________________
Bહ વન
તા. ૧-૧૦
સંતાનથી ગુપ્ત રીતે બહાર જઇને વ્યસન સેવતાં હોય છે. સંતાનને ખબર પડ્યા પછી તે બંધ કરતા નથી, ઘરમાં પણ તેઓ વ્યસન સેવવા લાગે છે. વ્યસનને વારસે કેટલીકવાર આ રીતે બાળકને માતા-પિતા તરફથી મળે છે.
"
વ્યસનનું વર્ચરવ માણસના મન ઉપર જેવું તેવું નથી હતું. આરંભમાં માણસ સરળતાથી એમાંથી કદાચ મુક્ત થઈ શકે, પરંતુ જેમ જેમ સમય જાય તેમ તેમ વ્યસનનું બંધન વધુ જારે બનતું જાય છે. કોઇ ક અત્યંત, દઢ સંક૯પ, બળવાળા માણસે તેમાંથી કાયમને માટે મુકત થઈ શકે છે. કેટલાક માણસે વ્યસનનું સેવન ન કરવાની પ્રતિજ્ઞા લઈને થડ વખતમાં જ એને ભંગ કરી નાખે છે કેક માણસે એમ. કહેવું કે “સહેલામાં સહેલી પ્રતિજ્ઞા તે સિગારેટ ન પીવાની છે. મેં એ નિત્તા ઘણીવાર લીધેલી છે. (અર્થાત ઘણીવાર ભાંગી છે, જેઓ ધર્માચાર્યો પાસે ધર્મ કે ભગવાની સાક્ષીએ આવી પ્રતિજ્ઞા લે છે ને તેના પાલન માટે રવજન દેખરેખ રાખે છે તે તે પ્રતિજ્ઞા પ્રમામાં કંઈક વધુ ટકે છે.
. કેફી પદાર્થોને વધતે પ્રચાર
(પૃષ્ઠ ૧૧૦ થી ચાલુ) પગપેસારો કર્યો છેમુંબઈ જેવા શહેરની કેટલીક નામાંકિત કોલેજમાં બપોર પછી વિદ્યાર્થીઓ અને વિદ્યાથીનીએ ઔષધ લઈ કે એવા ઔષધની સિગારેટ બનાવીને તે પીને એદીની જેમ પડેલા જોવા મળે છે. કેટલાકની હજુ શરૂઆત હોય છે પરંતુ વેળાસર જે તેમને વાળી લેવામાં ન આવે તે તેમની કારકિદી
ડાક વર્ષોમાં જ ધૂળધાણી થઈ જાય છે. શ્રીમંત વિદ્યાથીએ ગરીબ મિત્રને મફત ઔષધ આપી આવા વ્યસને પાછળ ઘસડે છે. પરંતુ એ ગરીબ વિદ્યાર્થીઓને વ્યસનમાંથી મુકત કરાવવાનું એમનાં માબાપને બહુ ભારે થઈ પડે છે.
અફીણ, ચરસ, ગ જેવા પરાર્થે ભારત, ચીન, જાપાન જેવા દેશમાં પ્રાચીન સમયથી પ્રચલિત છે. પરંતુ તેને ઉપયોગ ત્યારે આટલે વ્યાપકપણે થતું ન હતું. બીજા વિશ્વયુદ્ધ પછી આ પદાર્થોને ઉપગ પાશ્ચાત્ય દેશમાં ચોરી છૂપીથી ઘણે વધી ગયું છે. કેકેન, હેરોઈન, મારીજુઆના, બ્રાઉન સુગર વગેરે કેટલાય પદાર્થોની હેરાફેરી આંતરરાષ્ટ્રીય ધોરણે વ્યાપક પ્રમાણમાં ચાલી રહી છે. ભારતમાં કે અન્યત્ર વખતેવખત આવા પ્રદાર્થોને જે જ પકડાય છે તે નાનોસૂને હોતે નથી. લાખ કે કરોડો રૂપિયાને માલ એકી સાથે પકડાય છે. જે પકડાય છે તેના કરતાં ન પકડાયેલા જથ્થાનું પ્રમાણ ધણ ગેટ છે. જર્મની, બ્રિટન કે અમેરિકામાં આ બાબતમાં આટલી બધી સાવચેતી રાખવામાં આવે છે. અને અધિકારીઓની ભ્રષ્ટતા પ્રમાણમાં ઘણી ઓછી છે. તે પણ ત્યાં પુષ્કળ પ્રમાણમાં નશો થાય છે એ બતાવે છે કે આવી ટોળકીના સભ્ય કેવી સિફતથી ગુપ્ત રીતે પિતાને માલ વાપરનારા સુધી પહોંચાડી શકે છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં તેને સૌથી વધુ પ્રચાર થાય છે. રમત ગમતના ખેલાડી પિતાની તાકાત વધારવા તેને પુષ્કળ ઉપયોગ કરે છે. દર વર્ષે કેટલાય ખેલાડીઓ (ઓલમ્પિક રમતના ખેલાડીઓ સુધા) લોહી અને પિશાબની તપાસમાં ઔષધ વાપર્યાનું માલુમ પડતાં ગેરલાયક 'કરે છે. ઉત્સાહમાં આવી માદક ઔષધનું વધુ પડતું સેવન
કરવા જતાં કેટલાક ખેલાડી મૃત્યુ પણ પામ્યા છે. - વ્યસનને ભોગ યુવાને વિશેષ બને છે. પોતાની શકિત ઉપર વધુ પતે વિશ્વાસ, પિતાને કંઈ અસર થતી નથી એવી ખેતી આત્મશ્રદ્ધા, નથી વરતુઓ અજમાવવાનું કૌતુક, મિત્ર સાથેની મૌત્રીમાં જુદા ન પડવાની ભાવના (૩માન શીટ શાકનેy મૈત્રી) ભાવિની બેપરવાઈ, અજ્ઞાન, આપવડાઈ ઇત્યાદિ પ્રકારનાં લક્ષણેને લીધે યુવાન માણુસ વ્યસનને ભેગ જલદી બને છે. કેટલાંક વ્યસને અતિશય ખર્ચાળ હોય છે. શ્રીમત યુવાનો તેમાં વધુ ખેંચાય છે. એમની સાથે મધ્યમવર્ગી મિત્ર વગર પણ દેખાદેખીથી ઘડાય છે. યુવાને વ્યસનમાં સપડાય છે ત્યારે સામાન્ય રીતે તેમના માતાપિતા કે અન્ય રવજનેને જણાવા દેતા નથી અને તેઓને જ્યારે ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. વ્યસન થે સમય પછી માણસને લજા રહિત બનાવે છે. ખાનગીમાં સિગારેટ કે દારૂ પીનાર માણસ માતા-પિતાને ખબર પડે પછી તે પીવાનું બંધ કરતા નથી. પણ તેનું પીવાણું દિવસે દિવસે વધુ જાહેર બનતું જાય છે. કેટલાંક યુવક-યુવતી પોતાનાં
આ કેફી પદાર્થોનું સેવન એ વર્તમાન સમયની ટામાં મેટી
સમસ્યા છે. માનવ સંરકૃતિને પ્રગતિમાંથી બે ડગલા પાછા ભરાવે એવી એ ઘટના છે. કેફી પદાર્થોનું સેવન કરનારા અને એની હેરાફેરી કરનારને કડકમાં કડક શિક્ષા રાજ્યસત્તા તરફથી થવી જોઈએ. પરંતુ એટલું જ પૂરતું નથી. શાળા-કોલેજના અભ્યાસક્રમમાં એના વિશેના જુદા જ પાડોઠારા સાચું શિક્ષણ અપાવું જોઈએ. પ્રચાર માધ્યમ દ્વારા એને વખતે વખત પ્રચાર થ જરૂરી છે. પરંતુ વિશેષ આવશ્યકતા છે. પ્રત્યેક કુટુંબમાં સંસ્કારી વાતાવરણનું નિર્માણ થાય એની. વ્યસનને
ભેગ “મુખ્યત્વે યુવાન વર્ગ બને છે. તેમાં પણ યુવતીએ ' કરતાં યુવાને વિશેના બને છે. યુવા વર્ગને નશીલા
પદાર્થોની માઠી અસરનું સાચું જ્ઞાન આપવા માટે વ્યવસ્થિત અને સતત પ્રચાર થાય તે આ દૂષણને હળવું કરી શકાય. નશે કર એ માનવ-જાતની નબળી પ્રકૃતિ છે. માનવજાત નશામાંથી - સદંતર મુકત બની હોય એવું ઈતિહાસે કદી જાણ્યું નથી.
જયાં સુધી થાય છે, દુઃખ છે, ચિંતા છે, ગ્લાનિ છે, વ્યથા છે, શારીરિક કષ્ટ છે, ઉશ્કેરાયેલી જાતીય વૃત્તિઓ છે, કૌતુક છે, સાહસ છે, ભવિષ્યની બેપરવાઈ છે અને જ્યાં સુધી નશાકારક પદાર્થો અને તેના ઉત્પાદકે પૃથ્વી ઉપર છે ત્યાં સુધી માનવ જાતને નશામાંથી સદંતર મુક્ત કરી શકાશે નહિ. પરંતુ અજ્ઞાનને કારણે વેશ્કાઈ જતી અનેક કીમતી જિંદગીને બચાવી લઈ માનવજાતને આ શોપ હળવે કરી શકાય તે પણું ઘણું મોટું માનવ સેવાનું કાર્ય કર્યું ગણાશે.
- રમણલાલ ચી. શાહ
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી રેડ, મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : : પ્રિન્ટસ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪