________________
તા. ૧૬-૩-૮૨
વધતા જાય છે. યુગોસ્લાવિયાના એવા બે રાજ્યેોની માગણીથી રશિયા તેમની મદદે જાય છે. અમેરિકા યુગોસ્લાવિયાની મદદે જાય છે. ૨૭મી જુલાઈ, ૧૯૮૫ને દિવસે રશિયા યુગોસ્લાવિયામાં પ્રવેશ કરે છે. બે દિવસ પછી અમેરિકન લશ્કર પહોંચી જાય છે. રશિયા આને અમેરિકન આક્રમણ લેખાવે છે અને તે બહાને પશ્ચિમ જર્મની ઉ૫૨,૪ ઓગસ્ટે આક્રમણ શરૂકરે છે. આ પ્રચંડ આક્રમણ છે. રશિયાની ગણતરી હતી કે ટ્રાન્સ યુદ્ધમાં જોડાશે નહિ અને રશિયા ટ્રાન્સને ખાત્રી જાહેર કરે છે ૐ ફ઼ાસ ઉપર આક્રમણ નહિ થાય, પણ રશિયાની ગણતરી ખોટી પડે છે. ટ્રાન્સ યુદ્ધમાં જોડાય છે. ભૂમિદળા, નૌકાદળા અને વાયુદળાનું તુમુલ યુદ્ધ થાય છે. દરમિયાન, ચીન અને ઇરાનની દાવણીથી રશિયાના એશિયાઈ શયો બળવા કરે છે, પેાલેન્ડમાં બળવા થાય છે. પૂર્વ યુરોપના બીજા સામ્યવાદી દેશમાં અસંતાય જાગે છે અને રશિયાને તેમના સહકાર મળતા નથી— દરમિયાન અમેરિકાથી વિપુલ પ્રમાણમાં યુરેને સહાય આવી
પહોંચે છે.
પ્રશ્ન જીવન
રશિયન હાઈકમાન્ડમાં તીવ્ર મતભેદો જાગે છે. અણુયુદ્ધ શરૂ કરવું કે નહિ તે વિવાદ પરકાષ્ટાએ પહેોંચે છે અને મર્યાદિત અણુયુદ્ધ કરવાનો નિર્ણય થાય છે. આ આમ્રુદ્ધ અમેરિકા અને પશ્ચિમના દેશને માત્ર ચેતવણી રૂપ હાઈ, અણુ હુમલા માટે એક જ શહેર પસંદ કરવામાં આવે છે– તે છે બર્મિંગહામ, અણુશસ્ત્ર ફેંકવામાં આવે તે પહેલાં અરધા કલાકે રશિયાના પ્રમુખ, અમેરિકાના પ્રમુખ ઉપર હોટલાઈન દ્વારા સંદેશા મોકલે છે. ત્યારે અમેરિકન પ્રમુખ લંડનમાં છે. ત્યાં શિખર પરિષદ ચાલુ છે. અમેરિકાને સંધી કરવા દરખાસ્ત મૂકે છે. જવાબ મળે તે પહેલાં બર્મિં་ગહામ ઉપર અણુ શસ્ત્ર છૂટે છે. બર્મિંગહામનો વિનાશ એ પ્રકરણમાં ક્ષણેક્ષણનો અહેવાલ આપ્યો છે. ડાર ઉપર અણુશસ્ત્ર આવતું જુએ છે. કેલિફોર્નિયામાં પણ દેખાય છે, પણ કાંઈ ઉપાય નથી. વળતો હુમલા કરવાનો સમય નથી. અરધા કલાકમાં બર્મિંગહામના વિનાશ થાય છે. ભયંકર આગ ચારે તરફ ફાટી નીકળે છે. ૬૦૦ કિલોમીટરના વિસ્તારમાં લોકો મરે છે, બળે છે, દાઝે છે, મકાનો જમીનદાસ્ત થાય છે. બે દિવસમાં પશ્ચિમના દેશો વળતો અણુ હુમલે કરે છે. રશિયાના મિકસ શહેર ઉપર અણુશસ્ત્ર પડે છે અને તેના વિનાશ થાય છે. ૨૦ ઓગસ્ટ, યુક્રેનમાં બળવા થાય છે. રશિયન લશ્કરમાં ફાટફ ટ પડે છે. અંતે પોલીટ બ્યૂરોના સભ્યોનું ખૂન થાય છે અથવા કેદ થાય છે અને એક યુક્રેનિયન સત્તા કબજે કરે છે અને તુરત યુદ્ધવિરામ જાહેર કરી અમેરિકાના પ્રમુખને શરણાગતિનો સંદેશ મોકલે છે.
આ પુસ્તકના સંદેશ શું છે?
રશિયા ત્રીજું વિશ્વ યુદ્ધ કરવાનું જ છે. તેની પૂર્ણ તૈયારી કરે છે. શિયા સાથે કોઈ સમાધાન શકય નથી. અમેરિકા અને પશ્ચિમના દેશોએ પૂર્ણ તૈયારી કરવી એ જ માર્ગ છે.
સામ્યવાદ તેના આંતરિક વિરોધથી તૂટી પડવાની જ છે. રારમુખત્યારીનો અંતે વિનાશ જ છે. રશિયાની પ્રજા અને રશિયાની એડી નીચે દબાયેલ બીજી પ્રજાએ દમન સહન નહિ કરે.
૧૯૭૮થી ૧૯૮૫ સુધી પશ્ચિમના દેશ અને અમેરિકાએ ધીમી પણ તૈયારી કરી એટલે જ રશિયાને હરાવી શકયા. કઈ ભ્રમમાં રહ્યા હોત અને શાંતિવાદીઓના પ્રચારના ભાગ બન્યા હોત તા સામ્યવાદનો પંજો યુરોપ ઉપર ફરી વળત.
લેખકોએ કહ્યું છે:
213
If the crisis of 1985 had occurred in 1977 or even in 1978, it is searcely conceivable that Soviet plan for an advance to the Rhine, the dismemberment of the (Nato) Alliance and the total destruction of Federal Republic of Germany could have failed, given the state of preparedness of the Allies at that time. What was done in the years 1978 and 1985 was enough to prevent this.
આ લેખકો બીજું એ કહે છે કે હવેનો યુગ ઈલેકટ્રોનિક અને કોમ્પ્યુટરનો હશે. અમેરિકા અને યુરોપના દેશમાં આ ઉદ્યોગ ખાનગી કંપનીઓ હસ્તક હોવાથી ખૂબ જ પ્રગતિ થઈ છે.રશિયામાં સરકાર હસ્તક હાવાથી સ્થગિત થઈ ગયો. લેખકોનું કહેવું છે કે ખાનગી સાહસથી જ પ્રગતિ થાય.
આ પુસ્તક ત્રીજી બાબત એ પ્રતિપાદન કરવા માગે છે કે મર્યાદિત અયુદ્ધ શક્ય છે અને સર્વવિનાશનું વ્યાપક અણુયુદ્ધ જ થશે એવા ભય રાખવાની જરૂર નથી. અણુશસ્ત્રોને વિરોધ કરવાવાળા માને છે તે મુજબ સર્વ વિનાશ જ થાય અને કોઈ મર્યાદા રહે નહિ. અમેરિકામાં પેન્ટેગાન અને બીજા કેટલાક લોકો મર્યાદિત અણુયુદ્ધની હિમાયત કરે છે. તેના સમર્થનમાં આ પુસ્તક પ્રચાર કરે છે.
આ લેખકોએ ૧૯૭૮માં એમ માન્યું હતું કે ૧૯૮૪ સુધી કાર્ટર પ્રમુખ તરીકે ચાલુ રહેશે. તેમના સદ્ભાગ્યે (!) રંગન પ્રમુખ થયા અને આ પુસ્તકમાં જે નીતિની ભારપૂર્વક હિમાયત કરી છે તેનો અમલ રંગન જોરશોરથી કરી રહ્યા છે.
બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીમાં અણુશસ્રો વિરોધી પરિબળા સારી પેઠે સક્રિય થયા છે અને એક વર્ગ એકપક્ષી અણુશસ્ત્રોના ત્યાગની- unilateral Nuclear Disarmament –નીતિ સ્વીકારવાના મતના છે. તેમની સામે આ પુસ્તકમાં આકરા પ્રહાર કરે છે.
રશિયા શા માટે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કરે અને વિનાશ નાતરે તેના કોઈ જવાબ નથી. સિવાય કે સામ્યવાદની એ નીતિ જ છે એમ કહેલું. સામ્યવાદના નાશ કરવાની મૂડીવાદની નીતિ છેઅને તે માટે મૂડીવાદીઓ યુદ્ધની તૈયારી કરે છે એમ કોઈ કહે તો આ લેખકો અને તેમના મતના બીજા લોકો તે વાતનો ઈનકાર કરશે. મૂડીવાદી શાંતિપ્રિય છે અને માત્ર પોતાના રક્ષણ માટે જ તૈયારી કરે છે એમ જ કહેશે,
આવા પુસ્તકો અને તેનો મૂડીવાદી પ્રચાર દુનિયાને કટોકટી તરફ દોરી રહ્યા છે તેમ કહીએ તો જવાબ મળશે કે આ લોકશાહી દેશા છે અને લોકશાહી નિર્ણય છે અને પોતાના સ્વરક્ષણ માટે જ તૈયારી કરવી પડે છે.
દુનિયાભરમાં ભયંકર ગરીબાઈ છેઅને આર્થિક અસમાનતાની ખાઈ ઊંડી અને પહાળી થતી જાય છે તે હકીકત તરફ દુર્લક્ષ રોવાય છે અને તેના કોઈ ઉપાય કરવા નથી. રશિયાને વિનાશ થાય તો પણ ગરીબોની અસંતોષની જ્વાળાઓ શાંત થવાની નથી. ડ્રેગન પેલાન્ટમાં માનવીય અધિકારોની શિતા કરે પણ સાલ્વેડોર કે દક્ષિણ આફ્રિકામાં માનવીય અધિકારીને કચડવા સહાય કરે તેવી મૂડીવાદી રચના – લોકશાહી હોય તો પણ – ટકવાની નથી. આવાં પુસ્તકોથી ગમે તેટલા પ્રચાર કરે તો પણ બે તૃતિયાંશ દુનિયા ભૂખે મરતી હશે ત્યાં સુધી અમેરિકા કે પશ્ચિમના દેશે કે કોઈ પણ મૂડીવાદી કે સરમુખત્યારી સત્તા લાંબે સમય ટકવાની નથી.