________________
પ્રમુક જીવન
તા. ૧૬-૮-૮૬
ઉપસર્ગ
(પૃષ્ઠ ૭થી ચાલુ) સાધનામાંથી શ્રુત થઈ જાય છે. જે સાચા મુમુક્ષુ સાધકે હોય છે તેઓ આવા અનુકૂળ ઉપસર્ગ વખતે પણ સડગ રહે છે. પ્રભથી આકર્ષાઈને સંયમથી પતિત થતા નથી. એટલા માટે સૂત્રકૃતાંગમાં કહ્યું છે:
संजाव पेसलं धम्म दिहिमं परिनिवुडे ।।
उवसम्गे नियामि-ता आमाक्खाए परिवएज्जासि ઉપસર્ગથી અસહ્ય પીડાતે; અશાતાનો અનુભવ થાય છે. એ અશાતા જ્યારે અનુભવાય છે. ત્યારે ચિત્ત રવસ્થ રહેવું એ ઘણી અઘરી વાત છે. અશાતા વખતે આશાતા કરનાર પ્રત્યે ક્રોધ, વેરભાવ, તેને નાશ કરી નાખવાની વૃત્તિ વગેરે અશુભ આવેગ અનુભવાય છે અને તેથી નવું અશુભ કર્મ બંધાય છે. અશાતાના અનુભવ વખતે ચિત્તમાં જે સમતા અને સ્વસ્થતા રહ્યા કરે તે કમની ભારે નિર્જરા થાય અને નવું કમ બંધાય નહિ. પરંતુ એવી સ્થિતિએ તે કઈ વિરલ મહાત્માએ જ પહોંચી શકે. “જ્ઞાનસારના એક અષ્ટકમાં ઉપાધ્યાય યશવિજયજી કહે છે: विषं विषस्य वहनेश्च वहिनरेव चदौषधम् ।
तत्सत्यं भवभीतानागुपसर्गेड पियन्न मी:। વિષનું ષડ વિષ છે. અને અગ્નિનું ઔષધ અગ્નિ છે એ સાચું છે, કારણ કે ભવથી (સંસારથી) ભય પામેલાને ઉપસર્ગો પ્રાપ્ત થાય તે પણ ભય હોતું નથી.
મન, વચન અને કયા એ ત્રણ દ્વારા શુભાશુભ કાર્યો બંધાય છે ઓછાં કાર્યો બંધાય એટલા માટે સાધુઓએ પાંચ મહાવ્રતના પાલન પાટાન સાથે પાંચ સમિતિ અને ત્રણ ગતિનું (મન ગુપ્ત, વચન ગુતિ અને કાય” ગુપ્તિ એ ત્રણ ગુ'તનું) પાલન કરવાનું હોય છે. એમાં કાર્યગુપ્તિના બે પ્રકાર બતાવવાવામાં આવ્યા છે. (૧) ચેષ્ટા-નિવૃત્તિ રૂપ કામગૃપ્તિ અને (૨) યથાસૂત્ર ચેષ્ટા-નિયમિની કામગુપ્ત.
ઘેર ઉપસર્ગો વગેરે થવા છતાં જે મહાત્માએ પિતાની કાયાને જરાય ચલાયમાન થવા નથી દેતા તે એમની ચેષ્ટાનિવૃત્તિરૂપ કામગુપ્ત છે. (કેવલી ભગવતે ચૌદમી, ગુણસ્થાનકે યુગ નિરોધ કરે છે તે પણ ચેષ્ટા નિવૃત્તિરૂપ કામગુપ્તિ કહેવાય છે.) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કાયાનું મર્યાદિત સંયમિત, હદનચલન-ગમનાગમન કરવું તે યથાસૂત્ર ચાની નિયમિની કાયJપ્ત કહેવાય છે.
આથી જેમ જેમ કાયગુપ્તિને અભ્યાસ થતું જાય તેમ તેમ ઉપસર્ગો સહન કરવાની, ઉપસર્ગ વખતે દઢ સમતા ધારણ કરવાની શકિત આવે છે. જે મહાત્માઓ દેહાતીતપણાના ભાવમાં મગ્ન હોય છે તેમને તે પિતાને ઉપસર્ગ થયાને ખ્યાલ પણું નથી હોત.
શ્રીમદ્ રાજચંદ્ર “અપૂર્વ અવસર’માં કહ્યું છે:
આત્મરિથરતા ત્રણ સંક્ષિપ્ત યોગેની, મુખ્યપણે તે વાતે દેહત જેઘેર પરીષહ કે ઉપસગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે.”
ઉપસગ અને કાયકલેશ વચ્ચે તફાવત છે. ઉપસર્ગમાં આવી પડેલું કષ્ટ હોય છે. કાયલેશ નામની તપશ્ચર્યામાં છીએ હર્ષપૂર્વક કાયાને કષ્ટ આપવાનું હોય છે. એટલા માટે કયાક્લેશની ગણના 'બાહ્ય તપના એક પ્રકાર તરીકે થાય છે. ગૃહસ્થ કરતાં સાધુ સંન્યાસીઓ આવું તપ વિશેષ કરતા હોય છે. ખીલા ઉપર સૂઈ જવું, અંગારા ઉપર ચાલવું, સૂર્ય સામે એકીટશે જોયા કરવું, હાથે પગે બેડીઓ પહેરી રાખવી,
શરીરે ચાબખાને માર મારવો ઇત્યાદિ પ્રકારની ક્રિયાઓ કાલકલેશના પ્રકાની ગણાય છે એથી કમંની નિજા થાય છે, પરંતુ એમાં સાધક સામેથી હર્ષ કે સ્વચ્છતાપૂર્વક એવી પરિસ્થિતિ નિર્માણ કરે છે એટલે એને ઉપસર્ગ કહી શકાય નહિ.
પરીષહ અને ઉપસર્ગ વચ્ચે તાત્ત્વિક ભેદ એ છે કે પરીપદ સામાન્ય રીતે સહય હોય છે. એમાં તાત્કાલિક મૃત્યુને ડર નથી હોત. ઉપસર્ગ વધુ ભયંકર, હાય છે. કેટલાક ઉપસર્ગો સામે માણસ ટકી શકે છે, તે કેટલાક ઉપસર્ગો મરણન્ત હોય છે, પરીષહ કરતાં ઉપસર્ગમાં માણસની વધુ કમેટી થાય છે. ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીર તીર્થકરોના જીવનમાં પણ ઉપસર્ગોની ઘટના બની છે, પરંતુ તેઓ ઉપસર્ગથી ચલિત થયા નથી. તીર્થંકરે ઉપસગને નમાવનારા હોય છે. માટે તેઓ નમસ્કાર ગ્ય હોય છે. એટલા માટે કહેવાયું છે :
रागदीसकसाह इंदियाणि अ पंच वि ।
परिसहे उवग्गे नामयंता नमोऽरिहा ॥ (રાગ, દ્વેષ, કવાય, પાંચ ઇન્દ્રિયે, પરીષહ અને ઉપસગરે નમાવનાર અરિહં તેને નમસ્કાર હે).
इंदियविसय कसाये परिसहे वेयणा उसग्गे । एए अरिणो हन्ता अरिहंता वेण बुच्चति ।।
(ઇન્દ્રિય, વિષય, કષાય, પરીષહ વેદના, એ એ દુશ્મનેટે હણનાર હોવાથી તેઓ અરિહંત કહેવાય છે.)
તીર્થંકર પરમાત્માઓ પણ ઉપરાંથી મુક્ત નથી હોત. પૂર્વે કરેલાં ભારે નિકાચિત કર્મોનો ઉદય થાય ત્યારે તે ભોગવી જ પડે છે. ભગવાન મહાવીરે જ્યારે સંસારત્યાગ કર્યો ત્યારે ઈન્દ્રો એમને પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ! આપને ઉપસર્ગો ઘણા છે, માટે બાર વર્ષ સુધી હું આપનું રક્ષણ કરવા, આપની વૈયાવચ્ચ કરવા આપની સાથે રહું. પરંતુ ઇન્દ્રની એ સેવાને પ્રભુએ અરવીકાર કર્યો હતો. કારણ કે પ્રભુ તે પિતાની ભારે કર્મો અપાવવા માટે ઘેર ઉપસર્ગો સહન કરવા તૈયાર હ. પિતાના કર્મો ખપે એટલા માટે તે તેઓ ‘છાએ જાણી જોઈને લાઢ પ્રદેશમાં, અનાય' પ્રદેશમાં ગયા હતા.
ઘાતી કર્મોનો ક્ષય થયા પછી, એટલે કે કેવળજ્ઞાનની પ્રાદ્ધિ પછી તીથ"કરે જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં બધી દિશાઓમ મળી કુલ સવાસે જન જેટલા વિસ્તારમાં રેગ, વેર, ઉંદર, તીડ વગેરેને ઉપદ્રવ. મરકી અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુકાળ, રમખાણે, બળ, વિદેશી સત્તા સાથે યુદ્ધ ઇત્યાદિ પ્રકારનું ઉપસર્ગે થતા નથી તીર્થંકર પરમાત્માના જીવનમાં ઘાતી કર્મોના ક્ષયને કારણે જે અતિશ થાય છે. તેને પરિણામે પિતે જ વિચારતા હોય ત્યાં સવાસો યાજનના વિસ્તારમાં આવા ઉપસર્ગોને અભાવ હોય છે.
ઉપસર્ગો દ્વારા ઘેર ઘાતી કર્મોને ક્ષય થાય છે. સાલ મહાત્મા પિતાના જીવનમાં જ્યારે આવા ઉપસર્ગો આવી પડે છે ત્યારે તેનાથી બચવા પ્રયત્ન કરવાને બદલે પોતાના કર્મક્ષયને માટે આ અપૂર્વ અવસર છે એમ સમજીને સમતા ભાવથી તે ઉપસર્ગોને સહન કરી લે છે. તેઓ ઉપસાગર કરનાર અને ખુદ ઉપસર્ગો પ્રત્યે પણ મંત્રી ભાવ રાખે છે. એક મહામાએ તે ઉપસર્ગોને સંબોધીને કહ્યું છે કે હે ઉપસર્ગો તમારે મારા ઉપર કેટલો બધે ઉપકાર છે! તમે જે આ સંસારમાં ન છે તે નિકાચિત ભયંકર ધાતી કમેને ક્ષય કરવામાં મને બીજું કશું મદદ કરત. તમે છો એટલે જ અને મહાત્માઓ પિતાના ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય કરીને મુકિતપં ગામી બની શકયા છે.”
મૃત્યુને આણુના બિહામણ ઉપસર્ગો પ્રત્યે પણ કેવી સરસ સવળી તાત્વિક દ્રષ્ટિ જૈન ધર્મમાં પ્રવર્તે છે !
-રમણલાલ ચી. શાહ