________________
૧૫૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૮૧
ખાલીને સભર ઈતિહાસ
] ડે. રમણલાલ ચી. શાહ
રહ્યા. ઈન્દિરા ગાંધીને જગન્નાથ મિશ્ર, અંતુલે, ગુંડરાવ કે ભજનલાલ જેવા મળે છે. અંતુલેને બચાવ કરી તેમણે હદ કરી છે.
વધારેપડતા નિરાશાવાદી થવાની ઈરછા ન હોવા છતાં એમ થાય છે કે લોકોને તેમના ઘરમાં પેસી લઘુંટી લેશે તેવા દિવસે ૬૨. નથી. અત્યારે પણ કેટલાક પ્રમાણમાં આવું થઈ રહ્યું છે. પરિસ્થિતિ સુધરવાના કોઈ ચિહને દેખાતાં નથી, બલ્ક વધારે પણ વણસશે એવો ભય છે.
તાજેતરમાં એક ધર્માદા ટ્રસ્ટની જમીનની બાબતમાં વર્તમાન અરાજકતાને કડવો અનુભવ થયો. સત્તાવાળાઓ પાસેથી કાંઈ દાદ મળી નહિ.આ બાબત હાલ કોર્ટમાં હોવાથી વિશેષ લખતો નથી.
. ચારે તરફ અશાન્તિ વધતી જાય છે. મજરા, ખેડતો, વિદ્યાર્થીઓ, બધાના હિંસક આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. કયાંય જવાબદારીપૂર્વકનું વર્તન જણાતું નથી. આવી અંધાધૂધીમાં પિતાનો સ્વાર્થ સાધવામાં કુશળ હોય એવા માણસે પૂર લાભ ઉઠાવે છે. સામાન્ય જનની સહનશકિત ઘણી છે અથવા તે રન કર્યા વિના તેને છ નથી પણ અતિ સોટક પરિસ્થિતિ સર્જાઈ રહી છે.'
આશાનું કિરણ એટલું છે કે હજી નિર્ભયતા હોય તો આટલું બોલી શકાય છે. લૂલુ, પાંગળું ગમે તેવું પણ હજી કોર્ટમાં દાદફરિયાદ મેળવવાનું સાધન છે. કોઈક કિસ્સામાં, કાયદા પ્રમાણે વર્તવાની સરકારને ફરજ પાડી શકાય છે. હજી સંપૂર્ણ મનસ્વી મોગલાઈ કે હિલટરશાહી નથી, પણ આટલી સ્વતંત્રતા કયાં સુધી ટકશે તેની ચિંતા થાય તેવું છે..
કાર્યવાહક સમિતિમાં સભ્યની પૂરવણી
શ્રી મુંબઈ જેન યુવક સંઘની ૧૯૮૧ના વર્ષ માટેની ચૂંટાયેલી કાર્યવાહક સમિતિની પ્રથમ સભા તા. ૧૭-૧૧-૮૧ના રોજ સાંજના સંઘના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે મળી હતી ત્યારે, નિયમ પ્રમાણે પાંચ સભ્યોમાંથી હાલ સુરત નીચેના બે સભ્યોની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે પૂરવણી કરવામાં આવી હતી.
(૧) શ્રી પનાલ આર. શાહ :
(૨) શ્રી પન્નાલાલ કે. છેડા - નિયમ પ્રમાણે બે મંત્રીઓ નિમવામાં આવે છે, પરંતુ આ વખતે અખતરા તરીકે એક વધારાના સહાયક મંત્રી નીમવા એવી પ્રમુખસ્થાનેથી વાર્ષિક સભામાં દરખાસ્ત આવેલી. તેના પર વિચારણા કરીને શ્રી પન્નાલાલ આર. શાહને સંઘની કાર્યવાહક સમિતિના સહાયક મંત્રી તરીકે ૧૯૮૧ના વર્ષ માટે નીમવામાં આવ્યાં. શ્રી મ. મો. શાહ સાર્વજનિક વાચનાલય- પુસ્તકાલય સમિતિ
તા. ૧૧૧-૮૧ના રોજ મળેલી સંઘની નવી ચૂંટાયેલી કાર્યવાહક સમિતિની પ્રથમ સભાએ નીચે પ્રમાણે ચાર સભ્યોને લાયબ્રેરી સમિતિના સભ્યો તરીકે ચૂંટયા હતા. '
(૧) શ્રી શાંતિલાલ દેવજી નન્દુ - મંત્રી . (૨) શ્રી ગણપતલાલ મગનલાલ ઝવેરી- સભ્ય . . (૩) શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ - સભ્ય
. (૪) શ્રી પ્રવિણભાઈ મંગળદાસ શાહ -સભ્ય
ઉપરના ચાર સભ્ય ઉપરાંત નીચેના પાંચ ટ્રસ્ટીઓ અધિકારની રૂએ. પુસ્તકાલય સમિતિના સભ્યો ગણાય છે. .' (૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
(૨) શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી
(૩) શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરી . (૪) શ્રી ચીમનલાલ જે. શાહ , , (૫) શ્રી સુબોધભાઈ એમ. શાહ - આ રીતે વાચનાલય–પુસ્તકાલય સમિતિ નવ સભ્યની બને છે.
આ સમિતિના મંત્રી તરીકે શ્રી શાન્તિલાલ દેવજી નન્દુની નિમણૂક કરવામાં આવી છે.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ
* મંત્રીઓ
અમારા મિત્ર શ્રી શૈલેશભાઈ મહાદેવિયાના નિમંત્રણથી હિમાલયમાં અલમેલડા, નૈનિતાલ, જાગેશ્વર, નારાયણ નગર, નારાયણ આઝામ વગેરે રથળેએ ફરવાનો અમને ગયા સપ્ટેમ્બર - ઓકટોબરમાં એક સરસ અવસર પ્રાપ્ત થયો હતો.
નગાધિરાજ હિમાલય એની વ્યાપકતા અને ઉગતાને કારણે વિશ્વમાં અદ્રિતિય ગણાય છે. ઊંચા ઊંચા હિમાચ્છાદિત શિખરો, મોટા મોટા પહાડે, કરાલ ખીણ, નાની નાની લીલીછમ સેંકડો ટેકરીઓ અને વચ્ચે વહેતી નાની પણ ધસમસતી નિર્મળ નદીએના આ પ્રદેશમાં પ્રવેશતાં જ એક વિલક્ષણ તાજગી અનુભવાય છે. હિમાલયની હવા જ ન્યારી છે. ત્યાગી, સંન્યાસી અને સંત મહાત્મા એ પોતાની સાધના માટે આવાં સ્થાન તરફ આકર્ષાય એ સ્વાભાવિક છે. એવી પ્રતીતિ હિમાલયમાં વિચરતાં પદે પદે આપણને થાય છે.
. .
. . હિમાલય એટલે રમ્ય સ્થળોનું જાણે સંગ્રહસ્થાન. જોતાં જ નજર ઠરે અને કાયમ રહેવાનું મન થઈ જાય એવાં કેટલાં બધાં મનહર સ્થળે હિમાલયમાં છે! આવાં કેટલાંય સ્થળોએ સાધુસંન્યાસીઓએ પોતાના મઠ કે આશ્રમ સ્થાપ્યા છે કે મંદિર બંધાવ્યાં છે.
હિમાલયમાં આવાં કેટલાંક સ્થળને પિતાના શાસનકાળ દરમિયાન અંગ્રેજોએ પણ વસવાટને માટે વિકસાવ્યાં છે. અંગ્રેજ લોકોને ઉનાળામાં સખત ગરમીવાળાં સ્થળે માફક ન આવે એટલે આવાં શીતલ સ્થળોએ પોતાના રસાલા સાથે તેઓ ત્યારે ચાલ્યા જતા અને ત્રણ-ચાર મહિના ત્યાં રહી પોતાનો વહીવટી કારભાર ચલાવતા. એ રીતે સીમલા, મસૂરી, નૈનિતાલ, અલમોડા, દાર્જાિતંગ વગેરે સાથેના વિકાસમાં અંગ્રેજોનું યોગદાન મહત્ત્વનું ૨હયું છે.
ઓછું જાણીતું પણ અંગ્રેજોની પસંદગી પામેલું અને ત્યાર પછી ગાંધીજી, જવાહરલાલ, સરદાર પટેલ, સ્વામી આનંદ વગેરેને પણ પસંદ પડેલું એવું એક અત્યંત રમણીય સ્થળ તે બિનસર અને ત્યાં આવેલી તેની ખાલી નામની એસ્ટેટ છે.
હાલ ત્યાં રહેતા શ્રી નવનીતભાઈ પારેખ અને એમનાં પત્ની પ્રસન્નાબહેનનાં અમે મહેમાન બન્યાં ત્યારે એમની “ખાલી’ એસ્ટેટનો રસિક ઈતિહાસ અમને વિગતે જાણવા મળ્યું.
અલમોડાથી પગ રસ્તે લગભગ પંદર કિલો મીટર છેટે (મેટર રસ્તે હવે લગભગ બાવીસ કિલોમીટર દૂર) આ સ્થળ આવેલું છે. જયાંથી હિમાચ્છાદિત શિખોનું દર્શન થાય એવાં સ્થળેનું મહત્ત્વ હિમાલયમાં સવિશેષ છે. પાંચ-દશ હજાર ફૂટની ઊંચાઈએ તે હોય, વચ્ચે બીજા કોઈ ઊંચા પર્વત આડા ન આવતા હોય અને જ્યાં હવામાન એકંદરે સારું અને સ્વચ્છ રહેતું હોય ત્યાં નિરભ્ર આકાશમાં હિમશિખરનાં દર્શન કરવાં એ અનેરા આહલાદને વિષય છે. અલમોડા, કૌસાની વગેરે સ્થળોની જેમ બિનસર પણ એવી રીતે લગભગ આઠ હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. જયાંથી નંદાકાર, નંદાદેવી, બદ્રીનાથ, કેદારનાથ, ત્રિશૂલ, નીલકંઠ વગેરે હિમશિખરોનું વિસ્તૃત હારમાળાનું ભવ્ય દર્શન ચિત્તને આનંદવિભેર : બનાવી દે છે.
અલમેડા અને એની પાસેના નાના ડુંગરોનો વિસ્તાર કુમાઉ પ્રદેશ તરીકે સુવિખ્યાત છે. ગયા સૈકામાં બ્રિટિશ સરકારના ભારતના જુદા જુદા ઈલાકા માટે જે અંગ્રેજ અમલદારોની વખતોવખત