________________
તા. ૧-૫-૮૨
પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત અને ખંભાતનિવાસી સ્વ. મહાસુખભાઈ પ્રેરિત
પ્રેમળ જ્યોતિ
one more service by
PREMAL JYOTI SHAI BOMBAY UAIN YUVAK SANGH SIND COURTESY NAVIR BH
શાળા ના આ '
ડાબેથી જમણે: શ્રી પનાલાલભાઈ શાહ, શ્રી ચન્દ્રકાન્ત દીપચંદ શાહ, શ્રી પ્રવીણચંદ્ર કે. શાહ, શ્રી મહાસુખલાલ કે. કામદાર, શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, શ્રીમતી જયાબહેન ટોકરશી વીરા, શ્રી શાનિતલાલ ટી. શેઠ, શી વિજય મરચન્ટ, શી. કે. પી. શાહ, શ્રી ચીમનલાલ જે. શાહ, શ્રીમતી નીરુબહેન એસ. શાહ, શ્રીમતી વિદ્યાબહેન શાહ, શ્રીમતી કમલબહેન પસિપાટી. શીમતી કલ્પનાબહેન, શ્રીમતી રસિલાબહેન શાહ, શ્રીમતી ભાનુબહેન પ્રવીણભાઈ શાહ
-
સંકલનઃ શાંતિલાલ ટી. શેઠ
પ્રેમળ જતિ”ની કાર્યકર બહેને છોટાઉદેપુરના અંદરના ભાગમાં આવેલો સાવ પછાત પ્રદેશ કઠિવાડાની મુલાકાત લઈ આવ્યાં તેની ટૂંકી વિગત ગતાંકમાં નીરૂબહેને જણાવી છે. ત્યાર બાદ તા. ૧૮ મી એપ્રિલના રોજ, દાદર પારસી કૅલેનીમાં આવેલ “પટેલ બિલ્ડિંગ” ખાતે એક અંધ પારસી ગૃહસ્થને સામાજિક તથા આર્થિક દૃષ્ટિએ પુનર્વસવાટ કરવા માટેના સ્ટેલનું ઉદઘાટન કરવામાં આવ્યું. શ્રી નૌશીર ઉમરીગર નામના અંધ ભાઈ માટે શરૂ કરવામાં આવેલ આ સ્ટોલ સંઘસંચાલિત ‘પ્રેમળ જયોતિ' દ્વારા સ્થપાયેલ બીજો સ્ટેલ છે અને “આર.એન્ડ ટી. કમિટી એફ નેશનલ એસોસિયેશન ફોર ધી બ્લાઈન્ડ”ની સંસ્થાદ્રારા સ્થપાયેલ આ ૪૪ મો સ્ટોલ છે.
શ્રી નૌશીરને સફળતા ઈરછી તેમ જ આ કાર્યની માહિતી આપતું ટૂંકું પ્રવચન કર્યું.
ત્યાર બાદ પારસી પંચાયતના માજી અધ્યક્ષ શ્રી બમન બહેરામે, અંધજનેના કલ્યાણ માટેની સંસ્થાની સેવાઓને બીરદાવી, તેમ જ શ્રી મુંબઈ જેન યુવક સંઘના કાર્યકરોને ધન્યવાદ આપ્યા.
આ સમારંભના ચીફ ગેસ્ટ હતા શ્રી નવિનચંદ્ર કેશવલાલ કાપડિયા તથા શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, તેઓએ પણ પ્રાસંગિક પ્રવચને આપ્યાં હતાં.
આ પ્રસંગે શ્રી મુંબઈ જેન યુવક સંઘના પદાધિકારીઓ અને પ્રેમળ જ્યોતિ ની સેવિકા બહેનોએ પણ હાજરી આપી હતી અને પારસી પંચાયતના કાર્યકરો અને ત્યાં વસતા પારસી ગૃહસ્થ તેમ જ સન્નારીઓ પણ સારી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. દરેકના મેઢા પર આનંદ અને ઉલ્લાસ તરવરતાં હતાં અને ઘરઆંગણે કોઈ ઉત્સવ હોય એવી લાગણીના દર્શન થતાં હતાં. આ નાનકડા સમારંભ, રસ્તે ચાલતા નાગરિકો માટે આકર્ષણ તેમ જ કુતૂહલને વિષય બન્યો હતો.
આ પ્રસંગે ટૂંકા, પરંતુ સારા વકતવ્યો થયાં, તેમાં શ્રી વિજ્ય મરચન્ટે તેમ જ અન્ય પંચાયતના વકતાઓએ, આવા સારા કામે કરવા માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથ આપી રહ્યો છે તે માટે તેને આભાર માન્યો અને અંતરના ધન્યવાદ આપ્યા. શ્રી વિજ્ય મરચન્ટે કહ્યું કે આવા અસંખ્ય સ્ટોલની હજ મુંબઈને જરૂર
“પ્રેમળ જ્યોતિ” દ્વારા પ્રથમ સ્ટેલ ઘાટકોપર ખાતે શરૂ કરવામાં આવ્યું હતું અને આ બીજો સ્ટેલ દાદરમાં સ્થપાય છે. આ બન્ને સ્ટેલ માટે “પ્રેમળ જ્યોતિ ”ને દાન આપનાર દાતાનું નામ છે શ્રી નવિનભાઈ કાપડિયા.
. સભાની કાર્યવાહી શરૂ થતાં પહેલા “પ્રેમળ જ્યોતિના કન્વીનર શ્રીમતી નીરુબહેન શાહે પ્રાર્થનાગીત ગાયું હતું. ત્યાર બાદ ઉપરોકત સંસ્થાના પ્રમુખ શ્રી વિજય મરચન્ટ, જે આ સભાના સંચાલક હતા, તેમણે સભાની કાર્યવાહી શરૂ કરી અને