________________
૧૨૮
સંતાનને જન્મ આપ્યો છે... આ માત્ર આકસ્મિક યોગાનુયોગ ન હાઈ શકે...
પ્રભુ મન
પ્રાચીન ગ્રીસમાં, સાવિયેત વૈજ્ઞાનિકોમાં તેમ જ સર્વસામાન્ય રીતે જો મૂલ્યાંકન કરો તો ૪૦ વર્ષની ઉંમરે માનવી ટોચ પર હોય, હાઈ શકે એ સંભવિત છે. વિચારોની પરિપકવતા, સામર્થ્ય, અનુભવ, શાણપણ વગેરે લક્ષમાં લેતાં માનવીની સીડીની ચરમ સીમા ચાળીસપિસ્તાળીસની આસપાસ સર્વસાધારણ રીતે આવી શકે,
હવે પ્રશ્ન એ થાય છે કે પિતાની જ વય કેમ મહત્ત્વના ભાગ ભજવે છે, માતાની વય કેમ નહિ....?
!
સોવિયેત વિજ્ઞાની વાડામીર ગેડોક્યાને આ પ્રશ્નનો ખુલાસો આપતાં એવી ધારણા રજૂ કરી છે કે સંતાન “Operative Memory”નું યોગદાન પિતા તરફથી અને “Permanent Memory” નું યોગદાન માતા તરફથી મળે છે... બીજા શબ્દોમાં કહીએ તો પલટાતા સંજોગો અને પ્રવાહોને અનુરૂપ-અનુકૂળ થવાન સ્થિતિસ્થાપક ક્ષામતા સંતાનને પિતા તરફથી પ્રાપ્ત થાય છે. જ્યારે વારસા પર પરાગત માતાનાં વડવાઓમાંથી ઊતરી આવેલાં Genotype ગુગ્ણા, સંતાનનાં ઘડતરનાં પાયારૂપ ભાગ ભજવે છે અને આ સચવાયેલી સંપત્તિનાં આધારે ભવિષ્યની ભવિત પ્રતિભા, બુદ્ધિકૌશલ્ય વગે૨ે વિકસાવવાની તક રહેલી હેાય છે.
કુદરતે અહીં પણ પોતાનું સંતુલન જાળવ્યું છે અને ન્યાયપૂર્ણ આચરણ કર્યું છે. માતા ભૂતકાળમાંથી સંતાનને ભેટ ધરે છે... પિતા વર્તમાનમાંથી સંતાનને વિવિધ ક્ષમતાઓ બક્ષે છે... !
આ વાત વિધિગત થઈ. પછી આવે છે ઉછેરની વાત, વૈજ્ઞાનિકોનું માનવું છે કે પિતાની વિકાસ-પ્રતિભાનો સુવર્ણકાળ સંતાનના સર્વાગી—સર્વલક્ષી ઉછેર માટે ખૂબ સાનુકૂળ નીવડે છે.
એક ૧૮ કે ૨૦ વર્ષનો યુવક સંતાનનો પિતા થાય અને તેના સંતાનો જે ઉછેર પામે, એનાં કરતાં ૩૫ કે ૪૦ વર્ષની ઉંમરે પિતા થનાર વ્યકિતનાં સંતાનો વધુ સારો, સમુચિત ઉછરે પામે, એ વાત નિવિવાદ છે.
ઘરનું શાંત હુંફાળું વાતાવરણ, માતા-પિતાનું સુખી અને સ્વસ્થ દાંપત્યજીવન સંતાનના સમતોલ ઉછેર માટે મૂલ્યવાન ખાતરની ગરજ સારે છે.
પરંતુ સામે પક્ષે અચંબાભરી વિધિની વક્રતા એ છેકે જો બાળકે નાનપણમાં સંઘર્ષના સામનો કર્યો હોય, કઠોર જીવનસંગ્રામ ખેલ્યો હાય અને ભાંગી પડવાને બદલે પોતાનાં પુરુષાર્થથી અડગપણે સામના કરી પાર ઉતરી ગયા હાય, તે તે સંઘર્ષમાં તેને વારસાગત મળેલી જેનેટીક ક્ષમતા સુષુપ્ત અવસ્થામાંથી જાગી ઊઠે છે. પડકારો સામના કરે છે અને ગૂંચળું વળી પડેલી સામર્થ્યવાન શકિતઓ તેજ-પ્રવાહો પૂર્ણ-રૂપે અભિવ્યકત થાય છે.
જેમ કોઈ જબરદસ્ત ધક્કો સ્વીચ ચાલુ કરવાનું કામ કરે છે. અને વીજળીના પ્રવાહ શરૂ થતાં તોતીંગ યંત્ર કામ કરતું થઈ જાય છે તેવી રીતે બૌદ્ધિકપ્રતિભાને બહાર લાવવા એક ધક્કાની, ધૂનની, કોઈ ઉત્કટ કામના, અભિપ્સા, મહત્ત્વાકાંક્ષા કે અદમ્ય ઝંખનાની આવશ્યકતા હોય છે.
માતા પક્ષે પણ મેટી ઉંમરની માતા કરતાં યુવાન માતા સંતાન માટે વધુ અનુકૂળ હોય છે. કારણકે બાળકનું પિંડ માતાનાં ઉદરમાં બંધાય છે અને યુવાન માતાના પ્રજનન વયવા વધુ સારી કામગીરી બજાવી શકે છે. .
સંઘર્ષનાં ખંડેરોમાંથી પણ મહાલય। સર્જાય છે અને પ્રતિભાઓ
તા. ૧-૧૧-૮૧
ખીલે છે. ચાર્લ્સફિકન્સે નાનપણમાં ખૂબ સંતાપ અનુભવ્યો... “ડેવિડ કોપરફિલ્ડ” નવલકથામાં એના બાળપણની યાતનાઓનું જ ચિત્રણ છે. રુડિયાર્ડ કિપ્લિંગને એનાં માતા-પિતાએ ભારતમાં બહાર એનાં કાકા-કાકી પાસે બ્રિટન મેકલાવી આપ્યા... બધી સુવિધ હોવા છતાં માતા-પિતાની હૂંફના અભાવ એને કોરી ખાતો હતો... એ હિજરાયા કરતો અને માત્ર પોતાનાં ભવ્ય પુરુષાર્થથી એણે વિકાસની ચરમસીમાને બી.
અહીં ઈચ્છાશકિત, વ્યકિતગત પુરુષાર્થ મહત્ત્વનો ભાગ ભજવે છે. માનવીને જ્યારે એવા બાધ થાય છે કે સંજોગાની ઉપરવટ-એથી ઊંચે ઊડવાનું એનામાં કૌવત છે, ત્યારે એ સંજોગોની શૃંખલામાંથી પેાતાના સામર્થ્યથી બહાર નીકળી જાય છે. .
માનવઈતિહાસમાં આવા સંખ્યાબંધ દાખલાઓ મળશે. નાનપણમાં માંદગીનો ભાગ બનેલા કે અપંગ બનેલા માનવીઓ વ્યાયામવીર બન્યા છે અને વિવિધ ક્ષેત્રે વિક્રમ સ્થાપ્યા છે. તોતડા માનવીએ ખ્યાતનામ વકતાઓ બન્યા છે. માનવી પોતાની ન્યૂનતાઓ પિછાણી બંને પાસાં સરખાં-સમતલ કરવા ક્રિયાશીલ થાય તો ન્યૂનતા અભિશાપને બદલે વરદાન પુરવાર થઈ શકે... ઢીંગણા, કદરૂપા માણસા સમ્રાટ બની શકયા છે. સૃષ્ટિને ધ્રુજાવી શકયા છે, તત્ત્વચિન્તકો બની ગગન પર છવાઈ ગ્યા છે. સોક્રેટીસ કદરૂપા હતો, નાના પગ, મેટું પેટ, ચીંબુંનાક! બુલીસ સીઝર, નેપોલિયન, લેનિન, બેન્ઝામીન ફ્ લીન, સિકંદર... .બધા ઠીંગણાં હતાં. એમની ઊંચાઈ ૪ ફ્રૂટ ૧૧ ઈંચથી પાંચ ફ્રૂટ ત્રણ ઈચની વચ્ચે હતી. મહાન વિદુષી હેલન કેલર અંધ હતાં. મહાન સંગીતા બિથેાવન બધિર હતા.
10
ન્યૂનતાઓ, ખાડખાંપણા, કુરૂપતા, સંઘર્ષ, ઝંઝાવાત, સુષુપ્ત ઈશ્વરદત્ત પ્રતિભાને વંટાળિયાની જેમ જગાડી મૂકે છે. પ્રકૃતિદા પાયા પર ભવ્ય ચણતર કરી શકાય છે.
એકધારું સુખસગવડભર્યું આરામી જીવન માણસને લાગણીશૂન્ય, મિથ્યાભિમાની અને નિર્માલ્ય બનાવી દે છે. ચુખસગવડ પણ વિકાસનાં પંથમાં અવરોધ બની જાય છે, એને પણ સમ્યક અને ઉપેક્ષાવૃત્તિથી નગણ્ય લેખી, એમાં અટવાયા વગર પાર ઊતરવાના ભગીરથ પુરુષાર્થ કરવો પડે છે.
વૃક્ષના વિકાસ માટે જેમ ચામાસાની જરૂર હોય તેમ જ ઉનાળાની પણ જરૂર રહે છે. પ્રકૃતિદત્ત જીન્સી ક્ષમતા, વાતાવરણ, અને ઉછેર અને રાંકલ્પશકિત-પુરુષાર્થ એ ત્રણે પરિબળો વ્યકિતની વિકાસ-પ્રક્રિયામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.
અલબત્ત, સર્વેક્ષણ અને આંકડાઓની માયાજાળ પર સંપૂર્ણ મદાર ન બાંધી શકાય. તેમ જ ભારતની દેશ- કાળ, ભાવ-દ્રવ્ય, ક્ષેત્ર, પરિસ્થિતિ વગેરે લક્ષમાં લેતાં પશ્ચિમી ધારણા ભારતની પ્રજાને સર્વથા લાગુ ન પાડી શકાય, છતાં એક વાત તો નિશ્ચિતરૂપથી કહી શકાય કે શક્યતાઓની તમામ ક્ષિતિજો સુધી વિકસિત પરિપક્વ વ્યકિત જો ટોચનાં સમયે પિતા બને, તેા ઉછેરની દક્ષતા, એનું સ્તર, તેમ જ સંતાનની પ્રતિભા ખીલવવા માટેના અનુકૂળ સંજોગા ઊભા થઈ શકે અને સંતાન માટે આશીર્વાદરૂપ પુરવાર થાય, એમાં કોઈ શંકા નથી... એથી જ કુદરતે બોલી તમામ શક્યતા, ક્ષમતાઓ ખૂબીઓને સાળે કળાએ અભિવ્યકત કરી શકાય તેવું વાતાવરણ, ઉષ્મા, તાલીમ, ઈત્યાદિ પૂરાં પાડવાની દરેક માતા-પિતાની સંતાન પ્રત્યે પવિત્ર ફરજ બની રહે છે.