________________
તા. ૧૬-૪-૮૨
પ્રાદ્ધ જીવન
કોમી હુલ્લડામાં નવું શક્યું : લાઉડ સ્પીકશ !
[] વિજયગુપ્ત મૌ
કેડમી વિખવાદ અને હુલ્લડો માટે કોમવાદીઓ! કંઈને કંઈ
શુદ્ધિની પ્રવૃત્તિ ઉપાડી હતી, તે કોમી અથડામણાનું કારણ બની, જયા૨ે હિન્દની સ્વતંત્રતાની લડત ચાલતી હતી ત્યારે મુસ્લિમ લીગે પહેલાં વિશેષાધિકારોની અને પછી પાકિસ્તાનની માગણી કરીને સ્વાતંત્રતાની લડતમાં વિક્ષેપ નાખ્યું, તેના પરિણામે કોમી હત્યાકાંડ બન્યા. એક નોંધપાત્ર હકીકત એ છે કે પાકિસ્તાન મેળવવાની લડત હિન્દુસ્તાનની મુસ્લિમ લીગ લડી હતી અને જીતી હતી. પાકિસ્તાનમાંથી હિન્દુઐને ઉખેડી કાઢવામાં આવ્યા, જે ગણ્યાગાંઠયા રહ્યા તેમને નાગરિક અધિકારોથી વંચિત બનાવી દેવામાં આવ્યા.
પૂર્વ પાકિસ્તાનમાંથી પણ મોટા ભાગના હિન્દુઓને હાંકી કાઢવામાં આવ્યા, તેમ છતાં સ્વતંત્ર ભારતમાં મુસ્લિમ લીગ ઉપર કશા પ્રતિબંધ મૂકવામાં ન આવ્યા.
કોમવાદના પરિણામે દેશના ટુકડા થયા અને લાખ નિર્દેષિ માણસાની કતલ થઈ. તેમાંથી પણ સંકુચિત અને અહિણૢ માનસના હિન્દુઓના એક વગે કશા બોધપાઠ લીધો નથી. તેઓ હવે હરિજનો ઉપર અત્યાચાર કરવા લાગ્યા. તેમાં પ્રણાલિકાગત પૂર્વગ્રહા ઉપરાંત રાજકીય અને આર્થિક કારણે પણ છે. તેનું પરિણામ એ આવ્યું છે કે હરિજના અને ગિરિજના સવર્ણ હિન્દુએટથી વિમુખ બની ગયા છે અને તે હિન્દુઓથી અલગ કોમ છે એમ માનવા લાગ્યા છે. જગજીવનરામ જેવા જે નેતા અત્યાર સુધી કમી નહીં પણ રીાય નેતા તરીકે પ્રતિષ્ઠિત બન્યા હતા તે પણ હવે સ્વ. ઝીણા અને ડા. આંબેડકરની ભાષામાં બાલવા લાગ્યા છે. કેટલાક હરિજનો સમૂહમાં મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા લાગ્યા છે, તેથી પ્રેમી સંધર્ષણ વધી રહ્યું છે. ખ્રિસ્તીઓ અને મુસ્લિમ બંને પાસે વિદેશમાંથી આવતાં અઢળક નાણાં છે તેથી તેઓ હરિજનોને પ્રલાભન આપી શકે, પરંતુ ધર્માંતર કરવાથી અછૂતપણામાંથી મુકિત મળવાની નથી. અછૂતપણાનાં મૂળ અજ્ઞાન, ગરીબી અને ગંદકીવાળા ધંધામાં રહેલાં છે. ખાસ કરીને મુસ્લિમાએ હરિજનાની લાગણીનો લાભ લેવાની તક ઝડપી લીધી છે, તેથી હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય વધી રહ્યું છે.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં હિન્દુ-મુસ્લિમ તોફાનો થયા. મસ્જિદ પાસેથી હિન્દુઓના સરઘસ વાજા વગાડતાં ન નીકળવા દેવાં એવા ઘણા દાયકાઓથી મુસ્લિમેન આગ્રહ છે. તેમની એક દલીલ એવી છે કે વાજાના ઘેછિાટથી અમારી બંદગીમાં ખલેલ પડે છે! હિન્દુઆના આગ્રહ એવા છે કે અમને કોઈ પણ રસ્તેથી ધાર્મિક કે સામાજિક સરઘસે વાજિંત્ર સાથે લઈ જવાના અધિકાર છે. કાયદાની દષ્ટિએ તેઓ સાચા હશે, પણ વ્યવહારમાં કોમી અથડામણનું આ પણ એક કારણ છે.
હવે નવાં કારણા ઉમેરાય છે. કેટલાક કોમવાદી અકાલીઓ એવા પ્રચાર કરે છે કે શીખો પણ જુદી કામ છે અને તેમના માટે ખાલિસ્તાન નામનું અલગ સ્વતંત્ર રાજ્ય અથવા વિશેષાધિકાર ધરાવતું રાજય હાવું જોઈએ. તેમણે ગુરુવાણી રેડિયા દ્વારા પ્રસારિત કરવાના બહાને સુવર્ણ મંદિરમાં પેાતાનું અલગ રેડિયો સ્ટેશન સ્થાપવાની માગણી કરી. જો તેમની આ માગણી સ્વીકારવામાં આવે (જે સ્વીકારવી અશકય છે), તે મુસ્લિમ, ખ્રિસ્તીઓ અને હિન્દુ પણ પાતપેાતાના માટે અલગ રેડિયો સ્ટેશન માગે. અમેરિકામાં તાર, ટેલિફોન અને રેલવેની જેમ રેડિયા સ્ટેશનો અને ટેલિવિઝન સ્ટેશન પણ ખાનગી ક્ષેત્રે છે, પરંતુ ભારતમાં તેવી કલ્પના પણ ન થઈ
૨૩૫
શકે, કારણ કે રેડિયો અને ટી. વી. કેન્દ્ર સરકારના હાથમાં છે; જે સરકાર સત્તા પર હોય તે તેને ગેરલાભ પણ લે છે. તેમ ખાનગી ક્ષેત્રે હોય તો ભયંકર દુરુપયોગ થાય.
કમી કલહ માટે હજુ એક વધુ બહાનું શાધાર્યું છે. મુસ્લિમાને મસ્જિદના મિનારા પરથી લાઉડ સ્પીકર દ્વારા બાંગ પોકારવાના અધિકાર જોઈએ છે. તો પછી શીખાના ગુરુદ્વાર, હિન્દુઓના મંદિરે અને ખ્રિસ્તીઓનાં દેવળા આવા અધિકારોની માગણી કરવામાં શા માટે પાછળ રહે? પરંતુ આપણી સરકારે ઘણીવાર રાજકીય અને પક્ષીય લાભ મેળવવા માટે અયોગ્ય માગણીઓ પાસે પણ નમતું આપ્યું છે. આગળ પડતા દેશોમાં ભારત એવા દેશ છે કે પિ લાઉડ સ્પીકરનો વધુમાં વધુ દુરુપયોગ થાય છે. ઘાંઘાટ મનુષ્યના મગજ અને સ્વાસ્થ્યને નુકસાન કરે તેવું એક પ્રદૂષણ છે, પણ તેના વિશે આપણી સરકારો પણ સભાન નથી હોતી, તે પોલીસ પાસેથી શૌ અપેક્ષા રાખવી? તેથી ધાર્મિક અને સામાજિક ઉત્સવાના બહાને લાઉડ સ્પીકરો વગાડવાની છૂટથી પરવાનગી આપવામાં આવે છે, પછી ભલે ધાર્મિક પ્રસંગે સિનેમાનાં હલકટ ગાયના લાઉડ સ્પીકર દ્વારા ખૂબ ઘેછિાટ થાય તેવી રીતે વગાડવામાં આવે અને આસપાસ રહેનારાઓને ભારે ત્રાસ થતા હાય.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં કોમી હુલ્લડ થયાં તેમાં એક કારણ લાઉડ સ્પીકરનું હતું. ધર્મસ્થાનો પર લાઉડ સ્પીકર ગાઠવીને ભાર ઘાંઘાટ કરવામાં આવતો હતો. તે પછી તામિલનાડુમાં પણ આ જ કારણથી કોમી હુલ્લડ થયાં. અહીં પક્ષકારો હિન્દુ અને ખ્રિસ્તીઓ હતા. હિન્દુઓએ મંદિર ઉપર અને ખ્રિસ્તીએએ દેવળ ઉપર લાઉડ સ્પીકર ગાઠવીને વધુ ધાિટ વડે સામા પક્ષના ઘોંઘાટને દબાવી દેવાના પ્રયાસ કર્યો હતો. પછી ખ્રિસ્તી માછીમારો તોફાને ચઢયા અને આગ લગાડી, લૂટ ચલાવી, પોલીસના એક મેટર વાહનને પણ સળગાવી દેવામાં આવ્યું. સમુદ્રમાં સ્નાન કરતી સ્ત્રીઓ પર પણ આક્રમણ કરવામાં આવ્યું, જેથી પોલીસે ગોળીબાર કરવા પડયો અને છ વ્યકિત મરાઈ. લાઉડ સ્પીકરનો ઉપયોગ પોલીસની રજા વિના કરવામાં આવ્યો હતો.
સત્તાવાળાઓની રા વિના ગમે ત્યાં ફૂટપાથ ઉપર, કે રસ્તા વચ્ચે પણ ટચુકડી દેરી, પીર કે ક્રોસ સ્થાપી દેવામાં હવે હરીફાઈ થવા લાગી છે. આમ કરનારાઓને કેટલાક રાજકીય આગેવાનાનો
ટૂંકા પણ હાય છે, જેથી માર્ગમાંથી આ અડચણ દૂર કરી શકાતી નથી, પછી આ કહેવાતું ધર્મસ્થાન જૂનું થઈ જાય ત્યારે તેને દૂર કરવાની હિંમત કોઈ પણ સત્તાધીશ દાખવે નહીં.
કન્યાકુમારીમાં ખ્રિસ્તીઓ અને હિન્દુઓ વચ્ચે સંઘર્ષણ થયું તેમાં હિન્દુઓની આગેવાની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે લીધી હતી. તેમણે એક મરચાનું આયોજન કર્યું હતું, જેમાં હિન્દુએ સમૂહમાં સાગર સ્નાન કર્યા પછી મંદિરમાં જાય. કાયદા અને ધાર્મિક પ્રણાલિકા પ્રમાણે તેમાં કશું અયોગ્ય ન હતું. દસ દિવસના તે વાર્ષિક ઉત્સવ હતા અને દર વર્ષે હિન્દુઓ સાગરાન કરીને મંદિરમાં જાય છે, પરંતુ આ વર્ષે હિન્દુ મંદિર અને ખ્રિસ્તી દેવળ વચ્ચે લાઉડ સ્પીકર યુદ્ધ લડાઈ રહ્યું હતું. તેથી હુલ્લડ થયું હતું, પોલીસે ગોળીબાર કર્યા હતા અને છ ખ્રિસ્તી માછીમાર મરાયા હતા, તેથી આસપાસના વિસ્તારોમાંથી ખ્રિસ્તી માછીમારો હિન્દુઓનું પર્વ બગાડવા માટે એકઠા થઈ ગયા અને સાગરકાંઠે નહાવા જવાનો માર્ગ બંધ કરી દીધો, સદ્ ભાગ્યે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નમતું આપ્યું