________________
પ્રબુદ્ધ જીવન
,
૧-૫-૮૨
સ્વ. શ્રી જવાહરલાલ નહેરુ ભારતને અત્યંત શકિતશાળી રાષ્ટ્ર બનાવવા ઈચ્છતા હતા. તેથી તેમણે વિશ્વરાજકારણમાં વધુ
ધ્યાન આપ્યું અને પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બર્મા વગેરે પડોશી રાષ્ટ્રો સાથેના સંબંધો સુધારવાની બાબતને ખાસ મહત્ત્વ ન આપ્યું. આ જ કારણસર નહેરુકાળમાં ભારત વિશ્વ રાજકારણમાં અતિશય અગત્યનો ભાગ ભજવતું હોવા છતાં પડોશી રાષ્ટ્રો સાથેના તેનાં સંબંધો ખાસ સુધર્યા નહોતા.
તે પછી સ્વ. શ્રી લાલજહાદુર શાસ્ત્રીએ દેશના શાસનને દોર સં યા ત્યારે તેમણે પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા સહિતના બધા પડોશી રાષ્ટ્રો સાથેના સંબંધો સુધારવા ખાસ પ્રયત્નો કર્યા હતા અને સંબંધો સુધાર્યા પણ હતા.
સ્વ. શ્રી શાસ્ત્રીના શાસનકાળ દરમિયાન જ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું તે સત્ય હોવા છતાં કોઈ દેશ સાથેના સંબંધોનું મૂલ્યાંકન આ કે તે દેશ સાથેના યુદ્ધને આધારે નહિ, પણ બે દેશે વચ્ચે કેટલી સમસ્યાઓ છે અને કેટલી ઉકેલાઈ તેને આધારે જ થઈ શકે. એ દષ્ટિએ વિચારતા સ્વ. શ્રી લાલબહાદુર શાસ્ત્રીના શાસનકાળ દરમિયાન ભારતને પડોશી દેશે સાથેના સંબંધ સુધર્યા હતા એમ કહેવું ૨. શ્રીમતી ઈદિરા ગાંધીને શાસન કાળ ૧૯૮૦ પૂર્વે અને પછી એમ બે હિસ્સામાં વહેચાયેલા છે. શ્રીમતી ગાંધીની સરકાર રશિયા તરફ ઢળતી હોવાની છાપ છે. બીજી બાજુ, ભારતના મોટા ભાગના પડોશી રાણે અમેરિકા અને પશ્ચિમી રાષ્ટ્રની ધરીની તરફેણ કરનારા છે. આ કારણે શ્રીમતી ગાંધી સત્તા પર હોય છે ત્યારે ભારતના પડોશી રાષ્ટ્રો સાથેના સંબંધ મૈત્રીપૂર્ણ રહેતાં નથી.
વળી, શ્રીમતી ઈદિરા ગાંધી પણ તેમના પિતાની જેમ ભારતને એક મહાસત્તા અને તે પણ રશિયા-અમેરિકાની સમકક્ષ સત્તા બનાવવા ઈચ્છે છે. તે માટે તેમણે અણુ ધડાકો કર, ઉપગ્રહ તરતા મૂક્યા, અન્ટાર્ટીકા પ્રકારનું સાહસ હાથ ધરવું વગેરે અનેક મહત્ત્વના પગલાં લીધાં છે. આ કારણે નાનાં પડોશી રાષ્ટ્રના મનમાં ભય લાગે તે સ્વાભાવિક છે.
મહાસત્તાઓને સંધર્ષ,
] ડે. રમેશ બાબુ વિશ્વની બે સૌથી મોટી સત્તાઓ રશિયા અને અમેરિકા
** મિત્રાચારી કે દુશ્મનાવટમાં અંત્રિમ બિદુએ ન પહોંચે તેમ જ વિશ્વના અન્ય તમામ રાષ્ટ્રોનું હિત સમાયેલું હોય છે. - વિશ્વમાં આજે જ્યાં જુઓ ત્યાં સંઘર્ષનું પ્રમાણ વધ્યું છે. ઘરમાં વડિલની મર્યાદા લેપાય ત્યારે કંકાસ વધે છે તે જ રીતે વિશ્વરાજકારણમાં નાનાં રાષ્ટ્રો જયારે મહાસત્તાઓના કહ્યામાં રહેતાં નથી અને માથું ઊંચકે છે ત્યારે સંઘર્ષનું પ્રમાણ વધે છે.
મધ્ય પૂર્વ, પશ્ચિમ એશિયા અને ફોકલેન્ડ ટાપુ વગેરે સ્થળોએ સજાયેલી કટોકટીની પૂર્વ ભૂમિકા નિહાળતાં ઉપરની વાત સમજી શકાશે. નાનાં રાષ્ટ્રો કેટલેક અંશે હવે બે મહાસત્તાઓનું નાક પણ દબાવે છે અને ધાર્યું કામ કઢાવે છે.
આનું એક ઉદાહરણ પાકિસ્તાન છે. અફઘાનિસ્તાનમાં રશિયાએ . દરમિયાનગીરી કરી તેને ઉપયોગ કરી લઈને પાકિસ્તાન અમેરિકા
પાસેથી જંગી શસ્ત્ર અને અન્ય સહાય મેળવે છે. રશિયા અને ચીન વચ્ચેના બગડેલા સંબંધોને લાભ ઉઠાવીને તે ચીન પાસેથી પણ ઘણી મદદ મેળવે છે.
બીજે પક્ષો, ભારત અલિપ્તતાને વરેલું છે અને ઈન્દિરા ગાંધીની સરકાર પોતે સાચા અર્થમાં અલિપ્ત છે એમ માને છે, તેમ છતાં કેટલાંક વિકસીત અને અન્ય રાષ્ટ્રો ભારતની આવી અલિપ્તતાને
બ્લેકમેલ કરવાની બેવડી રમત ગણે છે. • વિશ્વની બે મહાસત્તાઓ વચ્ચે સંઘર્ષ છે તે સમજૂતી પણ છે. આ બે મહાસત્તાઓ ચાલબાજીપૂર્વક નાનાં અને ઓછા શકિતશાળી રાષ્ટ્રોને પોતાની વગ હેઠળ રાખે છે.
ઉદાહરણ તરીકે, મહાસત્તાઓ હાલ ૨.સ્ત્રો અને શસ્ત્રસરંજામ ઘટાડવા વાટાઘાટ કરે છે, પણ એ બંને વચ્ચે એવી ખાનગી સમજતી હોવાનું કહેવાય છે કે શસ્ત્રો ઘટાડવા પણ એટલી હદે ઘટાડે ન કરવે કે નાનાં રાષ્ટ્રો એ ‘સરહદ’ને આંબી શકે !
મહાસત્તાઓના સંઘર્ષની પરિસ્થિતિમાં ભારતે પિતાના રાષ્ટ્રીય હિતોને સૌ પ્રથમ વિચાર કરવો જોઈએ. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ આવી જ કંઈક નીતિ અપનાવી છે અને તે પ્રસંશાજનક છે.
શ્રીમતી ગાંધીએ અવારનવાર એવી સ્પષ્ટતા કરી છે કે ભારતની નીતિ આ કે તે રાષ્ટ્રની તરફેણમાં નહિ, પણ ભારતના રાષ્ટ્રીય હિતોને નજર રામા રાખીને ઘડવામાં આવે છે
ઈન્દિરા ગાંધીનું શાસન પડોશી રાષ્ટ્રોને સમકક્ષ ગણતું નથી. તેથી પાકિસ્તાન, નેપાળ બંગલા દેશ વગેરે રાષ્ટ્રો સાથેના આપણાં સંબંધ સુમેળભર્યા રહેતાં નથી.
જનતા પક્ષના શાસનકાળ દરમિયાન પડેશી રાષ્ટ્રો સાથેના ભારતના સંબંધો અત્યંત મૈત્રીપૂર્ણ હતા અને તેથી એ કાળ પડેશી રાષ્ટ્રો સાથેના સંબંધોની દષ્ટિએ અતિશય અગત્યનો છે.
શ્રી મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળની જનતા સરકારે આપણાં નાના મોટા તમામ પડેશી દેશે સાથે સુમેળભર્યા સંબંધ જાળવવા ખાસ જહેમત લીધી હતી. તેનું અત્યંત ફળદાયી પરિણામ આવ્યું હતું અને લગભગ બધા પડોશી રાષ્ટ્રો સાથે તે કાળ દરમિયાન આપણે સારા સંબંધો હતા.
પાકિસ્તાનના પ્રમુખ જનરલ ડ્યિા સાથે શ્રી મેરારજી દેસાઈએ અંગત સંબંધો વિકસાવ્યા હતા. ઉપરાંત નેપાળ, શ્રીલંકા, ભૂતાન, અને બંગલાદેશ વગેરેને સ્પર્શતાં પ્રશ્નોનો ઉકેલ લાવવા પણ તેમણે ખાસ તકેદારી લીધી હતી.
જનતા સરકારે (ઈન્દિરા ગાંધીની સરકારની જેમ જ) રશિયા સાથે સારા સંબંધ જાળવી રાખ્યા હતા. તેમ છતાં “જનતા નેતાઓ પશ્ચિમ તરફી ગણાતા હોવાથી પડોશીઓ સાથેના સંબંધો સુધારવામાં તેમની આ છાપ” કામ આવી હતી.
શ્રી માનતુંગાચાર્ય વિરચિત
શ્રી ભકતામર સ્તોત્ર આપણા સંઘના આજીવન સભ્ય, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી તેમ જ મહારાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ મંત્રી શ્રી શાંતિલાલ હરજીવન શાહના પિતા સ્વ. હરજીવન રાયરાંદ શાહે ભકતામર સ્તોત્રને ગુજરાતી ભાષામાં ગદ્ય અને પદ્યમાં સમશ્લોકી અનુવાદ કર્યો તે ૧૯૪૮માં પ્રથમવાર પ્રસિદ્ધ થયેલો. આ પુસ્તકની દસથી વધુ આવૃત્તિ થઈ ગઈ છે. આ પુસ્તકની પ્રથમ ૩૦ નકલ અને ત્યાર બાદ છ નકલ શ્રીયુત શાન્તિભાઈ શાહે સંઘને સપ્રેમ મકલી છે. જિજ્ઞાસુઓને આ પુસ્તિકા સંઘના કાર્યાલયમાંથી વિનામૂલ્ય મળી શકશે.
સંધ પ્રત્યેની શ્રીયુત શાનિતભાઈની પ્રેમાળ લાગણી માટે અમે તેમના ખૂબ જ આભારી છીએ.
ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ