________________
જીવન
અક્ષરજ્ઞાન : નવું
માણસનું વ્યકિતત્વ એ ઈશ્વરીય શકિત નથી, વાચા-પ્રભુત્વથી . અન્યને પ્રભાવિત કરનાર વાણી એ સત્ય નથી, વશીકરણ એ અગમ્ય શકિત નથી, કોઇપણ શકિત માનવ, માનવને પ્રભાવિત કરે એ વ્યકિતત્વનું આગવું લક્ષણ છે, વ્યકિતગત માનવીય શકિત છે, કદાચ એને માટેના એ અંગત; ગુણા છે, એ ગુણોથી લોકોને આકર્ષી શકાય છે, મહાન વિભૂતિ બની, પોતાના ચરણામાં લોકોના મસ્તક નમાવી શકાય છે— કદાચ ‘માણસ’માંથી ‘દેવ ’ બનીને ભાળા લોકોને ભરમાવી શકાય છે. પરંતુ આ સર્વ માત્ર, કાીક-લક્ષણાથી જ થઈ શકે છે! અને એ એક પ્રકારના વ્યવસાય છે! આનાથી ધર્માચરણ નહીં, માનવાચરણ જ આચરાય છે અને આ ધર્મશ્રદ્ધાળુ અને ધર્મ-દંભી વચ્ચેના એક, ન કલ્પી શકાય, ન માની શકાય એવા ભેદ
આંકી શકાય છે!
કોઈ ધર્મ-સ્થળે તમે જાવ, કાંઈ આવા વ્યવહાર ‘ભગવા’ પહેરનાર આચરી રહ્યા છે. ધર્મ, ધર્મની જગ્યાએ રહી જાય છે, અને ખોટા વ્યવહારો જ આચરાય છે!
પરંતુ આ આચરણ કેમ થાય છે? એનું મુખ્ય કારણ નિરક્ષારતા છે. જ્યાં નિરક્ષરતા છે, ત્યાં માત્ર અન્યના જ્ઞાન, શાન અને બુદ્ધિથી દારાવું પડે છે. એનામાં સ્વતંત્ર કહી શકાય એવા વિચારોના અભાવ હોય છે, અને એટલે જ બીજાના વિચારો પ્રમાણે, માર્ગદર્શન મેળવવું પડે છે!
- વાચન, સાચન માણસને ઘડે છે. વાચનમાંથી જ માણસને વિચારો પ્રગટવાની શકિત પ્રબળ વેગે મળે છે:
આજે આપણા દેશમાં નિરક્ષરતાનો લાભ બે વર્ષે ખૂબ જ આસાનીથી લ્યે છે; એક ધર્મના વડાઓ અને બીજા રાજદ્રારીએ. જો આપણા દેશમાં નિરક્ષરતા નાબૂદી શક્ય બને તો, આ બંને વર્ઝાને ઘણું બધું ગુમાવવાનું રહે છે!
હું એક વખત વિદ્યાર્થી અવસ્થામાં મારા મેાસાળના ગામડામાં ગયેલા. ત્યાં રાત પડે એટલે ચારા ઉપર ડાયરો જામે. ડાયરામાં બેસા તો ઘણું ઘણું જાણવા જેવું મળે પણ એ બધું આશ્ચર્ય પમાડે તેવી અંદ્રાદ્ધાની વાતે ને ચમત્કારિક વાતો હોય.
એ વખતે એક ભાઈ પણ મારી જેમ બહારગામથી આવેલા, ‘એણે ‘અભરામ લિંકન'ની વાત કરેલી~એના શબ્દોમાં કહું.
અભરામ લિંકન એક આફ્રિકાના દેવ થઈ ગયા છે. એ એક વખત ઘેાડા ઉપર બેસીને, એક ગામથી બીજે ગામ જતા હતાં ત્યાં જ એનું ધ્યાન એક પાણી વિનાના તળાવના ગારામાં એક ઘેટુ ખૂંચતું હતું ત્યાં ગયું. અભરામ લિડને ઘેાડા ઊંપરથી ઉતરીને ઘેટાને બહાર કાઢ્યું. પણ જેવું ઘેટું બહાર આવ્યું તેનું દેવ સ્વરૂપે પ્રગટયું અને અભરામ લિંકનને આશીર્વાદ આપ્યા ને કહ્યું: “હું” આકાશના દેવ છું. તું ધરતીના. તારી પ્રશંસા આકાશના દેવા પણ કરે છે! તારી પરીક્ષા કરવા જ હુ' અહીં આવ્યો હતો. માગ તારે જે જોઈએ તે!”
*
અને અભરામ લિંકને, કાંઈ ન માગ્યું. એ તો ધરતીના દેવ હતા, રાજા-મહારાજા એના ચરણામાં પડતા. એને શું જરૂર હોય ? અને આજે ય, અભરામ લિંકનનું દેરું, આફ્રિકામાં ઊભું છે!”
“આ વાત સાંભળીને હું તો આભા જ બની ગયો. મેં આવા પ્રસંગ કોઈક સામયિકમાં વાચેલા. અને એ અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનના હતા. મેં એ વાત કરનારને આ સાચી વાત કરી તો મને તેડી જ પાડયો !
આ સાંભળેલી વાત, ઘેાડીક સ્મૃતિભ્રંશથી જે યાદ રહી તે જુદી રીતે એની રજૂઆત કરી દીધી – આપણા દેશમાં ચમત્કારની વાતમાં રસ દાખવે એવા નિરક્ષર વર્ગ ઘણા મેટા છે! જેને ધર્મની વાત કરીને ગમે તે દિશામાં વાળા, વળી જવાના છે! અને એના ઉદાહરણ તરીકે આજે બે વર્ગો સરસ રીતે, પેતપેાતાની દિશાઓ નિરક્ષરોને વાળી રહ્યા છે:
આજે આપણા દેશમાં જો કોઈ સુખી હોય તો એક સાધુ-સાંતા, જેને કોઈ જ પ્રકારની ચિંતા નથી હોતી; અને બીજો વર્ગ છે રાજ
લ, ૧-૮-૭૯
ચેતન પ્રગટાવે છે
કારણીઓના. આ વર્ગને પણ આ નિરક્ષરો પાંચ વર્ષ માટે ચૂંટી દે છે, પછી કોઈ ચિંતા નથી હોતી !
હમણાં હમણાં નિરક્ષરતા ટાળવા માટે ગામડાઓમાં પ્રૌઢ શિક્ષણના ખાસ વર્ગો ચલાવવાની વાત ચાલે છે. પરંતુ આ ઝુંબેશની વાતો, હું સમજણા થયા ત્યારની સાંભળું છું! હજુ પ્રૌઢો જ અભણ છે. આજથી ૨૦ વર્ષ પૂર્વે હતા એટલા જ અને હજુ પણ પ્રૌઢશિક્ષણ, જીવવી ચાલે છે! આ તે કેવી નવીનવાઈની વાત છે!
સૌરાષ્ટ્ર મેઈલમાં બે શિક્ષિત માણસે વાત કરતા હતા. એ વાર્તાના વિષય ગુજરાતમાંથી અંગ્રેજી હટાવાના હતા. એકે કહ્યું : “નેતાઓ તે અંગ્રેજી હટાવવાની વાતા કરે છે, પણ પેાતાના છોકરાઆને વિદેશ અભ્યાસાર્થે મેલે છે!- જો ખરેખર એ અંગ્રેજી ભાષાના આગ્રહી નથી હોતા તો પેતાના સંતાનોને તે શા મટે ‘અંગ્રેજી’ ભણવા વિદેશ મોક્લે છે?"
આજના નેતાઓની એક મેાટી ખામી એ છે, કેએ આચરવા જેવા સિદ્ધાંતો નક્કી કરે છે, પરંતુ આચરણ પોતે નહીં, બીજાઓ જ કરવાનું હોય છે! આવા નેતાઓ, નિરક્ષર વર્ગમાં કેવા કેવા ભ્રમ અને ખોટા ખ્યાલ ઊભા કરે છે, તેની વાતે! તમે ગામડાઓમાં જાવતા ખબર પડે!
આવા, માણસ–માણસ વચ્ચેના ભ્રમિત ખ્યાલ દૂર કરવા હેય, અંધશ્રદ્ધા ઓછી કરવી હોય, ધર્મદંભીઓનો પ્રભાવ ઓછા કરવા હોય તે। પ્રત્યેક માણસને ‘અક્ષરજ્ઞાન’ મળવું જ જોઈએ.”
મારે એક શ્રીમંત પરિવારમાં લગ્નમાં જવાનું થયું હતું! ત્યાં એની દીકરીના લગ્નમાં સારા એવા કરિયાવર કરેલા આ કરિયાવરમાં સેએક પુસ્તકો પણ હતા! આશ્ચર્ય પમાડે તેવી વાત છે ને ? એ પુત્રીની માતાએ કહ્યું: “હું નવ વર્ષની હતી ત્યારે મારું લગ્ન થયેલું. આણું વળીને આવી ત્યારે ૧૫ વર્ષની હતી. હું સાવ જ નિરક્ષર હતી. મારા પતિએ મને અક્ષરજ્ઞાન આપ્યું ને એમાંથી જ હું ઘડાઈ. હું મારા સર્વ સંતાનોને ભણાવી શકી, કારણકે અક્ષરજ્ઞાન મેળવ્યું હતું- હું વાચનથી ઘડાઈ હતી! માનવજીવનમાં સાહિત્ય ઘણા અગ્ર ભાગ ભજવે છે! સાહિત્યથી આપણે આપણું વ્યકિતત્વ ઘડી શકીએ છીએ એટલું જ નહીં, અન્ય વ્યકિતઓને ઓળખવાની આપણામાં સમજ પ્રગટે છે. કોઈ પણ સર્જકના કપાળ-કલ્પિત પાત્રા, માનવને પાતાની જાતને સમજવામાં અગ્રભાગ ભજવતા હોય છે!
વાચનથી માનવામાં એક જુદા પ્રકારની ચેતના પ્રગટે છે! અક્ષર શાનથી વંચિત એવા એક વૃદ્ધ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કહેલું : “દિલ્હીમાં કુતુબમિનાર છે, આગ્રામાં તાજમહાલ છે અને આ જગતમાં એસ્ટ્રેલિયા નામનો દેશ છે, મહારાણી ઝાંસી અંગ્રેજો સામે લડી હતી, શિવાજી મુસલમાન સામે લડેલા અને મુંબઈ શહેરની વસતિ ૫૫ લાખની છે અને મુંબઈમાં એક એવી હેટલ છે, જેમાં અમારા ઓઠ ગામડા થાય એટલા માણસા રહી શકે છે એ બધું મને તે મારી વૃદ્ધાવસ્થામાં અક્ષરજ્ઞાન મેળવ્યું ત્યારે જ જાણવા મળ્યું !
"3
અક્ષરજ્ઞાન મેળવનાર વ્યકિતમાં નવું નવું જાણવાની, મેળવવાની અને ગ્રહણ કરવાની ચેતના પ્રગટે છે. એ જ માણસને ઘડે છે. આ દેશમાં, દૂર દૂરના નાના નાના ગામડાઓમાં હજુ એવા ય નિરક્ષાર માણસા મળશે જે મત માગવા જનાર ‘નેતાને રાજા સમજે છે, અને જો એને ‘મત’ નહીં આપીએ તે, ખાવાનું નહીં મળે એવા ભ્રમમાં જીવે છે!
‘માણસ’ માણસને ઓળખી શકે એ માટે પણ માણસને અક્ષરજ્ઞાનની જરૂર છે. અને હવે આ યુગમાં, દેશના પ્રત્યેક માણસને અક્ષરજ્ઞાન બે વર્ગને ઓળખવા માટે જ આપવું જોઈએ– “એક ધર્મધૂધરા, સાધુઓ, મહાત્માઓને અને બીજો વર્ગ રાજકારણીઓ, આ દેશમાં, સાચી સ્વતંત્રતાના—સાચી ક્રાંતિના ઉદય ત્યારે જ થશે, જયારે દેશના પ્રત્યેક માનવ ભણેલા હશે !
અને એક આશ્ચર્ય અને અજાયબી પમાડે તેવી વાત ગુજરાતના વિદ્યાર્થીઓની છે! કદાચ કોઈ નહિ માને, પણ એ સત્ય હકીકત છે, કે ગુજરાતના કોઈ પણ કોલેજિયનને, મહારાષ્ટ્ર - મુંબઈની