________________
તા. ૧-૯૭૯
P
આ
થાકે શાના છે ?....
આ ચાફ કાના છે?
પગથી માથા સુધી ઓઢીને પડ્યો છું. બહારની દુનિયા સાથેથી છૂટી જવાની તાલાવેલી લાગી હોય એમ પગથી માથા સુધી ઓઢી લીધું છે. અંધકારના આવરણમાં છુપાઈ જવાનું મને ગમે છે. આવરણના અંધકાર અને મીંચાયેલી આંખના અંધકાર બન્ને એક છે અને છતાંય જુદા છે. એકને બીજા સાથે સરખાવવાનું મન થતું નથી એકના બીજા સાથેના તફાવત જાણવાની ઈચ્છા થતી નથી.
થાકી ગયો છું એટલે તો ઘરે વહેલા ભાગી આવ્યો છું. ઘરથી દૂર રહેવાને પણ થાક લાગતો હશે, નહીં? હજી તો આકાશમાં સાંજે પણ લંબાવ્યું નથી. શરીરના થાક થાડા પથારીને સોંપી શકીશ. થોડા ઓશીકે ઢાળી શકીશ. થોડાક ઓઢવાનાના અંધકારને આપી શકીશ એ ઈરાદાથી તે લંબાવ્યું છે.
વાર્તા કરવાનું મન થાય છે પણ હોઠ ખુલવાની ના પાડે છે. ગીત ગાવાનું મન થાય છે, પણ શબ્દોને લય સાથે સંબંધ બાંધવાની ઇચ્છા નથી. સંગીત સાંભળવાનું મન થાય છે પણ કાનમાં પુરાયેલા આખા નગરના કોલાહલ દુશ્મનની જેમ હઠે ભરાયા છે. કોલાહલ જતા નથી અને સંગીત પ્રકટતું નથી.
ટપાલ આવીને પડી છે, પરબીડિયાંના અંધકાર ઓઢીને કાગળા મારી જેમ જ આડા પડયા છે. પરબીડિયાં ખોલવાની ઇચ્છા થતી નથી, કારણ કે અંતે તા શબ્દોની બારાખડી જ છે. કામના અને ઓફિસ્સલ કાગળામાંથી સહૃદયની ભાષાએ દેશવટો લીધા છે. વિચારો ઓઢી શકાય એ માટેનું ઓઢવાનું આ શબ્દો છે પણ શબ્દોના ઓઢવાનામાં હોય છે છેતરામણા સુંવાળા અંધકાર,
હું મારા થાકને ઓળખવાનો પ્રયત્ન કરું છું. આ થાક શાના છે? આ થાક કોને છે? મને કોણે આટલા થકવી નાખ્યો છે? દુનિયાદારીએ મને થકવ્યો છે કે મેં પોતે મને થકવી નાખ્યો છે? નાના હતા ત્યારે પૂરતું રમવા નહાતું મળતું, એને થાક લઈને પથારીમાં પડી રહેતો. રમ્યા વિનાને દિવસ આંખને મળવા નહોતા દેતાં. હું જાગતો પડી રહ્યો હતો. એ રાતના ઉજાગરો હજી પણ મારી આંખમાં ખટકે છે.
મને ગણિત સાથે હજી પણ સ્નાનસૂતકના સંબંધ નથી આંકડાઓએ મને પહેલેથી મુંઝવ્યો છે. ગણિત અને ગણતરીમાં હું કાચા નીવડયા છું. “ગણિત નહીં આવડે તે શું થશે?” એવી માસ્તરની, બાપની, દોસ્તની મને મળેલી ધમકી, શિખામણા, ચિંતાઓ અને એમાંથી ડોકાયા કરતા ભય —આ બધું હજી પણ મને થાકયાને વધુ થકવે છે.
સસંબંધ છે અને સસંબંધ નથીને થાક . થાંક ... થાક... થાક... . સ્મિત આપ્યું છે અને કયારેક સામું સ્મિત નથી મળ્યું એની ભોંઠપ હજી પણ ભેંસ છે. એ ભોંઠપ આજ લગી ભૂંસાઈ નથી. પ્રેમાળ શબ્દોના પડઘા સંભળાયો નથી અને ત્યારથી કાનમાં જાણે કે, બહેરાશ આવી ગઈ છે.
કપાયેલા પતંગ, એકઠી કરેલી સ્ટેમ્પ્સ, સિગરેટનાં ખાલી ખોખાં, એ ખાંખાંની ચળકતી ચાંદી, જૂ નાં પુસ્તકો, વસાવેલું ઘર, ઘરનું ફર્નિચર અને વપરાયેલી ચેકબુકો “ આ બધી વસ્તુઓ થાકને ઘૂંટે છે.
પડખું ફરવાના પણ થાક લાગે છે. આખી જિંદગી પડખાં ફરવામાં અને પડખાં અને પગરખાં ઘસવામાં જ ખલાસ થઈ ગઈ. જન્મ્યા, ભણાય એટલું ભણ્યા, પૂરમાં તણાયા, દસ્તી કરી, દુશ્મની કરી, દોસ્તી અને દુશ્મની વચ્ચે સ્નેહની વાતો કરી, સગવડો કરી, નાકરી-ધંધા કર્યાં, પહેલી દસ તારીખના આનંદ, છેલ્લી તારીખની ભીંસ, વચ્ચે વચ્ચે કયારેક હિલ સ્ટેશન, ત્યાંની હાટેલા, તેના ખર્ચ, કયારેક બર્થ ડે પાર્ટી ની ઉજવણી, ડ્રિંકસ અને ડિનર, રાતાના ઉજાગરા, સવારથી દોડધામ, ટેલિફોનના ડાયલ, એપોઈન્ટમેન્ટસ, કાંડા ઘડિયાળના ભાર, માણસને માથે કાળના બાજો અને કાળને માથે માણસ નામનું કલંક – આ બધાંના થાક લાગે છે.
થાય છે કે આ થાને કોઈક દરિયામાં દાટી દઉં'. કોઈક શિખરની મૅચ ઉપર જઈ થાકને વેરવિખેર કરી નાખું, પણ ભૂતકાળ
આ જીવન
પક્ષપલટ્ટુ (હરિગીત)
૭
૩
મારા મતને કાજ કેવા કાલ તું આવેલ દાંડી, આંગણે ઊભા હતા હસતે મુખે, બે હાથ જોડી. આપતો આશા, અમારી યાતનાઓ પૂરી થાશે, દીન મારી ઝૂંપડી તે ઝળહળી રહેશે ઉજાશે. ૧ ચૂંટાઈ નું દિલ્હી ગયો ને શું પરિવર્તન થયું ! સ્પર્શ સત્તાનો થયો ને કેવું તુજ વર્તન થયું! હવે મારું વેણ ના કાને ધરે, ના યાન આપે, મહામૂલી ઈમારતને બેધડક નું આગ ચાંપે. ૨ માત્ર સત્તા પર હવે મંડાઈ છે તારી નજર, પા નું પલટયા કરે, આજે ઈંધર, કાલેય ઉપર. બનીને નફ્ફટ હવે ખુલ્લી બધી બાજી કરે, આજ ખુલ્લું-આમ તું ખુરશીની હરાજી કરે. માલિક કહી સંબોધતા, મતદારની થી રહી કિંમત? ઉપેક્ષા સરિયામ કરવા દાખવે તું હવે હિંમત! સ્વાર્થભૂખ્યા માંધોના ચરણ ક્યૂમે, કરે પ્રીતિ! હાય ખુરશી! માત્ર ખુરશી! એ જ તારી રાજનીતિ. ૪ તું રે રાજી થઈ કે મહત્ત્વાકાંક્ષા ફળી, એથી શું, જે લોકની ના કોઈ આકાંક્ષા ફળી ! હાય સ્વાર્થી! હાય જુઠા! કોઈના તું ના સગાં, ૨ જુગારી! ખેલી રહ્યો જનતા થકી આવો દો! પ સાવ ભાળેભાવ તુજને કહેતા જે મહાન નેતા, તારી આ લીલા અને લાચાર આજે જોઈ રહેતા. પક્ષપલટું ! આ જ તારાં નામ પર ફિટકાર જંગે, હાય શૈલીમ! હાય દભી! દિલે હાહાકાર જાગે. ૬ રાજધાનીમાં હવે સહુ સુરંગો ફોડી શકે છે, અને બંધારણને એકલહાથ પણ તોડી શકે છે. દિલ્હીમાં બીજું કશું ના કામ ચાલે છે, માત્ર ખુરશી તણું લીલામ ચાલે છે. ૭ વડા નેતા કરે બેઠા સભ્યસંખ્યાની ગણત્રી, નાયબમંત્રી! રાજમંત્રી! એક, દો, ત્રણ વાર મંત્રી! રાજ્યરાજ્ય જોખમી રમત રમે છે સર્વ નેતા, મંત્રીપદ વહેંચી રહ્યા, ચીપી રહ્યા છે ગંજીપા! ૮ કોઈ જનતા એસમાં, કોઈ ધસે કોંગ્રેસમાં, પક્ષપલટાની ચડી વિકરાળ આંધી દેશમાં. ચૂંટણીમાં જેમને જનતા તણી લાત પડી, પુરાણા ચહેરા ફરી સિંહાસને બેઠી ચડી. ૯ રણશષ્યા પરે કદંબકૂવાની કુટિર જોગી જુગૅ એક એનાં નમૂન ભીનાં અશ્રુનીર. ખિનનેત્રે નિહાળે એ તૂટતી આખી ઈમારત, રૂ રહ્યું રોળાઈ એનાં સ્વપ્ન કેરું આજે ભારત ૧૦
૧૦-૮-૭૯
નાથાલાલ દવે
છૂટતો નથી. દિવસ અને રાત મારા રાત અને દિવસ શા માટે થાકના પડછાયા પહેરીને ફરે છે ?
છાપાં વાંચ્યાં છે એના થાક લાગ્યો છે પણ નહીં વાંચેલા છાપાંઓનો વધારે થાક લાગ્યો છે. આપઘાત, ખૂન લૂંટફાટ, સિનેમા, સૅકસ, જાહેર ખબરો, પ્રવચના, પ્રદર્શનો, સર્કસ, સંવાદ, પરિસંવાદ, ઉદઘાટન, તાફાના, મોરચા, લાલકાળા વાવટા, સૂત્ર, અસંતોષ, સામસામી ગાળાગાળી, “ ન કાદવના વેપાર; નર્યા શબ્દોના વ્યભિચાર, સત્તાના સનેપાત આખી વીસમી સદી છાપાળવી થઈ ગઈ છે. જાણે કે સદીઓના થાક લાગ્યો છે. થાકને ઉતારવા માટેના કોઈ રસ્તા કયારના શોધું છું.
થાકની વાતો કરવાથી થાક કોઈ દિવસ ઊતરે ખરા?
-સુરેશ દલાલ