SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૭૯ પ્રભુ જીવન “મહામૃત્યુમાંથી ....” એક પત્ર (તાજેતરમાં થયેલી મોરબીની દૂર્ઘટના વિષે ઘણી વાતો સાંભળી. આવી અત્યંત ભયાનક દુર્દશામાં પણ માનવતાની જ્યોત અને જીવન જિરવવાની વિશિષ્ટ દ્રષ્ટિ જોતાં મન ઊડી ધન્યતા અનુભવે છે. આ આપત્તીના આવી રીતે સામને કરનાર એક બહેનપણીના પત્રમાં વાચકો પણ સહભાગી થશે એવી આશા રાખું છું. –ગીતા પરીખ) તા. ૨૪-૮-’૭૯ રાજકોટ. પ્રિય ગીતા, શિવનું તાંડવ – નૃત્ય કેવું હોય – પ્રલયના કાળનગારાં કેવાં વાગે - વિનાશ કોને કહેવાય - તે બધું જાતે અનુભવ્યું. સાડા ત્રણ વાગ્યા સુધી જે લાખાપતિ હતા. કરોડપતિ હતા, તે પાણા ચાર વાગે સાવ નિર્ધન થયા, ગણી ન શકાય એટલા લોકોએ એક સાથે પોતાનાં પાંચ પાંચ, સાત સાત સ્વજનો ગુમાવ્યાં. ઈશ્વરની કૃપા વડીલાના આશિર્વાદ અને તમારા જેવા સ્વજનોની શુભેચ્છાથી અમે પાંચ જણા સલામત છીએ. પૂર તે, વરસાદ જોરદાર હતા તેથી આવ્યું જ હતું. નીચાણવાળા વિસ્તાર ખાલી કરાવ્યા હતા – અને લગભગ ત્રણ હજાર માણસાને અમારી નજીકની શાળાઓમાં ખસેડયા હતા. ચિં, કંદર્પ (મારા દીકરા) તેમની વ્યવસ્થામાં તેઓને જમાડવામાં ત્રણ વાગ્યા સુધી ત્યાં હતા. ઘેર આવ્યા, રાત માટેની વ્યવસ્થા કરવા વિચારતા હતા. થયું કે પ્લેટમાં ઘેર ઘેર જઈ રોટલી શાક થોડાં થોડાં સહુ મેકલે તેમ કહી આવીએ. આપણે ઘેર બધું ભેગું કરી શાળાઓમાં પહોંચાડીએ. ત્રણને પાંત્રીસ વાગે ઘેર ઘેર કહેવા માટે કંદર્પ ઘરમાંથી બહાર નીકળ્યો. ફકત રસ્તા જ ઓળંગ્યા ત્યાં તો કયાંથી ને કેમ પાણી આવ્યું તે ખ્યાલ જ ન આવ્યો. એ પાછા ઘેર ન આવી શકયાકંદર્પ બહાર છે તે હું તે ભૂલી જ ગઈ. “પાણી આવ્યું ”ની બૂમા સાંભળી ને મારા અંતરે મને પાછલી ડેલી ખોલવાના હુકમ કર્યો. શેરીમાંથી લગભગ ૪૫ માણસે (છ એક કુટુમ્બના), ત્રણ બકરા, એક શેરીનું કૂતરું બધાંને બૂમ પાડી પાડી ઉપર લઈ લીધાં. ત્યાં તે પાણી કમ્મર સુધી આવી ગયું. કંદર્પના પપ્પા(ડા. સનત મુનસી) ના તો પગ જ ભાંગી ગયા, કહે – “બકરાં, કૂતરાં શીખ્યું ઉપર ચઢાવ્યા, પણ કંદર્પ ગયા! તે તે બ્હાર છે, નક્કી તણાઈ ગયા હશે ! પણ ઈશ્ર્વરના આશિર્વાદ સાથે હતા. અમે ઉપર ગયા, ને એ શેરીમાં એક સંબંધીને ત્યાં ઉપર ચડી ગયા હતા તે જોયું અને જીવમાં જીવ આવ્યો. અને અમે રવિવારે રાતે નિરાશ્રિતની હાલતમાં ઉઘાડે પગે ને ગારાવાળાં કપડાંએ રાજકોટ પહોંચી ગયા. મેારબીના ઘરમાં તે દસ દસ ફૂટ પાણી હતું, અને પાણી ઉતર્યા પછી ઘુંટણ સુધીન કાદવ ! બાર માસનું અનાજ, મસાલા, ફરિનચર, કપડાં બધું જ કાદવમાં ખૂંપી ગયું હતું. આમ જુઓ તો અમે ખાસ કંઈ ગુમાવ્યું ન્હાનું. એક કુટુંબમાં પાંચ છોકરાં, પતિ પત્ની, સાતમ આઠમ કરવા આવેલી દીકરીઓ, ભાણિયાએ! – બધાં તણાઈ ગયાં હતાં. તો અમારે તા શું કહેવું? જો કે અમારું દવાખાનું સાવ સાફ થઈ ગયું છે. ત્યાં તો વીસ વીસ ફૂટ પાણી હતાં. હવે એકડે એકથી શરૂ કરવાનું છે. પણ સહુ સલામત છીએ તે બધાને પ્હોંચી વળાશે, અહીં ઉદ્યોગે બિલકુલ ખલાસ થઈ ગયા છે. લગભગ ૧૫૦૦૦/માણસા તો જરૂર આ પ્રલયમાં હોમાઈ ગયા છે. મેરબી સાવ ભાંગી ગયું છે. ત્યાં જઈને રહેવાય એવું નથી. રાજકોટ, મેારબીને ઊભું કરવા ખૂબ મહેનત કરે છે. બાકી તો આવા કપરા સંજોગામાં સ્વજનોની લાગણીના જે “ “પૂર ઉમટમાં છે તે મનને હલાવી જાય છે અને આટલા લોકો આપણે માટે ચિત્તા કરે છે એ ખ્યાલ જ અમને આ કસોટી પાર કરવાનું બળ આપે છે. માત્ર ગુજરાત જ નહીં, આખું ભારત મારબીને ઊભું કરવા પ્રયત્ન કરી રહ્યું છે. આશા છે કે સહુની મદદથી બધાં ઝડપથી પૂર્વવત થઈ શકશે. લખવા બેસું તે પાનાં ભરાય એમ છે. જીવનની કરુણતા ને માંગલ્ય - બેઉના સાથે અનુભવ થાય છે. આવી આપત્તિમાં એમની (સનતભાઈની) હાસ્યવૃત્તિ આર ખીલતી જાય છે. એ સહુને હસાવીને ધીરજ આપતાં રહે છે. સહુને યાદ. લિ. ચંદ્રિકા ૮૫ એ જ જૂનાં પરિચિત પાત્રા [ ગાર્ડીયનનું આ લખાણ રાષ્ટ્ર પતિ સંજીવ રેડ્ડીએ લોકસભા વિસર્જન કરી તે પહેલા લખેલું છે. તેમાં એમ માની લીધું છે કે જગજીવનરામ સરકાર રચશે અને જગજીવનરામને પણ ઈંદિરા ગાંધી પછાડશે, ઈટલી સાથે આપણા દેશની સરખામણી કરી છે. છેવટ લખ્યું છે કે ઈંદિરા ગાંધી ફરી સત્તા પર આવે તો તેના કરતાં વધારે મોટી આફત બીજી કોઈ હોઈ ન શકે. ગાર્ડીયન બ્રિટનનું અગ્રતમ પત્ર છે અને આપણી રાજકીય પરિસ્થિતિ વિષે તે શું માને છે તે આપણને બોધપાઠ રૂપ છે- ચીમનલાલ એ જ જૂનાં પરિચિત પાત્રા સત્તાની દેવી સમક્ષ નાચ કરી રહ્યા છે. અર્થશૂન્ય કોલાહલ અને આક્રોશનો પાર નથી. સર્વ રીતે આ ઈટાલિના રાજકીય મંચ હોઈ શકે છે. ટકી શકે એવું જોડાણ, એવું સમીકરણ શેાધવાની એ જ મથામણ! પણ ના, ખેદપૂર્વક સ્વીકારવું રહ્યું કે આ તા ભારત છે, જેને રોમન કળણના તાવ લાગુ પડ્યો છે! આ વિશેષ ગંભીર બાબત છે. એક કટોકટીથી બીજી કટોકટીમાં ગડથોલિયાં ખાતાં આગળ વધવાનો ઈટાલિને હવે સારો મહાવરો થઈ ગયો છે. પરંતુ ભારતની લાકશાહીના છેડ હજી ઘણા નાજુક છે. છેલ્લા અર્ધ દાયકા દરમિયાન એકવાર તા એ ઉચ્છેદાઈ ચૂક્યો છે. વધુ કેટલી નિરાશાઓ નવી દિલ્હી સહી શકશે ? અલબત્ત, ચરણસિંહની દુર્બળ સરકારનું પતન એ જાતે કોઈ કરુણ ઘટના નથી. ચરણસિંહ રૂક્ષ, તકવાદી અને ઘમંડી છે અને મેરારજી દેસાઈના એ નબળા અનુગામી હતા. કારણ દેસાઈને સત્તા પરથી જે નષ્ટોએ ગબડાવ્યા તે જ અનિષ્ટોના તેઓ પણ ભાગ બન્યા. હરોળમાં હવે પછી ઉભેલા જગજીવનરામ પણ વળ્યાશુદ્ધ છે. વળી તેઓ પણ ઊંડા રાગદ્વેષ અને અદમ્ય મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. તેમને માટે પણ સફળતાની કોઈ તક શ્રીમતી ઈન્દિરા ગાંધીની અનુમતિ પર અવલંબે છે આ મહિલા તેમના પ્રત્યે મૈત્રીના બહુ દર્ભ વિના કેવળ ધૃણા જ ધરાવે છે. ચરણસિંહના પગ નીચેથી જાજમ ખેસવી લેવામાં શ્રીમતી ગાંધીને દેખીતી રીતે જ મજા પડી. માઢથી ગમે તે કહેતાં હાય, જગજીવનરામને પછાડવામાં પણ તેમને એવા જ આનંદ આવવાના કારણ આ ભૂતપૂર્વ વડા પ્રધાનને પોતાના કોઈપણ જૂના પ્રતિસ્પર્ધીને સરકારમાં સ્થિર થવા દેવામાં કોઈ સ્થાપિત હિત નથી. તેમને માટે આદર્શ પરિસ્થિતિ સામાન્ય ચૂંટણીઓમાં નવા જુવાળ તેમને પુન: સત્તા પર બેસાડે તે પહેલાં સાફસૂફી માટે થાડા વધુ સમય મેળવવાની છે, દરમિયાન જનતાની વૃદ્ધ ટોળકી ભલે હજી વધુ બદનામ થતી રહેતી ! ભારતની લોકશાહીને નાબૂદ કરવા પ્રવૃત્ત થયેલી આ નારીને સત્તાસ્થાને પુન: પ્રસ્થાપિત કરવી એ જ જાણે ‘જનતા જવાળ’ની સંભવિત ફલશ્રુતિ હોય એમ હવે વધુને વધુ લાગી રહ્યું છે. ખરેખર જો એમ બનશે તે હજી બે વર્ષ પૂર્વે જ “મુકિતદાતા’ તરીકે જેને વધાવવામાં આવી હતી તે વૃદ્ધોની ટોળકી વિશેના એ એક નિરાશાપ્રેરક ચુકાદો હશે. આ વૃદ્ધ નેતાઓ મહત્ત્વાકાંક્ષાથી એવા ઘેરાયેલા હતા કે વિશાળતર ક્ષિતિજું તરફ તેમની નજરને ઊંચકી શકયા જ નહિ ! એક છેલ્લી, સુપકવ તક તેમણે હાથમાંથી સરી જવા દીધી. સંભવ છે કે, પોતાના ‘હક્ક'ના સ્થાને પુન:સ્થાપિત થયેલાં શ્રીમતી ગાંધી વધુ સૌમ્ય વડા પ્રધાન સાબિત થાય. સંભવ છે કે, કટોકટીના દારૂણ અતિરેકોનું પુનરાવર્તન ન થાય. સંભવ છે કે, સંજય અને તેની મંડળીને પાર્શ્વભૂમાં રાખવામાં આવે. કદાચ આમ બને. પરંતુ ભારતીયજના છેલ્લાં થોડાં વર્ષોને કેળવણીની પ્રક્રિયારૂપે નિહાળી શકે. એક અંદાજ મુજબ ૭૫ ટકા લોકો જનતા પક્ષના શાસનની ઝરમર વર્ષાને બદલે શ્રીમતી ગાંધીના કટેક્ટી કાળની ગાજવીજની હવે વધુ તરફેણ કરી રહ્યા છે. શ્રીમતી ગાંધી તે માને જ છે કે તેમણે કશું જ ખાટું કર્યું નથી, તેમની આ માન્યતા આવા ચૂકાદાથી વધુ દઢ ધશે, યથાર્થ ઠરશે અને વિના રોકટોક તેનું પુનરાવર્તન પણ તેઓ કરી શકશે ! આથી વધુ વિષાદપૂર્ણ બોધપાઠ બીજો કયો હોઈ શકે! ગાર્ડિયન’માંથી
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy