________________
તા. ૧૬-૯-૮૧
*
પ્રશુદ્ધ જીવન
પ્રાધ્યાપક મનસુખલાલ ઝવેરી
પ્રા. તારાબહેન ૨. શાહુ
પ્રાધ્યાપક મનસુખલાલ ઝવેરીના અવસાનથી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી અધ્યાપનનાક્ષેત્રના એક તેજસ્વી તારો અસ્ત પામે છે. મનસુખલાલ ઝવેરી એ ગુજરાતના સંન્નિષ્ઠ પ્રાધ્યાપકોમાંના એક બહુશ્રુત અને વિદ્યાવ્યાસંગી પ્રાધ્યાપક હતા. કવિ તરીકે એ પ્રથમ પંકાયા અને પછી અધ્યાપનના ક્ષેત્રે પણ એમનું એટલું જ મોટું નામ થયું. મુંબઈ, રાજકોટ, પારબંદર અને કલકત્તા એમ જુદે જુદે સ્થળે ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે એમણે જે કામ કર્યું તેમાં તેમના સહુથી વધુ ઝળહળતા સમય તે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગણાય. એમને પેાતાને પણ વિશેષ સિદ્ધિ અને આનંદને
આ જ સમય લાગ્યો છે. ૧૯૪૫માં રાજકોટ છોડી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં તેઓ આવ્યા ત્યારે પેાતાના અસાધારણ વકતૃત્વ સાહિત્યની સવિશેષ જાણકારી અને પ્રેમાળ સ્વભાવને કારણે તેમણે અનેક વિદ્યાર્થીઓનાં દિલ જીતી લીધાં. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દાખલ થવું અનેં બી.એ.માં ગુજરાતી વિષય લેવા એ તે સમયે એક ગૌરવની ઘટના બની રહી. એક સમય એવા આવ્યો કે મુંબઈમાં નવી નવી સ્થપાતી કોલેજોમાં ગુજરાતીના અધ્યાપકો તે મનસુખલાલ ઝવેરીના જ વિદ્યાર્થી હાય. અનેક વિદ્યાર્થીઓને તેમણે સાહિત્યમાં રસ લેતા કર્યા અને કાવ્ય, નાટક, વિવેચન વગેરે પ્રકારનું સાહિત્ય લેખન કરતા કર્યા. એમણે અનેક વિદ્યાર્થીમાં સાહિત્યિક રુચિ જગાડી અને સાહિત્યિક દષ્ટિ કેળવી. પ્રાધ્યાપક મનસુખલાલ ઝવેરીનાં મધ્યાહ્ન સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં લગભગ પંદરેક વર્ષો દરમિયાન પ્રખરપણે તપતા રહ્યો તેમ કહી શકાય.
પેાતાના ઉષ્માપ્રાણિત, લાગણીસભર વ્યકિતત્વને કારણે તેઓ ઝેવિયર્સ કોલેજમાં ‘ઝવેરીસાહેબ'ને બદલે ‘મનસુખભાઈ' તરીકે વિદ્યાર્થીઓના સવિશેષ પ્રેમ આદરને પાત્ર બન્યા. મનસુખભાઈ વિદ્યાર્થીવત્સલ પ્રાધ્યાપક હતા. ઝેવિયર્સ કોલેજના તે વખતના પ્રિન્સિપાલ ફાધર બાલાગેર ઘણી વાર સ્ટાફની મિટિંગમાં કહેતા કે આપણી કોલેજમાં કેટલાયે ગુજરાતી વિદ્યાર્થીઓ દાખલ થવા આવે
એપલના ભ્રમણકક્ષાકીય વેગ
(૯૦મા પાનાથી ચાલુ)
જરૂરી ગતિ આપવા માટે થોડું ઓછું બળતણ વાપરવું પડે એ માટે ઉપગ્રહને પણ છેડતી વખતે પશ્ચિમમાંથી પૂર્વ તરફની દિશા આપવી લાભદાયી થઈ પડે છે.
છેલ્લે ગુરુ ત્ત્વાકર્ષણ અંગેના એક ટુચકો કહે છે કે ન્યુટન પેાતાના ઘરના બગીચામાં બેઠા હતા ત્યાં એણે સફરજનના એક ઝાડ પરથી સફરજન નીચે પડતાં જોયું અને એને પૃથ્વીના ગુરુત્ત્વાકર્ષણનો ખ્યાલ આવ્યો. ઘણા વિજ્ઞાનીઓ આને દંતકથા જ માને છે કારણ કે ન્યુટન પહેલાં પણ કેટલાંક વિજ્ઞાનીઓએ, ગુરુ ત્ત્વાકર્ષણ જેવું કોઈ બળ હોવાના અણસાર આપ્યો હતો. આમ છતાં આજે પણ બ્રિટનની, ખગેાળશાસ્રીઓની સર્વોચ્ચ સંસ્થા રાયલ એસ્ટ્રોનોમિકલ સાસાઈટીના સંગ્રહાલયમાં, ન્યુટને, સફરજનના જે ઝાડ પરથી સફરજન નીચે પડનું જોયું હતું તે ઝાડનું થડ સાચવીરાખવામાં આવ્યું છે. ૧૯૫૦ પછીના વર્ષોમાં ન્યુટને ગુરુત્ત્વાકર્ષણની વાત કહેવા માંડી હતી એટલે
આ થડ ઓછામાં ઓછું ૩૦૦ વર્ષ જૂનું તો છે જ. પણ પ્રશ્ન એ છે- ન્યુટનના બગીચામાંના ઝાડનું જ એ થય હશે?
*
૧
છે કારણ કે આપણી કોલેજમાં પ્રેસર ઝવેરી છે.
વિદ્યાર્થીઓને ભણાવવા માટે અને તેમની અભ્યાસની મુશ્કેલીએ દૂર કરવા માટે તે 'હમેશાં તત્પર રહેતા જ્યારે પુસ્તકો ન મળતાં ઢાય ત્યારે તેઓ પેાતાનાં અંગત પુસ્તકો વિદ્યાર્થીઓને છૂટથી આપતા. કયારેક પુસ્તકાલયમાંથી અથવા પ્રકાશકને ત્યાંથી જાતે ધક્કો ખાઈને પુસ્તકો વિદ્યાર્થીઓ માટે લાવી આપતા. ભણાવતી વખતે વિદ્યાર્થીઓની ઉચ્ચાર શુદ્ધિ અને જોડણી શુદ્ધિ પર તેએ ખૂબ ભાર મૂકતા. તેમનું અધ્યાપન માત્ર સાહિત્યિક અભિરુચિ પૂરતું જ મર્યાદિત નહાતું રહેતું. તેઓ જીવનમાં અપનાવવા જેવા ઉચ્ચામ મૂલ્યો પર વધુ ભાર મૂકતા. રામાયણ-મહાભારત કે ઉપનિષદ ના પ્રસંગા, ગાંધીજીની આત્મકથા, કાકાસાહેબનો હિમાલયનો પ્રવાસ, સરસ્વતીચંદ્ર, મુનશીનાં નાટકો, કાન્તનું ‘વસંતવિજય' વગેરે શીખવી તેમણે વર્ગમાં ઉચ્ચારેલાં કેટલાંય વાકયો હજુ પણ ચિત્તમાં ગૂંજ્યા કરે છે. તેમના તેજસ્વી અને જીવનલક્ષી અધ્યાપનને કારણે એ.વયર્સ કોલેજના ગુજરાતી વિષયનું પરિણામ હમેશાં ઘણું ઊંચું રહેતું.
મનસુખભાઈ અમારા વિદ્યાગુરુ હતા. વર્ગમાં વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરે તેવા તેમના વ્યાખ્યાન સાંભળીને ગુજરાતી વિષય લેવા હું પ્રેરાઈ હતી. મારી બી.એ.ની પરીક્ષા ચાલતી હતી. એ દિવસે દરમિયાન વ્યાકરણ વિશેનીઅમારી મુશ્કેલી હલ કરવા રજાના દિવસે માં પણ તેઓ કોલેજમાં આવતા હતા. મુંબઈની સેાફિયા કોલેજમાં જયારે ગુજરાતી વિષય દાખલ થયા ત્યારે પાતે જાતે ત્યાં જઈ મારા માટે ભલામણ કરી આવ્યા હતા. અમે બન્ને પતિપત્ની માટે તેઓ માત્ર ગુરુ જ નહિ, પિતાતુલ્ય વત્સલ હિતચિંતક વડીલ હતા. આજે અધ્યાપનના ક્ષેત્રે અમે કામ કરીએછીએ ત્યારેઆદર્શ તરીકે મનસુખભાઈ અમારી નજર સમક્ષા રહે છે. તેમની પાસેથી અમને હમેશાં પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદ મળતાં રહ્યાં હતા.
પૂજય મનસુખભાઈના અવસાનથી અમને એક વડીલ આપ્તજનની ખેાટ પડી છે. પ્રભુ એમના આત્માને શાશ્ર્વત શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
[ઓલ ઈન્ડિયા રેડિયો પરથી આપેલી અંજલિ
શ્રી સુઈ જૈન યુવક સધ વાર્ષિક સામાન્ય સભા
ની વાર્ષિક સામાન્ય
શ્રી મુંબઇ જૈન યુવક સંઘની સભા તા. ૯-૧૦-૮૧ શુક્રવારના રાજ સાંજના ૫-૩૦ વાગે સંઘના કાર્યાલયમાં મળશે. તેની નોંધ લેવા વિનંતી.
વિગતથી જાહેરાત ૧લી તારીખના અંકમાં પ્રગટ થશે.
' _ #jus b ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ મંત્રીઓ, સુખઈ જૈન યુવક સલ