________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૮૨
દીકરાની વહુને દીકરી કરીને રાખી હોય તો એ ચોક્કસ સાસુ-સસરાને માબાપ ગણીને સેવા કરી શકે, પણ આપણને સત્તા ચલાવવાને શેખ હોય છે. રાજકર્તાઓ જ નહિ, બધા જ સત્તાના દુરુપયોગ કરે છે. જયાં જ્યાં જેના હાથમાં જે કાંઈ નાની મોટી સત્તા હોય, તેના માણસ દુરુપયોગ કરે જ છે. એક શ્રી વહુ હાય ત્યારે તેણે સાસુના અત્યાચારો સહ્યા હોય; તે જ સ્ત્રી પોતે સાસુ બને ત્યારે વહુ સાથે કેવી રીતે વર્તે છે? આપણે આપણા થકી બીજાઓનું આપણી હેઠળના લોકોનું મન કેટલું દુભવીએ છીએ, આપણાં શબ્દો ને કાર્યોથી તેમને કેટલાં વીંધીએ છીએ તેને આપણને ખ્યાલ હોય છે ખરો?
ત્રણ દિવસ પહેલાં જ એક યુવાન, દોઢ વર્ષ પહેલાં પરણેલી સ્ત્રી મળી હતી. છ કે સાત મહિનાની ગર્ભાવસ્થામાં હતી. મે' તેના સહજ ખબર પૂછયા કે તેની આંખમાં આંસુ આવી ગયાં. તે શ્રીમંત કુટુંબમાં પરણી છે. ઘરમાં નોકરો છે, તે પણ સાસુના આગ્રહ કે પોતે ચીંધે તે કામ તો વહુએ કરવું જ જોઈએ. સાસુએ વહુને સ્ટુલ પર ચડી અભરાઈ પરથી વજનદાર ડબ્બા ઉતારવાનું કહ્યું. છોકરીને કંઈક તકલીફ હતી, જેના માટે તે ડોકટર પાસે ગઈ હતી. ડોકટરે કહેલું કે વજનદાર વસ્તુ ઊંચકવી નહિ. તેણે સાસુને નમ્રતાથી કહ્યું કે મને ડોકટરે આવું કામ કરવાની ના પાડી છે. સાસુ ગુસ્સે થઈ ગયાં. “ઉતાર ડબ્બા, હું કહું છું ને તને! જોઉ છું તને શું થાય છે?” છોકરી રડી પડી ને પોતાના રૂમમાં ચાલી ગઈ.
જે લોકો પોતાનાં સંતાનોના વ્યવહાર વિશે ફરિયાદ કરે છે તેઓ પાતાના હૃદયને પૂછી જુએ: તેમણે સંતાનો પ્રત્યે માયામમતાનો. સહાનુભૂતિ ને સમજના વ્યવહાર કર્યો છે? પેાતાનું વર્ચસ્વ ચલાવવાને બદલે પેાતાના પ્રેમ વહાવ્યો છે? છે.કરાંઓના વ્યકિતત્વને આદર કર્યો છે?
એક ભાઈની ફરિયાદ હતી કે છેકરાંઓને પોતે ધંધામાં પલાટયા પણ હવે તેઓ પોતાની સાથે ધંધા વિશે કોઈ વાત કરતા નથી, પણ છોકરાઓ જ્યારે વાત કરતા ત્યારે આ ભાઈ હંમેશાં પાતે કેટલું વધારે સારી રીતે એ જ કામ કરી શકે છે તેની સાચી ખોટી બડાઈ હાંકતા; ‘તને તો કાંઈ આવડતું જ નથી, કહી દીકરાને ઉતારી પાડતા. ‘હું ત્યાં ઊભા હાઉ ને તો ફટ દઈને કામ થઈ જાય, તને કાંઈ સમજ જ પડતી નથી, એમ કહી છોકરાઓને અપમાનિત કરતા અને તેમને ખબર પણ પડતી નહિ કે તેઓ છેાકરાઓનું અપમાન કરી રહ્યા છે.
std
માબાપાનો એક મોટો દોષ એ હોય છે કે તેઓ સંતાનોની ઉમરને, સંતાનોની સમજના, સંતાનોના વ્યકિતત્વના આદર નથી કરતાં. બાળકોના જીવનમાં પરિવર્તન થઈ રહ્યું હાય છે, જે વૃદ્ધિવિકાસ તેમની બુદ્ધિ ને સમજમાં થઈ રહ્યાં હોય છે તે જોવાની દૃષ્ટિ જ તેમની પાસે નથી હોતી, તેમને મન તો છેકરાંઓ નાનાં ને નાના જ હોય છે, કયારેય ઊગતાં જ નથી હોતાં. આવું મુખ્યત્વે બાપ અને દીકરાના સંબંધમાં બને છે. દીકરી તો પરણીને સાસરે ચાલી ગઈ હોય છે એટલે મા માટે દીકરાની વહુ પોતાનું નિશાન રહે છે. આપણને નવાઈ લાગે, પણ આ જમાનામાં મેં, મુંબઈ જેવા શહેરમાં પણ એવી સ્ત્રીઓ છે જે પુત્રવધૂને કહે, “તું ભલે વૈષ્ણવ કુટુંબમાંથી આવી, પણ હવે અમારું આ જૈન કુટુંબ છે તે તારે અગિયારશ ગિયારશ નહિ કરવાની. હવેથી એકાસણાં આંબેલ કરવાના” એક સ્ત્રીને પોતાની ધાર્મિક માન્યતા ધરાવવાના અધિકાર નથી. કારણ? તે પરણેલી છે. તેના હવે તેના પેાતાના વિચારો, પોતાની બુદ્ધિ, પોતાની માન્યતા પર કશો અધિકાર નથી. પોતાની રીતે ધર્મઉપાસના કરવાની સાદી સ્વતંત્રતા પણ છીનવી
૭૯
લેનાર શ્રી ક્રયા અધિકારે એમ અપેક્ષા રાખી શકે કે હું વૃદ્ધ થઈશ ત્યારે મારી બધી સ્વતંત્રતા જળવાશે?
માણસનું હૃદય કેટલું તો સાંકડું, પેાતાના ખ્યાલામાં બંધિયાર નાની નાની સત્તાઓમાં તૃપ્તિ શોધવાની ક્ષુદ્રતાથી ભરેલું હોય છે! તેણે કયારેય આત્મનિરીક્ષણ કર્યું નથી હોતું, પોતાના વ્યવહાર તપાસ્યા નથી હોતા. જે સૌથી નજીકનાં છે, પોતાનાં ઘરનાં છે તેની પોતે કેવી વિવિધ રીતે ઉપેક્ષા કરી છે તેનો તેને ખ્યાલ જ નથી આવતા. પ્રેમ ને માયાળુતાથી તેણે સંતાનોનાં હૃદયનાં ઊંડાણના સ્પર્શ કર્યો નથી હોતો. વૃદ્ધાવસ્થામાં આ બધાંને તેમને બદલા મળે છે, પરંતુ મેં એવા માબાપ પણ જોયાં છે જેમણે તેમનાં સંતાનો સાથેના સંબંધમાં . પ્રેમ, સમજદારી અને વિશ્વારા દાખવ્યાં હોય છે. તેમના પર પોતાનું વર્ચસ હોકી બેસાડયું હોતું નથી. આવા એક પિતાના પુત્રે કમાવાની શરૂઆત કરી ત્યારે પિતાને ક હ્યું હતું: “બાપુજી નિવૃત્ત થયા પછી હવે તમારે કાંઈ જ કામ પૈસા માટે કરવાનું નથી. તમે નિરાંતે તમને જે ગમે તે પ્રવૃત્તિ કરજો. આર્થિક બાજુ બધી હું સંભાળી લઈ. તમે જો કમાવાની ચિંતા હવે કરશે! તો મને લાગશે કે તમને અમારામાં અવિશ્વાસ છે.”
આમાં તો ‘વાવીએ તેવું લણીએ'ની જ વાત છે. આપણે પ્રેમ આપ્યો હશે તો ચોક્કસ પ્રેમ મળશે. પણ જો ‘ધાક’ જમાવી હશે તો આપણી ઉપર પણ ધાક જમાવવામાં આવશે.
આ સંતાન સાથેના વ્યવહારની વાત થઈ. બીજો મુદ્દો એ છે કે આવી લાચાર પરાધીન સ્થિતિમાં મૂકાવું ન પડે એ માટે આગ ળથી કોઈ વ્યવસ્થા વિચારી ન શકાય? એ માટે મન અને શરીરને આગળથી તૈયારી કરી ન શકાય?
જીવનની કોઈ અવસ્થા નિરુપયોગી નથી. બાલ્યાવસ્થા અનેકવિધિ શકયતાના ઉઘાડ છે; યુવાવસ્થા સ્વપ્નો, આવેગો સાહસ, અને અજાણ્યાં શિખરો સર કરવાની શકિત છે; પ્રૌઢાવસ્થા જીવનના કડવા – મીઠાં અનુભવોનું તારણ કાઢીને સમજ અને શાણપણ મેળવવાનો તબકકો છે, તો વૃદ્ધાવસ્થા આંતરિક સ્તર પર કામ કરવાનો, સંગહ અને આસકિતનાં જાળાં વિખેરી નાખવાના, પુનર્જન્મમાં માનતાં હોઈએ તો નવા જીવન માટે બીજ વાવવાનો સમય છે. યુવાવસ્થામાં યોગ્ય આહાર વિહાર - યોગાસના - ધ્યાનના અભ્યાસ કેળવ્યો હોય તો વૃદ્ધાવસ્થામાં પણ શરીરસ્વાસ્થ્ય ઘણે અંશે જાળવી શકાય. ૭૫ - ૮૦ વર્ષે પણ સ્ફુર્તિથી કામ કરતા ઘણા મહાનુભાવોને આપણે જાણીએ છીએ જેમાં પ્ર, જીવનના આદરણીય તંત્રીશ્રી પણ છે. ગાંધીજી આપણને કયારેય વૃદ્ધ લાગેલા? માણસની વૃદ્ધાવસ્થાની અપંગતા ને નિર્બળતા સર્વાંશે નહિ તે ઘણા અંશે, તેની યુવાનકાળની જીવનરીતિનું જ પરિણામ હોય છે.
છતાં શરીર જર્જર થાય, હાથપગની શકિત શિથિલ થઈ જાય, તે વૃદ્ધાવસ્થાનું અનિવાર્ય લક્ષણ છે, પણ તેથી મનની શકિત તે આત્મશકિત ક્ષીણ જ થાય તે અનિવાર્ય નથી. ગૃહસ્થજીવનનાં કર્તવ્યો નિભાવતાં, સંસારની જટિલ પરિસ્થિતિઓના સામના કરતાં માણસને પોતાની અંદર જોવાની ફુરસદ મળી હોતી નથી. વૃદ્ધાવસ્થા એ સમય આપે છે જ્યારે આપણે આપણી અંદર ડોકિયું કરીએ, આપણાં દુન્યવી વળગણાને ખંખેરી નાખીએ. થોડા વખતમાં છેવટની વિદાય લેવાની જ છે. તો જરા આગળથી આસકિતનાં બંધન ઢીલાં કરી શકાય? છોકરાંનાં છેાકરાં, તેમની માયા તેમના પ્રત્યેના માહ - એ બધાંમાંથી હળવેકથી જાતને ખેસવી લઈ પોતાનાં આંતર-વિકાસ માટે વિચારવાનો સમય માણસ માટે શું કયારે ય. આવતા જ નથી?
‘ઘરડાં – ઘર’ ને હું તો આવકારું છું. જિંદગીભર આપણે થેાડાક લોકોના સ્નેહમાં જાતને પૂરી રાખી હોય છે. આ નવા ઘરમાં અજાણ્યાં