________________
બુદ્ધ જીવન
તા૧૬-૬-૮૨
II
*
ગાલિબની ફૂલપાંખડી
0 હરીન્દ્ર દવે
-
"
[૪]
કહેતે હૈ જીતે હે ઉમ્મીદપે લેગ,
હમકો જીને કી ભી ઉમ્મીદ નહીં. બહુ સરળ વાત છે. પણ સરળતાની વેધકતા જ અહીં ગજબનું કામ કરી ગઈ છે ! લોકે ઝંખના પર જીવી જાય છે એવું તે આપણે સૌએ સાંભળ્યું છે–પણ જેને જીવવાની પણ ઝંખના ન હોય એનું શું? અહીં માત્ર ગાતુરી નથી; ‘ઉમ્મીદ' શબ્દ સાથે કરાયેલી રમત નથી. થથાને સાગર આ નાનકડી સરળ પંકિતઓમાં સમાવાય છે. કહેતે હૈ' એ શબ્દ પણ આ સંદર્ભમાં એ વેદનાને ઠંડી ધાર આપે છે.
આશાને ભરોસે જીવી ના ખીશું એમ કહેનારા લોકો હોય છે, પણ જેને જીવવાની પણ આશા ન હોય એ શું કરે ? એને ઉત્તર ઘણો વિકટ છે અને આ સદીમાં હેમિંગ્વ, મિશિમાં, સિવિયા હાથ, જોન બેરીમેન, કાવાબાતા વગેરે સર્જકોએ જરા જુદી રીતે એને ઉત્તર આપવા પ્રયત્ન કર્યો છે. પણ એ સાચે ઉત્તર છે ખરો ? કેણુ જાણે છે?
‘ગાલિબ', તેરા અહેવાલ સુના દેગે હમ ઉનકો, વહ સુનકે બુલા લે, યહ ઈજરા નહીં કરતે!
જીવનમાં આપણે કોઈકને પરિસ્થિતિ સમજાવી શકીએ, - પણ પછી શું કરવું એનો ફોડ પાડી નથી શકતા. પરિસ્થિતિ જાણ્યા પછી કેમ વર્તવું એ વ્યકિતની મુન્સફી પર હોય છે.
ગાવિ, તારી દશાને ચિતાર તે અમે તારા પ્રિયજનને પહોંચાડશું–પણ એ સાં મળીને તેઓ ગાલિબને બોલાવી જ લેશે એવો કોઈ કોલ આપી શકતા નથી. '
સંદેશવાહકના આ શબ્દો પ્રભુને સંબોધીને પણ કહેવાયેલા હોઈ શકે અથવા પ્રિયતમાને હોઈ શકે અને ‘ગાકિના વારો જંગ પણ હોઈ શકે.
સંદેશવાહકના મેમાં મુકાયેલી આ ઉકિત આમ કેટલી અને સભર છે? *
તેરે વાદે પર જિએ હમ, તો યહ જન જૂઠ અના,
કિ ખુશીસે મર ન જાતે, અગર એતબાર હતા! A ‘ગાલિબને આ શેર ઘણો જ પ્રચલિત છે.
"પ્રિયજને મિલનને કોલ આપ્યો છે; છતાં જો અમે જીવીએ છીએ, તે નક્કી માનજે કે અમને એ કોલમાં વિદ્રવાસ જ બેઠો નથી. અમને એ વચનની સરચાઈ વિશે ઈનબાર હોત તે ખુશીના અતિરેકથી જ અમારું મૃત્યુ થયું હોત!
-- આ કયા મિલનની વાત છે?
દુન્યવી મિલનમાં અતિશયોકિત રમી લાગે એવી આ વાત પરમ મિલનના સંદર્ભમાં કેટલી સાચી છે?
ઈશ્વરના સાક્ષાત્કારની ક્ષણ સભાનની ક્ષણ છે ત્યારે દુનિયા પૂરતા આપણે મૃત્યુ પામી ચૂકયા હોઈએ છીએ.
મુઝસે મત કહ, તુ હમેં કહતા થા અપની જિન્દગી, જિંદગીસે ભી મેરા જી ઇન દિને બેજર હૈ
અહીં કથનની નાટયાત્મક રજૂઆત નોંધપાત્ર છે. કોઈક ઉદાસીનતાની વાત કવિને કરવી છે. એને વધુ વેધક બનાવવા માટે એની પ્રથમ પંકિતને જરા જુદી રીતે ઘાટ અપાવે છે.
'' કવિતાને નાયક પ્રિયજનને કહે છે: “તમે તમારું જીવન કહેતા હતા એ વાત હવે ન કહે: આલ્ફાલ તે જીવનથી પણ મારું દિલ ઊઠી ગયું છે...'
અહીં પ્રથમ પંકિતમાં જીવનને અર્થ “પ્રાણપ્રિય’ એ થાય છે જ્યારે બીજી પંકિતમાં એ વાસ્થામાં આવે છે. જ્યારે આપણા વાસ-પ્રણ સમાન પ્રિયજન આપણાથી દૂર થઈ જાય ત્યારે જીવનમાં પણ કેમ કેઈને ય રસ રહે?
ઈશરતે - કલગહે અહલે - તમન્ના મત પૂછ ઈદ નજારા હૈ શમશીર કા ઉરિયાં હોના.
વધસ્થાનમાં પ્રેમપંથીઓની પરમ પ્રસનતાની કથા તમે મને ન પૂછો. તલવાર મ્યાન બહાર નીકળે એટલે ઈદના ચાંદના દર્શનના દિવ્ય તહેવાર બની જાય !
હરિને મારગ છે શૂરાને' એ પંકિતઓનું જ અરાત્ર આપણને થાય એવી ખુમારી આ પંકિતઓમાં રહી છે. મૃત્યુને ભય કાયર માણસોને જ હોય છે.
- વધરન પર કોઈ સામાન્ય માણસ જાય અને પ્રેમપંથને યાત્રી જાય એમાં ફેર પડે છે. સામાન્ય માણસ મૃત્યુથી ડરે છે. પ્રેમપથના યાત્રી માટે મરણ પણ તહેવાર બની જાય છે. પ્રભુને પરમ મિલનને ઉત્સવ ઉજવવાની તક મળે તે મૃત્યુને ક્ય કોને રહે?
આયે હૈ બેકસિ-એ - ઈશ્ક પે ના “ગાલિબ', કિસ કે ઘર જાયેગા સૈલાબે – બલા મેરે બાદ? - કનૈયાલાલ મુનશીએ 'પૃથ્વીવલ્લભ'માં મુંજના છેવા ઉદ્ગાર રૂપે જેડા લેકનું અહીં સ્મરણ થાય છે. ત્યાં કહે છે કે યશપુંજ સમે મુંજ જતા સરસવતી નિરાધાર બની જશે.
ગાલિબ જરા જુદી ભૂમિકા પરથી વાત કરે છે. એ કહે છે, પ્રણયની આ અસહાયતા પર મને રડવું આવે છે. હું નહીં હોઉં ત્યારે આ આપત્તિઓને પ્રવાહ બીજા કોને ત્યાં જશે? આ આપત્તિઓને સહન કરનાર અને એમાંથી પાણીની આવી મોટી મરાત ઊી કરનાર કોઈ બીજો માણસ એને મળશે પણ ખરો?
યાતનાઓનો બોજો કવિ જ સહન કરી શકે. વાલમીકિએ જે વ્યથા-શેક અનુભવ્યા, તેમાંથી જ ક પ્રગટ: કક્ષેત્રની આર્ત સૃષ્ટિમાંથી જ ગીતા અને મહાભારત રથયાં.
શાકને સંબંધ રાક સાથે હંમેશાં રમે છે! બેખુદી બે સબબ નહીં, ‘ગાલિબ' કુછ તે હે જિસકી પર્દાદારી હૈ.
ગાલિબની કવિતામાં બેખુદી-આત્મભાન ભૂરાઈ જતું હોય એવી અવસ્થાને ઉલેખ ઘણી વાર આવે છે. પણ આ આત્મવિભૂતિ સાવ અકારણ છે એમ તે કૈમ કહી શકાય
પડદો પડી ગયો છે. પણ એની પશ્ચાદભૂમિકામાં કઈક તે છે જ. મજનુની સ્મૃતિ પર પડદો પડી ગયે ત્યારે એની પથા ભૂમિકામાં પ્રેમ હતો. દીવાનગીના પડદાઓ અને આત્મવિરકૃતિના પડદાઓ.
“ગાલિબ' એવી વાત કરે છે જે વીસમી સદીના મનેવૈજ્ઞાનિકોએ ઉચ્ચારી છે.
માલિક; શી મુંબઈ જેન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ-૪૦૪૪, ટે. નં: ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી એસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ -૪૦૦૦૧.