SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ * પ્રબુદ્ધ જીવન કેવી અપેક્ષા [] સકલનઃ કાન્તિ ભટ્ટ લેખક પાસે સ માજમાં સર્જકોની શું કામ જરૂર છે તે વિષે તાજેતરમાં બહુ જ સુંદર પુસ્તક પ્રગટ થયું છે. તે દરેક પ્રબુદ્ધ વાચકે વસાવવા જેવું છે. ડબલ્યુ. ડબલ્યુ. ના ને “હ્યુમન ઓપશન્સ” નામનું આ પુસ્તક લખ્યું છે તેમાંથી કેટલાક રસપ્રદ ફકરાઓ અહીં નીચે ટાંકડું છું: || લેખક તમારા વિચાર જગતને હલબલાવે છે. તેમાં વિકલ્પાનાં બીજ રોપે છે. લેખક લોકો માટે નવાં સત્ય ખાજે છે. વાચકની પોતાની અંદર નવી શક્યતાઓ રહેલી હેાય તેનું ભાન કરાવે છે. સર્જક અને કલાકાર હંમેશાં તેના ભકતાને શેધતા હોય છે. જે સમાજમાં કલાકાર ઉપર બંધન હોય ત્યાં લોકો સામે કોઈ વિકલ્પા રહેતા નથી. રશિયામાં સેક્ઝેનિન્સીનને લખવા ઉપર પ્રતિબંધ નહાતા, પરંતુ તે જે લખે તે વાચકો સમક્ષા મુકાતું નહોતું. એટલે લેખકનું સર્જન જ મહત્ત્વનું નથી. એ સર્જન વાચકો સુધી પહોંચવું જોઈએ. વાલ્ટ વ્હીટમેને આટલે જ કહેલું કે “ગ્રેઈટ ઓર્ડિયુન્સીઝ આર નેસેસરી ઈફ વી વોન્ટ ટુ હેવ ગ્રેઈટ પોએટસ.” આમ આખરે તે। શ્રેાતા જ મહત્ત્વને છે કારણ કે તમારા સર્જનની તાકાતનો આખરી પરચે! તે શ્રાતા કે વાચક પાસે જ થાય છે. [] ઘણી વખત એવું બને કે ફિલસૂફની માફક કોઈ કલાકાર લેખક પણ પેાતાના અજ્ઞાનમાંથી જ પ્રેરણા મેળવે છે. જે રહસ્યમય હાય છે તેમાં તે ઊંડે ઊતરે છે. વિજ્ઞાનની માફક તે કઈ દિશામાં આગળ વધે છે તેને તેને ખ્યાલ ન હોય તે બનવાજોગ છે; પરંતુ અજ્ઞાનની પૂજા ન થઈ શકે. વળી એ પણ ખ્યાલ રહે કે કોઈ લેખક કે કલાકારનું ગળું માત્ર રાજકારણીઓ જ ઘાંટી દે તેવું નથી. કલાકાર પેાતે જ પાતાના દુશ્મન બની શકે છે. દાખલા તરીકે કોઈ મંત્રી કે લેખક કે કલાકારની સમાજ પ્રત્યેની કોઈ ફરજ નથી અને પેતે પોતાની કલામાં જ મસ્ત રહી શકે છે તેમ માનવું [મૂર્ખાઈભર્યું છે. કારણ કે આખા સમાજના ઢાંચામાંથી જ તેની સર્જકતાને પાણ અને બળ મળે છે. આ સૂત્ર બધા જ કલાકારા નોંધી લે: The conditions of life are in separable from the condition of art. અર્થાત કલા અને સામાજિક જીવન માટેના સંયોગે અને માપદંડો અલગ અલગ હોતા નથી. એક જ પ્રકારના વાતાવરણમાં જીવન અને કલા પાપાય છે. કલાકાર કોઈ ઊંચા ખડક ઉપર ચઢીને તેબરો ચઢાવીને સાધારણ જનજીવનથી અલગ ન થઈ શકે. તે ક્લાકાર નથી. તે તે ધંધાદારી વેપારી છે. સાચે કલાકાર તે દરેક પરિસ્થિતિમાં ઘૂમતા રહે છે. [] એ વાત યાદ રહે કે બેફામ રીતે વર્તનારા કલાકાર કે લેખકને જે દુ:ખ અને કષ્ટ સહન કરવાં પડે તે કષ્ટો કે પીડા તેની માત્ર અંગત વાત જ રહેતી નથી. કલાકારની પીડા એ માનવસમાજની પણ પીડા બની જાય છે અને તેથી જ ક્લાકારની અંગત વર્તણૂક પણ બહુ મહત્ત્વની છે. કલાકારની ટ્રેજેડી એ સમાજની ટ્રેજેડી બની શકે છે. વર્તમાન પ્રજા જ નહિ પણ ભવિષ્યની પ્રજા ઉપર પણ અસર પડી શકે છે કારણ કે કવિ કે લેખક માનવાનાં મનને જોડવાનું કામ કરે છે. [] કોઈ લેખક માટે વિજયની કઈ ઘડી છે? વિચારનું બીજ તા. ૧-૭-૮૧ રાખીએ? રોપાયું તે લેખક માટે શ્રેષ્ઠ ઘડી છે. જ્યારે કોઈ નવા વિચાર જન્મે ત્યારે કવિ માટે આનંદના દિવસ હેાય છે. લેખકના અણુ અણુમાંથી શકિતના ગ્રાત નીકળે છે. તેના સર્જનના કૂવા છલકાય છે. પણ એ સાથે જ સમાજ પ્રત્યેની જવાબદારીની ઘડી પણ આવી પહોંચે છે. વિચારને પ્રગટ કર્યા વગર ચાલતું જ નથી, તે વિચારને પ્રગટ કરવામાં તેણે ડર રાખવાની જરૂર નથી. | હવે વાર્તાલેખકોનું દુ:ખ એ છે કે તેમની નવલકથાના પાત્ર એવાં હાય છેકે જેને ન જાણીએ તે પછી ચાલે. આ પાત્ર આપણાં વિચારજગતમાં પ્રવેશે છે, પણ કંઈ અસર છેાડતા નથી. આ પાત્ર આપણી સ્મરણશકિત ઉપર ઝી છાપ છેાડતા નથી. આવાં પાત્ર વાર્તામાં દુ:ખ સહન કરતાં હોય ત્યારે તમને તેની કાંઈ પડી હોતી નથી. આવાં પાત્રા જીવન સાથે પ્રયોગ કરતાં હોય છે— જીવનને જીવતા નથી. [] તે। પછી આપણે લેખક પાસે કેવી અપેક્ષા રાખીએ? આપણા યુગના નવા જુસ્સાને પ્રગટ કરવાની આપણે જરૂર અપેક્ષા રાખી શકીએ. માનવે બદલવાની જરૂર છે કે માનવી અમુક દિશામાં બદલાઈ રહ્યો છે અને તે માટેના જુસ્સાને બળ આપવું જોઈએ. સમાજ અને વ્યકિત વચ્ચે જ ખાઈ છે તેને ઓછી કરવી જોઈએ. સામૂહિક જરૂરિયાતો અને વ્યકિતગત શકિત વચ્ચેનું જે મેટું અંતર છે તે ઓછું કરવાનું કામ લેખકે કરવું જોઈએ. [] એરિસ્ટોફને એક વખત નાટકકારો સામે મોટો બળાપા વ્યકત કરેલા, તે કહેતા કે નાટક દ્વારા કે વાર્તા દ્વારા લેખકે કંઈક સંદેશે તો આપવા જ જોઈએ. માત્ર લોકોના મનનું રંજન જ કરવાનું નથી, જો કે લેખકની એક સમસ્યા છે કે તે કેટલા ઉપયોગી છે અને કેટલી હદે કોાતા સુધી પહોંચી શકે છે. પણ તેની પાસે કંઈક નક્કર હશે તે તે પહોંચી જશે. પ્રગતિ વગરની કોઈ સંસ્કૃતિ સંભવી શકે નહિ, વિચારો વગર પ્રગતિ સંભવી ન શકે અને પુસ્તકો વગર કોઈ વિચારો જન્મી ન શકે. માનવીની પ્રગતિ અને વિકાસ માટે લેખકો મૂળભૂત શકિત પૂરી પાડે છે. [] કલા દ્વારા આપણે માનવીનાં મનને ફંટાવી શકીએ છીએ. જે રહસ્યમય છે કે ભેદી છે તેની સાથે જ તન્મય રહેવાની એક પતિ કલા દ્વારા જાણવા મળે છે. કોઈ રહસ્યમય વાતની પાછળ પડી જવું હોય તો તમારે અસલામતી અને અનિશ્ચિતતામાં જીવવું પડે. કલા દ્વારા તમે અનિશ્ચિતતાને મ્હાણી શકો. બધું જ સલામત હાય તેમાં સ્વાદ નથી. કલા દ્વારા તમે અસલામતીના સ્વાદ માણી શકો છે. ઓગસ્ટીને કહેલું “કલા દ્વારા તમે માનવીના અર્ધજાગૃત મન સુધી ઊડે જઈ શકો છે. માનવીના અનોખાપણાનું ભાન કલા દ્વારા કરાવી શકાય. [] જોન મેસન બ્રાઉને કહ્યું છે કે “Creative writing is the sweetest agony known to man.” પીડામાં તમારે પરમાનંદ જોવે હાય તા સર્જક બને. પીડાને પરમેશ્વરી બનાવી જાણનાર જ સર્જક બની શકે. કલા અને સર્જનની થાકોડો જ એવા છે કે તેમાંથી પ્રેરણા મળી શકે. એ એવા પસીના છે કે જે સુગંધ આપે છે. અહીં કોટી થાય છે. તમારી કલ્પનાશકિતને તમે વાજબીપણાનું મ્હાણ આપો તે ખૂબ થકવનારું કામ છે પણ તમને તમારા પ્રયાસનું ફળ જરૂર પ્રાપ્ત થાય છે. સોક્રેટિસ હંમેશાં પેતાને લીટરરી--મીડવાઈફ તરીકે ઓળખાવતા. સર્જનની આ રાતત સુવાવડ તમારે કરવી જ પડે. પ્રસૂતિ પીડાવાળા મનને સાચવ્યા જ કરવું પડે. સાક્રેટિસ તે વિચારોના આ પ્રજનનની ખૂબ જ માવજત કરતા હતા. માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy