SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ સિપાહી આવે છે. આ માણસ સીધી લાઈનમાં કવાયત કરવામાં આનંદ માને છે. મિલિટરીના બૅન્ડના સૂરો સાથે તે પગના તાલ મેળવે છે. આવા માણસને ભગવાને ભૂલથી મગજ આપી દીધું. તેને એક કરોડરજજુ આપી હોત તો પણ ઘણૢં હતું. કોઈના હુકમથી બહાદૂરી બતાવવી, અર્થહીન હિંસા કરવી અને દેશદાઝની વાતો કરવી તે બધી બાબતોને હું ધૃણાથી જોઉં છું. યુદ્ધ હંમેશા ધિક્કારવા લાયક છે. હું તે। ઈચ્છું કે, મારા ટુકડા થઈ જાય પણ હું યુદ્ધમાં ભાગ ન લઉં. માનવજાત ઉપરની. આ યુદ્ધની તાણ જલદીથી વિલંબ વગર દૂર કરવી જોઈએ. રાષ્ટ્રોએ પોતાની સાદી સમજ વાપરીને આ યુદ્ધને ઘણા વખત પહેલાં જ હાંકી કાઢયું હાત. પણ કમનસીબે તેવું બન્યું નથી. પ્રબુદ્ધ જીવન મને તો આધિૌતિક અનુભવો બહુ જ સુંદર ભાસે છે. બધી જ કલા અને વિજ્ઞાનના એ સાચા સ્રોત છે. જે લોકોને આ આધિભૌતિક વાતો બહુ વિચિત્ર લાગે છે અને જેમને કદી અજાયબી કે જીજ્ઞાસા થતી નથી અને આવી લાગણી અનુભવતા નથી એ માણસ તે મરેલા જેવા છે. તે છતી આંખે આંધળે છે. જીવનના રહસ્યોમાં આપણે ઊંડે નજર નાંખીનેએ છીએ - ભલે પછી તેમાં થોડા ભયની લાગણી મિશ્રાહાય - પણ તેમ કરવાથી ધર્મ પેદા થાય છે. એક એવી વસ્તુ છે જેમાં આપણે બહુ ઊંડા જઈ શકતા નથી. તેવી વસ્તુ પણ ખરેખર અસ્તિત્વમાં છે તેવી લાગણી આપણામાં હોય તો તે કાર્ય ખરેખર ધાર્મિકતા છે. આવી અણજાણ વસ્તુમાં જ ડહાપણનો ભંડાર છે અને તેમાંથી અમાપ સૌંદર્ય ઝરે છે, તેવી શ્રાદ્ધા આપણને હોવી જોઈએ. આ દૃષ્ટિએ અને આવી દૃષ્ટિએ જ હું ધાર્મિક વ્યકિતઓની હરોળમાં મને મૂકું છું. પરંતુ એવા કોઈ ઈશ્વરને હું કલ્પી શકતા નથી જે પેાતાના સર્જનને સજા આપે કે કાંઈ બદલા આપે. આપણે પણ પેાતાના મેાડેલ પ્રમાણે અને આપણા હેતુ પ્રમાણે ઈશ્વરની કલ્પના કરીએ છીએ. આપણી નબળાઈઓના પ્રતિબિંબ રૂપે તેમને જોઈએ છીએ. ઉપરાંત હું... એ પણ માનતા નથી. શરીરના મરણ પછી પણ વ્યકિત જીવંત રહે છે. જો કે નબળા આત્માઓ ભયને કારણે અગર તે હાસ્યાસ્પદ અહમ ને કારણે આવું બધું માનતા હોય છે. હું તે આપણા ચેતનમય જીવનના રહસ્યો વિશે જ મઝેથી વિચારો કરુ છું તે મારે માટે પૂરતું છે. આ ભવ્ય જગતની અજાયબીઓ અને જીવનની અનંતતા વિશે વિચારવાની જ મને તો મઝા પડે છે. અને આ વિશ્વમાં કુદરતના સર્જનમાં ક્યાંક નાનું સરખું બુદ્ધિજન્ય કૃત્ય જોઉં છું ત્યાં જ કૃતાર્થ થઈ જાઉં છું. (શ્રી આઈન્સ્ટીને પેાતાની માન્યતા વિશે આટલું લખીને પછી તાજા કલમ રૂપે થોડું વિશેષ લખેલું પણ તેમાં માનવજાત યુદ્ધમાં બરબાદ થવા માટે જે મુર્ખાઈ કરે છે તેના બળાપા કાઢેલ છે અને ઘણાં વર્ષો બાદ પણ પોતાની ઉપરની માન્યતા યથાવત રહે છે તેના મક્કમપણે નિર્દેશ કરે છે. તેઓ કહે છે કે, માનવ ગમે તેટલી પરિવર્તનની વાતો કરે છે પણ માનવ આખરે તો બદલાતો નથી, પણ જુદા જુદા સમયે તે જૂદો ભાસે છે એટલું જ. ) આલ્બર્ટ આઇન્સ્ટીન : અનુ. કાંતિ ભટ્ટ આમાં કાણુ ચડે પ્રાચીન કાળમાં માનવીની ઉદાત્ત બુદ્ધિએ અનેક ન્યાયશાસ્ત્રની રચના કરી છે, આજે પણ ન્યાય માટે ઘણું લખાય છે, કાયદાઓ થાય છે, અદાલતો ઊભી થાય છે—આ બધું પ્રાચીનકાળથી આજ પર્યંત બધું જ માણસ માટે થાય છે! માણસ ગુના કરે છે તો એને તાત્કાલિક સજા કરાતી નથી, એની અદાલતમાં ન્યાય તોળાય છે: ખોટા સાક્ષીઓ ઊભા કરવાની, પૈસા વાપરવાની ક્ષમતા ગુનેગારમાં હોય તો કાયદાઓની છટકબારીમાંથી છટકવાની પણ એમને છૂટ છે! પરંતુ માનવીય ન્યાયમંદિરમાં માનવે કાયદા ઘડયા છે, માનવ માટે. અદાલતો ચલાવે છે માનવ, ન્યાય પણ તાળે છે માનવ, ગુના પણ કરે માનવ અને છૂટી જવાય તો છૂટી જાય માનવ: અહીં, આ જગતમાં ‘ન્યાય' માટે તા. ૧૬-૭-’૭૯ સર્વ કેન્દ્રિત રહ્યો છે માનવ-ત્યાં બીજા કોઈ જીવને અવકાશ નથી.! તાત્પર્વ: માણસે ન્યાય અને નીતિમત્તાની વાત માત્ર પોતા પૂરતી રાખી છે; અન્ય જીવા માટે કાયદાઓ ઘડાયા છે, પણ જેટલું મહત્ત્વ માણસ માટે ન્યાયનું છે એટલું મહત્ત્વ અન્ય જીવા એટલે પશુ-પ્રાણી ને પક્ષીઓ માટે નથી! મને એક કિસ્સા યાદ આવે છે. જૂનાગઢના એક નવાબ એક વખત પેાતાના રસાલા સાથે શિકારે નીકળ્યો! ગીરમાં એક જગ્યાએ એક સિંહ માંદો પડયા હતા, મરવાની અણી પર હતા. એ સિંહના વાસામાં પડેલા જખમને કાગડા ઠોલતા હતા અને એક સાધુ ઉડાડત હતા અને લાલનપાલન કરતા હતા! આ નવાબ અને રસાલા ત્યાં જઈ ચડયા. નવાબ પાસે બંદૂક જોઈને સિંહ ઊભા થઈ ભાગવા પ્રયત્ન કરતા હતા. સાધુએ એને શાંત્વના આપીને ધરાર સૂવરાવ્યો: સાધુના ભાવ એ હતો કે, ‘સિંહ ! તું આવા ખતરનાક માણસથી ગભરા નહીં, હું તારું રક્ષણ કરીશ !' સિંહ પાછે સૂઈ ગયો ! નવાબે સાધુને છૂછ્યું: “તમને આવા ખતરનાક પ્રાણીના ડર નથી લાગતા ?’ સાધુએ નવાબ સામે જોઈને કહ્યું: “ના, હું તારા રાજમાં પણ રહ્યો છું, ને અહીં આ જંગલમાં આ પશુઓ સાથે પણ. આ પશુઓ કરતાં તમે-માસ-વધુ ખતરનાક ને હિંસક છે! આ પશુઓ હિંસા ત્યારે જ કરે છે, જ્યારે પેટ ખાલી હોય છે ને અનિવાર્ય હોય છે ત્યારે, તે તમે માણસા ? ભરપેટે મનના દ્વેષ પૂર્ણ કરવા હિંસા કરતા જ રહેો છે ! આ હિંસક પશુએ એની હદ મૂકીને તમારા ઘરમાં અનાજ લેવા આવે છે? તે પછી તમે તમારી હદ મૂકીને, જે તમને મારવા નથી આવતા એને શા માટે મારવા આવે છે?– હવે કહા, કોણ વધુ હિંસક? તમે કે આ પશુઓ?” પેલા માંદલા સિંહ પણ સાધુની વાત સાથે સહમત હાય તેમ; શક્તિ ન હાવા છતાં ત્રાડ નાખી!... આ સિંહની ત્રાડ સાંભળીને આજુબાજુથી ત્રણ-ચાર સિંહ-સિંહણા આવી ચડયા. નવાબ અને એના રસાલાને ત્યાંથી ભાગી જવું પડયું-થેાડે દૂર જઈને, એક વૃક્ષ પર બેઠાં બેઠાં જોતાં હતા. એને હતું કે હમણાં પેલા સાધુને આ સિંહ કે સિંહણ મારી નાખશે! પરંતુ આવું નહોતું બન્યું. એક સિંહ અને એક સિંહણ પેલા માંદા સિંહના ઘારાને જીભથી ખંજવાળીને સારવાર કરતા હતા અને એક સિંહ અને એક સિંહણ, સાધુની બંને બાજુ બેસી ગયા. નવાબ અને એના રસાલા આ જોઈને દંગ થઈ ગયા! પશુઓમાં માણસ કરતાં વિશેષ લાગણી હોય છેઅને લાગણીના સાચા આવિર્ભાવ વ્યકત કરી શકે છે. કોઈ પ્રાણી હિંસક નથી, છતાં પશુ-પ્રાણીને આપણે હિંસક કહીએ છીએ અને એને હિંસક કહેવાન વિચાર માણસના છે, માણસની વૃત્તિનું જ એમાં દર્શન છે! માણસ જૈને હિંસક કહે છે એને, એનાથી પણ વધુ હિંસક બનીને પાંજરામાં પૂરે છે.વિચારી લ્યો, કોણ વધુ હિંસક-પ્રાણી કે માનવ ! પેલા સાધુ પાસે કોઈ જાદુ નહોતા, પણ એના હૃદયમાં સિંહ જેવા બળવાન પ્રાણી માટે લાગણી હતી એટલે જ એ પ્રાણી સાધુ માટે લાગણીશીલ હતું ! વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણે, ચંબલના જંગલના ડાકુઓને સમજાવીને, સમાજમાં પાછા લાવવા પ્રયત્ન કરેલો! કારણ કે એ માનવીએ માનવ માટે ખતરનાક હતા. એ ખતરનાક વીઓ પણ સમાજના ભયંકર માનવીઓના હિંસક પરિબળથી ઘવાયા હતા, એટલે એ ‘ડાકુઓ' બનીને હિંસક પ્રાણીઓથી પણ વધુ હિંસક માન બન્યા હતા! આવા કોઈ મહાનુભાવોએ, જંગલમાંના, જેને આપણે હિંસક પ્રાણીઓ કહીએ છીએ, એને માટે આવા પ્રયત્નો કરવા પડયા છે ખરા? માણસમાં જો કાંઈ કોષ્ઠ હોય તો એ માત્ર ‘વાચા' છે– બાકી બધા જ શ્રેષ્ઠ કહી શકાય એવા ગુણ્યા પશુ-પ્રાણીઓમાં છે. એક વખત એક ગામડાના ખેડૂતે, વસૂકી ગયેલી ગાય અને વૃદ્ધને ખેતીના કામમાં ન આવે એવા બળદને એક સાઈને વેચી માર્યા. આ ખેડૂત પાસે રહેતા એક બ્રાહ્મણને આ ન ગમ્યું. એણે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો: “આ ગાયનું દૂધ પી પીને તારા બાળકો
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy