________________
८८
પ્રબુદ્ધ જીવન
લાકસભાએ ઠરાવ કર્યો, અંતુલેના કૃત્યોની તપાસ કરવાની વેંકટરામનને કોઈ જરૂર જણાતી નથી કારણ કે આ કૃત્યોથી ઈન્દિરા ગાંધીની પ્રતિષ્ઠામાં અભિવૃદ્ધિ થાય છે! આ પ્રતિષ્ઠાનને ઈન્દિરા ગાંધીનું નામ આપવામાં આવ્યું છે. તેની ઈન્દિરા ગાંધીને જાણ ન હતી તે, માટે તેમણે સંમતિ આપી નથી એવું પણ વેક્ટરામને કહ્યું-આ તો ઈન્દિરા ગાંધીને પૂછીને જ કહ્યું હશે ને? પણ દુર્ભાગ્યે એક વર્ષ પહેલાના ફોટાઓ છે. વર્તમાનપત્રોના અહેવાલા છે. એક વર્ષ સુધી ખબર ન પડી? હવે અંતુલેના ફળદ્ર ૫ ભેજાએ જવાબ આપ્યો કે માતાજીએ આ પ્રતિષ્ઠાનનું ઉદ્ઘાટન નહોતું કર્યું, માત્ર સહી કરી, આશીર્વાદ આપ્યા હતા, પણ સંભવ છે સહી કરતાં આંખો બંધ રાખી હશે કારણ કે અંતુલે કહે છે કે તે સમયે તેઓ બે જ જણા હતાં. બીજું કોઈ ન હતું પણ વર્તમાનપત્રામાં બધું આવ્યું!
પૂરક નોંધ
આ લખાણ લખ્યા પછી, વેંકટરામને, લોકસભા અને રાજ્યસભાને, ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોર્યા છે એવા આરોપસર, તેમની સામે બન્ને ગૃહામાં વિશિષ્ટાધિકારના ભંગ માટે નેટિસે રજૂ થઈ હતી. વેંકટરામને એમ કહ્યું હતું કે પ્રતિભા પ્રતિષ્ઠાનને પેાતાનું નામ આપવા ઈન્દિરા ગાંધીએ સંમતિ આપી નથી તેમ જ આ પ્રતિષ્ઠાનનું તેમણે ઉદ્ઘાટન કર્યું નથી. બન્ને ગૃહાના અધ્યક્ષોએ ચૂકાદો આપ્યો છે કે વેંકટરામન કાંઇ જૂહ બોલ્યા નથી અને નોટિસા દાખલ કરવા પરવાન ન આપી. આર્મી, રાજ્યસભાના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી હિદાયતુલ્લાના ચૂકાદાની સંક્ષેપમાં સમીક્ષ કરીશ. અંતુલે અને મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યું હતું કે, ઈન્દિરા ગાંધીએ પેાતાનું નામ જોડવા સંમતિ આપી છે તેમ જ પ્રતિષ્ઠાનનું ઉદઘાટન કર્યું છે. વર્તમાનપત્રોમાં મહારાષ્ટ્ર સરકાર પ્રેરિત એવા સમાચારો અને ફોટાઓ આવ્યા છે. આ હકીકતોને ઈનકાર થઈ શકે તેમ નથી. તે પછી આવું બન્યું કેમ ? ન્યાયમૂર્તિને છાજે તે રીતે શ્રી હિદાયતુલ્લાએ તેના તોડ કાઢયો છે. તેમણે શોધી કાઢયું છે કે અંતુલે અને ઈન્દિરા ગાંધી વચ્ચે સંવાદનો અભાવ હતે. (communicatior gap) ઈન્દિરા ગાંધીએ સંમતિ આપી ન હતી પણ અંતુલે એમ સમજ્યા અથવા માની લીધું કે સંમતિ આપી છે. તેથી અંતુલે અને મહારાષ્ટ્ર સરકારે એવી જાહેરાતો કરી. ઈન્દિરા ગાંધીને આ વાતની દસ મહિના પછી ખબર પડી ત્યારે તેમણે વાંધા લીધા અને અંતુલેનું ધ્યાન ખેંચ્યું અને તેમનું નામ કાઢી નાખવા કહ્યું. પણ અંતુલેને આવું માની લેવાનું કારણ શું હતું? એક દસ્તાવેજ ઉપર ઈન્દિરા ગાંધીએ સહી કરી છે. પ્રતિભા પ્રતિષ્ઠાનને લગતા આ દસ્તાવેજ છે. અંતુલે હવે કહે છે કે ઈન્દિરા ગાંધીએ પ્રતિષ્ઠાનને માત્ર આશીર્વાદ આપ્યા હતા. હિદાયતુલ્લા કહે છે કે ઈન્દિરા ગાંધીએ સહી કરી, એટલી નાની વાતનું મહારાષ્ટ્ર સરકારે મોટું સ્વરૂપ આપી દીધું છે. દસ મહિના રહીને આ કેમ ખબર પડી ? હિદાયતુલ્લા કહે છે સરકારી તંત્ર બહુ ધીમું ચાલે છે. અંતમાં, હિદાયતુલ્લાએ કહ્યું, કાંઈ જૂ કહેવાયું હોય તો તે વે કટારમને નથી કહ્યું- (અનુલેએ કહ્યું ?)
વેંકટરામનના મને થોડો પરિચય છે. બંધારણસભામાં અને પ્રથમ લોકસભામાં અમા બન્ને સાથે હતા. ૧૯૫૦માં ન્યુઝિલેન્ડમાં કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ થઈ તેમાં ભારતીય સંસદનું પ્રતિનિધિ મંડળ ગયું તેના અમે બન્ને સભ્યો હતા. ૧૯૫૩માં યુનાઈટેડ નેશન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળ ગયું તેના અમે બન્ને રાખ્યા હતા . વે કટરામનના મને જે થાડા પરિચય છે તે ઉપરથી એટલું કહી શકું કે આટલી હદે જવાની તેની હિંમત નથી. બિચારાને રાત્રે કદાચ ઊંઘ નહિં આવતી હોય, પણ માતાજીની આશા એટલે શું કરે? માતાજીએ મૌન પાળ્યું છે. આ એ સામાન્ય બનાવ છે, જેમાં તેમણે વચ્ચે પડવાની જરૂર નથી. બેગ્લારમાં તેમણે કહ્યું કે, તેમને પેાતાને કોઈ અકળામણ થતી નથી.
ઈન્દિરા ગાંધી આવું શા માટે કરતાં હશે? અંતુલેને કદાચ આવી અણઘડ રીત માટે અંદરખાને ઠપકો આપ્યો હશે. કદાચ ૪-૬ મહિના પછી પાણીચું આપશે. પણ અત્યારે તે તેના જોરદાર બચાવ કરવા જ જોઈએ કારણ તેમની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. તેમના કોઈ સેવક ખોટું કરે તે તેના સ્વીકાર કેમ કરાય? તો વિરોધ પક્ષો માથે ચડી બેસે, લાકામાં નાલેશી થાય. અત્યારે તે કોઈ ખોટું થયું છે તેને ઘસીને ઈનકાર કરવા જ રહ્યો. આવા ઈનકારથી મૂળિયા ખોદાય છે, તેની કદાચ તેમને જાણ નહિ હોય, પાપનો ઘડો ભરાય ત્યારે જ ખબર પડે. આ બધું થાક કટાક્ષમાં લખ્યું છે. લખાઈ ગયું છે. પણ અંતરમાં ઊંડો ખેદ છે. ભારે દુ:ખ છે. શું થવા બેઠું છે? પાપનો આવા ઉઘાડા બચાવ? અંતુલેને દૂર કરે તો ઈન્દિરા ગાંધીની પ્રતિષ્ઠા વધશે તે વાતનું તેમને કયારે ભાન થશે ? પ્રજા કયાં સુધી સહન કરશે? વિરોધી રાજકીય પક્ષો ઈન્દિરા ગાંધીના સામને નહિ કરી શકે, કારણ કે એ જ રંગે તે બધા ખરડાયેલા છે. આવા ભ્રષ્ટાચાર સામે લડવા ચારિત્રશી પવિત્ર વ્યક્તિએ જોઈએ. કોઈ જ્યપ્રકાશ જાગે? Only a moral force can vanquish such evil. આપણું અધ:પતન ચરમ સીમાએ પહોંચતું જાય છે. દરેક વિચારશીલ નાગરિકને તેની વ્યથા હોવી જોઈએ. હવે બેદરકાર રહ્યો ાસાશે નહિ, જીવનને ઊંડો લૂણા લાગ્યો છે. ભ્રષ્ટાચાર અને જૂઠાણુ' એક્બીજાના સાથી થાય છે ત્યારે કોઈ બચાવી શકતું નથી.
અંતુલેએ જે કર્યું તેમાં ઈન્ડિયન પીનલ કોડ અને પ્રિવેન્શન ઓફ કરપ્શન કાયદાઓનો ભંગ જણાય છે. કોણ તેની સામે પગલાં લે? વાડ ચીભડાં ગળે ત્યાં શું થાય? મહારાષ્ટ્રના કોંગ્રેસ વિધાનસભા પક્ષ તેમનામાં વિશ્વાસ જાહેર કરે છે!
તા. ૧૬-૯-૮૧
તે ફરી ચૂંટણી થાય ત્યાં સુધી રાહ જેવાના સમય નથી. પ્રજાના આત્મા જાણવા જોઈએ. આ હવે નિભાવી ન લેવાય. હદ થાય છે.
હકીકતમાં ઈન્દિરા ગાંધીએ જે દસ્તાવેજ ઉપર સહી કરી છે તે સંમતિપત્ર છે. એક કાયદા પ્રમાણે રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનનું નામ કોઈ સંસ્થા સાથે જોડવું હોય તે તેમની પૂર્વ સંમતિ લેવી જોઈએ. એવી સંમતિ અંતુલેએ લીધી. સ્વાભાવિક રીતે, આવા દસ્તાવેજમાં ‘ઈન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન' એમ લખ્યું ન હોય તેમાં માત્ર પ્રતિભા પ્રતિષ્ઠાન એટલું લખ્યું હોય, તેની નીચે ઈન્દિરા ગાંધીએ સંમતિ આપી I am happy to associate myself with Pratibha Pratistan, Maharashtra ત્યારબાદ તેનું ટ્રસ્ટડીડ થયું. જેમાં આ પ્રતિષ્ઠાનને ઈન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન એવું નામ આપ્યું અને એ ટ્રસ્ટ તે રીતે રજિસ્ટર થયું, ઇન્દિરા ગાંધીએ સંમતિ આપી છે એવી ખાત્રી નહેાત તે ચેરિટી કમિશનર આ ટ્રસ્ટ રજિસ્ટર કરત નહિ. પણ તે પહેલાં, અંતુલે અને મહારાષ્ટ્ર સરકારે ઈન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાનની જાહેરાત કરી દીધી, તે નામે પત્રવ્યવહાર શરૂ કર્યો અને દાના માગ્યા. લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોએ પકડી લીધું કે ઈન્દિરા ગાંધીએ જે દસ્તાવેજ ઉપર કરી છે. તેમાં માત્ર પ્રતિભા પ્રતિષ્ઠાન નામ હતું અને ઈન્દિરા ગાંધીનું નામ ન હતું અને અંતુલે તેમ જ મહારાષ્ટ્ર સરકારે જે જારાતો અને પ્રચાર કર્યો તે તેમની ભૂલ હતી.
સંભવ છે ઈન્દિરા ગાંધીએ ‘આશીર્વાદ' આપ્યા ત્યારે તેમને