________________
તા. ૧-૮-૭૯
પ્રબુદ્ધ જીવન
*
૬૦
કોલેજોમાં પ્રવેશ નહિ મળે– અહીંની કોલેજોના પ્રિન્સિપાલે ગુજરાતના કોલેજિયનેને, નિરક્ષર-અભણ સમજે છે! કારણ કે એમનામાં ‘અંગ્રેજી'નું જ્ઞાન હેતું નથી !
-ને યાદ કરી ગુજરાતના એ નેતાઓને, જે ગુજરાતમાંથી અંગ્રજી-હટાવો'ની ઝુંબેશ ચલાવતા હતા. ચલાવે છે! હું તો ત્યાં
ન લાવે તેવી છે તો ત્યાં સુધી કહું છું કે, ધર્મ નેતાઓ અને રાજકીય નેતાઓના સાચા જીવન ચરિત્રો લખીને, ગામડે ગામડે ઘેર ઘેર વંચાવવા માટે જ પ્રત્યેક લોકોને “અક્ષરજ્ઞાન આપવું જોઈએ!
-જયારે દેશના સર્વ માણસો અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરી લ્ય પછી પણ એક ‘ગાંધીજી' જન્મવા જોઈશે–દેશમાં સાચી ક્રાંતિ લાવવા-દેશભાવના જગાવવા માટે, શાતિવાદ મિટાવવા માટે, કોમવાદ નાબૂદ કરવા માટે,
અત્યારે દેશના કેટલા માણસે જાણતા હશે કે, જનતા પક્ષના એક નેતા, વડા પ્રધાન થવા માટે પોતાના પક્ષને છેહ દઈ, કોંગ્રેસ અને ઇ. કોંગ્રેસને ટેકે મેળવવા બહાર પડયા છે! આ વાત નાની નથી, પ્રત્યેક દેશવાસીએ સમજવા જેવી છે!
-ગુણવંત ભટ્ટ
શ્રી તારાચંદ ઠારીનું દુઃખદ અવસાન
શ્રી તારાચંદ લક્ષ્મીચંદ કોઠારીનું ૭૪ વર્ષની વયે મુંબઈમાં તા. ૧૯-૭-૭૯ના રોજ અવસાન થયું તેની નોંધ લેતા દુ:ખ અનુભવીએ છીએ.
તેઓ એક સામાજિક કાર્યકર હતા. યુવક સંઘની શરૂઆત બાદ થોડા તબક્ક પછી તેઓ સંઘ સાથે જોડાયા હતા અને વર્ષો સુધી કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. લાયબ્રેરીના મંત્રી તરીકે પણ થોડો સમય રહ્યા હતા. તેમના આત્માને પરમ શાન્તિ મળે એવી ઈશ્વર પ્રત્યે પ્રાર્થના.
મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ
સંઘ સમાચાર તા. ૧૪-૭-૭૯ના રોજ ૧૯૭૯ના વર્ષ માટે ચૂંટાયેલી રાંઘની નવી કાર્યવાહક સમિતિની પ્રથમ સભા શ્રી ચીમનલાલ ચકુ ભાઈ શાહના પ્રમુખપણા નીચે મળી હતી જયારે નીચે પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યા હતા.
કાર્યવાહક સમિતિમાં પાંચ સભ્યોની પૂરવણી ૧૯૯ના વર્ષની સંઘની કાર્યવાહક સમિતિમાં નીચેના પાંચ સભ્યને ઉમેરવામાં આવ્યા. વાર્ષિક સભામાં ચૂંટાયેલા જાહેર થયેલા વીસ નામે તા. ૧-૬-૭૯ના અંકમાં પ્રગટ કરવામાં આવ્યા હતા.
(૧) શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ (૨) ” ચંપકલાલ એમ. અજમેરા (૩) ” પન્નાલાલ આર. શાહ (૪) ” દામજીભાઈ વેલજી શાહ (૫) ” ધીરજલાલ ફૂલચંદ શાહ . શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય
અને પુસ્તકાલય સમિતિ વાચનાલયમાં પુસ્તકાલયના ટ્રસ્ટીઓ જેમની મુદત ૧૯૮૧ સુધી ચાલુ રહેવાની છે, તે નીચે મુજબના પાંચ ટ્રસ્ટીએ હકકની રૂએ લાયબ્રેરી સમિતિના સભ્ય ગણાય જ છે.
' (૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ (૨) ” રતિલાલ ચીમનલાલ કોઠારી (૩) ” રસિકલાલ મેહનલાલ ઝવેરી (૪) ” ચીમનલાલ જે. શાહ (૫) ” સુબોધભાઈ એમ. શાહ
તા. ૧૪-૭-૭૯ના રોજ મળેલી સંઘની કાર્યવાહક સમિતિએ શ્રી મ. મ. શાહ' સાર્વજનિક વાચનાલય પુસ્તકાલય સમિતિના સભ્ય તરીકે નીપના ચાર સભ્યોને ચૂંટયા છે.
(૧) શ્રી પન્નાલાલ આર. શાહ-મંત્રી ' (૨ ” ગણપતલાલ મગનલાલ ઝવેરી : (૩ ” હરિલાલ ગુલાબચંદ શાહ. . (૪) ” પ્રવિણભાઈ મંગળદાસ શાહ
શ્રી શાંતિલાલ દેવજી નન્દુએ લાયબ્રેરીના મંત્રી તરીકે ઘણા લાંબા સમય સુધી સેવા આપી તે માટે તેમને આભાર માનવામાં આવ્યો અને હાલ તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી તેમની જગ્યાએ શ્રી પન્નાલાલ આર. શાહની લાયબ્રેરી સમિતિના મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી.
પ્રબુદ્ધ જીવનનો ૧૦૦૧મો વિશેષાંક
તા. ૧-૧-૧૯૮૮ના “પ્રબુદ્ધ જીવન”ના અંકને ૧૦૦૧માં વિશેષાંક તરીકે પ્રગટ કર, તેની પાનાની મર્યાદા સો પાના સુધીની રાખવી એમ નક્કી કરવામાં આવ્યું અને આ અંકના સંપાદનકાર્ય માટે નીચે પ્રમાણની એક પેટા સમિતિની નિમણુંક કરવામાં આવી. '
(૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ (૨) ડો. રમણલાલ ચી. શાહ ' ' (૩) શ્રી પન્નાલાલ આર. શાહ (૪) શ્રી ગણપતલાલ મગનલાલ ઝવેરી
આ સમિતિના કન્વીનર તરીકે શ્રી પન્નાલાલ આર. શાહની નિમણૂંક કરવામાં આવી.
ચીમનલાલ જે. શાહ,
કે. પી. શાહ મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ
તરીકે પણ ઉભા હતા અને
ત્રી તરીકે વાસભ્ય
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા * આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળાનો સમગ્ર કાર્યક્રમ ગતાંકમાં પ્રગટ કરવામાં આવેલ છે. આગામી વ્યાખ્યાનમાળા તા. ૧૯ ઓગષ્ટ રવિવારથી ૨૭ ઓગસ્ટ સેમવાર સુધી, એમ નવ દિવસ માટે લેવામાં આવેલ છે.
ભારતીય વિદ્યાભવનમાં રીપેરીંગ કામ ચાલતું હોવાથી સ્થળમાં - ફેરફાર કરવાની ફરજ પડી છે.
આ વખતની વ્યાખ્યાનમાળા, ચપાટી ઉપર આવેલ બિરલા કીડા કેન્દ્રમાં રાખવામાં આવેલ છે, તેની ખાસ નોંધ લેવા વિનંતી.
સમય: દરરોજ સવારના ૮-૩૦ થી ૧૩૦ તા. ૨૬ અને ૨૭ ભકિત-સંગીત સવારનાં, ૧-૩૦ થી ૧૧-૧૫.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સંઘ