SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૮૦ પ્રાદ્ધ જીવન કાંગળની અછત આજે દેશમાં કાગળની લગભગ ૯૦ મિલા છે. આપણું કાગળનું ઉત્પાદન વાર્ષિક ૧૦ લાખ ટન જેટલું અને વપરાશ ૧૧ લાખ ટન જેટલે છે. આમ ઉત્પાદન અને વપરાશ વચ્ચે લગભગ એક લાખ ટનનો ગાળો છે. આ ખોટ આપણે આયાતથી પૂરી કરીએ છીએ. ૧૯૭૭-૭૮ દરમિયાન આપણે ૮૧ ડ રૂપિયાની કિંમતના ૧.૯૦ લાખ ટન જેટલેા કાગળ આયાત ક્યો હતો. ૧૯૮૨૮૩માં કાગળનું ઉત્પાદન ૧૪ લાખ ટન જેટલું અને વપરાશ ૧૫ લાખ ટન પર પહોંચવાની ધારણા છે. તાજેતરના ભવિષ્યમાં નવી ઉત્પાદનશકિત સ્થાપવાના સંજોગો બહુ ઊજળા જણાતા નથી. ભારતીય અર્થતંત્રમાં ખાતર, પોલાદ અને વીજળી ઉદ્યોગ કરતાં કાગળ ઉદ્યોગ જેવાં કેટલાંક એવા ક્ષેત્રો છે કે જયાં ઉત્પાદન કિતના અસરકારક ઉપયોગ કરતાં અપૂરતી ઉત્પાદનશકિત છે. આથી નવી ઉત્પાદનશકિતની સ્થાપના મહત્ત્વની વાત બની જાય છેકાગળ ઉદ્યોગમાં ઉત્પાદનશક્તિના વપરાશ ૮૦ થી ૯૯ ટકાની વચ્ચે એટલે કે ખૂબ ઊંચા છે.. ઉત્પાદનશકિતનો ખૂબ ઊંચા વપરાશ એમ સૂચવે છે કે હાલ અસ્તિત્વમાં હોય તેવી ઉત્પાદનશકિતના ઉપયોગ દ્વારા ઉત્પાદન વધારવાનો બહુ અવકાશ નથી. એ સંજોગામાં આપણી સામે બે વિકલ્પ છે. કાગળ ઉદ્યોગમાં મૂડીરોકાણ કરી ઉત્પાદનશકિત વધારવી અથવા વધુને વધુ કાગળની આયાત કરવી. વિશ્વબજારમાં પેટ્રોલના આસમાને ચડતા ભાવા અને આપણુ ઘટતું જતું વિદેશી હૂંડિયામણ જોતાં સરકાર કાગળની માંગ લાંબા ગાળાની આયાતો દ્વારા પૂરી પાડવાની યોજના કરી શકે તેમ નથી. કાગળના વધુ ઉત્પાદન માટે નવી ઉત્પાદનશકિતની સ્થાપના એ આમ તાકીદના પ્રશ્ન બન્યો છે. ફુગાવાની અસર કાગળ ઉદ્યોગ પર પણ પડી છે. કાગળ ઉદ્યોગનું મૂડી રોકાણ ૧૯૬૦ના દસકાનાં પાછળનાં વર્ષોમાં એક ટનની ઉત્પાદનશકિત માટે રૂપિયા ૪,૦૦૦ પરથી વધીને આજે રૂપિયા ૧૩,૦૦૦ જેટલું થયું છે. એટલે ત્રણગણાથી પણ વધુ વધારો થયો છે. ભાવ નિયંત્રણાએ કાગળ ઉદ્યોગ પર શી અસર- કરી છે તે જોઈએ. ભૂતકાળમાં અવારનવાર કાગળ ઉદ્યોગ પર ભાવ નિયંત્રણા મુકાતાં રહ્યા છે. ૧૯૪૫ના પેપર પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર ૧૯૫૦માં પાછા ખેંચવામાં આવેલા, ભાવનિયંત્રણ વિનાના ૧૯૫૦થી ૧૯૫૮ના સમય દરમિયાન કાગળના ભાવેામાં કાગળ ઉદ્યોગે પાંચ વાર વધારો કરેલા. પરિણામે જાન્યુઆરી ૧૯૬૦થી સરકારે કાગળના ભાવ પર ફરી અંકુશ મૂક્યા. આ અંકુશ ૧૯૬૮માં દૂર થયા. તેમ છતાં, ૧૯૭૧ થી ૧૯૭૩ વચ્ચે કાગળનું ઉત્પાદન લગભગ સ્થગિત થઈ ગયું હતું. પરિણામે કાગળની અછત ઉમી થઈ અને ભાવા વધ્યા. આથી ૧૯૭૪માં મુકાયેલા અંકુશ મુજબ કાગળની મિલોને તેમના કુલ ઉત્પાદનના ૩૦ ટકા સફેદ છાપવાના કાગળના ઉત્પાદનના અને બીજા ૨૭ ટકા કલ્ચરલ કાગળ (જેવા કે ક્રીમ વાવ, ઓસેટ, લીધે, છાપવાનો રંગીન કાગળ, ટાઈપ માટેના અને ડુપ્લીકેટિંગ) માટેના ઉત્પાદનનો આદેશ અપાયા. છાપવાના સફેદ કાગળનો ભાવ એક કરાર મુજબ ટનના રૂપિયા ૨,૭૫૦ જેટલા ઠરાવાયો હતો. આમાં મિલાને ટને રૂપિયા ૬૦૦ જેટલું નુકસાન જતું. જુલાઈ ૧, ૧૯૭૯થી આ ભાવ વધારીને ટનના રૂપિયા ૩,૦૦૦ કરવામાં આવ્યો છે. કલ્ચરલ કાગળના ઓછામાં ઓછા ૨૭ ટકા ઉત્પાદનના આદેશ સપ્ટેમ્બર ૧૯૭૬માં નાબૂદ કરવામાં આવ્યો. માર્ચ ૧૯૭૮માં ફ્રી તે પ્રમાણ વધારીને ૩૩ ટકા નક્કી કરવામાં આવ્યું છે. આમ છાપવાના સફેદ કાગળ પરના ભાવનિયંત્રણ સિવાય હાલમાં કાગળ પર કોઈ જાતનાં ભાવ અંકુશા પ્રવર્તતા નથી. છાપવાના સફેદ કાગળની વહેંચણી પર અનૌપચારિક (ઈન્ફોર્મલ) અંકુશ છે. આ રીતે અવારનવાર કાગળના ભાવ પર અંકુશા અમલમાં રહ્યા જયા કાગળ માટેના કાચા માલના ભાવા પર કોઈ જાતના અંકુશ ન હતા. આવી સ્થિતિ કર્યાં સુધી નભી શકે? તમારા પ્રમુખશ્રીએ કાગળની મિલાને મળતા ન પોસાતા ભાવાનો ઉલ્લેખ કર્યો છે. કાળા નાણાના સર્જનની પ્રક્રિયાનું આ મુખ્ય કારણ છે. અંકુશા અનિવાર્યું છે. પણ હું લાંબા સમયના કે કાયમના અંકુશનો વિરોધી છું. અંક બહુમાં બહુ તા કામચલાઉ B કેમ ઊભી થઈ 樂 ઉપાય ગણી શકાય. અંકુશ અ ઓસડ છે, ખારાક નહીં. ભાવને તમે એ રીતે અંકુશમાં રાખો કે જેથી કાગળની મિલાને ઉત્પાદન કિંમત પણ ન મળી રહે તો બહુ અર્થ સરે નહીં. આવી સ્થિતિમાં ન સાચા અર્થમાં ભાવઅંક શ અમલમાં રહે કે ન કાગળ યોગ્ય પ્રમાણમાં લોકોને મળી રહે. અત્યાર સુધી આમ જ બનતું આવ્યું છે. તમારા પ્રમુખશ્રીની સરકારની ખોટી ભાવનીતિ વિષેની ફરિયાદ આ સંદર્ભમાં જોવી જોઈએ. આ અંકુશાથી ગ્રાહકોને ભાગે તે વધુ મુસીબતો જ આવી અને બધા કાળાં નાણાંનો નફો ઉત્પાદકો અને વેપારીઓમાંનાં અસામાજિક તત્ત્વોના ગજવામાં ગયો. અવારનવાર કાગળ ઉદ્યોગ પરના ભાવનિયંત્રણાને પરિણામે ચાલુ એક્માની સરખામણીમાં નવાં સ્થપાતાં એકમોને ગેરફાયદ્ય થતો. કાગળ ઉદ્યોગમાં મૂડીરોકાણ પ્રત્યે ઉદ્યોગપતિઓની ઉદાસીનતાનું એક મુખ્ય કારણ આ હતું. આથી તાજેતરનાં વર્ષમાં ઉત્પાદન - શક્તિના વધારાનો દર ધીમા પયો. ૧૯૬૭-૬૮થી ૧૯૭૪-૭૫ના ગાળામાં કાગળ ઉદ્યોગ પરના બધા અંકુશા ઉઠાવી લેવામાં આવ્યા હતા. તેને લીધે એ સમય દરમિયાન ઉદ્યોગની રાક્ષમતા વધી. કુલ નફો મૂડી રોકાણના ૫.૮ ટકામાંથી વધીને ૧૭.૭ ટકા જેટ્લા થયો અને કર ભર્યા પછીનો નફો ૩.૭ ટકામાંથી વધીને ૧૬.૮ ટકા જેટલા થયા. ઉત્પાદન શકિતના વધારાના દર આ ગાળા દરમિયાન વાર્ષિક ૫.૩ ટકાતા હતા. કાગળ મિલ તૈયાર થવામાં લાગતા લાંબા સમય અને ભારે મૂડીરોકાણ ઉદ્યોગના ધીમા વિકાસનું બીજું મહત્ત્વનું કારણ છે. કાગળ ઉદ્યોગની ૭૫ ટકા જેટલી ઉત્પાદનકિત સાત મોટાં ઉદ્યોગ જૂથોના હાથમાં છે. ૧૯૭૩ની નવી ઔદ્યોગિક નીતિ પ્રમાણે કાગળ ઉદ્યોગ સ્થાપવા માટે મેટા ઉદ્યોગજૂથ પર કોઈ નિયંત્રણ ન હતાં. આમ છતાં વાસ્તવમાં ૧૯૭૦ના દાયકાનાં શરૂઆતના વર્ષોમાં મોટા ઉદ્યોગ જૂથોની કાગળમિલ સ્થાપના વિષેની અનેક અરજીઓ નવી દિલ્હીમાં અટવાઈ ગઈ હતી. ઉત્પાદનશકિતના વિકાસના ધીમા દરનું આ પણ એક મહત્ત્વનું કારણ હતું. તાજેતરના વર્ષોમાં કાગળ ઉદ્યોગની ઉત્પાદનશક્તિના વિકાસ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ૧૯૫૦ના દાયકામાં વાર્ષિક ૧૨.૬ ટકાના દરમાંથી આ ઉત્પાદનશકિત ઘટીને ૧૯૬૦-૬૮ના ગાળામાં ૭.૮ ટકા જેટલી અને ૧૯૬૮-૭૯ના ગાળામાં છ ટકા જેટલી થઈ હતી. આ જ સમયગાળા દરમિયાન ઉત્પાદનના વાર્ષિક દરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. ઉત્પાદનના વાર્ષિક વધારાનો દર ૧૧.૩ ટકામાંથી ઘટીને આઠ અને ૪.૨ ટકા જેટલા થયો હતો. અત્યારે અગવ ઉદ્યોગમાં કેટલા કાળા નાણાનો ઉદ્દભવ થાય છે એની ધારણા કરવી મુશ્કેલ છે પણ અંકુશ અને સરકારી સહાય સમિતિ * પાસે એવા નિશા આવેલા કે ૧૯૭૩-૭૪માં ૮ લાખ ટન કાગળના ઉત્પાદન પર ૮૦ કરોડ રૂપિયાનું કાળું નાણું સરજાયેલું. અંક શે અને સરકારી સહાય સમિતિએ નોંધ્યું છે કે “જયારે પુરવઠા કરતાં માગ વધારે હાય ત્યારે વપરાશકરોના હિતમાં ભાવોને નિયંત્રણ કરવાા પ્રયત્નમાં એ ભય સમાયેલા છે કે નિર્ધારિત જૂથને ફાયદો કરવાને બદલે આ નિયંત્રણ કાળા નાણાના તેમ જ કરના માળખામાંથી બાકાત નફામાં પરિણમશે.” એક સામાન્ય માન્યતા એવી છે કે વેપારીએ જ કાળા બજારિયા હોય છે. આ વાત કદાચ મેટા વેપારીઓ માટે સાચી હશે પણ નાના વેપારીઓ પાસે સંઘગ કરવાની કોઈ આર્થિક શકિત નથી. એ વાત ખરી કે કેટલાક વેપારીઓ અછતની પરિસ્થિતિના લાભ લેતા હોય છે. પણ આ સામે એ વાત પણ શું ખરી નથી કે અછતી પરિસ્થિતિના સર્વથમ અને મોટો લાભ તો ઉત્પાદકો જ લઈ જતા હોય છે. મૈં હમણાં જે ૮૦ કરોડ રૂપિયાના કાળા નાણાની વાત કરી એ અંતે મોટા ઉત્પાદકોના ખિસ્સામાં ગયેલા એવી વેપારી વાયકા હતી. કાળા બજારના ભાવે ચીજવસ્તુઓ વેચવા વેપારીઆનો ઉપયોગ કરતા ઉદ્યોગપતિઓના હાથા નહિ બનવાનું તમારા એસારિયેશને નક્કી કરવું જોઈએ. સામાજિક જવાબદારીનું જેમને ભાન નથી એવા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ વચ્ચેની કડી તાડવી જ જોઈએ. તમારા પ્રમુખશ્રીએ મેનેાપેાલીઝ એન્ડ રિસ્ટ્રિકિટવ ટ્રેડ પ્રેકિટસિસ કમિશનને તમારા એસોસિયેશને આપેલા નિવેદનની વાત કરી. નવી િ
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy