SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૮૪ પ્રબુદ્ધ જીવન અણુવિગ્રહમાં આપણે પણ બચી શકીએ નહ વિજયગુપ્ત મૌય અણુવિગ્રહના ભય રશિયા અને અમેરિકા વચ્ચેની વાટાઘાટ ભાંગી પડવાથી વધ્યેા છે. કાને એમ પણ લાગે કે રશિયા અને અમેરિકા લડી મરે તેમાં આપણે શું? પરંતુ જ્યારે નાના મોટા હજારા અણુશસ્ત્રોના ધડાકા થતા હોય ત્યારે પૃથ્વી ઉપર કાણુ ખેંચી શકે ? વળી આપણી ઉપર . પ્રહાર કરવા પાકિસ્તાન અણુખામ બનાવી રહ્યું છે અને તેને તેમાં ચીન મદદ કરે છે, ખેજવાબદાર રાજકર્તાઓના હાથમાં અણુશસ્ત્રો આવે તે ખતરનાક હોવાથી અમેરિકાએ પાકિરતાન વિશે ચીન પ્રત્યે પેાતાના વિરોધ દર્શાવ્યા છે. પાકિસ્તાનના ાજ કર્તા ગમે તેટલુ ખાટું ખેલે, તા પણ પ્રમુખ રેગનને ખાતરી થઇ છે કે પાકિસ્તાન ચીનની મદદથી અણુમામ બનાવી રહ્યુ` છે, આવી ખાતરી પ્રમુખ કારને પણ થઇ હતી. તેથી તેમણે પાકિસ્તાનને અદ્યતન શસ્ત્રોની સહાય આપવાની ના પાડી હતી. અને ચેડાક કરોડ ડોલરની આર્થિક સહાય આપવા તૈયારી બતાવી હતી, જેથી પકિસ્તાન અમેરિકાના મેરચામાંથી નીકળી ન જાય. પરંતુ સીંગદાણાની વિશાળ ખેતી ધરાવતા પ્રમુખ કાર પ્રત્યે છણકો કરીને જનરલ ઝિયાએ ટકાર કરી હતી કે થોડાક સીંગદાણા જેવી તમારી મદદ અમને નથી જોઈતી. રેગન પ્રમુખપદે ચૂંટા આવ્યા પછી પરિસ્થિતિ ખદલી ગઈ છે. જો ઝિયા અણુખામ અનાવતા હોય તે અમેરિકાના કાયદા પ્રમાણે તેમને શઅસહાય આપી શકાય નહિ. જો તેઓ નથી બનાવતા એવું અમેરિકાની સ ંસદને પ્રમાણપત્ર આપે તે જ સંસદ શસ્ત્ર-સહાય મંજૂર કરે. પ્રમુખ રેગન એવું પ્રમાણપત્ર આપે છે. રંગન, સ`સદસભ્ય અને બધા જાણે છે કે આ પ્રમાણપત્ર સાચું નથી, તેમ છતાં કાયદાની જોગવાઇ સતાષાય છે એમ માનીને બધા આગળ વધે છે. અણુખામ માટે સમૃદ્ધ યુરેનિયમ કેમ બનાવવું તેની ટેકનૉલાજીની પાકિસ્તાને ચારી કરાવી હતી, નેધરલેન્ડમાં બ્રિટન, ફ્રાંસ, પશ્ચિમ જમની અને નેધરલેન્ડની એક સંયુકત અસ ાધન સસ્થા છે, તેમાં શાંતિમય હેતુ માટે સંશાધન કરવા દેવા ભૃત્તોએ ડા. ખાન નામના અવિજ્ઞાનીને રખાવી દીધા હતા. ડે. ખાને સંસ્થાના વિશ્વાસ મેળવી લઇને જોઇતી ટેકનાલેાજી સરકાવી લીધી અને પછી ગાયબ થઈ ગયા. તેથી સનસનાટી ફેલાઇ. હમણાં થે।ડા દિવસ પહેલાં ડે।. ખાનની ગેરહાજરીમાં તેમની સામે નેધરલેન્ડની અદાલતે કેસ ચલાલીને જેલની સજા કરી છે. પણ ડા. ખાન હવે હાથમાં શા માટે આવે? પાકિસ્તાનના અણુખામ આપણી સામે વાપરવા માટે અથવા આપણી સામે ઉગામીને આપણને હરાવવા માટે બની રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો, કોમવાદી નેતા અને સ્વાથી' તથા મહત્ત્વાકાંક્ષી આગેવાને ક્ષુલ્લક ખાખતા માટે લડી રહેલ છે. પાકિસ્તાન અણુખાખ વડે આપણને બ્લેકમેઇલ કરે તેમાં ચીનને પણ હાથ છે. અમેરિકાને ચિંતા હોય તે એટલી જ છે કે પાકિસ્તાન આ ઈસ્લામી અણુમામ ઇઝરાયેલ પર ઉપર નાખવા માટે લિબિયા જેવા ધનવાન આરબ દેશને અથવા કાઇ ત્રાસવાદી જૂથને આપે. પરંતુ પાકિસ્તાનને પહેોંચી વળવા ઇઝરાયેલ સમથ છે. હવે નજીક આવી રહેલા બે મહાસત્તાઓ વચ્ચેના સવિત અવિગ્રહની વાત કરીએ, ૨૭૭ અને પક્ષ આશ્વાસન આપે છે કે અમે અણુશસ્ત્રોના પહેલે ઉપયોગ નહિ કરીએ. પર ંતુ આ આશ્વાસન વ્યથ અને અહીન છે. યુરેપમાં બંને પક્ષે સામસામા અણુમિસાઇલ ગઢવી રહેલ છે. બીજી ખે મહાસત્તાઓ બ્રિટન અને ક્રાંસ પોતપોતાના અણુમિસાલા ધરાવે છે અમેરિકા વિમાના અને સામરીનેામાં અણુમિસાઇલ ગઢવીને વિજ્ઞાાતે ચેવીસે કલાક વારા પ્રમાણે રશિયાની નજીક આંતરરાષ્ટ્રીય આકાશમાં ઊડતાં રાખે છે. અને અણુસબમરીનાને રશિયાની નજીક પણ આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં સરકતી રાખે છે. પશ્ચિમ યુરોપમાં અમેરિકાના નાટા મેરચાના સભ્યો બ્રિટન, પશ્ચિમ જમની, નેધરલેન્ડ, બેલ્જિયમ અને ઇટાલીમાં અમેરિકા મધ્યમ અંતરનાં સ્વયંસંચાલિત પશ્ચિ"ગ-ર અને ક્રુઝ મિસાઇલે ગેાઠવવા માગે છે. એક તક્ જ્યારે મધ્યમ અંતરનાં મિસાલા ઓછાં કરવાની તથા બાકીના મિસાલાનુ નિય ંત્રણ કરવાની વાટાઘાટ ચાલતી હોય ત્યારે અમેરિકા રશિયા સામે પ૦૦ જેટલાં અમિસાલ ગાવવાનું શરૂ કરે તે રશિયા એવા ખાણને અને ધાકધમકીને વશ થઇને નમી દે નહિ. પ્રમુખ રેશન જાણતા હતા કે નવા અદ્યતન મિસાલે ગેŁવવાનું શરૂ કરશું તો વાટાધાટ પડી ભાંગશે. રશિયા પણ જાણતું હતું કે અમેરિકાને નમી નહિ એ તે અણુ મિસાલ જરૂર ગાવશે. આમ સમાધાન માટેની વાટાધાટ ભાંગી પડવાની જ હતી અને તે ભાંગી પડી. હવે આ પરિસ્થિતિમાં અવિગ્રહ ભય ક્રમ વચ્ચેા છે તે જોઈએ. અત્યારે અમેરિકા સામે રશિયામાં અને રશિયા સામે અમેરિકામાં આંતરખડીય સ્વયંસ ચાલિત અણુમિસાઇલા ભૂગભ'માં ભેયરામાં ગેાઠવેલાં છે. તેમને જો આક્રમણ માટે છેડવામાં આવે તે તેમણે કઈ દિશામાં કયાં જવું અને કયા નિશાન ઉપર અખેામ ઝીંકવા તે વિશેની માહિતી કમ્પ્યુટર વડે અતિ કરવામાં આવી છે. જે આંતરખ'ડીય મિસાઇલે. આ બે મહાસત્તાઓએ એક ખીજા સામે ગાઠવ્યાં છે તેમને જો યુદ્ધ માટે અેડવામાં આવે તે દુશ્મન દેશ સુધી પહેાંચતાં તેમને ૩૦ મિનિટ લાગે, તે દરમિયાન બચાવ માટે અને વળતો ફટકો મારવા માટે એટલા સમય મળે, અક્રેટી આક્રમણ્ માટે છૂટયાં છે એવી માહિતી તા અવકાશમાંથી અમાનવ જાસૂસી ઉપગ્રહ। તત્ક્ષણ આપી દે. આ અણુસિાઇલેના પહેલા આક્રમણમાં કેટલાક કરાડ માણ્યે વાળ અને કાલસા બની જાય. હવે મધ્યમ અંતરનાં અણુમિસાઇલેાની વાત કરીએ તે તેઓ છુટયા પછી પાંચ-સાત મિનિટમાં જ દુશ્મન દેશ ઉપર ત્રાટકે તે મહાસત્તાઓ અણુશસ્ત્રાને પહેલા ઉપયાગ નહ્રિ' કરે એવું આશ્વસન આપે છે, પર ંતુ તે વ્ય' છે. એ ખરૂ છે કે ખેમાંથી કઇ દેશ અવિગ્રહ શરૂ કરવા નથી માગતા, પરંતુ 'નેને મનમાં બીક છે કે મામા પક્ષ પહેલે કટકા મારીને આપણને વળતા ફટકા મારવાની તક નહિ આપે. આ સજોગામાં અને મહાસત્તાએ સામે પક્ષ અણુશસ્ત્ર ઝીંકવાની તૈયારીમાં છે, એવી ખેાટી કે સાચી માન્યતાથી
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy