________________
નુષ્ય જીવન
* તા. ૧૯-'૯
*
શી રીતે જવાય એની સમીપ?
*
કે વચ્ચે જ “વાહ વાહ' કહેવાનું મન થઈ જાય! આ ગીતમાં . એમણે કોઈનું પણ માર્ગદર્શન મેળવ્યું નહોતું. ગીતની પસંદગી પણ એમની પોતાની જ હતી. એટલે કાર્યક્રમને બધે જ યશ એમને ફાળે જતા હતા. આવા પ્રસંગે પ્રશંસીનાં બે કે ત્રણ વાકયે જ એમના મનને કેવું ભરી દે છે એની ખાતરી આપણને ત્યારે જ થાય જયારે આપણે આપણા વિદ્યાર્થી જીવનમાં પહોંચી જઈએ. એથી એમનું મન ખીલું ખીલું થઈ જાય. પ્રશંસાના શબ્દોથી પણ આપણે આપણું સ્થાન એમના હૃદયમાં જરૂર જમાવી શકીશું.
‘લાંબા વાળ અને પહોળા પાટલૂન વિશે તમારે શું અભિપ્રાય છે?” મારા એક વિદ્યાર્થીએ મને આ પ્રશ્ન પૂછ. હૃદયમાં આનંદની એક હેલી ચકી, હું સહેજ ચમકી તો ખરી જ પણ મનમાં બહુ જ રાહત થઈ, હાશ ! આજે વર્ષો પછી પણ મારો વિદ્યાર્થી બોલ્યો અને તે પણ પ્રશ્નરૂપે: મનથી મેં એને બહુ ધન્યવાદ આપ્યા એની જીભ ઉપડી એમાં જ શિક્ષણની મોટી સફળતા હતી.
એમની પાસે જવાની આ ઉત્તમ તક છે, શા માટે આપણે એ ઝડપી ન લેવી જોઈએ? લાંબા વાળ અને પહોળાં પાટલૂનવાળા વિદ્યાર્થીમાં અપેક્ષિત ગુણ હોય છે એની ફેશન ભલે ને એ કરે. એની ફેશનને સ્વીકાર કરીને પણ આપણે કદાચ એના હૃદય સુધી પહોંચી શકીએ, જે નફરતે નવી પેઢી તરક્શી આપણને મળે છે, એમાં થોડે ઘણે અંશે ઘટાડે થાય તો ય ઘણું. ૩૫ મિનિટના તાસમાં પ્રશ્ન પૂગ્યા સિવાય કે કોર્સ પૂરો કરવાની ઉતાવળ સિવાય આપણે સાચે જ એમને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા! અને એટલે જ ઘણીવાર ગેરસમજને લીધે વિદ્યાર્થી આપણાથી કે આપણે વિદ્યાર્થીથી દૂર થતાં જઈએ છીએ. અત્યારે આપણે આપણી જાતને દષ્ટાંતરૂપ માનીએ છીએ. થોડાં વર્ષો પહેલાં આપણે પણ શું આ વિદ્યાર્થીઓ જેવા જ ન હતા? આપણા વડીલેએ પણ આપણી આવી જ ટીકા કરી હશે. આપણે કંઈ બધી જ ટીકાઓને શરણે નહોતાં થયા. વિદ્યાર્થીએ યુગ સાથે તાલ મિલાવવાનું છે. સમૂહથી છૂટા પડીને એ વીલ પડી જાય અને તેથી કદાચ એની શકિત રુંધાઈ જાય. અને એવું તો આપણે ન જ થવા દેવું જોઈએ. સરસ પષાક પહેરેલે હાય, ગોગલ્સ આંખે પર ચડાવેલાં હોય અને પોતાની ગાડી પાર્ક કરીને એક છોકરો શેરડીના રસની લારી પાસે પહોંચી ત્યાં ઊભેલા વૃદ્ધને મદદ કરતો હોય તે જોવાને પણ એક લહાવે છે. આવા દ્રશ્યમાં પણ ધ્યાન એના પોષક કે ગોગલ્સ કે ગાડી કરતાં એની ભાવના પર જ પહેલું પહોંચી જાય. સ્લીવલેસ બ્લાઉઝવાળી કેરા વાળ લહેરાવતી આધુનિક છોકરીની વાકછટા આપણને પ્રભાવિત કરે છે. ખૂબ ધારદાર વાણીમાં જ્યારે એ બોલતી હોય છે ત્યારે એના બ્લાઉઝ કે વાળ તરફ આપણું લક્ષ જવું જ નથી. ત્યારે તો આપણે એની વાકછટાથી જ અંજાઈ જઈએ છીએ. એટલે વિદ્યાર્થીએમાં આવા અપેક્ષિત ગુણો હોય તો લાંબા વાળ અને પહોળાં પાટલૂનની ટીકા આપણે ત્યજવી જ રહી.
નવા વર્ષે આવતાં દિવાળી કાર્ડ શિક્ષકની કપ્રિયતાનાં પ્રમાણપત્રો છે, મનમાં કોઈ ખૂણામાં શિક્ષક તરફની લાગણી કે ભાવ પડેલા હોય તે જ વિદ્યાર્થી આવા આનંદ ઉલ્લાસના દિવસે શિક્ષકને યાદ કરે. કે “તમારામાંનાં ઘણાંનાં કાર્ડ મને મળ્યાં છે.” તે જેણે જેણે કાર્ડ મેકલ્યાં હશે એમના ચહેરા પર એક નાનકડું ગુલાબ ખીલેલું આપણને જોવા મળશે. અને ખીલેલા ગુલાબની સુંદરતા વર્ગ શણગારમાં વધારો ન કરી શકે? બાળકો શિક્ષકની પ્રશંસાનાં ખૂબ તરસ્યાં છે, પ્રશંસાનું એ વાકય તે આ દિવસ વાગેળ્યા જ કરશે. આપણાં આવાં વાક એમને માટે પ્રેરણારૂપ બની જાય છે. ઘણી વાર એનાથી એનું જીવન પણ બદલાઈ જાય તો એને માટે આપણે નિમિત, કેમ ન બનીએ? થોડોક રસ આપણે એમનામાં એની ગમતી વસ્તુઓમાં દાખવીએ તે પછી ખલાસ! આપણને તેઓ એવા તો ઘેરી વળે છે કે, બસ વાત જ ન પૂછો! એમના તરફનો આપણે સદ્ભાવ આપણા શિક્ષણ તરફ અમને જરૂર ખેંચી લાવે. એ લોકોનું આ ખેંચાણ આપણે માટે હવે બહુ જ જરૂરી બની ગયું છે. આમ નહીં થાય તે બે પેઢી વચ્ચે સંઘર્ષ વધ્યા જ કરશે. પરિણામે શિક્ષણ કેવી રીતે આપી શકાશે એ બહુ મેટ. પ્રશ્ન છે. શિક્ષણના ક્ષેત્રે જે અજંપે છે એનું કારણ આપણે વિદ્યાર્થીઓમાં રહેલે અવિશ્વાસ જ છે. એના કાર્યમાં આપણને હંમેશાં જ શા માટે ભૂલ દેખાયા કરે? શું એ આપણી ભૂલ નહીં તે હોય? અને હવે તે આપણી ભૂલ બતાવવાની હિંમત એનામાં આવી જ ગઈ છે. આપણે જ ચેતીને બહુ જલદી એમની સમીપે પહોંચી જવાનું છે. સમભાવ સદ્ભાવથી આપણે એમની પાસે પહોંચી શકીએ-ફકત આપણા અહંમને થોડોક આગાળવાની જરૂર છે. ઘણી શાળામાં વર્ષાન્ત વિદ્યાર્થીઓને વર્તનનું ઈનામ આપવામાં આવે છે. સામાન્ય રીતે ડાહ્યો ડમરો, બધું જ કહેલું કરનાર, સદ્વર્તન ઈનામને પાત્ર ઠરે છે. ભૂલેચૂકે શિક્ષકની એકાદ ભૂલ બતાવી તે સદ્વર્તન ધરાવતા વિદ્યાથીએના લીસ્ટમાંથી એનું નામ નીકળી જાય છે. આના સંદર્ભમાં એક પ્રયોગ કરવા જેવો છે. આખા વર્ષ દરમ્યાન કયા શિક્ષકે સદુવ્યવહાર કર્યો એ વિદ્યાર્થીઓ નક્કી કરે અને એ શિક્ષકને પણ ઈનામ આપવામાં આવે. ઈનામ એટલા માટે કે સંદવ્યવહાર કરવો એટલો સહેલું નથી એટલે આપણે સમજીએ છીએ. વિદ્યાર્થીઓના નિર્ણય પરથી આપણને ખ્યાલ આવી જશે કે આપણે ક્યાં છીએ!
ઘણીવાર એવું બને છે કે, વિદ્યાર્થીઓને જે વસ્તુ કે વાત પસંદ હોય એનાથી આપણે લગભગ એક કિલોમિટર દૂર હોઈએ છીએ. એમને સૌથી વધારે રસ ફિમાં છે. એનું કારણ એ પણ હોઈ શકે કે આપણા શિક્ષણમાં એમને રસ નથી. એમની સાથે બેસીને કોઈ સારા અભિનેતા સંજીવકુમાર કે અમિતાભ બચ્ચનની ચર્ચા કરી શકાય. ફિલ્મમાં ખૂબ રસ લેતા વિદ્યાર્થીઓને એ પણ ખબર નથી કે પૂનામાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયૂટ છે અને ત્યાં અભિનયનું દિગ્દર્શનનું કે ફોટોગ્રાફીનું શિક્ષણ મેળવી શકાય છે. હરિવંશરાય બચ્ચનની કવિતા શીખવતી વખતે અમિતાભને ઉપરછ ઉલ્લેખ કર્યો હોય તે ય વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ અને આશ્ચર્યની સુરખી રીવળે છે. અને આમ કરવાથી આપણે ધીમે ધીમે એમની સમીપ જઈ શકીએ છીએ.' ' પરિણામે વિદ્યાર્થી આપણા શિક્ષણમાં પણ રસ લેને થાય છે. અલબત આપણું શિક્ષણ રસમય તે હોવું જ જોઈએ.
એક વાર એક શાળામાં સંગીતસંધ્યા રાખવામાં આવી. લગભગ તેર વિદ્યાર્થીઓએ પોતાનાં ગીતે રજૂ કર્યો, બધાં જ ગીત સીનેમાનાં હતાં. છતાં ય કોઈના પણ ગીરમાં સુરુચિને "ભંગ વર્તાતો નહતો. ઉલટું તેર ચૌદ વર્ષના વિદ્યાર્થીઓ પિતાના કંઠમાંથી 1 એવું તે દર્દ અને માધુર્ય રેલાવતા હતા
ઈશ્વરને પ્રાર્થીએ કે બહુ જલદી આપણને બાળકો પાસે પહોંચવાની સલ્લુદ્ધિ આપે, જેથી વારંવાર આપણે એમને કૃષ્ણ અને સાંદિપનીનું દષ્ટાંત આપવું પડે
‘નૂતન શિક્ષણમાંથી
- રેખાબહેન પટેલ