અને કહ્યુ કે હું સાંજે ફરી આવીશ.
આ ાડિયાથી હું ખારેાખાર અસારવા ગયા. પિતાના વડીલ પિતરાઇ, જે તેમને અમદાવાદને વ્યવહાર સભાળતા, તેમને મળ્યા. હું ગયા ત્યારે તેઓ માળાજપ કરતા હતા. તેમને કડક નિયમ હતા કે તેઓ માળા કરતા હોય ત્યારે કાઇએ તેમાં વિક્ષેપ કરવા નહિ. પણ હું વિના સાચે નિસરણી ચડી મેડા ઉપર પહોંચી ગયા. કહ્યુ', 'દલપાબાપા (તેમનું નામ દલપતરામ હતું, પણ કુટુંબમાં બધાં તેમને દલપાબાપા કહેતા), આજે ક્શાન્તાની સાથે ડૉકટરને ત્યાં ગયા હતા. તેમણે કહ્યું કે તેને ત્રીજા તબકકાના ક્ષય છે.' તેમણે બિલકુલ ક્ષેભ પામ્યા વિના ઘું, કશી ચિંતા નહિ, તુ તેને અહીં લઇ આવ અને થાડા દિવસ તમારુ` બંધ ઘર ઉધાડી તારી વહુ સાથે રહે. (પત્નીનું પિયર ગામમાં જ હતું.) બપોરે જઈને હું બહેનને અને તેનાં નડસાસુને કહી આવ્યા. ખીજા દિવસથી અમે ત્રણ હું પતી
8
તા. ૧૬-૨-૮૬
અને બહેન, અસારવામાં અમારે ઘેર રહ્યાં. બહેનને અમે ડૉક્ટર મેહિલે પાસે લઈ ગયા. તેમણે તપાસી જરૂરી દવાઓ અને ઈન્જેકશન લખી આપ્યું. શરૂઆતમાં અમારાં વિચાર અસારવામાં થેડા વિસ જ રહીશુ એવા હતા. પણ ડાકટર મેડિલેને મળ્યા પછી બહેનની સ્થિતિની ગંભીરતા પૂરી સમજાઈ ગઈ અને અમે તેને કાલાલમાં પિતાની પાસે લઇ જવાને ખલે અસારવા રાખી તેની સારવાર કરવાના નિય કર્યાં. પિતાને મારો નિણય બહુ રૂએ નહિ. તેમણે ક્ષય જેવા અસાધ્ય રોગ માટે મોટા ડાકટરની ફી અને દવાઓના ખચ કરવા માટે મને જરા કડક ઠપકા આપ્યા. પણ બહેન ઉપરનો મારા ભાવ જોઇ તેમણે મને મારી ઇચ્છા પ્રમાણે કરવા દીધુ. આમ અમારો, મારા તે પત્નીને, ધરસ ંસાર'હુ ખી. એ. થઇ જાઉ તે પછી શરૂ થવાને હતા તેને બદલે એકં વર્ષ વહેલા શરૂ થઇ ગયો.
બહેન છ માસ પથારીવશ રહી. અમે ખેચે, પત્નીએ અને મે, તેની પૂરી સેવાચાકરી કરી. પત્નીની સેવા જોઈ આખું ગામ છક થઇ ગયું. તે ધરકામતા ખોજો ઊંચકવા ટેવાયેલા નહેતાં પણ નવી પરિસ્થિતિને અનુકૂળ થઇ ગયાં, મને કષ્ટક આભાસ છે, તેમની માતાએ શિખામણુ આપી હતી: જન દીકરી, નણુંની પૂરી સેવા કરજે. હિંદુ સસારમાં આ નવાઇની વાત હતી. (કદાચ બધા સંસારમાં એમ હશે). બહેનના સ્વભાવ આકરા હતા અને તેને કદાચ પત્ની ગમતાં ય નહોતાં. પણ તેમની સેશ જોઇ તે પીગળી. છ માસ પછી તે મૃત્યુ પામી તે પહેલાં તેણે મારી પાસે પેાતાને સંતાય વ્યકત કર્યો અને પત્નીના સ ંસાર સુખી થાય એવા આશીર્વાદ આપ્યા. બહેનનાં વડસાસુએ પણુ પત્નીની પૂરી કદર કરી અને તેએ તેમને માટે સદ્ભાવ રાખતાં થયાં. આમ બહેનની માંદગીએ પત્નીના જીવનની મેટી અનિશ્ચિ તતા દૂર કરી. બાઇબલવચન છે કે Out of evil cometh good, તેનું આ એક સચેષ્ટ ઉદાહરણુ:
હું દરરો જ થેડા કલાક . બહેનની પથારી પાસે ગાળતા. ડાકટરે એક વડીલ દ્વારા ચેતવણી કહેવડાવીકે, ચીમનભાઈને કહેજો બહેનની સાથે બહુ ન ખેસે, કદાચ તેમનેય ક્ષયના ચેપ લાગે. પિતાએ સદ્ભાવથી પત્રમાં લખ્યું, ‘શાન્તાની પાછળ બહુ સમય ગાળવાથી તારા અભ્યાસમાં વિક્ષેપ પડશે અને બી. એ. ની છેલ્લી પરીક્ષામાં તું કદાચ પહેલા વગ માં ન આવે.' મારા હૈયે એ માંથી એક ચેતવણી ન ગણકારી. લગભગ છેવટ સુધી હું તેની પાસે સમય ગાળતો રહ્યો. છેલ્લા ખેએક અઠવાડિયામાં દરમિયાન તેનું દુઃખ ન જોઇ શક્યાથી હુ તેના ખંડમાં જવાતુ ટાળો, બહેને આ નૈષ્ણુિ' હશે, એટલે તેણે કાઇને પૂછ્યું, કેમ હવે ચીમન મારી ખબર નથી કાઢતા ? પણ તેને મારા ઉપર પૂરા વિશ્વાસ હતેા. મૃત્યુ' પામી તે પહેલાં થાડા દિવસ અગાઉ તેણે મને ખેલાવ્યા. અંતે કહ્યુ', ભાઇ, મને તારા ઉપર પૂરા વિશ્વાસ છે, દીકરાને મૂકીને જાઉં છું તેના વિશે હું ચિ ંતા નથી કરતી, તુ તેની સભાળ રાખશે જ. એને તારા બનેવી પાસે જ રહેવા દેજે, પણુ જરૂરી વ્યવહાર કરતા રહેશે. તે પછી થોડા દિવસે બહેન ભાદરવા માસની વદ છઠે સવારે પાંચ વાગ્યે મૃત્યુ પામી. તત્કાલ તે મને જરા રાહતની લાગણી થઈ હોય એમ લાગ્યું, પશુ સવાર થયું અને ટાળે મળી સ્ત્રીઓ આવવા લાગી અને રડવા ફૂટવનું શરૂ થયું ત્યારે મારુ હુંય ભાંગી પડ્યું, જ્યારે જ્યારે સ્ત્રીઓનુ નવું વૃંદ આવે અને ખંધ પડેલુ રડવા ફૂટવાનું શરૂ થાય ત્યારે સયમ