________________
પ્રજીવ જીવન
તા. ૧-૯-૯
*
“એ ઝ
ફી
“મી. લા.
થાનકી યુઆરએઝ ફ્રી એઝ બર્ડ’ બરાબર, આજથી વીસ વર્ષ પહેલાં મારા મિત્ર શ્રી મુકુંદ સાતાએ મારા માટે ઉચ્ચારેલા, કોલેજકાળના શબ્દો યાદ આવી ગયા. મને લાગે છે કે માનવીએ પંખી જેટલા મુકત થવું જોઈએ. વિચાર-ગગનમાં ઉડવાની શકિત કેળવવી જોઈએ. પંખીની મુકિત, માનવીની મુકિત, માનવઆત્માની મુકિત: શું એ જ જીવનનું ધ્યેય નથી? ઈશ્વરે આપણને જન્મ અને જીવન મુકત - મેમ એટલે કે :ખમાંથી મુકત થવા આપ્યો છે, જે તેને સદુપયોગ નહિ કરીએ તો પેલાશંકરાચાર્યના શબ્દોમાં: ‘પુનરપિ જનનમ, પુનરપિ મરણમ . પુનરપિ જનની જડરે શયનમ' ની ચોર્યાસી લાખ નીએમાંથી પસાર થવું પડશે, અથડાવું કૂટાવું પડશે. અંતે? મોક્ષની ઝંખના આપણી સમક્ષ આવીને ઊભી રહેશે.
પુરપા એટલે આત્માને હેતુ. આત્માને હેતુ શો? તે કે મુકિત મેળવવી. શેમાંથી મુકિત ? તે કે બંધનમાંથી. પછી એ બંધન શરીરનું હોય, સમાજનું હોય કે પછી વિચારસરણીનું હાય. આ વિચારને કેન્દ્રમાં રાખી, આપણા પૂર્વજોએ ચાર પુરુષાર્થ કપી, તેમાં પહેલું સ્થાન ધર્મને આપ્યું, બીજું અર્થ, ત્રીજું કામ અને ચોથું મકા, કહેવાનું તાત્પર્ય એ કે બાકીના ત્રણે પુરુષાર્થ ધર્મપ્રેરિત હોવા જોઈએ. અર્થ, કામ અને મક્ષ જે ધર્મ પ્રેરિત ન હોય તે તેઓ અનર્થ સજે, પરિણામે, આત્મા બંધાય, ગૂંચવાય, મૂંઝાય. જે ચોપડામાં થી ૧ સાથે શુભ - લાભની સંજ્ઞા ચિતરાયા બાદ વ્યવહાર થી ૧ાા સાથે અશુભ - ગેરલાભનું આચરણ થાય તે, તે દ્વારા મળતા અર્થ ધર્મપ્રેરિત ન રહેતાં અધમ ઉત્તેજિત બની જાય છે. જેવું અર્થનું તેનું કામનું. કામના - વાસના ક્યા પુરુષ (આત્મા)માં નથી? પરંતુ, જો તેને સદુપયોગ કેવળ પ્રજોત્પતિ પૂરતો મર્યાદિત ન રહેતાં ભોગ વિલાસ, વિકારનું જે તે સાધન બની જાય છે તેમાંથી ઘણાં અનિષ્ટો જન્મે એ સુવિદિત બાબત છે. આમ થતાં સમાજ “ Children of love ' ને બદલે ‘ Children of Passion' થી છલકાવા માંડશે, ઉભરાવા માંડશે. પ્રેમપુત્રનું સ્થાન જે વાસના પુત્ર જ લેતા રહે તે કામમાંથી ધર્મ અદ્રશ્ય થઈ જાય, જે રીતે અર્થ અને કામ તે રીતે મોક્ષ-મુકિત પણ ધર્મ પ્રેરિત બનવા જોઈએ. તે ક્યારે બને? જ્યારે સ્વતંત્રતાનું સ્થાન સ્વછંદતા લેતી અટકે ત્યારે સમાજમાં તંત્ર અનિવાર્ય છે. જે આપણે સ્વતંત્ર નહિ બનીએ તે આપણે પરતંત્ર બનવું પડશે! શી રીતે? તાજેતરની જ ઘટના જોઈએ તે જનતા સરકાર રચાયા બાદ વડા પ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના જીભના કૂચા વળી ગયા! તેઓ બેલતા રહ્યા: ભાવ ઘટાડે .. ભાવ ઘટાડે ! આપણે સાંભળતા રહ્યા. મોટા ઉદ્યોગપતિ, વ્યાપારીઓએ માન્યું: ‘એ તે બોલે પણ હવે જ્યારે સરકારે ચલણમાંથી મોટી નોટ દરૃ કરી ત્યારે “તેમને વિચાર આવ્યો હશે કે આપણે “જે સાંભળ્યું'તું” તે અમલમાં મૂક્યું હોત તો!” “આપણા પરસેવાની પસ્તી ન થઈ હોત!”
પરંતુ, ત્યાં પરસેવો પડતો નથી, ત્યાં પર - સેવાને વિચાર સમયસર આવતો નથી! અધર્મ પ્રેરિત અર્થ બંધનમાં નાંખે છે. એમ જે ઉપર, કહ્યું તેને આ પુરા, કે. અધર્મ પ્રેરિત મોક્ષ પણ માણસને વધુ ને વધુ બંધનમાં બાંધે છે. માણસ એક વાર બેટું બેલીને કે કરીને છટકી શકતા નથી. તે તેણે વારંવાર કરવું પડે છે. અસત્યને ગુણાકાર થતું રહે છે. એક અસત્યને છુપાવવા માટે રચાતી અસત્યોની પરંપરામાં માનવી ગૂંચવાતે રહે છે. આમ, બંધનેની પરંપરા રચાતાં પેલી મુકિત છુપાઈ જાય છે, સંતાઈ જાય છે. પુરૂષાર્થોને ધર્મપ્રેરિત કર્યા બાદ, માનવીએ પોતાના પડરિપુને નાથવા પ્રયત્ન કરવા જોઈએ. કામને અસંતોષ માનવીને ક્રોધાગ્નિમાં ધકેલે છે. ક્રોધ કરનાર અને પામનાર એકી સાથે બળે છે. (મનોરાક્ષr and)
એ ઝ બર્ડઝ : કહેવત જ અશકિતમાંથી ક્રોધની ઉત્પત્તિ સૂચવે છે. શકિત શાળી હંમેશાં ધીર, વીર અને ક્ષમાશીલ હોય છે. લાભમાં આસકિત છે, અશ્રદ્ધા છે. પોતે કલ્પી લીધેલા કહેવાતા ભાવિની ચિંતા છે અને ચિંતનને અભાવ છે. આ જ સંદર્ભમાં “અતિ લોભ તે પાપનું મૂળ” કહ્યું. ધૂળ વસ્તુઓને સંચય, માનવીને સ્કૂળ બનાવી તેની ચેતનશકિત - ચિત્તશક્તિને હરી લે છે. આસકિત માનવીને જૂઠા બંધનમાં બાંધે છે. મારાપણ માલિકીની ભાવના - સાચા માલિકને - હંમેશ માટે ભૂલાવી દે છે. અરે તું, મારા શરીરને માલિક નથી, તો પત્ની, પુત્રી, ધન - ધાન્યને માલિક શી રીતે હોઈ શકે? જયાં સુધી આ જગતના ‘શઠો’ ‘શેઠો તરીકે પૂજાતા રહેશે ત્યાં સુધી માલિકી - ભાવને લુપ્ત થવાની આશા નહિવત છે. હું અને મારુંના બંધનમાંથી છૂટાય તે તે મેસ. કર્મના બંધનમાંથી છૂટવાને પ્રયત્ન તે મોક્ષ. આસકિત રહિતતા તે મોક્ષ. મુકિત શાનમાં છે, સમજણમાં ડહાપણમાં છે. પરંતુ બને છે એવું કે અંગ્રેજીમાં કહ્યું છે તેમ, “Knowlege comes, but wisdom lingers” ? જ્ઞાન પ્રાપ્ત થાય છે, છતાં ડહાપણ ટળવળતું રહે છે. આજે
જે મેટા પાયા પર કમેં થાય છે તે જે જ્ઞાન વગરનાં હશે તે તે વાંઝિક્યા પૂરવાર થશે. જ્યારે ભારતમાં યશાયાગની બેલબેલા હતી, ત્યારે શ્રીમદ્ શંકરાચાર્યો સૌથી જુદા પડીને કહ્યાં'તું: યજ્ઞ કરે, પણ જ્ઞાનપૂર્વક. કર્મો કરો પણ જ્ઞાનપૂર્વક, ( નદિ નેન સહામં, વિકમ ૪૪ વિદ્યતે ) તેમણે કહ્યું પવિત્ર જ્ઞાન એ મેક્ષને દરવાજો છે. ગામમાં આવેલા સર્કસના સમાચાર જેટલા બાળકને ઉત્તેજિત કરે છે તેટલા મેટા માણસને કરતા નથી. કેમ કે, તેઓ અનેક વાર “સર્કસ” જોઈ ચૂકયા છે. સર્કસનું જ્ઞાન તેમને છે. જ્યારે નાના બાળકોના અવિકસિત આત્માઓ હાથી, ઘોડા, ઈંટના આકાર પ્રકારાદિની કંપનામાં સરી પડે છે, કેમ કે તેમને તેનું જ્ઞાન નથી. આ અર્થમાં
જ્યાં જ્ઞાન છે ત્યાં શાંતિ છે જયાં શાંતિ છે. ત્યાં મુકિત છે, મેક્ષ છે. અમેરિકા કે ઇંગ્લેન્ડ ગયા વગર આપણા ઘરના ખૂણે બેસીને જો તેનું શાન મેળવીએ તો ત્યાં જવાની કડાકૂટમાંથી સહેલાઈથી બચી : જઈએ! વળી, ત્યાં ‘જનારા” પણ શું કરે છે? તેમની પાસે ઈગ્લેન્ડ - અમેરિકાનું શાન હોય છે? ખારવા પિતાની જિંદગીમાં - કેટલી બધી વાર, કેટલે બધે અંદર જતા હોય છે. પણ તેથી શું?
(What next?) ‘હિરે’ ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્ય” જેવી પરિસ્થિતિ શું આપણી નથી?
પંખીનું જીવન તેની મુકિતમાં છે. આપણું જીવન આપણી મુકિતમાં છે. (we should be as free as bird) આપણે પક્ષી જેટલાં મુકત થવું જોઈએ. વિચારની મુકિત, આચ-૨ની મુકિત, જ્ઞાનની મુકિત ને કર્મની મુકિત. જયા સુધી બંધન છે, ત્યાં સુધી દુ:ખ છે. આસકિતમાં દુઃખ અને અનાશકિતમાં સુખ નીહિત છે. કર્મ કરીએ પણ તેના વળગાડથી દૂર રહીએ. અનાસકત રહીને કરીએ. કર્મ હંમેશાં તેનું ફળ સાથે લાવતું હોય છે, પણ તેની ઇંતેજારી ઘટાડીએ. ‘કર્મ ખાતર ક્ય’ ‘ફળ ખાતર કર્મ નહીં. આનંદ ખાતર જીવન, સિકિત ખાતર નહીં. આવું જીવન એટલે જ મેદાનો ખુલ્લો દરવાજે. મુકિત આપણી અંદર જ છે, તેને પ્રયત્નપૂર્વક બહાર ખેંચી કાઢવાની છે. બહાર તેને શેધવા નીકળી પડવાનું નથી ! આજે આપણે સૌ પક્ષી” ને ભુલી, “પક્ષના બંધનમાં પડયા હોઈએ, તેમ ? નથી લાગતું શું?
- હરજીવન થાનકી
માલિક શ્રી મુંબઇ જેને યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ મુંબઈ-૪૦૦ ૦૪ ટે. નં. ૩૫૦૨૯૬
તલસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેસ, ફેટ, મુંબઇ ૪૦૦ ૦૧.