SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૮૨ પ્રભુ જીવન દક્ષિણ ધ્રુવખંડની સમૃદ્ધિમાં [] વિજયગુપ્ત મૌ આવતા ડિસેમ્બરમાં ભારત એન્ટાર્ટીકા અથવા દક્ષિણ ધ્રુવખંડ ઉપર વિજ્ઞાનીઓની એક બીજી ટુકડી મેકલશે. આ વખતે ત્યાં એક કાયમનું સંશાધન મથક સ્થાપવાની યોજના છે. દક્ષિણ ધ્રુવખંડ પણ વિપુલ ખનિજ તેલ અને ગેસ ઉપરાંત બીજા કિંમતી, નિજો ધરાવે છે. કોઈ દેશે હજી તે કાઢવાના પ્રયાસ કર્યા નથી; પરંતુ વિકાસ પામેલા દેશેાની નજર આ અખૂટ ખનિજ સમુદ્ધિ ઉપર છે. બ્રિટને આર્જેન્ટિના સામે યુદ્ધ કરીને ફોકલેન્ડ ટાપુઓ અને છેક દક્ષિણ ધ્રુવખંડ નજીકના વેરાન અને નિર્જન ટાપુ પણ પાછા મેળવ્યા તે આ દષ્ટિએ મહત્ત્વની ઘટના છે. દક્ષિણ ધ્રુવખંડ નજીકના સમુદ્રમાં અને ટાપુઓમાં પણ પુષ્કળ અને બીજા ખનિજો હોવાની માન્યતા છે તેથી ફોકલેન્ડ અને તેની નીચેના બીજા ટાપુઓમાં અમેરિકા ઘૂસવા માગે છે. દક્ષિણ ધ્રુવખંડ ઉપર સૌથી વધુ પ્રદેશ ઉપર ઓસ્ટ્રેલિયાના દાવા છે. તે પછી નવે, બ્રિટન, આર્જેન્ટિના, ન્યુઝીલેન્ડ, ફ્રાંસ, રશિયા વગેરેના દાવા છે. તેમ છતાં અમેરિકા અને રશિયા આ સમગ્ર ખંડ વૈજ્ઞાનિક સંશાધન માટે સૌ માટે ખુલ્લા રાખવા સંમત થયા છે અને એન્ટાર્ટીકા-કરાર તરીકે ઓળખાતા આ કરારમાં આ બધા દેશે પણ સામેલ થયા છે. તેમણે કાંઠા પર દક્ષિણ ધ્રુવ તથા નજીક પાતપાતાની સંશોધન છાવણી રાખી છે. અમેરિકાની છાવણી ધ્રુવ ઉપર ૯૨૦૦ ફીટની ઊંચાઈએ આવેલી છે અને રશિયાની છાવણી તેનાથી બહુ દૂર નથી. પૃથ્વીના હવામાનનો અભ્યાસ કરવા દક્ષિણ ધ્રુવ એક શ્રેષ્ઠ સ્થળ છે. કારણ કે અહીંના હવામાનની અસર પૃથ્વી પર બીજે બધે પણ થાય છે. માણસે એકાંતવાસ ગાળવા પડે કે અતિ કઠોર ઠંડા વાતાવરણમાં રહેવું પડે તેની મન અને શરીર ઉપર શી અસર થાય છે તે જાણવા આ પ્રયોગશાળા ઉપયોગી છે. અમેરિકાને એડમિરલ ડીક બાયર્સ એકલા અહીં શિયાળાના છ માસ લાંબી રાત દરમિયાન રહ્યો હતા! શિયાળા દરમિયાન વિમાન વડે પણ બહારની દુનિયા સાથે સંપર્ક રહેતા નથી. દક્ષિણ ધ્રુવ નજીક વિમાનીમથક બાંધવામાં આવ્યું છે. પછી બહારની દુનિયા સાથેને સંબંધ રેડિઓ દ્વારા જ રહે છે. અહીં અતિ ખડતલ અને લેાખંડી હિંમતવાળા માણસોને જ શિયાળા દરમિયાન 'રહેવા દેવામાં આવે છે. આવા ખડતલ માણોર્માથી અવકાશયાત્રા માટે પસંદગી કરવામાં આવે છે. આપણા દેશમાં દક્ષિણ ધ્રુવ ખંડની કઠોરતાની યાદ આપે એવા પ્રદેશ કાશ્મીરમાં લડાખ છે. દક્ષિણ ધ્રુવ ખંડ જનારા વિજ્ઞાનીઓને અહીં તાલીમ અપાય છે અને આવા કઠોર હવામાનથી ટેવાઈ જવાની આદત પાડવામાં આવે છે. અમેરિકના એમ માને છે કે ભૂ-ભૌત્તિક અને ભૂ-રાજકીય દષ્ટિએ ખુદ ધ્રુવ ઉપર અમેરિકાનો પગદંડો મહત્ત્વનો છે. કારણ કે અહીંથી ખંડના કાંઠા તરફ કોઈ પણ દિશામાં જઈ શકાય તેથી કોઈના પણ દાવાને પડકારી શકાય. આ વૈજ્ઞાનિક છાવણીના નિભાવ માટે અમેરિકા દર વર્ષે પાણાસાત કરોડ ડોલરના ખર્ચ કરે છે, પરંતુ પ્રમુખ રેગનને આવા વૈજ્ઞાનિક સંશોધન કરતા લડાઈની તૈયારીમાં વધારે રસ છે. જે વૈજ્ઞાનિક સંશોધનને લડાઈની તૈયારી સાથે સીધા સંબંધ નથી તેમાં રંગનને રસ નથી તેથી તેમણે દક્ષિણ ધ્રુવ ખંડમાં બજેટ ઉપર ૧૦ ટકાના કાપ મૂકયો છે ત્યારે રશિયા પોતાન પ્રવૃતિ વધારતું જાય છે. તેણે આ ખંડ ઉપર સાત વૈજ્ઞાનિક છાવણી ભારત પણ ભાગ માગી first શકે ત ૧ સ્થાપી છે. અમેરિકા અહીં ૬ વિમાન અને ૭ હેલિકોપ્ટરોના કાલા ધરાવે છે. તેની છાવણીમાં ૧૦૦૦ માણસેાની વસતિ છે અને વીજળી માટે અણુવીજળીનું કારખાનું પણ બાંધ્યું છે, તેની ઉપરથી ખ્યાલ આવશે કે તેની છાવણી સુખસગવડ અને સંશોધનનાં એવાં અદ્યતન સાધનોથી સજજ હશે. દક્ષિણ ધ્રુવ ખંડ પર દાવા કરનારા વચ્ચે દેખિતી રીતે ખેંચતાણ થતી નથી, કારણ કે હજી તેનું આર્થિક ઉપાર્જન શરૂ થયું નથી. શરૂઆતમાં ત્રણદાવાદાર હતા તે પૈકી બ્રિટન, આર્જેન્ટિના અને ચીલીના દાવા એકબીજા સાથે અથડાય છે. અમેરિકા અને રશિયા વચ્ચે અહીં સંઘર્ષ નથી. તેઓ પાતાના દાવા આગળ પણ ધરતાં નથી. એટલું જ નહિ; પણ તેઓ બીજા દાવાદાર દેશના દાવા માન્ય પણ રાખતા નથી. ઈ.સ. ૧૯૬૧માં એન્ટાર્ટીક ટ્રીટી નામના કરાર થયા હતા. તેમાં રશિયા અને અમેરિકા સહિત ૧૪ દેશો સંમત થયા હતા કે દક્ષિણ ધ્રુવ ખંડ અણુશસ્ત્રોથી મુકત રાખવા. આ ખંડ ઉપર કોઈએ લશ્કરી પ્રવૃત્તિ ન કરવી અને આ ખંડ વિષે વૈજ્ઞાનિક માહિતીની મુકત રીતે આપલે કરવી, તેથી કોઈ દેશ પેાતાના દાવાના સમર્થનમાં એક તરફી પગલું ભરી શકે નહિ. આ ચૌદ દેશેાની એન્ટાર્ટીકા કલબમાં હવે ભારતે પ્રવેશ કર્યો છે, પરંતુ ભારત હજુ તેનું સભ્ય નથી થયું. એન્ટાર્ટીકા કરાર પુનરાવલાકનને પાત્ર છે. જેમ જેમ આ ખંડની સમૃદ્ધિ ઉપર પ્રકાશ પડતો જાય છે તેમ તેમ આ દેશો પોતાની હદના ખંડની ખનિજ સમૃદ્ધિ ઉપર દાવા કરવા લાગ્યા છે. તેઓ તેના પ્રાદેશિક સમુદ્રની સમૃદ્ધિ ઉપર પણ દાવા કરે છે. આ સમુદ્રમાં પ્રોટિનથી ભરપુર નાના જીવે એટલા વિપુલ જથ્થામાં છે કે તેની કલ્પના ન થઈ શકે, રશિયન, જાપાની, જર્મન અને પોલિશ મત્સ્ય જહાજો ઉનાળામાં આ દરિયાઈ જીવાને લઈ જાય છે, અહીં અમેરિકાની ચાર છાવણીઓ છે. અમેરિકનાને જોઈતી અસંખ્ય ચીજોના ગોદામ રોસ ટાપુ ઉપર બાંધવામાં આવ્યા છે. ઉનાળામાં આ એક છાવણીમાં ૮૦૦ માણસે કરતા વધુ વસતિ હાય છે. દક્ષિણ ધ્રુવ ખંડના હવામાનની કઠોરતાની કલ્પના ન થઈ શકે. કલાકના ૧૬૦ કિલોમીટરની ઝડપથી પવન વાતા હોય અને ઉષ્ણતામાન શૂન્ય નીચે ૧૦૦ અંશ ફેરનહાઈટ ઊતરી જાય એ તે સામાન્ય કહેવાય. હવામાન સ્વચ્છ હોય ત્યાં અચાનક તાફાન અને આંધી આવી ચડે, હિમ ઝંઝાવાત "ફુંકાવા માંડે અને જમીન તથા આસમાન એકબીજામાં ભળી જાય ત્યારે વિમાન જાણી શકે નહિ કે ધરતી કર્યાં છે અને તેના માર્ગમાં ડુંગર આવે છે કે નહિ તેથી વિમાની અકસ્માતો પણ થયા છે. કેટલેક ઠેકાણે બરફના થર બે માઈલ કરતાં વધુ જાડો છે. હિમસરિતાઓની ઝડપ વર્ષમાં માત્ર બે માઈલ જેટલી હેાય છે ! સહરાના રણ કરતાં દક્ષિણ ધ્રુવ ખંડ ઉપર ઓછા વરસાદ પડે છે. વર્ષે બે ઈંચથી પણ ઓછે. તેમ છતાં દુનિયામાં જેટલું મીઠું પાણી છે તેના ૨/૩ ભાગ દક્ષિણ ધ્રુવ ખંડ ઉપર બરફ રૂપે પુરાઈ રહ્યો છે! આવા ઠંડા અને વિકટ પ્રદેશમાં પણ કાંઠા ઉપર અસંખ્ય પેગ્વીન નામનાં પક્ષીઓ અને સીલ નામના સસ્તન પ્રાણીઓ વસે છે અને સમુદ્રમાં અસંખ્ય વ્હેલ વસે છે. આશ્ચર્યની વાત એ છે કે શિયાળામાં જયારે સમુદ્ર અતિ તોફાની હોય અને તેનું પાણી બરફ કરતાં પણ ઠંડું હાય ત્યારે તેઓ અહીં શિયાળા ગાળવા આવે છે!
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy