________________
તા. ૧-૯-૨૫
,
'પ્રબુદ્ધ
જીલન. *--- ~------
વેરાન રથળે અવિશ્રાંત મહેનત કરી આનંદવન ની સ્થાપના કરી. આ આનંદવન એ માત્ર મહારગીઓનું સારવાર કેન્દ્ર જ નથી, એનાથી તે ઘણું વિશેષ છે. અહીં હોસ્પિટલ, અંધબધિર મૂક પ્રશિક્ષણ કેન્દ્ર, વૃદ્ધાશ્રમ, બેંક, ખેડૂતો માટે ગૃહઉદ્યોગ કેન્દ્ર અને રક્તપિત્તિયાઓ માટે પુનર્વસવાટ કેન્દ્ર છે. એમની શારીરિક રેગમુકિત એ જ માત્ર બાબાનું લક્ષ્ય નથી. સમાજની દયા ઉપર આ વગર જીવે એ પણ મંજૂર નથી. અહીં તેઓ સ્વમાનથી જીવે છે. એમના હાથ માગવામાં નહિ પણ શ્રમમાં કાર્યરત છે.
બાબા આમનું કાર્ય જોતાં આપણને ડોકટર આલ્બર્ટ સ્વાઈ૪ર જરૂર યાદ આવે. બાબાનાં ધર્મપત્ની, ડોકટર પુત્ર અને ડોકટર પુત્રવધૂઓ પણ આ સેવાકાર્યમાં જ સમર્પિત થયેલાં છે. “પદ્મશ્રી' એવોર્ડ અને જમનાલાલ બજાજ પુરસ્કારથી સન્માનિત આમને મેગસેસે એડના સમાચાર આપવામાં આવ્યા ત્યારે એમના ઉદ્દગાર હતાઃ “હું મારા બધા કુષ્ટરોગીઓ અને અપંગેના ચહેરા ઉપર હાસ્ય જોવા ઈચ્છું છું તે જ મારે. માટે પુરસ્કાર છે.’ | બાબા આમટેના કાર્યથી લોકોના મનમાં કુછગીઓ વિશેને દૃષ્ટિકોણ બદલાય છે. કુષ્ટરોગીઓ પણ રવાવલંબી બની શકે છે એ વાત એમણે સિદ્ધ કરી આપી છે. બાબા આ એક કાર્યથી અટકયા નથી. ગેદાવરી અને ઇન્દ્રાવતી નદીઓ પર બંધાનાર બે બંધને લીધે તે વિસ્તારના આદિવાસીઓનું જીવન અસ્તવ્યસ્ત થઈ જશે. એ માટે તેઓ આ ઉંમરે અને પથારીમાંથી ઊભા પણ ન થઈ શકાય એવા શરીરે ચળવળ ચલાવી રહ્યા છે. પર્યાવરણ, વનીકરણ અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે એમણે યુવા પેઢી માટે નવી દિશા ખોલી આપી છે. યુવાને આવાં કાર્યો માટે આગળ આવી રહ્યા છે.
લેડી બા વાડ, જે ત્રીજા વિશ્વનાં અર્થશાસ્ત્રી અને નહેરુ એવોર્ડ વિજેતા છે. (એ પુરસ્કાર એમણે બાબાને આપી દીધેલો) એમણે બાબાનું નામ નોબેલ પ્રાઈઝ માટે સૂચવ્યું હતું. રેટ ફાર્મિંગ વિશેના લેખક રબર્ટ હાર્ટે કહ્યું હતું, કોઈ પણ રાજકીય નેતા કરતાં બાબા આમટેની સિદ્ધિઓ વિશ્વમાં વધુ નોંધપાત્ર છે. જો કે આપણી સરકારે “આનંદવન” અને “તપવન” માટે આર્થિક મદદ આપવામાં લોકશાહી સરકારને શોભે એવો વ્યવહાર નથી કર્યો, એ જુદી વાત છે.
બાબા આમાટેના કાર્યમાં આર્થિક મદદ કરનાર લતા મંગેશકર જેવાં ગાયિકા અને પુ. લ. દેશપાંડે અને વસંત કાનીટકટ જેવાં સજ કે પણ છે. બાબા પિતે ચિંતક છે વિનેબા અને સાને ગુરુજી એમનાં પ્રેરણા સ્ત્રોત છે. એમના વિચારે જવ લા આણિ ફેલે, શ્રમિક કાર્યકર્તા વિદ્યાપીઠ', “માતી જાગવીલ ત્યાલો મત,” અને “ઉજજવલ ઉદ્યાસાડી” જેવાં પુસ્તકામાં સંગ્રહાયેલા છે. બાબા માને છે કે, ભૌતિક સંપત્તા આવશે તેનાથી દે, અને દરિદ્ર પર વિજય મેળવી શકાશે. અને તે માર્ગ તે વિજ્ઞાને મેકળા કરી આપે છે.
- સત્યની શોધ માટે, શિવની સાધના માટે વિજ્ઞાન અને અધ્યાત્મને સંગ થવો જરૂરી છે. મનને કેદ્ર શરીરના કેહથી અતિ ભયંકર હોય છે. મારું મન સતત મને એ પૂછે છે કે, સડી ગયેલા, ગળી ગયેલા શરીરવાળા કુકપીડિત જ્યારે અભૂતપૂર્વ પરાક્રમ અને પુરુષાર્થ કરી બતાવે છે ત્યારે આ તંદુરસ્ત શરીરવાળા કેમ કરીને પુસ્વાર્થહીન બનીને બેઠા છે!
વિશે બાબા આમટેકહે છેઃ ક્રાંતિ એ સીતા જેવી છે. તે વનવાસી રામને સાથ આપી શકે છે. પણ મર્યાદા પુરુષોત્તમ જેવા રાજગાદીએ બેસે ત્યારે તે ધરતીમાં સમાઈ જાય છે. ': કરુણું જ્યારે કમમાં પરિણમે છે ત્યારે કેવા કેવા ચમત્કારો સર્જાય છે તે બાબા આમટે અને ચુનીલાલ મહારાજ જેવા અલગારી ભેખધારીઓએ સિદ્ધ કરી આપ્યું છે. :
“ઘરકુલ આણિ વ્યકિતત્વ - +- સંઘના ઉપક્રમે શનિવાર, તા. ૨૪-૮-૮૫ સાંજના ૫ ૦૦ કલાકે પરમાનંદ પાપાિ સભાગૃહમાં જાયેલ. મરાઠી ચર્ચા સભામાં મૃણાલિની દેસાઈનું “ધરલ આણિ વ્યકિતત્વ” એ વિષય પર મરાઠી ભાષામાં મનનીય પ્રવચન થયું હતું. આ
પ્રારંભમાં આ કાર્યક્રમના સંયોજક શ્રીમતી કમલબેન પીસપાટીએ મધુરરવરે પ્રાર્થના રજૂ કરી હતી. . . “સંધના ઉપપ્રમુખશ્રી ચીમનલાલ જે. શાહે શ્રીમતી મૃણાલિનીબેન દેસાઈનું. ચંદનહારથી સ્વાગત કરવાની. સાથે તેમને પરિચય આપે હતે. . - શ્રીમતી મૃણાલિની દેસાઈએ વર્તમાન સમયમાં ગૃહિણી અને તેની ફરજો, આદર્શ ગૃહિણી કેને કહેવાય અને ઘર, કુટુંબ, પરિવારને કેમ સુખી કરી શકાય એ વિષે મનનીય ઉબેધન કર્યું હતું. પ્રવચન બાદ પ્રશ્નોત્તરીમાં સર્વશ્રી સુબેધભાઈ એમ. શાહ, ધીરજલાલ ફૂલચંદ શાહ, શાંતિલાલ ટી. શેઠ, વસંતલાલ નરસિંહપુરા, મન- સુખલાલ ગહેતા વગેરે એ ભાગ લીધું હતું. શ્રી ચીમનલાલ જે. શાહે આભાર માન્યા બાદ આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. અધ્યાત્મ-વર્ગ ' 'સંધ’ તરફથી શનિવાર, તા. ૨૧મી સપ્ટેમ્બર, ૧૯૮૫થી અધ્યાત્મ વગ શરૂ કરવામાં આવનાર છે. અધ્યાપક તરીકે તત્ત્વચિંતક શ્રી પન્નાલાલ જગજીવન ગાંધી મનાઈ સેવા આપનાર છે. વર્ગ નીચે પ્રમાણે રહેશે. * દર શનિવારે બપોરે ૩-૦૦ થી ૪-૩૦ સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ
૩૮૫, સરદાર વી. પી. રોડ, રસધારા કે. ઓપ. સંસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામની સામે,
મુંબઈ ૪૦૦ ૦૦૪. * દર ગુરુવારે રાતના ૮-૦૦ થી ૯-૩૦
સ્થળ : શ્રી પન્નાલાલ જગજીવનદાસ ગાંધીના : નિવાસસ્થાને
૩૦ ૬, શ્રીપાળ નગરજે. મહેતા રોડ, - મુંબઈ-૪૦૦૦૦૬: '
, વિષય : દ્રવ્યાનુયોગ '. - જે સભ્ય આ અધ્યાત્મ વર્ગમાં જોડાવા ઈચ્છતા હોય તેમને પિતાનું નામ તથા કયા વગંમાં તેઓ જોડાવા ઇચ્છે છે તે વિષે “સંઘના કાર્યાલયમાં તા. ૧૫મી સપ્ટેમ્બર સુધીમાં લેખિત જણાવવા વિનંતી છે.
( લિ. ભવદીય, તરુણાબેન બિપિનભાઈ શાહ " કે. પી. શાહ સંજ
* પન્નાલાલ ર. શાહ
મંત્રીઓ