________________
તા. ૧૬-૭-૦૯
- પ્રબુદ્ધ જીવને
મેટા થયા છે, અને પેલા બળદ, આખી જિંદગી ઢસરડા કરીને તારા ખેતરમાં મેલ ઉગાડયા છે. આવી કીંમતી સેવા અાપનાર પશુ, વૃદ્ધ થયા એટલે સ્વાર્થ પતી ગયે? જા, પૈસા પાછા આપીને દોરી આવા એ ગાય અને બળદને.”
બ્રાહ્મણની વાત સાંભળીને પેલે ખેડૂત ગર્જી ઉઠ્યો: “એલા ભાઈ, એ બંનેને બેઠાં બેઠાં કયાં સુધી ખડ ખવરાવું? મારે ત્યાં ખડની ગંજીઓની ગંજીઓ નથી!”
તો પછી ભાઈ, તારી માં અને તારો બાપ પણ સાવ વૃદ્ધ થઈ ગયા છે! એ પણ કાંઈ કામના નથી, એને પણ દાણા ખવરાવવા પડે છે, તે ભેળભેળ એને કસાઈવાડે મેકલી દે ને?”
– પેલે ખેડૂત, મા-બાપની વાત સાંભળીને પેલા બ્રાહ્મણને મારવા દોડો! બ્રાહ્મણ સમજી ગયો કે અબુધ સ્વાર્થી પ્રાણીઓનું માણસે મૂલ્ય નહીં સમજે ! પણ તોય, “એલા ભાઈ! એ વૃદ્ધ ગાય અને ભેંસની વિષ્ટાથી તે તારા ઘરના ચૂલા બળે છે, ને તારા મા-બાપની વિષ્ટા ય કામ નથી લાગતી અને તે વિચાર કરે !”
પરંતુ આવા માણસને સમજાવવા કઈ રીતે? પ્રાચીન કાળથી તે આજ પર્યત માણસ પશુઓ-પ્રાણીઓની હત્યા કરતા રહે છે! એને એ પશુ-પ્રાણીઓએ હજુ સુધી કોઈ બુલંદ અવાજ માણસ સામે ઉઠાવ્યું નથી. કારણ કે પશુ-પ્રાણીઓને વાચા નથી !
માણસેએ ‘પ્રાણી ધરોઊભા કર્યા છે. ત્યાં હિંસક કહીને પ્રાણીએને માત્ર જોવા માટે પૂર્યા છે. આ પશુઓને માણસ જેવા જાય છે, પરંતુ એ પશુઓ કોઈ દિવસ એને જોવા આવનાર કોઈ “માણસને જોતો નથી હોતોના અનુભવ તમારે કરવું હોય તે કરી જોજો. - હિંસક કહેવાતા આ પશુઓને પુરનાર માણસ, એનાથી ય વધુ હિંસક વૃત્તિને રહ્યો છે. ખતરનાક રહ્યો છે, પરંતુ એને પાંજરામાં પૂરા નથી હોત! હું ત્યાં સુધી કહું છું કે, જેમ હિંસક પશુઓ માટે પ્રાણીધર બનાવ્યું છે તેમ ‘હિંસક માનવ ઘર પણ બનાવવું જોઈએ. મોટા પાંજરામાં એને ય પૂરવા જોઈએ અને તેમને પણ અન્ય માણસે જોવા આવે એવી વ્યવસ્થા કરવી જોઈએ !
ઘણી વખત, કોઈ પશુ હિંસક બની, (જો કે છંછેડયા વગર તે. સિહ પણ માણસ માટે હિંસક નથી બનતો.) બેમર્યાદ બની જઈને માણસને હાનિ પહોંચાડે છે, તે આપણે એને તુરત જે મારી નાખીએ છીએ અથવા તો જીવતે પકડીને પાંજરામાં પૂરી દઈએ છીએ.
પરંતુ આ પશુથી પણ બદતર હિંસક અને મર્યાદાની સીમાં ઓળંગી જનાર ખતરનાક માણસ માટે આટલે જલદી નિર્ણય લેવાતો નથી ! એના માટે અદાલતો ઊભી કરી છે, સાક્ષીઓ અને સંજોગોને વિચાર કરીએ છીએ– પછી જ પાંજરામાં પૂરીએ છીએ ! અને એને કદાચ મૃત્યુદંડ આપીએ છીએ તે એને દયાની અરજી કરવાને અધિકાર!
મારા ગામથી થોડેક દૂર, એક સિંહણ માણસખાઉ બની ગઈ હતી, એમાં તે હાહાકાર મચાવી દીધું હતું. માણસોએ-જંગલ ખાતાના માણસોએ સિંહણને ગોતીને બે જ દિવસમાં ઠાર કરી દીધી!
-અને હવે એ સિંહણ કરતાં ય વધુ માણસખાઉ માણસની વાત સાંભળો
રામન રાઘવને આ સિંહણ કરતાં અનેકગણાં ખૂન કર્યા હતા, એને ફાંસીની સજા થઈ હતી, હજુ એને ફાંસી અપાઈ નથી–કારણ કે એ “માણસ” છે, અને પેલી સિંહણ પશુ હતી !– પશુઓને, માણસ જેટલે દંભ કરતા નથી આવડતું!
હમણાંની જ એક વાત: દિલ્હીમાં એક માણસના બે સંતાનએક દીકરી ને એક દીકરીને રહેંસી નાખી, લાશ ફેંકી બે યુવાને ચાલ્યા ગયા–પછી એ પકડાયા ને હવે એને અદાલતમાં કેસ ચાલે છે!- જો આ કૃત્ય કોઈ પ્રાણીએ કર્યું હોત તો એને માટે ન્યાય થયો હોત?- ગામડાઓમાં જોજો, ગાડે જોડાયેલો બળદ, વૃદ્ધ હશે કે થાકી ગય હશે, નહીં ચાલે તે તરત લાકડી ફટકારશે, પેલા બળદ ન છૂટકે ચાલશે! કઈ ગાય કે ભેંસ દોવા નહીં દે તો પણ માણસ બે-ચાર લાકડી ફટકારશે, પરંતુ ઘરની કોઈ વ્યકિત કામ કરવાની ના પાડશે • તે એને લાકડીથી ફટકારાશે?
ઘણા વૃદ્ધ થઈ ગયેલા બળદને કસ કે સાંતીએ જોડયા હેાય છે. એ નથી ચાલતા તી લાકડીયું ફટકારી ફટકારીને એને ચલાવતા માણસને મેં જોયું છે– ત્યારે એ જ માણસને પિતા, જે બળદ કરતાં ઓછો વ તુ અને વધુ સશકત હોય છે એને ચાખા દિવસ પીપળાને છાંયે બેઠાં બેઠાં હોકો પીતા જોયા છે ત્યારે મને માનવ અને પશુનું મૂલ્ય સમજાય છે!
એ માણસને વધુ ઉપયોગી- એના બાપ કરતાં પેલે વૃદ્ધ બળદ છે. છતાં ન્યાય અને લાગણીનું સ્તર તે એ માણસે એના પિતા માટે જ રાખે ને? જો એ બળદને વાચા હોત તો કહેત : “તું મારા શરીર પર લાકડિયું ફટકારીને મારી પાસે કામ લે છે એમ તે તારા વૃદ્ધ પિતા પાસેથી તે થોડું કામ લઈ જા !” - હું સૌરાષ્ટ્ર-ગીરને રહેવાસી છું. શહેરમાં જતાં ઘણી વાર રાતવેળા સિંહ-કે સિંહણ અસંખ્ય વાર સામે મળ્યા છે. રામે તરીને ચાલ્યા જતા. હું કદી એ સિંહ-સિંહણથી નથી ડર્યો, પણ આજે મુંબઈમાં રાતવેળા મોડું થઈ ગયું હોય તો મને ‘માણસને ડર લાગે છે!એટલે જ હું કહું છું કે આપણે જેને હિંસક પ્રાણીઓ કહીએ છીએ, એના કરતાં વિશેષ હિંસક અને ખતરનાક “માણસ” હોય છે!
કૂતરું માત્ર ભસે તો બડીકે કે પાણો એ કૂતરાને માણસ મારે છે. કતરાને જોહી નીકળે કે કદાચ મરી જાય તે એ ગુન ગણાત નથી! પણ માણસ ભયંકર રીતે ભસે, એને મારી ને લોહી નીકળે તો એ ગુને છે. એટલે કાયદાઓ, માત્ર “માણસ’ના રક્ષણ માટે, એના અન્યાય પિષવા પૂરતા હોય છે!
છેલ્લે એક વાત રહી ગઈ. ઘણી વખત કોઈ ભયંકર એવા માણસને આપણે કહેતા હોઈએ છીએ કે: સાવ પશુથી ય બદતર માણસ છે, પરંતુ એ ખોટું છે. આપણે એમ ન કહેવું જોઇએ! કારણ કે પશુઓ માણસેથી અનેક ગણા શ્રેષ્ઠ છે.
અને તમે જોજે, ઘણી વખત માણસ પોતાના જાનમાલનું રક્ષણ કરવા અને જોરથી ચેતવવા (જે માણસે જ હોય છે. માટે વફાદાર માણસ કરતાં કૂતરાને રખાય છે. વિશ્વાસ માટે, માણસ કરતાં કૂતરો ઉત્તમ છે.
ધર્મરાજા હિમાલયમાં હાડ ગાળવા ગયા ત્યારે એની સાથે એને સાથી કૂતરો હતે, માણસ નહોતો!
– ગુણવંત ભટ્ટ સાભાર સ્વીકાર ફૂલ, તારા ને ઝરણાં–લેખક શ્રી. ભાનુભાઈ પંડયા, પ્રકાશક અને વિતરક, શ્રીમતી ભાનુમતિ પંડયા.
બ્લોક ૧૭૧. સેકટર ૨૦ ગાંધી નગર ૩૮૨૦૧૦: કિંમત રૂા. ચાર,
આંતરરાષ્ટ્રીય શિશુ વર્ષમાં બાળકોને સાંભળવા ગમે એવાં ટૂંકા, સરળ અને ગેય એવાં ગીતનું આ પ્રકાશન માત્ર બાળકને જ જ નહિ પરંતુ વાલીઓને અને બાળકો જેમને વહાલાં છે એવા બાળકલ્યાણકારી કાર્યકરોને પણ ગમી જાય એવું છે. -
-ચીમનલાલ જે. શાહ વિદેશની વાટે ડો. રમણભાઈ
અને પ્રા. તારાબહેન શાહ આપણા સંઘના વ્યવસ્થાપક સમિતિના સભ્ય અને પર્યુષણ વ્યાખ્યાનમાળા તેમ જ વિદ્યાસત્રના પ્રમુખ ડૅ. રમણલાલ ચી. શાહ તથા પ્રા. શ્રીમતી તારા બહેન શાહ રીએ-ડિ-જાનેરો (બ્રાઝિલ, દક્ષિણ અમેરિકા) માં યોજાયેલ પી. ઈ. એન. (P.E.N.)ની ૪ મી આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે ભાગ લેવા તા. ૪-૭-૧૯૭૯ ના રોજ રવાના થયા છે. આ પરિષદમાં એમને વિષય છે: (૧) સાહિત્ય અને લેકમાધ્યમને. આ વિષય ઉપરાંત બીજી મહત્ત્વની ચર્ચા-વિચારણામાં તેઓ ભાગ લેવાના છે અને
એ માટેના વિષયો આ પ્રમાણે છે: (૧) જેલમાં પૂરવામાં આવેલા લેખકો અને વાણી સ્વાતંત્રય: એ માટે પી. ઈ. એન. શું કરી શકે? (૨) આંતરરાષ્ટ્રીય બાલ વર્ષ નિમિત્તે બાલ સાહિત્યમાં રંગદ્રષ, ધર્મ અને ભાષા-દ્રષની વાતો ન આવે તે માટે પી. ઈ. એન. શું કરી શકે?