SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન’તુ નવસંસ્કરણુ વર્ષ' : ૪૬ અંકઃ ૧૦ મુંબઇ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૮૨, ગુરૂવાર વાર્ષિ'ક લવાજમ શ. ૨૦: પરદેશ માટે શલિ ગ ૬૦ મુંબઈ જૈન યુવક સંધનુ મુખપત્ર : પાક્ષિક છૂટક નકલ રૂા. ૧-૦૦ Regd. No. MH. By/South 54 'Licence No. : 37 તંત્રી : ચીમનલાલ ચકુભાઇ શાહ અપરિગ્રહ અને દાન ચીમનલાલ ચકુભાઇ શાહ પરિગ્રહ કરે છે. કાઈ કામ, કાઇ દેશ ક પ્રજા, પરિગ્રહ એટલે માત્ર પૈસા નહિ પણ દરેક પ્રકારની મીલ્કત, અર્થાંપાજન સામાજીક વ્યવહારના પાયામાં છે. ચાર પુરૂષાથેČમાં અથ એક છે. માણસ પેાતાની જરૂરીયાતા ઓછામાં ઓછી રાખે અને તેટલુ મળી રહે તા સતેષ માટે અને વિશેષ મેળવવા પ્રયત્ન ન કરે એ એક માર્ગ છે. પાતાની ઓછામાં ઓછી જરૂરિયાતા પુરતું અર્થાપન પ્રમાણિકપણે જ કરે. પણ માણસને ભવિષ્યની ચિન્તા રહે છે તેમજ કુટુમ્બ માટે પ્રબંધ કરવાની તૃષ્ણા રહે છે. તેને કાઈ મર્યાદા નથી. આજનુ મળ્યું છે તો આવતી કાલનું ઈશ્વર આપી રહેશે એવી શ્રદ્ધા હૈતી નથી. કેટલાકની પરિગ્રહલાલસા અમર્યોંદ હોય છે. કેટલાક પેતે ઉભી કરેલી જાળમાં જ એવા સાઇ જાય છે કે પછી તેમાંથી છૂટી શકતા નથી. ઉદ્યોગપતિ ઉદ્યોગોના વિસ્તાર કયે રાખે, વેપારી વેપારના વિસ્તાર કર્યે જ રાખે. એક દેશ બીજા દેશ ઉપર આધિપત્ય મેળવવા યુદ્ધ પણ કરે. આમાં દેશપ્રેમ ગણાય, પણ આ બધી મોટી વાતો થઈ. તેની ચર્ચામાં અહિ" ન ઉતર'. ભાઇ સૂ કાન્ત પરીખે તેમના તા. ૪-૯-૮૨ ના પત્રમાં નીચે જણાવેલ વિચારો દર્શાવ્યા છે અને હું તેના જવાબ પ્રબુદ્ધ જીવન'માં આપું તેમ ઇચ્છા વ્યકત કરી છે. જૈન ધમ'ના મૂળમાં અહિંસા અને અપરિગ્રહ છે, અને "તે તરફ ગતિ થાય તે માટે આપણા પર્વના દિવસેામાં ખાસ ચિંતન-મનન થાય તે રીતે વ્યાખ્યાન સાંભળવા તથા તપની આરાધના માટેનુ આયાજન થાય છે. ‘પરંતુ આર્થિ’ક-વ્યવહારને દરેક ક્ષેત્રમાં બાજુ પર મૂકવામાં આવે છે, તે મુંબઇની મહાનગરીમાં પર્વની ઉજવણીમાં ધનનું મહત્વ જાણે-અજાણે વધી રહ્યું છે, જે માટું દાન આપે છે, તેનુ ધન યા માગે પ્રાપ્ત કર્યુ છે, તેની પૂછપરછ કાના પણ મનમાં થતી નથી, અને તે ધનની પ્રતિષ્ઠા વધે છે. એક રીતે જોઇએ તે અપરિગ્રહના મૂલ્યની પ્રતિષ્ઠા થતી દેખાતી નથી, પરંતુ તે મૂલ્યની વાહવાહ ફક્ત જીભથી જ થાય છે. જેમ અત્યારના રાજકારણમાં પશુ ધનના વધેલા મહત્વને કારણે ગાંધીજીએ ધર્મને રાજકારણનું જે જોણુ કરેલું, તે કર્યાંય દેખાતું નથી. તેમ શુધ્ધ ધર્મના ક્ષેત્રમાં પણ ધનનું ઘણું મહત્વ વધતુ રહ્યું છે. ધન સૌને ગમે છે, અને ધન એ એક મોટી શિક્ત છે, પરંતુ શુદ્ધ ધમ'ના ચેગાનમાં—ખાસ કરીને જૈનધમ'ના ફેલાવામાં ધનનું મહત્વ જે રીતે વધી રહ્યું છે, તે કેટલુ યોગ્ય છે, તે વિચારો, તેનાથી ધમ'ના મૂળભૂત મૂલ્યેની અશાતના થ્રુ નથી થતી ? હું તો એમ ઈચ્છું કે સમાજમાં અપરિગ્રહનતને પાળીને જીવનાર સંસારી લેાકાને શોધીને તેમનું બહુમાન આવા પવ'ના સેાએ કરવું જોઇએ.' અપરિગ્રહ શ્રેષ્ઠ માગ છે. પરિગ્રહને પાપનું મૂળ કહ્યું છે. પણ સમાજમાં પરિગ્રહ રહેવાના અને થવાના. એટલે પરિગ્રહ મેહ છોડવા ક્યું છે. પરિગ્રહમા છુટા એટલે પાતાની જરૂરીયાત પુરતું રાખી, વધારે હોય તે . પરમાથે –સમાજ કલ્યાણુ માટે વાપરવું, અનુ નામ ાન. સહતંત્રી : રમણલાલ વી. શાહ અવાધર્મીમાં અને ખાસ કરીને જૈન ધમમાં દાનને મહિમા ખૂબ ગવાયા છે. દાન, શીલ, તપ અને ભાવને ધમ'ના ચાર પાયા કથા છે. પરિગ્રહને કારણે સમાજમાં વિષમતા, અષ્ટ, સાઁધ, અસમાનતા પેદા થાય છે. કાઈ" વ્યક્તિ, પરિગ્રહની વિષમતા ઓછી કરવા ખે માગ બતાવ્યા છે. જૈનધમે પરિગ્રહ પરિમાણુવ્રત શ્રાવક માટે બતાવ્યુ છે. આ વ્રત આદરનાર બહુ ઓછા શ્રાવક હોય છે. એક ભાઈને તુ જાણ છું, જેણે વર્ષો પહેલા, ૧૯૨૬ ૩ ૧૯૨૮ માં આ વ્રત અંગીકાર કર્યુ. મને યાદ છે ત્યાં સુધી રૂા. ૨૮૦૦૦ની મર્યાદા આંધી; ૧૯૭૪ માં તેમનુ' અવસાન થયું ત્યાંસુધી આ મર્યાદા પુરેપુરી પાળી, માંધવારી વધી, પૈસાની કીમત ધટી તા પણ તેમણે આ મર્યાદા જ જાળવી રાખી, પોતાના ખર્ચમાં પુરી કરકસર કરી, વધુમાં વધુ બચાવે અને ૩૧ મી માર્ચે પેાતાની મર્યાદાથી જેટલુ વધારે હોય તે તુરત ધર્માંદેવાપરી નાખે. તેમના પત્ની અને પુત્રી માટે પણ પોતાની મર્યાદાથી વધારે સ ́ગ્રહ ન કર્યાં. પોતાના વ્રતપાલનમાં કાઈ ટકબારી શોધવા ક્રાઇ સિ પ્રયત્ન પણ ન કર્યાં. આવું વ્રત જેમ આદરી નથી શકતા તેવાને માટે દાન બીજો માગ છે. દાનના બહુ મહિમા ગવાય છે. કારણકે વ્રત આદરવા કરતા, તે વધારે સરળ માર્ગ છે. કેટલાક ધર્મોમાં પોતાની આવકના અમુક ટકા ધર્માર્થ' વાપરવા એવા આદેશ હાય છે. સમાજહિતાથે પોતાની મિલ્કતના અમુક હિસ્સાને ઉપયોગ કરવા જ જોઇએ એવી ભાવના માધ્યુસમાં હોય જ છે.
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy