________________
૮.
પ્રમુદ્ધ જીવન
સમાજ રત્ન : વેલજી શેઠ
*
ભારતિય સંસ્કૃતિ ભાગના નહિ-ત્યાગના સિદ્ધાન્ત પર રચાયલી છે. અહીં Giver —દાતાનું કાયમ સન્માન થયું છે; Grabber શેાષણખારનું કદી નહિ. વિમલ મંત્રી, વસ્તુપાલ તેજપાલ, ખેમા દેદરાણી, ભામાશા, જગડૂશા એ શ્રેષ્ઠી પ૨૫રાના જવલંત ઉદાહરણ હતા. ગાંધીજીએ પણ એજ શ્રેષ્ઠી પરંપરાનાં મૂલ્યોને ટ્રસ્ટીશિપના સિદ્ધાન્તરૂપે નવસંસ્કરણ કરી સમાજ સમક્ષ મૂક્યા. વેલજી શેઠ વાણી, વિચાર અને કર્મથી એ સિદ્ધાન્તને વરેલા હતા. પેાતાના અંગત જીવનમાં કયારેક કંજૂસપણાનો ભાસ કરાવે એવી કરકસર તથા સાદાઈને વરેલા વેલજી શેઠને જરીપુરાણા એવા સાફા પર બેઠેલા જોઈએ કે પરબિડિયાં ઊધા કરી વાપરતા જોઈએ કે ફાટી ગયેલા પાયજામાને કાપીને બનાવેલી અર્ધી ચડ્ડીમાં બેઠેલા જૉઈએ અને બીજી બાજુએ હજારોની સખાવત કરતા અને ગાંધીજીને કોરો ચેક સુદ્ધાં આપી દેતા જોઈએ ત્યારે એ જ શ્રેષ્ઠી પરંપરા ટ્રસ્ટીશિપ પરંપશના સાચા દર્શન થાય; અને એટલે જ એમના નામને “શેઠ” પ્રત્યય ન લગાડીએ તે. એ અધૂરું લાગે ; કારણ કે ટ્રસ્ટીશિપના સિદ્ધાન્તને વરેલા એ સાચા શ્રેષ્ઠી-શેઠ હતા. સમાજના શ્રીમંતવર્ગ આ પરંપરાને અનુસરે તે તેટલે અંશે સંઘર્ષ દૂર થાય અને જીવન મંગળમય બને. જે સિદ્ધાન્તાને બાપુ વરેલા હતા; એ જ સિદ્ધાન્તાને અનુસરવાની મથામણ ગાંધીજીની છેટી આવૃત્તિ—mini Ganbhi સમા વલેજી શેઠે જીવનભર કરી છે. ફ્કત ક એટલે કે ગાંધીજીના વ્યકિતત્વના વ્યાપ ઘણા મોટા હતા અને એમના જીવનના વ્યાપ બાપુના જીવનની સરખામણીમાં સીમિત હતા.
અર્વાચીનેામાં આદ્ય એવા એ કર્મવીર પિતામહ આપણને અર્વાચીન સમાજની પ્રત્યેક પ્રવૃત્તિના કાંગરે કાંગરે આદ્ય સ્વરૂપમાં દેખાશે. લગભગ સિત્તેર વર્ષના એમના પ્રવૃત્તિકાળ દરમ્યાન એ સતત ક્રિયાશીલ રહ્યાં છે- રચનાત્મક કશું કરતા જ રહ્યા છે. માટુંગાની ચારે દિશા ફરી વળો. માટુંગા બોર્ડિંગ, શ્રદ્ધાનંદ મહિલાકામ, માટુંગા હિન્દુ જીમખાના, દીન દયાળ સંઘ, બહેરામજી જીજીભાઈ હામ, ઈન્ડીઅન એજ્યુકેશન સેાસાયટીની કિંગ-યૅાર્જ હાઈસ્કૂલ, શિશુ વિહાર હાઈરક લ, સાવલા હાઈસ્કૂલ, નપુ હાલ, વેલબાઈ સભાગૃહ કે નપુ ગાર્ડનસ ચારેકોર આપને એ કર્મવીર વેલજી શેઠની બાગબાનીજ નજરે પડશે.
કાંદાવાડી, મુંબઈ તથા ઉપનગરોમાં પથરાયલા ઉપાશ્રયો અને એની સાથે જોડાયલી જન-કલ્યાણ પ્રવૃત્તિઓમાં વેલજી શેઠ આપને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બેઠેલા જણાશે જ. મુંબઈની પાંજરાપાળ અને એવી સંખ્યાબંધ ગૌશાળાઓ અને ગૌસંવર્ધન સંસ્થાઓમાં વેલજી શેઠનો આત્મા આપને ડોકિયા કાઢતો દેખાશે.
હરિજન સેવક સંઘ, ડુંગરપુર સેવા સમાજ, હિંગણે સ્ત્રી-શિક્ષણ સંસ્થાન, મરોલી કસ્તુરબા સેવાશ્રામ, રામકૃષ્ણ મીશન, વનિતા વિશ્રામ, ભારાવ પાટિલની ચિચવડ ખાતેની સંસ્થાઓ, આદિવાસી આશ્રમ આહવા, આર્ય કન્યા વિદ્યાલય વડોદરા, એ. આર. શાહુ સ્થાપિત મૈત્રી વિદ્યાપીઠ, સુરેન્દ્રનગર વગેરે સંખ્યાબંધ સંસ્થાઓને પોતાની કાર્યશકિતનું તથા ધનનું યશાશકિત યોગદાન એમણે આપેલ છે. આ રીતે આ કર્મવીરે પોતાના કાર્યક્ષેત્રને જ્ઞાતિ કે સમાજના વાડા પુરતું સીમિત નહાનું રાખ્યું.
આજે તા એરણની ચારી કરી સાયનું દાન આપવું છે અને આરસ ઉપર નામ જડાવવાની હરીફાઈ ચાલી રહી છે ત્યારે વેલજી શેઠ હમેશાં પ્રસિદ્ધિ અને કીતિથી દૂર ભાગતા. પછાત અને આદિવાસીઆના ઉત્કર્ષનું કાર્ય કરતી એવી સંખ્યાબંધ સંસ્થાઓ સુધી પણ પ્રસિદ્ધિની કોઈ જાતની ખેવના વગર એમના દાન પ્રવાહ પહોંચતા ખરેખર કહ્યું છે કે, “તારા ગુણો અથવા સુકૃત્યોની બીજા સ્તુતિ કરે. અથવા સાંભળે, અથવા તારાં સારા કામ બીજા જુએ; તેથી હું ચેતન ! તને કંઈ પણ લાભ નથી, જેમ કે ઝાડના મૂળ ઉઘાડાં કરી નાખ્યા હોય તા તેથી ઝાડ ફળતા નથી, પણ ઊલટાં ઊખડી જઈને ભોંય પર પડે છે(તેમ જ સારાં કામો પણ ઉઘાડાં પડવાથી ભોંય પડે છે).’વેલજી શેઠ એ જીવન-ફિલસૂફીને વરેલા હતા.
તે સમયના કોંગ્રેસ રાજકારણમાં વેલજી શેઠ ઘણા જ આંગળ નીકળી ગયા હતા અને એલ ઈન્ડી કોંગ્રેસ કમીટીના કામચલાઉ ખજાનચી પદ સુધી પહોંચી ગયા હતા. એઓશ્રીએ અગ્રગણ્ય નેતાઓ સાથે રહી ઘણા ઉચ્ચ સ્થાનો શાભાવ્યા હતા; પણ એમના નાના
તા. ૧-૯-’૭૯
*
ભાઈ જાદવજી શેઠના અકાળ અવસાનથી એમના પર કુટુંબ અને ધંધાકીય જવાબદારીઓના બોજ વધી ગયો એટલે એમણે પેાતાની મર્યાદાઓ સ્વીકારી લઈ પ્રત્યક્ષ રાજકારણમાંથી નિવૃત્તિ લીધી અને પરોક્ષ રીતે ભાગ લેવાનું ચાલુ રાખ્યું. રાજકીય અને સામાજિક ક્ષેત્રે એ Power Politics –સત્તાના રાજકારણથી તથા કોઈ પણ ભાગે હાદ્દા પર ચિટકી રહેવાની ચિટકુ મનોદશાથી કાયમ દૂર રહ્યા
હતા.
વિશાળ ફલક પરની પંડિત મેાતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેની જોડીની જેમ પ્રમાણમાં સીમિત એવા ફલક પરની પણ જવલેજ જોવા મળે એવી આ પિતા-પુત્રની જોડી હતી. વેલજી શેઠના પિતા લખમસી શેઠનું એ વખતના મુંબઈ શહેરના નામાંકિત શહેરીઆમાં આગવું સ્થાન હતું. એઓશ્રીએ ઈન્ડીઅન મર્ચન્ટસ ચેમ્બરની સ્થાપનામાં અગળ પડતો ભાગ લીધા હતા. વેલજી શેઠ આવા જાજરમાન પિતાના પુત્ર હતા. પિતા-પુત્ર બન્નેનું વ્યકિતત્વ કોઠાસૂઝહૈયા ઉકલત અને નેતૃત્વના ગુણાથી પ્રચુર હતું– સભર હતું.
ગ્રેન એન્ડ ઓઈલ સીડસ મર્ચન્ટસ એસસીએશન જેવી માતબર સંસ્થાનું સુકાનીપદ એમણે વર્ષો સુધી સંભાળ્યું હતું. જે બજારમાં રોજ લાખાના સાદાઓ પડે અને લેન-દેન થાય ત્યાં. વાંધા-વચકા તો જરૂર થાય જ. એ વાંધા-વચકાઓ કોર્ટે ન જતાં એસેાસીએશન મારફતે જ ન્યાયી નિકાલ પામે એ માટેની સુવ્યવસ્થિત પદ્ધતિ એમણે વિકસાવી હતી અને દર અઠવાડિયે સેંકડોની સંખ્યાના આ વાંધા અરજીઓના નિકાલ એ થોડી મિનિટોમાં જ આપી દેતા. એઓશ્રી ખરા અર્થમાં મહાજન હતા; અને એમણે મહાજન પરંપરાને જિવીત અને ચેતનવંતી રાખી હતી.
નેતૃત્વના આ આવગા ગુણાને લઈને એશ્રી વ્યાપારી સમાજનું પ્રતિનિધિત્વ બામ્બે પોર્ટ ટ્રસ્ટ, ઈન્ડીઅન મર્ચન્ટસ ચેમ્બર અને એના જેવી બીજી અનેક માતબર સંસ્થાઓની કારોબારી અને એવી વગદાર મિતિઓ પર વર્ષો સુધી રહી કરતા રહ્યા. સુપ્રસિદ્ધ વીમા કંપની ધી ઈન્ડસ્ટ્રીઅલ એન્ડ ડેશીઅલ એસ્યુ રન્સ કું. લિ. તથા વન ઈન્સ્યુરન્સ કં. લિ. ના પ્રથમ ડિરેકટરપદે અને ત્યારબાદ ચેરમેનપદે એઓશ્રી કાફી સમય સુધી હતા.
એમના નેતૃત્વ હેઠળની સંસ્થાઓના વહીવટ બેનનૂન રહેતા, રોજની સરેરાશ કરતા પ્રમાણમાં શાકભાજી માટે થોડા આના વધુ ખર્ચાયા હોય તે! એ છાત્રાલયના મહેતાજીને અવશ્ય પૂછી લેતા, “શું શાકભાજીની બજાર હમણાં તેજ ચાલે છે?” સુવિખ્યાત સંસ્થા હીરજી ભાજરાજ એન્ડ સન્સ કું. વી. ઓ. જૈન છાત્રાલયના વહીવટ એમને હાથ હતા ત્યારે ઘણી વખત પગે તકલીફ હોવા છતાં લંગડાતા પગે પણ ચાલીને છાત્રાલયની વચ્ચોવચ્ચ થઈને કિંગ-સર્કલ સ્ટેશનેથી એએશ્રી મુંબઈ જતા. ઘણી વખત મેડી રાતે પણ એએફી ‘છાત્રાલય ચર્ચા' કરી જતા; અને એ રીતે સંસ્થાના સંચાલન પર ચકોર દી રાખતા. જે જે સંસ્થાાના બાંધકામ એમની દેખરેખ હેઠળ થયાં છે એ સૌ કરકસરવાળા અને ટકાઉ પુરવાર થયાં છે.
સહિતા અને સમન્વયસાધકતાના અજોડ ગુણોને લઈને એમનું નેતૃત્વ આઠ કોટી નાની પક્ષ જેવા સ્થાનકવાસી સમાજની એક નાની પાંખડી પૂરતું સીમિત ન રહ્યું; બલ્કે અખિલ હિન્દ સ્થાનકવાસી સમાજના વિશાળ ફલક પર વિહરતું રહ્યું; અને આગેવાની શોભાવતું રહ્યું. એમણે સ્થાપેલ માટુંગા છાત્રાલયમાં પણ એમના નેતૃત્વને કાંડી, અબડાસા અને વાગડનું તથા દહેરાવાસી-સ્થાનકવાસી સમાજનું અજોડ સમન્વય સાધી બતાવેલું; એના પરિણામ સ્વરૂપે માટુંગા છાત્રાલયમાં રહી વિદ્યાભ્યાસ કરેલ છાત્રાના માનસપટ પરથી પ્રદેશવાદની તથા ફિરકાવાદની ભેદરેખાઓ કાયમને માટે ભૂંસી નાખવામાં એ સારી રીતે સફળ રહેલા. પ્રમાણમાં પછાત એવા વાગડ વિભાગમાંથી આવતા છાત્રોને સવિશેષ સહાયભૂત થવાનું એ કરતા અને એમના ઉછેર બાબત અંગત કાળજી લેતા, આવી રીતે કાર્યો કરી એમણે પેાતાના સમાનતા, સહિષ્ણુતા અને સમન્વયતાના આદર્શને અમલી કરી બતાવ્યા હતા.
કુ. વી.ઓ. સમાજના પહેલા વિનયન અને કાયદા સ્નાતક શ્રી. વેલજી શેઠ- પોતાની શકિત અને સમયના કેવળ પોતાના લાભાર્થે ઉપયોગ લઈ, કોઈ ઉચ્ચ સ્થાને બેસી જઈ, પાતાનો અમર્યા