________________
તા. ૧-૧૧-૮૧
પ્રબુદ્ધ જીવન
૧૨૫
વર્ષનું આયુષ્ય ઓછું કરીને તે મનુષ્યને આપ્યું. આ કારણે, માણસ ૪૦થી ૬૦ વર્ષ સુધી બળદ જેવો હોય છે-તેને બીજાને ભાર વહન કરવો પડે છે. ૬૦થી ૮૦ વર્ષ કુતરા જે તે હોય છે. બધા તેને હડે-હવે કરતા હોય છે અને ૮૦થી ૧૦૦ સુધી માણસ ઘુવડ જેવો હોય છે તેની ઊંઘ હરામ થઈ જાય છે, આંખે દેખાતું બંધ થાય છે.
જયારે દેવજીબાપાનું જીવન પરમ સૌભાગ્યવંતુ ગણાય. આ ઉંમરે પણ તેઓ ઘણું ચાલે છે, સાંભળી શકે છે અને જોઈ શકે છે. તેમની સ્મૃતિ પણ સારી છે. તેઓ તંદુરસ્તીભર્યું વધારે દીર્ધ આયુષ્ય પામે એવી મારી પ્રાર્થના છે.
રશિયાના “આઝાર બૈજાન” પ્રાન્તમાં આજે પણ ૩૦૦૦ માણસે ૧૦૦વર્ષથી ઉપરની ઉંમરના છે. એક દાખલો ૧૮૨ વર્ષને પણ છે. - એવા દાખલાઓ પણ સાંભળ્યા છે કે ૧૦૦ વર્ષ પછી બાળપણ ચાલુ થાય- નવા દાંતકૂ ટે–વાળ ઊગે-ધોળા વાળ કાળા થાય. આંખનું તેજ વધે-નવું જીવન પ્રાપ્ત થાય.
દેવજીબાપા પણ આવું નવજીવન પ્રાપ્ત કરે અને લાંબુ આયુષ્ય ભોગવી અન્ય જનોને પ્રેરણા આપતા રહે એવી પ્રાર્થના.
દેવજીબાપાના આશીર્વાદ અને શુભેચ્છા આપણને મળે તે આપણું પરમ સૌભાગ્ય ગણાય. આજે આશીર્વાદ આપનાર મેટી વયના વડીલો પણ બહું ઓછા મળે છે.”
અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે કે શ્રી દેવજીબાપાના સુપુત્ર શ્રી શાંતિલાલ દેવજી નન્દુએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી તરીકે ૧૯૫૫-૫૬માં બે વર્ષ સેવા આપેલી અને શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલયના મંત્રી તરીકે છેલ્લા આઠ વર્ષથી હાલ સેવા આપી રહ્યા છે. અને સંઘની કાર્યવાહક સમિતિના પણ છેલ્લા ૨૦ વર્ષથી સભ્ય છે. આ રીતે સેવાક્ષેત્રે પણ તેમનું સારું પ્રદાન છે.
સંકલન : શાન્તિલાલ ટી. શેઠ ફીઝીચાથરાપી શું છે? એક વિજ્ઞાન તરીકે ફીઝીયોથેરાપી પ્રમાણમાં નવીન હોવા છતાં દર્દીઓને તેમની પૂર્વવત સ્થિતિ પર પાછા લાવવાને લગતી વૈદ્યકીય વિદા તરીકે તેની અગત્ય પુરવાર થઈ ચૂકી છે. હલનચલન રંધાયેલું હોય એવા કિસ્સાઓમાં એ જરૂરી હોવા છતાં હલનચલન પ્રવૃત્તિ ફરીથી પૂર્વવત થાય તે માટે દર્દીને પોતાને સહકાર કેટલે પ્રાપ્ત થાય છે તે ખૂબ જ અગત્યનું બની રહે છે, આ કારણે ફીઝીયથરાપીસ્ટે અમુક અંશે મને વૈજ્ઞાનિક પણ બનવું પડે છે જેથી તે દર્દીને પોતાના કાર્યક્રમમાં રસ લેતો કરીને પ્રોત્સાહિત કરી શકે. આ વિષયમાં શ્રી હરકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલના મુખ્ય ફીઝીયોથેરાપીસ્ટ શ્રી નન્દુ છાબિયા સાથેની શ્રી જયોત્સના શેઠની પ્રશ્નોત્તરી કે જે તે હોસ્પિટલના મુખપત્ર “ECHENECH'ના જ લાઇ '૮૧ના અંકમાં પ્રસિદ્ધ થઈ હતી તેમાંના અમુક મુદા પ્રબુદ્ધ જીવનના વાંચકોને માટે રસપ્રદ બનશે એમ માની સાભાર ઉધૂત કરીએ છીએ:
ફીઝીયોથેરાપી માટેની સહુ પ્રથમ સંસ્થા સ્વીડનના પેર હેનરી લીંગે ૧૮૧૩માં સ્ટોકહોમમાં શરૂ કરી હતી. સ્વીટઝરલેન્ડના ડે. એચ. એસ. ફેન્કમે ૧૮૮૯માં જર્મનીમાં જ્ઞાનતંતુ વિભાગમાં એક નિબંધ રજૂ કરીને એ વિદ્યાને આગળ વધારી અને ડે. રોબર્ટ લેવેર નામના ઓર્થોપેડીક સજર્યને લકવા થયેલા સ્નાયુઓની ચકાસણી માટે ‘ગ્રેવીટી ટેસ્ટ’ યોજી, કે જે દુનિયાભરમાં હજુ આજે ય એટલી
જ પ્રચલિત છે. આમ છતાં, 1 વિદ્યાએ ખાસ ગતિ પકડી બીજા વિશ્વયુદ્ધ પછી, અને તેમાં ય છેલ્લા દસકામાં તે તેણે ઘણી ઘણી હરણફાળ ભરી છે. જો કે એ એક દુ:ખદ હકીકત છે કે હજ આજે ય ઘણા દાકતરો અને ફીઝીયોથેરાપીસ્ટો છેલ્લામાં છેલી શેથી વાકેફ ન રહેવાને કારણે જૂની પદ્ધતિઓ અજમાવતા હોય છે.
એક આંતરાષ્ટ્રીય અભ્યાસ મુજબ સ્વાથ્યને લગતા કાર્યકમમાં જેમની સહુથી વધુ માગ છે એવા પહેલા દસમાં ફીઝીયોથરાપી પણ આવી જાય છે. શારીરિક ખોડખાંપણના [Orthopaedic] તેમ જ • જ્ઞાનતંત્રની ગેરવ્યવસ્થાને લગતા [Neurological] લગભગ બધા કિસ્સાઓમાં ફીઝીયોથેરાપી મદદરૂપ બની રહે છે. ફીઝીયોથેરાપીની મદદથી વધુમાં વધુ ફાયદો મેળવવાનો હેતુ હોવા છતાં એ ખૂબ જ અગત્યનું છે કે દર્દી પિતાની સ્થિતિની વાસ્તવિકતાને માનસિક સ્વીકાર કરે અને બહારની મદદ પરનું અવલંબન ઓછામાં ઓછું કરવા શકય સર્વ કાંઇ કરી છૂટે. કોઈ કોઈ કિસ્સામાં દર્દીની આજુબાજુનું વાતાવરણ તેને આમ કરવામાં બાધક બનતું હોય છે અને એ સમયે એક માત્ર ઉપાય તરીકે એ વાતાવરણને દર્દીની જરૂરિયાત મુજબ બદલવાનું અનિવાર્ય બની રહે છે. બીજી બાજુ, ફીઝીયોથેરાપીસ્ટે પોતે પણ વાસ્તવવાદી વલણ અપનાવતા રહેવાનું હોય છે અને બાધક તરોના નિવારણ માટે જરૂરી સાધને, જેમ કે આંશિક રીતે પંગુ હોય તેમના માટે પૈડાંવાળી ખુરસી, ત્રણ પૈડાંની સાઇકલ, જરૂરી ફેરફારવાળી સ્કૂટર-રિકા તે વળી વધારે પંગુ વ્યકિત માટે ઘરમાં રહી કરવાનાં કામ ઇત્યાદિ જતા રહેવું પડે છે.
સમજવા જેવી એક વાત એ પણ છે કે કોઈ કોઈ કિસ્સા ખરેખર મુશ્કેલ હોય છે અને ત્યારે દર્દી, તેના કટુંબીજને, દાકતર અને ફીઝીયોથેરાપીસ્ટ એ સહુએ સમાન સ્તરે વિચારી દર્દીની ખેડમાંથી પંગુતા ઓછામાં ઓછી કેમ થાય તે માટે એક સાંકળની જેમ આગળ વધવાનું હોય છે. જયાં જયાં આ શકય બને છે ત્યાં ત્યાં દર્દીને આત્મનિર્ભર કરવાનું અશકયવત કામ પણ શકય બની જાય છે, એ જેવા આપણે થોડા કિસ્સાઓ જોઇ જઇએ. ૧૭ વર્ષની એક નૃત્યાંગના પરીક્ષા આપીને ઘરે આવે છે અને બીજા દિવસે એના ને કાર્યક્રમ હોય છે. તેના ઉત્સાહમાં વધુ પડતો પરિશ્રમ કરી બેસે છે અને પરિણામે વાયરસ માયલાઈટીસીને ભોગ બને છે, જે આજે સારવાર બાદ એક મોટી કંપનીની મેનેજિંગ ડાયરેકટર છે અને થોડા ફેરફાર સાથેની મોટર પાતે ચલાવે છે. એક બાળક કે જે પગ (ઇત્યાદિ શરીરના નીચલા ભાગો) વિના જ જન્મેલે તે સફળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને પોતાના લાકડાના પગ પર આવનજાવન કરે છે. ગામડાંમાં રહેતા એક લકવાને દર્દી ફરી પાછો પોતાના બળદગાડામાં હરતો ફરતો થઈ ગયો છે. એક છોકરી કે જેને પાણીમાં કુદવા જતાં કેકચર અને પરિણામે આખા અંગે લકવા થયેલ, તે આજે એક યુવાન લશ્કરી અધિકારીને પરણીને એક તંદુરસ્ત બાળકીની માતા બની ચૂકી છે. ' ભારતની અપંગ વ્યકિતઓ ભલે, તેમની શ્રદ્ધા ઇવરમાં રાખે પણ તેમનું ભવિષ્ય સુધારવા માટે તેમની મુશ્કેલીઓ અને કુટ પ્રશ્નો દૂર કરવા માટે આ વ્યકિતઓએ પુનર્વસન કરનારા થેરેપીસ્ટ પર જ વિશ્વાસ રાખવો રહ્યો.
સાર– અનુવાદઃ અશેક એન. શાહ
વાર્ષિક સામાન્ય સભા
શ્રી મુંબઈ જેન યુવક સંઘની વાર્વિક સામાન્ય સભા તા. ૯ ઓકટોબરના રોજ બેલાવવામાં આવી હતી તે સંજોગવશાત મુલત્વી રાખવાની ફરજ પડી હતી. તે સભા, સભ્યોને અગાઉ મોકલવામાં આવેલા પરિપત્રના એજંડા પ્રમાણેના કામો માટે હવે, શનિવાર, તા. ૩ નવેમ્બર ૧૯૮૧ના રોજ સાંજના ૫ વાગે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળશે. સમયસર ઉપસ્થિત થવ, પ્રેમભર્યું નિમંત્રણ છે.
ચીમનલાલ જે. શાહ
. કે. પી. શાહ મંત્રીએ, બઈ જેન વક સઘ|
-
--