________________
+
+ +
મ મ +
૨૧૮
* પ્રબુદ્ધ જીવન
તો,
૧૬-૩-૮૨.
આમ
થયા વગર કોચેની ભૂલ પણ બતાવે. આનન્દશંકર રમણભાઇથી પણ અભિભૂત થતા નથી. તેમને કાળ વિચાર વેદાન્ત દર્શનની પીઠિકા ઉપર સ્થિરપણે પ્રતિષ્ઠિત છે. એટલે તેઓ પોતાની સમતુલા ગુમાવતા નથી. સેઇન્ટસબરીની જેમ આનન્દશંકર માને છે કે કવિત્વના મહાભવનમાં અનેક ડિપખંડે છે ને તેથી રુચિને સંકુચિત કરવી ન જોઇએ. એરિસ્ટોટલથી માંડીને કોરો રાધીન અને ભરતથી માંડીને જગનાથ સુધીના કાવ્ય મીમાંકોની વિચારણા એ થિર સમતલ અને રવછ દષ્ટિથી તેની તપાસી શકયા છે તે જ.દા જુદા કાવ્ય શાસ્ત્રના સિદ્ધાંતોનું તેલન, પરીક્ષણ શોધન એમણે મૌલિક સૂઝથી કર્યું છે. મધુરતા અને તેજોમયતા એમના વિવેચનનાં ખાસ લક્ષણ છે.
આનંદશંકર માને છે કે કવિતા એ આત્માની અમૃતમય કલા છે કવિતા એ યજ્ઞનું હશેષ છે. સૌન્દર્ય સર્જન એટલે જ આત્મચેતનાનું ઉફુરણ કે ઉનયન. આનંદશંકર માને છે કે રસ ભાવસંગત છે તેમ કલાકૃતિગત પણ છે. વરુનુગન પણ છે તેને પરખવા કેળવાયેલી રસેન્દ્રિય જરૂરી છે. આથી કલાકૃતિના આરિવાદ પૂર્ણતા અવ્ય ચિત્તો થઈ શકે નહિ. આનંદશંકરે કોઇ સિદ્ધાન્ત રથાપન નથી કર્યું પણ સિદ્ધાન્ત શોધન કર્યું છે.
પાંચમા અને છેલ્લા વ્યાખ્યાનનો વિષય હતો: “ગાંધીયુગમાં સૈદ્ધાન્તિક વિવેચને અને વિનિયોગ.”
પિતાના અંતિમ વ્યાખ્યાનમાં ડે. ઉપેન્દ્ર પંડ્યાએ બલવન્તરાય ઠાકોર, રામનારાયણ પાઠક અને છે. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી આ ત્રણ વિદ્રાની કાવ્ય વિવેચન વિભાવનાની વિચારણા કરી હતી. તેમણે ઠાકોરને કવિ, કવિતા શિક્ષક અને વિવેચક તરીકે તથા સ્વમતા+ ગ્રહી વિચારક તરીકે ઓળખાવીને, તેમની વિચાર પ્રધાન કવિતા તે જ દ્વિજોત્તમ જાતિની કવિતા એ તેમના મંતવ્યની વિશદતાથી ચર્ચા કરી હતી. રમણભાઇએ કવિતામાં ઊમવાદનું પ્રવર્તન કર્યું તો ઠાકરે કવિતામાં વિચાર અને બુદ્ધિની પ્રતિષ્ઠા કરી છે. બળવંતરાય ? પૌરત્ય કાવ્યશાસ્ત્રના અભ્યાસી પરનું પાશ્ચાત્ય કાવ્ય સાહિત્ય પ્રતિ તેમને વિશેષ ઝોક છે. ઠાકોર માને છે કે કવિતા પ્રેરણાથી જ નહિ પણ “જીવન, વિચાર અને સર્ગશકિતના વડા ઘર્ષણના વિશ્લેષણથી સર્જાય છે. કલાકારની સૃષ્ટિ બિનંગત વિશાલદાર નવીન અને સંગીન હોવી ઘટે. કવિના સર્જનમાં શબ્દ પર નહિ અર્થ પર ભાર હોય. વાણીરૂપી પાર્વતી કરતાં અર્થરૂપ શિવતત્તવદશાંગુલ ચડિયાતું છે જ.
રામનારાયણને કાવ્યવિચાર પૌરસ્ય સાહિત્ય મીમાંસાના અભ્યા સથી સદ્ધ હોવાનું જણાવીને વકતાએ કહ્યું રામનારાયણ વિવેચનમાં તાકિક વિચારસરણીને આવકારે છે. તેઓ સ્વસ્થ રુચિના તત્વનિષ્ઠ વિવેચક છે. તેમણે કાવ્ય વિચારમાં વ્યંજના વૃત્તિ, સાધારણીક્ષણ તથા રસ વિચાર વિશે કેટલુંક મૌલિક ચિંતન પ્રતિપાદન કર્યું છે એમની દષ્ટિએકલાનુભવ વ્યવહારના અનુભવથી તાત્ત્વિક રીતે જુદો નથી. તેઓ જીવનના દરેક અનુભવે રસનિષ્પત્તિ થાય એમ માને છે પણ એમનું એ વિધાન અપુષ્ટ છે. વસ્તુત: કાવ્યાનુભવ શબ્દ સંવેદ્ય રસાનુભવ છે શબ્દ સૃષ્ટિ જન્ય ચેતવિસ્તાર યુક્ત, સાત્ત્વિક પ્રકાશા+ નન્દ ઐહિક જીવનમાં સંભવી શકતો નથી. એમને મતે કોઇ પણ મહાન કૃતિમાં વ્યકત થતા દર્શનનો એકાદ રસમાં સમાવેશ થઇ શકે. તેથી કઇ કૃતિ અમુક રસપ્રધાન છે એમ કહેવાથી કૃતિને સાચે મહિમા નિર્દેશાતો નથી.
ડો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને સૌન્દર્યનિષ્ઠ વિવેચક તરકે ઓળ* ખાવીને વકતાએ “રસાનન્દ એ જ વિવેચનનું પ્રભવસ્થાન છે” એ ડો. વિષ્ણુપ્રસાદના મંતવ્યને તપાસ્યું હતું. તેમના વિવેચનમાં ઉજજવલ સાત્વિકતા અને ઉચ્ચ સદિયતા છે. તેમણે આપસૂઝથી કવિતામાં પ્રતિરૂપની મહત્તા દર્શાવી. એમની દષ્ટિ અર્વાચીન સાહિત્ય અને
વિવેચનામાં પણ કૌતુકરાગ” જુએ છે સાધારણીકરણ, રસાભાર અને રસ સિદ્ધાતની સાપેક્ષતા આ ત્રણ મુદ્દા પર એમણે કેટલીક નવીન
અર્થહોટ કર્યો છે અને માને છે કે” આધુનિક સંવિતલક્ષી કાવ્યોને રસસિદ્ધાન્તની કસોટીએ ચઢાવવામાં બેહુદાપણું આવે છે. આપણી રસ મીમાંસા યુગાનુરૂપ દષ્ટિ ટાળી વધુ વિશાલ અને ઉદાર વલણ ધરાવતી બને એ એમને અભિપ્રેત છે.
ડો. રમણલાલ શાહે ઉપસંહાર કરતાં . ઉપેન્દ્ર પંડયાના સમગ્ર વકતવ્યને અનુલક્ષીને કહ્યું: “કવિતાનું સ્વરૂપ એવું છે કે એમાં કોઈ અફર નિયમ હમેશ માટે સ્થાપી શકાતું નથી. નવીન સિદ્ધાંતો પ્રાચીન સિદ્ધાન્તોના અને પ્રાચીન સિદ્ધાન્તને નવીન સિદ્ધાના પ્રકાશમાં તપાસવા જ રહ્યા. કારણ કવિતાની પ્રક્રિયા યાંત્રિક નથી. તે ગૂઢ અને ગહન છે. કવિતાની કોઈ પણ એક નિશ્ચિત વ્યાખ્યા સદાકાળ માટે આપી શકાતી નથી. એનું મેટાબોલિઝમ ગૂઢ છે અને પ્રત્યેક કવિતાનું મેટાબોલિઝમ જદું જુદું છે. સર્જન, ભાવન અને વિવેચનની આ ત્રિવિધ પ્રક્રિયા સતત ચાલ્યા જ કરવાની.
આ સમગ્ર વૃત્તાન્તનું સંકલન કરવામાં વ્યાખ્યાતાની ટૂંકી નેધને સારો એ આધાર લીધો છે તે ત્રણ સ્વીકાર કરવો જોઈએ
એક વખત એવો આવશે
I મેકિસમ શેકીઃ ધમધર હું જાણું છું. એક એવો વખત આવશે. જ્યારે લોકો એકબીજને જોઈને રાજી થશે એક મનુષ્ય બીજા માટે તારક સમાન બનશે. એકબીજાની ! વાત તે એવી રીતે સાંભળશે. જણે તે કોઈ સંગીત સાંભળતો હોય. આ ભૂમિ ઉપર સ્વતંત્રતામાં માનવે વિચરશે અને પોતાની સ્વતંત્રતામાં તેઓ મહાન હશે એમ તે વિહાર ખુલ્લા હૃદયથી થતું હશે. એમના શુદ્ધ અંત:કરણમાં ઈ અને લોભનો અભાવ હશે. એના પરિણામે મનુષ્ય જાતિ વૈમનસ્યરહિત બનશે અને બધી પરિસ્થિતિમાં હૃદય અને બુદ્ધિ વચ્ચે સુમેળ જળવશે.
અને પછી મનુષ્યજાત માટે જીવન એક સેવા બની રહેશે. મનુષ્યનું જીવન ઉચ્ચત્તમ કોટિએ પહોંચશે કારણ કે સ્વતંત્ર મનુષ્ય કોઈ પણ ઉન્નત સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. પછી આપણે સત્યતા, સ્વતંત્રતા, સુંદરતામાં જીવીશું. દુનિયામાં ત્યારે એવા લોકો શ્રેષ્ઠ ગણાશે, જેઓ હૃદયપૂર્વક આ વિશાળ વિશ્વ સાથે એકાત્મતા અનુભવતા હોય, તેને ઊંડે પ્રેમ કરતા હોય. જીવનના છેક પાસામાં તે સ્વતંત્ર હશે, કારણ કે એમાં જ સુંદરતા પોતાની ચરમસીમા પ્રાપ્ત કરે છે. આવી સ્થિતિ હશે ત્યારે જીવન મહાન બનશે અને જે લોકો જીવનનો અનુભવ કરશે તે લોકો પણ મહાન બનશે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
| અભ્યાસ વર્તુળ
- આગામી કાર્યક્રમ - વકતા :- ડો. રમણલાલ વી. શાહ વિષય:-- ભકતામર સ્તોત્ર – બે પ્રવચનો સમયઃ- તા. ૩૦-૩-૮૨ મંગળવાર સાંજે ૬-૧૫
- તા. ૩૧-૩-૮૨ બુધવાર છે , સ્થળઃ- પરમાનંદ કાપડિયા સભાગૃહ નેધઃ-શ્રી માનતુંગરિ રચિત ભકતામર સ્તોત્ર જિનેશ્વર ભગવંતની સ્તુતિનું મહાતેત્ર છે. ૪ !
ઑકોમાં ગવાયેલા શ્રી અરિહંત પરમાત્માનાં ગુણાની ! વિશદ સમજ ડો. રમણભાઈ આપશે. સૌો રસજ્ઞમિત્રને ઉપસ્થિત થવાનું નિમંત્રણ છે.
- સુબોધભાઈ એમ. શાહ
કન્વીનર–અભ્યાસ વર્તુળ