________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37 .
૧૯૯૨
પ્રબુદ્ધ જીવન
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક છૂટક નકલ ા. ૦૭૫
‘ પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૪૫: અંક: ૧૭
મુંબઈ ૧ જાન્યુઆરી, ૧૯૮૨, શુક્રવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪૫
તંત્રી ચીમનલાલ ચકુભાઇ શાહે
સહત ંત્રી : રમણલાલ ચી. શાહ
અંતુલે પ્રકરણ : તેના રાષ્ટ્રીય અને નૈતિક પરિણામે
[‘ગાર્ડિયન’ના તા. ૧૩-૧૨-૧૯૮૧ના અંકમાં, ભારતીય સમાજની " કાળી બાજ ” શિર્ષકથી પ્રકટ થયેલ, તેના ન્યુ દિલ્હીના પ્રતિનિધિ મી, પેટ્રિક ટ્રાન્સિસના લેખને આ અનુવાદ છે. આ લેખના બધા વિચારો સાથે આપણે સંમત હોઈએ કે નહિ, પણ અંતુલે પ્રકરણના પરિણામો કેટલા ગંભીર છે તે પ્રત્યે આપણુ લા દોરવા માટે વિચારણીય છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના તા. ૩૦-૧૨-૮૧ના અંકમાં તેના તંત્રી શ્રી ગિરિલાલ જૈને અંતુલે વિશે એક લેખ લખી કહ્યું છે કે અંતુલેએ જે કંઈ કર્યું તે આપણા દેશના જાહેર જીવનમાં એવી નવી ભાત પાડે છે કે ૧૯૮૧ની સાલને અતુલે વર્ષ તરીકે ઓળખાવવું જોઈએ. તેમણે કહ્યું છે કે અંતુલેના પરાક્રમો, ઔરગઝેબના અવસાન પછીનાં મોગલ સલ્તનતની યાદ આપે તેવાં છે. આવા વર્તનનો બચાવ કરી શ્રીમતી ઈન્દિરા ગાંધી દેશને તો ઠીક, પણ પોતાને કેટલી હાનિ કરી રહ્યા છે તે તેમને વહેલું સમજાય એમ ઈચ્છીએ.
નવી દિલ્હી: મહારાષ્ટ્ર રાજ્યના બાવનની વયના મુખ્ય પ્રધાન અબ્દુલ રહેમાન અતુલે ભારતીય અખબારો જેને ‘સદીના કૌભાં’થયો તરીકે વર્ણવે છે તેમાં મુખ્ય પાત્ર બન્યા છે. આવી બાબતમાં ન્યાય તળવા માટે આ ભારતીય અખબારો સારી યાગ્યતા ધરાવે છે. ગમે તેમ, શ્રીમતી ગાંધી પુન: સત્તા પર આવ્યાં પછીના ગાળાનું આ સૌથી મોટુ કૌભાંડ છે. સપ્તાહે સુધી અંતુલેનું નામ અખબારોના પ્રથમ પાનેં ચમકતું રહ્યું. સંસદનું સમગ્ર શિયાળુ સત્ર ‘અંતુલે સત્રમાં પલટાઈ ગયું. નવું જૅમ પ્રાપ્ત કરેલા વિરોધ પક્ષોને આમાં અંતુલેનું પતન જેવા કૃતનિશ્ચય એવા એક હકીકતનિષ્ઠ (ઈન્વેસ્ટીગેટિવ) પત્રકારનો સાથ સાંપડયો હતો. હજી સુધી જે કે તેઓ ધાર્યું નિશાન વીંધી શક્યા નથી.
અંતુલેના દુશ્મનો અસંખ્ય છે. તેઓ તેને નેપોલિયન યા એક ‘સુલતાન’ તરીકે નવાજી રહ્યા છે. અંતુલે શ્રીમતી ગાંધીના ચુસ્ત ટેકેદાર છે. જેણે એમને સત્તા બક્ષી એ મહિલા પ્રત્યેની ભક્તિને કારણે એમના ભાગ લેવાઈ રહ્યો છે? કે પોતાની મહત્ત્વાકક્ષાઓના એ શિકાર બન્યા છે? ૧૯૮૦ના જૂનમાં ટોચના સત્તાના આસન પર એ આરુઢ થઈ શક્યા તે નિ:શંક શ્રીમતી ગાંધીને આભારી હતું, પણ એથી ય વધુ કદાચ, એ સમયે એમના વારસદાર તરીકે વરાયેલા જણાતા એમના પુત્ર સંજ્યને એ આભારી હતું– (એ જ મહિને વિમાની અકસ્માતમાં એમનું મૃત્યુ થયું).
મુંબઈમાં અંતુલે એટલે યથાસ્થાને યોગ્ય વ્યક્તિ એવા તાલ છે. જેમને તળપદ એવા કોઈ અનુયાયી નથી, કોઈ રાજ્કીય ટેકેદારો નથી, કેન્દ્ર સરકારે નવી દિલ્હીથી જેમને ઊંચકીને ઊંચે ચઢાવ્યા છે અને એ રીતે સ્થાનિક રાજકીય ચિત્ર પર લાદયા છે એવા ‘નવા નેતાઓ’ના વર્ગમાં અંતુલેનું સ્થાન છે અને તેથી તેમને નાણાંની હમેશાં જરૂર રહે છે. ઘણીવાર પ્રાદેશિક માંધાતાઓ સામે તેમના સાધનરૂપે કેન્દ્ર સરકાર ઉપયોગ કરે છે, જેમ કે મુંબઈ રાજ્યના ભાવિના વર્ષો થયાં નિયામક બની રહેલા મરાઠાઓ સામે, અતુલને મૂક્વામાં આવ્યા છે.
મહારાષ્ટ્રનું પાટનગર મુંબઈ, અંતુલેના ગહન ને અટપટા વ્યવહારના જેવું જ માયાવી મહાનગર છે. રાષ્ટ્રનું મોખરાનું બંદર, મોટું ઉદ્યોગ કેન્દ્ર, વેપાર અને નાણાંનું ધામ, ભારતના આર્થિકઔદ્યોગિક વિકાસની બારી અને એક વધુ વિશેષતા એ કે હિન્દી ફિલ્મ ઉદ્યોગની એ નગરી છે. સુપરસ્ટાર અંતુલે અને તેના એકવ્યકિતના અસ્ખલિત ચાલતા ખેલ માટે સ્વપ્નમાં જ સાંપડે એવું આ ભવ્ય સેટિંગ છે. એક સટોડિયા માટે સ્વર્ગ મનાયેલું મુંબઈ કાળા નાણાં સર્જતા એક કારખાના સમું પણ છે. જાહેર નહિ કરાયેલી આવક એ ભારતીય અર્થતંત્રને વળગેલા કેન્સરના રોગ છે તેમ તેના મુખ્ય પ્રવાહ પણ છે. મૂડીરોકાણ (જેમ કે સિનેમામાં) માટે કાળુ નાણુ સદા ઉપલબ્ધ છે અને રાજકીય પક્ષની થેલી છલકાવી દઈને ‘પવિત્ર' બનવા માટે પણ એ હમેશાં તત્પર હોય છે. દરેક છાપના રાજકારણીઓએ મુંબઈને કાયમ એક સાનાની ખાણ રૂપે જ ગણ્યું છે. તેઓ જાણે છે કે મુંબઈગરાની ઉદારતા પર તેઓ મદાર બાંધી શકે તેમ છે.
આમ આ મહત્ત્વાકાંક્ષી અને સાહસિક માણસને માટે નાણાં એ સત્તા માટેની ચાવી છે. એટલે અહીં અંતુલેની ‘પદ્ધતિ’ અમલમાં આવે છે, એનું ઘોષિત ધ્યેય (જેને અંતુલેના વિરોધીઓ સાબિતીને રૂપે લેખે છે) શ્રીમંતાને ભાગે ગરીબોને મદદ કરવાનું છે. બેંક લોકોના કલ્યાણ અર્થે અથવા ગ્રામોત્કર્ષ માટેનાં પ્રતિષ્ઠાના રચીને આમ કરવા તેમણે ઈચ્યું છે. આ માર્ગ લઈને અંતુલેએ કોઈ નવી પહેલ કરી નથી. મહારાષ્ટ્રમાં ૪૫૦ જેટલાં આવાં પ્રતિષ્ઠાનો અસ્તિત્વમાં છે જ. પણ અંતુલેએ પોતાનાં પ્રતિષ્ઠાનોને નાણાં ઊમાં કરવા માટેનાં પ્રભાવક તંત્રમાં પલટી નાખવાની સફળ મુકિત કરી.
કઈ રીતે ? પોતાના હોટ્ટાના ખુલ્લી રીતે આશ્રય લઈને, અંતુલેએ કબુલ્યું છે: “હું જો કદી મુખ્ય પ્રધાન બન્યો ન હોત તે કોઈએ મને રોકડો રૂપિયો યે પરખાવ્યો ન હોત. પણ સત્તા, પ્રતિષ્ઠા અને તેની સાથે સંકળાયેલી તકોનો લાભ લઈને ટૂંકજના માટે નાણાં પ્રાપ્ત કરવાં જોઈએ.” અને૨જમાત્ર ક્ષોભ અનુભવ્યા વિના તેઓ પેાતાની કાર્યપદ્ધતિ આ રીતે સમજાવે છે: “જ્યારે કોઈ શ્રીમંત વ્યકિત એક યા બીજા કારણસર મને મળવા આવે છે ત્યારે મે સ્થાપેલાં પ્રતિષ્ઠાનોની એક નામાવિલ હું તેના હાથમાં મૂકું છું અને તેમાં પાતા ફાળા આવકવેરાથી મુકત છે એ વાત તેને સમજાવું છું. પછી હું તેને દાન માટે કહું છું.”
આ પદ્ધતિ સરળતાથી ચાલતી રહી હોવી જોઈએ. કારણ માર્ચમાં તેમણે શ્રાદ્ધાપૂર્વક ઉદ્ગાર કાઢયા હતા કે આગામી મહિનાઓમાં ૫૫ થી ૬૬ કરોડ રૂપિયા ઊભા કરવાની તેમની અપેક્ષા છે. તેમણે લગભગ એ નિશાન પાર પાડયું ત્રણ મહિનામાં ત્રીસ કરોડ જેટલી રક્મ મેળવી લીધી. એક સરકારના વડાને માટે આ તે બાળકના ખેલ જેવું ગણાય, કારણ જે આર્થિક સંદર્ભમાં એને કામ કરવાનું છે તેની કેટલીક વિશેષતા છે. એક તો સર્વસત્તાધીશ વહીવટીતંત્ર