________________
પ્રાદ્ધ અન
તા. ૧-૫૭૯
સહન થતું નહોતું. તેણે તેના વાંસા પર બંને હાથ ધરીને તેને બેઠી કરી. તેની મમતાના હાથના સ્પર્શ રાણીના હૃદયને થયો. તે જરા ભાનમાં આવી. વૈદ્ય ફરીથી દવા આપી; પણ નાડી ક્ષીણ થઈ રહી હતી, શ્વાસ જેરમાં ચાલતા હતા. હૃદય ધડકતું હતું .
“તેઓ નહીં આવે; ભલે ન આવે; પેાતાની પ્રતિજ્ઞા તેમની પાસે તોડાવશેા નહીં. તેમના રાજમુગટ લાવે; તે જ હું જોઈશ. તે જ તેમનું દર્શન. તેમને પુત્ર નથી; વંશનું રાજચિહ્ન હવે વાંઝ થયું ? આવશે; મારા ગયા પછી પણ તેઓ કદાચ આવશે. મારા ગયા પછી પણ બીજા કોઈક સાથે સંસાર માંડશે “હું શું કહ્યું મે ? તેઓ નહીં આવે. તે મુગટ તેમની પાછળ જશે; તેઓ જશે ત્યાં. લાવા ૨ે તે મુગટ જોવા દો તે મને. જૉવા દો”
આ બાજુ નાડી મંદ થતી જતી હતી. નાની પરિચારિકાની ધીરજ ખૂટી; કારણ કે, પેલી તરફ વૈદરાજ “બધું પૂરું થયું!” એમ એક સેવકને કહેતા હતા. રાજપુરુષોએ પાતાની સ્વામિની સમક્ષ ઘૂંટણ ટેક્ળ્યા. રાજમુગટ તેની સામે ધર્યો; પણ તેની આંખો ઉઘાડી હોય તો યે હવે તેમાં નજર રહી નહોતી; તેમના ચહેરા પણ ર ર થઈ ગયા. તેનામાં જીવનની ધબક હતી અને મુખ પર ચિરપ્રતીક્ષાથી નિર્માણ થતી આશા-નિરાશાનો મિશ્રા ભાવ વધુ ને વધુ દઢ થઈને ખોડાઈ રહ્યો હતો. જે ભાવમાં તેનું ચૈતન્ય હતું. તેનું સ્નેહનિધાન હતું, તે ભાવમૃત્યુની ટાઢાશને હતબલ કરી. પ્રેમની હૂંફ તેને આવિષ્કાર અય રહ્યો. શરીર કાળું પડી ગયું, મુગટની દિશામાં તેનું મસ્તક નમ્યું. તેના હ્રદયે એક જ ધબકારો કર્યો. છેવટના યુદ્ધ શ્વાસ બહાર આવ્યો. ‘ના, ના.' એવી ગતિમાં ડોકું હસ્યું. એક બાજુએ નમી પડયું. કાળી ‘રાણી જનપદકલ્યાણી સોંસારી સ્ત્રીની વિરહવેદનાઓની ફરિયાદ કરવા કાળ સમક્ષ ચાલી ગઈ. મન તરપિ ત્વમેવ માં તત્ત્વ વિપ્રયોT: એમ જ સીતાની જેમ તે બાલતી હશે. બીજો જન્મ જૉઈએ. તે જન્મમાં તું જ મારો પતિ જોઈએ. પણ વિરહ તો નહીં; વિરહ નહીં..!”
રામુગટ રિત થયા. પૂર્ણપણે ડ થયો. તેનું કાંઈ પ્રયોજન જ રહ્યું નહીં. રાજાએ તેને લાત મારી હતી; રાણીએ છેવટના પ્રાણમાં તેને પૂર્યા હતા; પણ તેથી નિષ્પન્ન શું થયું ? તે! કેવળ વેદના. આ વેદનાનું બીજું એક મૂગું સ્મારક ચિત્રકાર આલેખ્યું છે. રાણીના માર હતા. સુંદર નાચતું એ પંખી. તે પણ તેની પાસે પીંછાં સંકેલીને જાણે મરી ગયા હોય એમ પડી રહ્યો હતો. તેનું માથું જમીન પર ટેકાયેલું હતું. પણ પગ પાછળ ખેંચાયેલા નહોતા. તે પરથી સમજવાનું કે એ મર્યો નથી; પણ તેને મરણપ્રાય વેદના થાય છે એ નક્કી. પરિચારિકાઓના કપાળમાં માંતીના ચાંદલાં છે; વાળમાં ફ ા છે. વૃક્ષ પૂર રત્નમાળા છે; તે પરથી અનુમાન થાય આ ઉપવર છોકરીઓ કાલે પોતાના સંસારમાં જોડાઈ જશે. રાણીના સંસારની ઉદાત્ત શાકથા તેઓ સાથે લઈ જશે. રાજા માટે દઢ શ્રદ્ધા તેમના મનમાં રહેશે. કારણ કે, તે મોહમાયાને જીતેલા ધર્મવીર છે. રાણી માટે ભકિત રહેશે. કારણ કે તે પતિચરણે સર્વસ્વ અર્પણ કરનારી પતિવ્રતા છે. આસનમરણ રાણી અને તેના પરિવારના શોકભાવની એકાત્મતાનું આ ચિત્ર જગતની એક શ્રેષ્ઠ કળાકૃતિ છે. આ ચિત્ર જોઈને નિ:સ્તબ્ધ ન થયો હોય એવા પ્રેક્ષક વીરલ. આ ચિત્ર જોયું ને પછી તરત યશોધરાનું ચિત્ર જોયું ને ત્યારે મારા મનમાં તે બંને વચ્ચેના વિરોધ સ્પષ્ટ થયા. યશોધરાએ વિયોગનું દુ:ખ પચાવ્યું; ખુત્રને મોટો કર્યો, ગૌતમ બુદ્ધ પહેલી વાર તેની પાસે ભિક્ષા માગવા આવ્યા ત્યારે યશોધરા
સ્તબ્ધ થઇ નહીં; રડી નહીં; તેણે પુત્રને કહ્યું, ‘તારા પિતાને કહે કે, મારો . ભાગ મને આપે.” ગૌતમ બુદ્ધે તેને પોતાની પાસેનું બહુ મૂલ્ય ધન એટલે ત્રિદીક્ષા આપી.
યશોધરા
સંકેત સમજી, અને તેણે પણ તે સંન્યાસ દીક્ષા લઈને વિરહને નવું રૂપ આપ્યું. અભિનવ વરદાન આપ્યું. કાળી રાણીની કથા ન હોત તો યશોધરાનું આ વરદાન કેટલું મહાન છે એ કોઈનેય કેમ સમજાયું હોત ? પોતાના પતિનું શ્રેય વ્યકિતનિરપેક્ષ છે. માનવતાનું તિ - ઉચ્ચ બિંદુ છે, એ તે સમજી. તે શ્રેયમાં તે એકરૂપ થઈ. સિંધુમાં આ બિંદુ મળે એ રીતે. પણ જનપદાણી તો એકાકી, નિરાશાના તળ સમુદ્રમાં, બીજા જન્મની ક્ષીણ આશા હૃદયમાં ધરીને કર્યાંની કર્યાં લુપ્ત થઈ.
– દુર્ગા ભાગવત અનુ. જયા મહેતા અભ્યાસ વર્તુળ
[૧]
આ પખવાડિયામાં અભ્યાસ વર્તુળ દ્વારા બે વ્યાખ્યાના રાજવામાં આવ્યા હતા.
પ્રથમ વ્યાખ્યાન જન્મભૂમિના ભૂતપૂર્વ મંત્રી શ્રી મનુભાઈ મહેતાનું, “આધુનિક વિજ્ઞાનની પ્રગતિની પરિસ્થિતિ” વિષય ઉપર તા. ૨૦-૪-૭૯ના રોજ પરમાનંદ કાપડિયા સભાગૃહમાં યોજવામાં આવ્યું હતું.
શ્રી મનુભાઈ મહેતાનું આ વિષય અંગેનું વિશાળ વાંચન છે. તેમણે બ્રહ્માંડથી માંડીને ગ્રહો - ઉપગ્રહો વિષે તેમ જ આધુનિક વિજ્ઞાનના થઈ રહેલા વિકાસ અંગે આંકડાઓ સાથે રસપ્રદ માહિતી આપી હતી. તેના ફાયદા તેમ જ ભયસ્થાનો કેવા કેવા છે એ વિશે પણ જણાવ્યું હતું અને તેમના જ્ઞાનસભર વ્યાખ્યાનથી સૌને પ્રભાવિત કર્યા હતા. તે વ્યાખ્યાન આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવ્યું છે.
વ્યાખ્યાનની શરૂઆતમાં શ્રી સુબોધભાઈ એમ. શાહે શ્રી મનુમાઈ પરિચય કરાવ્યો હતો તેમ જ તેમને આવકાર આપ્યો હતો. સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ચંદનના હાર દ્વારા તેમનું અભિવાદન કર્યું હતું અને સંઘના મંત્રી શ્રી કે. પી. શાહે તેમને આભાર ચાન્યો હતો.
[૨]
બીજું વ્યાખ્યાન તા. ૨૬-૪-૭૯ ના રોજ જાણીતી કવિયત્રી શ્રી શુકલાબહેન શાહનું “હિન્દી સાહિત્યની કવયિત્રીઓ’” એ વિષય ઉપર રાખવામાં આવ્યું હતું. શ્રી શુકલાબહેનનું વાંચન વિશાળ છે અને વસ્તુને યોગ્ય રીતે રજૂ કરવાની કળા તેમ જ તેમનું છટાદાર વક્તત્વ અત્યંત આકર્ષક, દિલ અને દીમાગને પકડી રાખે તેમ જ ડોલાવે એવું હોય છે.
તેમણે હિન્દી સાહિત્યની પ્રાચીન તેમજ આધુનિક કવિયત્રીઓને તેમની કૃતિઓ દ્વારા પરિચય કરાવ્યો હતો અને પોતાની જોશભરી વાણીદ્રારા તાઓને પકડી રાખ્યા હતા એટલું જ નહિ, ડોલાવ્યા હતા. તેમની પાસે કાવ્યોને તો ખજાનો છે, રૂપકો પણ ઘણા બધા કંઠસ્થ છે.
શ્રોતાઓએ તેમનું વ્યાખ્યાન ખરેખર માણ્યું. સમય ખૂબ જ
ઓછા પડયા.
વ્યાખ્યાનની શરૂઆતમાં શ્રી સુબોધભાઈ એમ. શાહે, શુકલા બહેનને આવકાર આપ્યો હતો અને વ્યાખ્યાનના અંતે તેમના આભાર માન્યા હતા. સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે તેમના પરિચય આપ્યો હતો. સંઘના ઉપપ્રમુખ શ્રી રસિકભાઈ ઝવેરીએ ચંદનહારી તેમનું અભિવાદન કર્યું હતું.
—શાન્તિલાલ ટી. શેઠ