________________
તા. ૧૬-૯-૮૧
પ્રબુદ્ધ જીવન
લ્પના નહિં હોય કે આમાંથી આવું કૌભાંડ સર્જાશે. અંતુલેના પરાક્રમોને તેમને ખ્યાલ ન હોય. આ બધું બન્યું અને ઉઘાડું પડયું ત્યારે પોતે સંમતિ નથી આપી તેમજ ઉદ્ઘાટન નથી કર્યું તેમ કહ્યું અને વેંકટારમને અલબત્ત ઈન્દિરા ગાંધીને પૂછીને બન્ને ગૃહોમાં તે પ્રમાણે જાહેર કર્યું. આ કૌભાંડમાં ઈન્દિરા ગાંધીનું નામ કોઈ રીતે સંડોવાય નહિ તે જોવા ઈન્દિરા ગાંધી તેમની સરકાર અને કોંગ્રેસ પક્ષ સ્વાભાવિક રીતે બહુ ઈ તેજાર હતે.
આ ઘટનાની એક રમુજી બાજુ છે. ઈન્ડિયન એક્સપ્રેસના અરુણ શૌરીએ ખુલ્લું લખ્યું કે વેંકટારમન જૂઠ બોલ્યા છે. તેથી શૌરી સામે રાજ્યસભામાં વિશિષ્ટાધિકાર ભંગની દરખાસ્ત રજૂ થઈ. કોંગ્રેસ પક્ષના કોઈ સભ્ય આવી દરખાસ્ત નથી કરી. બીજા સભ્યએ કરી. આમાં ચાલાકી હતી. શૌરી સામેની આ દરખાસ્ત દાખલ થાય તો તેની પૂરી તપાસ થાય, શૌરીને બધા દસ્તાવેજો અને હકીકતે રજૂ કરવાની તક મળે. અંતુલેની ઉંટ તપાસ થાય અને તેનું પરિણામ એ આવે કે શૌરી નહિ પણ વેંકટારમન જુઠ: બોલ્યા છે, તેમ પુરવાર થાય. હિદાયતુલ્લાએ ઉદારતાથી કહ્યું કે શૌરીએ આવું લખ્યું તેની હું ઉપેક્ષા કરું છું. તે કાંઈ નોંધ લેવા જેવી બાબત નથી. કોંગ્રેસ પક્ષના આગેવાન શ્રી સાલ્વેએ અધ્યક્ષને વિનંતિ કરી કે શૌરીએ જે લખ્યું છે તેને Treat it with contempt it deserves. ભલે એક કૂતર ભસ્યા કરે. કેટલી ઉદારતા! પણ શૌરી ઓછો નથી. હિદાયતુલ્લાના ચૂકાદા પછી તેણે ફરી લખ્યું કે, વેંકટારમન જુઠું બોલ્યા છે. અને હિદાયતુલ્લાને પડકાર્યા, હકીકતો અને કાયદો પૂરો સમજી લે.
પણ, ઈન્દિરા ગાંધીએ સંમતિ આપી કે નહિ, અથવા ઉદઘાટન કર્યું કે નહિ તે પ્રમાણમાં ગૌણ બાબત છે. મુખ્ય વાત એ છે કે આવા ઉઘાડા અને વયાપક ભ્રષ્ટાચાર માટે ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસ પક્ષ શું કરે છે. મહારાષ્ટ્રના વિધાન સભ્યો અને ઘણાં મંત્રીઓ દિલ્હી દોડી ગયા અંતુલેને મુખ્ય મંત્રી તરીકે ચાલુ રાખવા હિમાયત કરવા. કોંગ્રેસ પક્ષનું આ કેટલું મોટું અધ:પતન છે? આ બાબતની પુરી તપાસ કરવાને બદલે, અતુલેને શરપાવ આપવા દોડી જાય છે. ઈન્દિરા ગાંધી હજી મૌન છે. શાલિનીતાઈ પાટિલે અંતુલે સામે ઉઘાડા આક્ષેપ કર્યા છે. પક્ષની આંતરિક બાબતને જાહેરમાં મૂકવા માટે તેમની પાસે ખુલાસો માગવામાં આવ્યો છે, કદાચ પગલા લેવાશે. જે રાજકીય પક્ષ આવા જાહેર ભ્રષ્ટાચારને ટકે આપે અથવા તેના ઉપર ઢાંકપીછોડો કરે તેને વિશે શું કહેવું? ૧૩-૯-૧૯૮૧
મી શાદીલાલ જૈન 0 ચીમનલાલ ચકુભાઈ
એક વકતા હતા. આ સંસ્થાના ડાયરેકટર છે. વર્ષોથી શાદીલાલ જેન આ સંસ્થાની દેખરેખ રાખતા અને તેના ખર્ચને પહોંચી વળવા, મહેનત કરતા.
શાદીલાલ, કેટલોક વખત ક્લકત્તામાં રહ્યા પછી, ૧૯૪૬માં મુંબઈ આવ્યા. શાદીલાલનું પિતાનું કુટુંબ વિશાળ છે. છ પુત્રો, ચાર પુત્રીઓ વગેરે. મુંબઈ આવ્યા પછી, જર્મન કોલેબોરેશનમાં, - લાયન્સ પેન્સિલને ઉદ્યોગ સ્થાપ્યો. અત્યારે તે કંપની પેન્સિલના થોને અગ્રગણ્ય કંપની છે. મુંબઈ આવ્યા પછી, જૈન સમાજમાં અને મુંબઇના જાહેર જીવનમાં શાદીલાલ આગળ પડતો ભાગ લેતા થયા અને મુંબઈના એક પગેવાન નાગરિક તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે, જેને પરિણામે ૧૯૭૧માં તેમની મુંબઈના શેરીફ તરીકે નિમણૂંક થઇ. • •
જૈન સમાજની ઘણી સંસ્થાઓમાં તેઓ ક્રિય અને આગેવાન કાર્યકર્તા હતા. ભારત જૈન મહામંડળના પ્રમુખ રહ્યા હતા અને પછી જનરલ સેક્રેટરી હતા. ભગવાન મહાવીર લ્યાણ કેન્દ્ર, ભગવાન મહાવીર ૨૫00મી નિર્વાણ સમિતિ વગેરે સંસ્થાઓમાં ટ્રસ્ટી અથવા મંત્રી હતા. * *
મુંબઈમાં વસતા પજાબી સમાજમાં તેમનું ઘણું માન અને આદર હતો. પંજાબી સમાજને એકત્ર કરી પંજાબ ભાતૃસભાની સ્થાપના કરી, વર્ષો સુધી તેના પ્રમુખ રહ્યા. ખારમાં અહિંસા હોલનું મોટું મકાન બનાવ્યું અને હવે તેમાં હોસ્પિટલ શરૂ કરી છે. સાધુસાધ્વીઓના ચાતુર્માસ પણઆ હોલમાં થાય છે અને એવી જોગવાઈ ન હોય તો વિદ્વાનોને આમંત્રણ આપી–ખાસ કરી પંડિત બેચરદાસજી પ્રવચને યોજે છે. .
શાદીલાલજી સાથે મારે અતિ નિકટને પરિચય હતો. તેઓ ખરેખર એક ખાનદાન વ્યકિત હતા. સૌમ્ય પ્રકૃતિના, મૃદુભાષી, સેવાભાવી શાદીલાલ સૌના આદરને પાત્ર થતા. તેમના પુત્રોએ વ્યવસાયનો બોજો ઉપાડી લીધો હતો એટલે શાદીલાલ જાહેર સેવાકાર્યમાં પોતાના મોટાભાગનો સમય આપી શકતા. ઘરનું સારી પેઠે સુખી હતા. વરસાળ એક વિશાળ બંગલામાં રહેતા આતિથ્યને શોખ હતો. સારા પ્રમાણમાં પિતે દાન કરતા અને બીજાઓ પાસેથી
મેળવતા.
શાદીલાલના અવસાનથી જૈન સમાજને અને મુંબઈને એક સેવાભાવી સજજનની ખોટ પડી છે. તેમણે પોતાની બધી ફરજો સરસ રીતે બજાવી પોતાનું જીવન ધન્ય બનાવ્યું :
અભ્યાસ વર્તુળ
શાદીલાલ જૈનનું, ૭૪ વર્ષની વયે, ૬ ચોગસ્ટ ૧૯૮૧ના દિને મુંબઇમાં અવસાન થયું. શાદીલાલ અને તેમના કુટુંબ સાથે મને ૫૦વર્ષથી પરિચય છે. તેઓ અમૃતસરના રહીશ. પજબના જેમાં ખાસ કરીને સ્થાનક્વાસી સમાજમાં તેમનું કુટુંબ, આગેવાન કુટુંબ છે તેથી ધર્મભાવના માટે જાણીતું છે. વિશાળ કુટુંબ છે. શાદીલાલના કાકા લાલ હરસરાય જૈને, પંડિત સુખલાલજીની પ્રેરણાથી અને આચાર્ય આત્મારામજી મહારાજના માર્ગદર્શનમાં, બનારસમાં પાર્શ્વનાથ વિઘામની વર્ષો પહેલાં સ્થાપના કરી. આ સંસ્થા એમ.એ. અને પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓ તૈયાર કરે છે, એવા સંખ્યાબંધ વિદ્રાને આ સંસ્થામાંથી ઉત્તીર્ણ થયા છે. આ સંસ્થાએ જૈન દર્શન અને સાહિત્યના ઘણા ગ્રંથ પ્રકટ કર્યા છે. તેમાં, જૈન સાહિત્યનો ઈતિહાસ-છ ગ્રંથોમાં–પંડિત બેચરદાસના સંપાદનમાં પ્રગટ થયો તે મહત્ત્વનું કાર્ય છે. હાલ ડો. સાગરલાલ જૈન, જે વર્ષની જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં
છે. અશ્વિનભાઈ કાપડિયાનું તા. ૨૮-૮-૮૧ના રોજ “સાવત્રી: શ્રી અરવિંદનું યોગદર્શન” એ વિષય ઉપર પ્રવચન થયું. ત્યાર બાદ ઘણા મિત્રોની માગણી આવી કે આપણે શ્રી અશ્વિનભાઈને ફરીવાર બેલાવવા. તેને લક્ષમાં રાખીને આપણે છે. અશ્વિનભાઈ કાપડિયાને “સાવિત્રા” પર ત્રણ પ્રવચન આપવા નિમંત્રણ આપ્યું હતું અને તેને તેમણે સ્વીકાર કર્યો છે. જેને કાર્યક્રમ નીચે પ્રમાણે છે.
' વિષય:(૧) “સાવિત્રી–વિશ્વવંદ્ય સર્જન અને તેનું મહાભ્ય
(૨) રાજા અશ્વપતિને વેગ
(૩) “સાવિત્રી–અમરત્વનું વરદાન અને મૃત્યુની મિમાંસા સમય: તા. ૨-૧૦-૮૧ શુક્રવાર:સાંજના ૬-૧૫ (ગાંધી જયંતી)
તા. ૩-૧૦-૮૧ શનિવાર: સાંજના ૬-૧૫
તા. ૪-૧૦-૮૧ રવિવાર: સવારના ૧૦૦ સ્થળ: શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું કાર્યાલય
પરમાનંદ કાપડિયા સભાગૃહ સૌને સમયસર પધારવા પ્રેમભર્યું નિમંત્રણ છે.
કે
સુબોધભાઈ એમ. શાહ , કવીનર, અભ્યાસ વર્તુળ