________________
90
૧૪
*
શ કિત નું સંકલનઃ []
ગુજરાતી અખબારોમાં મેડિકલ ડિગ્રી વગરને પત્રકાર એલાપથી કે આરોગ્યના વિષય ઉપર લેખો લખે તો ડૉકટરો ભડકી ઊઠે છે, ત્યારે લેાસએન્જલસ ખાતેની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મેડિકલ વિભાગમાં, સેટર ડે રિવ્યુના તંત્રી શ્રી નોર્મન કઝીન્સ જેની પાસે કોઈ મેડિકલ ડિગ્રી નથી તેમને આ કૉલેજમાં એક સંશાધક તરીકે નિમણૂક મળી છે. શ્રી નાર્મન કઝીન્સને અસાધ્ય રોગ થયેલા તે તેમણે વગર દવાએ તેમ જ પ્રફુલ્લીત સ્વભાવ રાખીને અને લાગણીઓને રચનાત્મક વળાંક આપીને પેાતાનો રોગ સારો કર્યા હતા. માનવીની લાગણીઓ પણ રોગ પેદા કરવામાં કે રોગને સારા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે તે વાતની પ્રતીતિ હવે એલાપથીના ડોકટરોને થઈ છે અને તેનું સંશાધન કરવા “મેડિસીન, લૉ એન્ડ હ્યુમન વેલ્યુઝ” નામના એક ખાસ વિભાગ યુનિવર્સિટીમાં રચાયા છે. નાર્મન કઝીન્સ આ વિભાગમાં-બાયોકેમિસ્ટ્રી એફ ઈમેશન્સ વિષે અભ્યાસ કરે છે. લાગણીઓ દ્વારા એક નવું જ રસાયણ પેદા થાય છે તેવી વાતને હવે નવી રીતે રજૂ કરવામાં આવી રહી છે. મેટા મેટા એમ. ડી. થયેલા ડૉક્ટરોને નોર્મન કઝીન્સ આ લાગણીઓનું રસાયણશાસ્ત્ર અત્યારે શીખવી રહ્યા છે અને ‘સેટર ડે રિવ્યુ’માં તંત્રી તરીકે પણ ચાલુ રહ્યા છે.
પ્રબુદ્ધ જીવત
અપાર
‘સેટરડે રિવ્યુ’ નામનું અમેરિકન મેગેઝિન પ્રબુદ્ધ વાચકો માટે છે અને શુદ્ધ કળાને અને ઉચ્ચ કક્ષાના સંશાધિત લેખોને જ તેમાં સ્થાન મળે છે. કોઈ પણ વાચક ૬૫ વર્ષના થાય ત્યારે તે વાચક ‘જીવનમાંથી શું શીખ્યા એ પ્રકારના પ્રશ્નનો જવાબ આપતા નિબંધ લખીને ‘સેટર ડે રિવ્યુ’ ઉપર મેકલે છે.
નાર્મન કઝીન્સ ગયા સપ્ટેંબર ૧૯૮૦માં ૬૫ વર્ષના થયા ત્યારે વાચકોએ જ તેમને સીધા પ્રશ્ન પૂછ્યો કે ‘તમે જીવનમાંથી શુંશીખ્યા?” આ પ્રશ્નના જે જવાબ નોર્મન કઝીન્સે આપ્યો છે તે જગતના એકેએક નાગરિકે વાંચવા જેવા છે. ખાસ કરીને ભારતમાં રાજકારણીઓએ સર્જેલા અખાડામાંથી જે નિરાશા અને હતાશા ઠેરઠેર લોકોના દીમાગમાં ઘૂસી ગઈ છે તેમને આશાને સંદેશ આપે તેવા જવાબ નેર્મન કઝીન્સે આપ્યા છે. આ રહ્યો તેમના જવાબ :
“નિત્યેએ માનવીની વ્યાખ્યા કરી છે તે જાણવા જેવી છે : માનવી જંગલમાં ઉગતા છોડ અને ભૂત એ બે વસ્તુના મિશ્રણમાંથી પેદા થયેલું વર્ણસંકરિયું પ્રાણી છે.’ આ માનવી અનુભવમાંથી ભાગ્યે જ શીખે છે. ઠેર ઠેર તેને માટે પડેલા પાઠો ખુલ્લી કિતાબામાં સડે છે. હું પોતે પણ ટી. એસ. ઈલિયટે શીખવેલા એક પાઠ ભૂલી ગયા હતા. તેમણે “એશ વેડનેસ ડે”માં લખેલું કે “હું ઈશ્વર અમને નિરાંતે એક જગ્યાએ બેસતા શીખવ.” વિખ્યાત ગણિતશાસ્ત્રી અને ફિલસૂફ પાસ્કલની એક માન્યતાને ઈલિયટે અનુમેદન આપ્યું છે. પાસ્કલ માનતા હતા કે માનવજાત વધુ પડતી દુ:ખી છે તેનું એક કારણ એ પણ છે કે માણસ ભાગ્યે જ નિરાંતે એક જગ્યાએ બેસે છે. ઈલિયટ અને પાસ્કલની ફરિયાદ હતી કે વિચારવાની ફુરસદ માણસ ભાગવતા નથી તેથી તે ફરિયાદ કરતા થઈ ગયા છે. હું પાતે પણ ગંભીર બીમારીમાં પટકાયો ત્યારે જ ફરજિયાત રીતે હું મેડિટેશન કરતા થયા. અહીંતહીંની ભાગદોડને બદલે ધ્યાન કરવા લાગ્યો.
તે પછી તેમાંથી હું શીખ્યો? મારા ચિંતન અને મનનમાંથી મને જાણવા મળ્યું કે માનવીમાં અનંત શકિત છે. માનવી સામે કોઈ પણ જાતનો પડકાર આવે તેને માનવીની આ અપાર શકિત ઝીલી શકે છે. માનવી સજજડ કટોકટીને જડબાતોડ જવાબ આપી શકે છે. માનવીની આ શિકિત અનોખી છે અને એ અનેખાપણું એ વાતમાં છે કે માનવીના બૌદ્ધિક અને નૈતિક વિકાસ ઉપર કોઈ ટોચમર્યાદા નથી. આ અપાર શકિત દ્રારા માનવીએ અણુ તાકાત મેળવી છે તેવું કહીને હું માનવીની સિદ્ધિને નવાજીશ નહિ. હું માનવીની બીજી મૂલ્યવાન સિદ્ધિ વિષે કહેવા માગું છું. હું તમને કહેવા માગું છું
અ ભ ય વ ચ ન
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી
તા. ૧-૪-૮૧
કાન્તિ ભટ્ટ
કે માનવીએ પોતાના મગજ વિષે જે જ્ઞાન મેળવ્યું છે અને એ જ્ઞાનનો હજી વિકાસ થઈ રહ્યો છે તે એક મોટી સિદ્ધિ છે.
છેલ્લા બે દાયકામાં માનવીના મગજ વિષેનું જ્ઞાન ક્રાંતિકારી રીતે વિસ્તરણ પામ્યું છે. આ મગજનો અભ્યાસ માનવીની ચેતનાના સ્રોત તરીકે જ નહિં, પણ નક્કર રીતે એ મગજ એક રસાયણ નિપજાવતું પીંડ છે તે રીતે તેના અભ્યાસ થઈ રહ્યો છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના મગજના સંશેાધન કરતા નિષ્ણાત સર્વશ્રી કાર્માઈન ક્લેમેન્ટ અને હારવર્ડના શ્રી રિચાર્ડ બર્ગલેન્ડ મગજમાંથી નિર્જરતા રસાની આખી નામાવલ ઊભી કરી છે અને માલૂમ પડયું છે કે જુદા જુદા એકસાથી વધુ પ્રકારનાં રસા મગજના પીંડમાંથી ઝરે છે.
આવા રસો જે રસાયણ કક્ષાના છે તેનું મહત્ત્વ એ વાતમાં છે કે તે રસા આપણી લાગણી સાથે સીધેા સંબંધ ધરાવે છે અને તેથી ઘણી વખત તે રસેને આપણે જાગૃત રીતે અંકુશમાં મૂકી શકતા નથી, જો કે માનવીની લાગણીઓ દ્વારા કે ધ્યાન દ્વારા આપણે તમામ રસાને યોગ્ય દિશામાં વાળી શકીએ નહિં, છતાં એક વાત ચેાક્કસ છે કે આપણે જે કોઈ વિચારો કરીએ છીએ તેનું કેમિકલ રજિસ્ટ્રેશન થાય છે. સારા કે નરસા વિચારો કરતી વખતે ખ્યાલ રાખજો કે તેવા વિચારોની રાસાયણિક નોંધ તુરંત લેવાઈ જાય છેઅને મારી દષ્ટિએ આ પ્રકારનું આપણા મગજના કેમિકલ રજિસ્ટ્રેશન વિષેના જ્ઞાનમાંથી આપણે ઘણા ફાયદા મળવી શકીએ છીએ. આપણા વિચારો દ્વારા આપણા અસ્તિત્વને સુખી કે દુ:ખી કરવાના ફાળે આ કેમિકલ રજિસ્ટ્રેશન આપે છે.
આપણા સ્વયંસંચાલિત મજ્જાતંત્ર ઉપર આપણે જાગૃત રીતે કેટલેા અંકુશ રાખી શકીએ છીએ અને પછી કેટલા આગળ વધીએ છીએ તે હવે આપણી નવી પ્રજા બતાવી શકશે. આ એક નવી ઉત્ક્રાંતિ હશે કારણ કે આ પ્રકા૨ે મગજની તમામ પ્રવૃત્તિને નિહાળવાની ક્રિયામાં જ માણસ જાત આગળ વધશે, મારી દષ્ટિએ શાન એ જ ઉત્ક્રાન્તિ છે અને ઉત્ક્રાન્તિ એ જ શાન છે (Knowledge is evolution and evolution is knowledge)
.
ઉપરની વાતને લક્ષમાં લે તે એક વાત ચોક્કસ છે: આત્મજ્ઞાન અને આત્મસંયમ દ્વારા જ માણસ આગળ વધી શકે. માત્ર માણસ જ નહિ પણ કોઈ સંસ્થા કે દેશને આગળ વધવા માટે આ આત્મજ્ઞાન અને આત્મસંયમ બહુ જરૂરી છે અને આ બન્ને ચીજો ન હોય તો? જો આત્મસંયમ કે આત્મજ્ઞાન નહિ હોયતે। જગત ઉપર મોટો ખતરો આવશે.
અત્યારે જયારે જગતભરની ઘણી સમસ્યાઓ આપણી શકિતની ઉપરવટ જઈ રહી છે અને આપણા હાથમાંથી ઘણું બધું છટકી ગયું છે ત્યારે આપણે હવે યાદ રાખવાની જરૂર છે કે કોઈ પણ સમસ્યા ઉકેલવા માટેના ઉપાયો મરી પરવાર્યા નથી. માનવ જાત એવી છે કે તેની સામે આવતા અવરોધાને પાર કરીને તે ઉન્નતિ કરે તે માટે તેની શકિત ઉપર કોઈ બાયોલેાજિકલ બેરિયર નથી – જીવરસાયણશાસ્ત્ર કોઈ અવરોધને ગાંઠતું નથી. જીવનમાંથી હું આ શીખ્યું છું– માનવીમાં અપાર શકિત છે એ અપાર શકિતને જાણીને તેને જગાવતાં શીખવું જૉઈએ.”
નોર્મન કઝીન્સ જીવનમાંથી શીખ્યા છે તે ભારતના ઘણા મહાત્માએ ઘણી સદીઓ પહેલાં શીખી ગયા હતા, પણ આજે આપણે નાર્મન કઝીન્સ જે શીખ્યા છે તે ઉપરથી આપણે ભૂલી ગયેલી વાતને ફરીથી શીખીએ.
ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦૦૦૧.