________________
તા. ૧૬-૬-'૩૯
સેક્સ વિષે ઊંડું ચિંતન કરતાં, પૂર્ણિમાબહેનને નવા નવા અને
વિરાટ પેનેરમા દેખાય છે અને સર્વત્ર દિવ્ય - સેકસ - ડીવાઈન સેકસ - સિવાય બીજુ કાંઈ દેખાતું નથી. સેકસ દિવ્ય છે તે વિધાન તદ્ન સાચું લાગે છે. સ્ત્રી - પુરુષના મિલન વખતે ક્ષણભર તે વિચારમુકત નિર્ભેળ આનંદ થાય છે તે અનુભવમાંથી, યોગવિજ્ઞાનની ઉત્પતિ થઈ છે એમ તેઓ માને છે, યોવિજ્ઞાનના પાયામાં સ્થૂળ સેક્સ તેમને કારણભૂત લાગે છે. અને યોગવિશાનની સર્વોચ્ચ સિદ્ધિ સાધવા માટે સૂક્ષ્મ, દિવ્ય અને અલૌકિક સેકસ સતત સાધવી પડે છે તેની પ્રતીતિ તેમને થાય છે. માંથી સમાધિને વિચાર આ રીતે આગળ વધે છે અને કહે છે. ‘સમાધિ દશામાં જીવ અને બ્રહ્મ એકાકાર થાય છે તેને પરમ સેક્સ અથવા દિવ્ય સંક્સ કહી શકાય કે નહીં તે વિચારવા જેવું છે.”
ભાગ
પ્રબુદ્ધ જીવન
પૂર્ણિમાબહેન સેકસના સ્થૂળ અને સૂક્ષ્મ એવા ભેદ પાડી સૂક્ષ્મ સેક્સને તે દિવ્ય માને છે અને સર્વત્ર આ દિવ્ય સેકસ અનુભવ કરે છે.
સેકસ માટે ગુજરાતી કે સંસ્કૃત શબ્દ વાપર્યો હોત તો કદાચ આવા ભ્રમ ન થાત. સ્થૂળ સેકસ એટલે સંભાગ અથવા મૈથુન – દેહની ક્રિયા. સૂક્ષ્મ સેક્સ એટલે કામવાસના, સર્વ પ્રકારના ઇન્દ્રિયસુખોપભોગની તીવ્ર અભિલાષા, અથવા સંક્ષેપમાં કહીએ તો કામ, જે માનસિક છે.
સેકસને દિવ્ય વિશેષણ લગાડવાથી તેના સ્વરૂપમાં ફેર પડતો નથી. એ ‘દિવ્યે સેકસ' મનને વધારે ઘેરી વળે છે, વધારે ભ્રમિત કરે છે, વધારે હાનિકારક છે. આ ‘દિવ્ય - સેક્સ' કામમાંથી ક્રોધ જ પેદા થાય અને ગીતામાં કહ્યું છે તેમ, અંતે વિનાશ થાય. સંભાગ વખતે માણસ પોતાની જાતને ભૂલી જાય છે, તેમાંથી વિચારશૂન્ય, નિર્ભેળ આનંદ' પેદા થાય છે. તેનું પરિણામ વિષાદ, દુ:ખ અને નિર્બળતા - શારીરિક અને માનસિક - આવે છે. આ ‘વિચાર શૂન્ય નિર્ભેળ આનંદ' ને જીવ અને બ્રહ્મની એકાકાર સમાધિદશા સાથે સરખાવવા જેવા બીજો કોઈ ભ્રમ નથી. સમાધિ શબ્દોન ભયંકર દુરૂપયોગ છે. સાચી સમાધિ દશા સદા સુખપરિણામી છે. માણસ દારૂ પીએ અથવા કેફી પદાર્થનું સેવન કરે ત્યારે ક્ષણિક સમાધિ દશા વિચારશૂન્ય નિર્ભેળ આનંદ અનુભવે છે. હકીકતમાં પોતાની જાતને ભૂલી જાય છે. ભાન આવે ત્યારે માણસ હોય ત પશ્ચાતાપ થાય. આ ‘સમાધિદશા’ ને લંબાવવી, એટલે કે સંભાગ કે કેફી પદાર્થનું સેવન વધારતા જવું, તેનું પરિણામ સૌ કોઇ જાણે છે. તેમાંથી જીવ અને બ્રહ્મનું મિલન નથી થતું, વિનાશ થાય છે.
‘સૂક્ષ્મ સેકસ’ શબ્દનો પૂર્ણિમાબહેનના લખાણમાં કેવા દુરુપયોગ થયા છે તે જોઈએ. તેમણે લખ્યું છે:
“પ્રકૃતિ - પુરુષ, જડ, ચૈતન્ય, સત્ય - અસત્ય, શાંતિ - અશાંતિ અંધકાર- પ્રકાશ, અશાન- શાન, અણુ શકિત આદિ આદિ ‘મુગલામાં’ સતત સેક્સની પ્રક્રિયા ચાલ્યા કરતી રહે છે. જો કોઈ મહાન જ્ઞાની વ્યકિત આપણામાં તેના વિચારો મૂકે તેને ‘સૂક્ષ્મ સેક્સ’ કહેવાય કે નહિ? ગાંધીજી, ભગવાન બુદ્ધ, મહાવીર, ઈસુ અને અન્ય અનેક મહાન અવતારી પુરુષોને આ દષ્ટિએ સેક્સના મેટા પ્રણેતા ગણવા જોઈએ..”
સર્વત્ર સેક્સનાં દર્શન કરવા, અસત્ય · સત્યના ‘યુગલ’માં
સૂક્ષ્મ સેક્સ નિહાળી અને ગાંધી, બુદ્ધ અને મહાવીરને સેકસના
સેક્સ જીવનની વાસ્તવિકતા છે, દેહની ભૂખ છે, અતિ પ્રબળ છે, એ હકીકત છે. એના ઉપર સંયમ મેળવવા અતિ દુષ્કર છે, પણ જેટલે દરજજે તે સંયમ મેળવીએ તેટલે દરજજે ચિત્તશુદ્ધિ થાય છે. પ્રશા સ્થિર થાય છે. તેના ચિંતવનથી તેમાં આસકિત વધે છે. સેકસને સૂક્ષ્મ કે દિવ્ય વિશેષણ લગાડી પોતાની જાતને છેતરવી નહિ.
ચીમનલાલ ચકુભાઈ શાહ
સેકસ અને પૂર્વગ્રહ
સેક્સ - ડાયરીનાં પાનાં” પૂર્ણિમાબહેનનો લેખ વાંચ્યો. સ્પષ્ટપણે પેાતાને જે લાગ્યું તે દર્શાવ્યું અને તેમની આ હિમ્મત માટે સૌ પ્રથમ ધન્યવાદ.
૩૩
વિવાદ
‘સેકસ' ના વિષય સમાજમાં વિવાદાસ્પદ રહ્યો છે. ઊભા થવાનું કારણ ભિન્ન ભિન્ન માન્યતાઓ હોય છે.
કોઈ બે વ્યકિત એક સરખી હાતી જ નથી, તેથી એક જ દૃશ્યનું વર્ણન લખવા ૧૦ માણસને કહે તો તે દરેકને જુદું જુદું મંતવ્ય જ હોય છે. આમ વિવિધતા જગતમાં સર્વત્ર જોવા મળે છે; તેમ તેમાં એકતા પણ ગુહ્યપણે રહેલી છે, તે પણ સર્વવ્યાપક છે. પણ માનવની પૂર્વગ્રહી બુદ્ધિ તેને સ્વીકારી શકતી નથી.
શબ્દોમાં જ આજે માનવમન એટલું બધું જકડાઈ રહ્યું છે કે તે શબ્દને જ શાન માની બેઠું છે. અને એટલે જ આ ‘શબ્દ’ થી ‘પર’ જઈ શકતું નથી અને ‘પરમ’ નો અનુભવ કરી શકતું નથી.
થાય.
‘સેક્સ’શબ્દને જ વળગી રહેવામાં આવે તે બિભત્સભાવ પેદા થાય, પણ જો તેના અર્થને ખૂબ જ વિાળ બનાવી દેવાય તો બિભત્સતાને ઠેકાણે એક પ્રકારની મધુર દિવ્યતાનો ભાવ પેદા શ્રીમતી પૂર્ણિમાબહેને આ લખાણ આ અર્થમાં લખ્યું હોવું જોઈએ, તે માટે એટલે કે એક સંકુિચત ચીજને આવી વિશાળતાથી જોઈ શકવા માટે ધન્યવાદ. વાંચક વર્ગમાં આવી દષ્ટિ જો નહીં હોય તો ભ્રમ અને વિષાદ પેદા થવાની સંભવ: છે પણ તેનો ય વાંધો નહીં, આવા ધૃણિત ગણાતા વિષયો ચર્ચા - મંથન - માંગી
લે છે, અને તે જ સત્ય બહાર આવે.
ખરી રીતે તો દરેક ગંભીર વિચારકે આ પ્રશ્ન- પેાતાને પૂછવા જોઈએ કે સેકસ અશુદ્ધ છે?તેમાં પાપ છે? પછી પરમાત્માએ એ ચીજનું સર્જન શા માટે કર્યુ હશે?
પશુપક્ષીઓમાં સેક્સ છે. વનસ્પતિમાં પણ છે. જીવજંતુમાય છે તે શું બિભત્સ છે ? આના આપણે અસંકુચિત રીતે કમભાગ્યે વિચાર કરી શકતા નથી તેથી ખોટા વિવાદો સર્જાય' છે. અન્યથા કશું જ દોષપૂર્ણ હોતું નથી, જે હાય છે તે હાય છે. તેને યાગ્ય રીતે, પૂર્વગ્રહ વિના, જૉઈ, જાણીને જીવવું જોઈએ.
સૃષ્ટિની રચનામાં પ્રકૃતિ અને પુરુષ બે તત્ત્વો સમાવિષ્ટ છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ છેડે તે બંને નિરંજન - નિરાકાર - શુદ્ધ - સર્વવ્યાપક, સર્વશકિતમાન છે. પછી ક્રમે ક્રમે તે સ્થૂળ થતાં થતાં આકાશ, વાયુ, તેજ પાણી, પૃથ્વી આદિમાં પરિણમ્યાં. તેમાંથી સૃષ્ટિનાં પ્રાણી પદાર્થોનું સર્જન થયું. તેમાં સ્ત્રી અને પુરુષ પણ ઉત્પન્ન થયાં.
સૂક્ષ્મ પ્રકૃતિ - પુરુષના સંયોગથી સૃષ્ટિ સર્જાઈ છે. તેમજ તે સૃષ્ટિનું ચાલુ રહેવું જરૂરી હાવાથી સેક્સનું સર્જન · કુદરતે કર્યું છે. તે સમગ્ર સાંકળના નીચલા છેડો છે એટલું જ તેમાં અશુદ્ધિનું આરોપણ માનવબુદ્ધિની અશુદ્ધતાને લીધે કરાય છે.
આટલું ખુલ્લા મને કોઈ પણ સમજી લે તો તેની 'સેકસ' ની ‘પૂર્વગ્રહી ગ્ર’થિ’ ખુલી જાય અને મુકત વ્યકિત બનીને જીવે.
(3
મહાન સંતાન મનમાં એકે ગ્રંથી હાતી નથી, તેમ બધું સમાન હોય છે. આપણે ભલે સામાન્ય માનવી હાઈએ પણ આ લક્ષ્યને ધ્યાનમાં રાખી જીવીએ તે ગુંચવાડામાં પડતા નથી અને અન્યને પાડતા નથી. પૂર્વગ્રહ વિનાની દૃષ્ટિ જીવનના સર્વદેશીય ઉત્કર્ષ માટે જરૂરી છે.
શ્રીમતી પૂર્ણિમાબહેનના લેખને લીધે, ગેરસમજ ઊભી થવાના, મને વાંચકની દષ્ટિએ સંભવ લાગ્યો એટલેજ આ લખ્યું છે. “અસ્તુ – સુજ્ઞેવુ વિટ્ટુના ”
– જમનાદાસ લાદીવાલા પૂજ્ય મુરબ્બી શ્રી પૂર્ણિમાબેન પકવાસા, સાદર વંદન,
‘શકિતદલ’ (ફેબ્રુ. ’૭૯) ના અંકમાં Sex ડાયરીના પાનાં વાંચી ગયો, મજા પડી. ખૂબ સૂક્ષ્મ ચિંતન થયું છે. જેના નામમાં જ મા અને બહેનના ભાવા સમાયેલા હોય એવી વ્યકિત જ્યારે આવા ગૂઢ વિષય ઉપર, સમાજને ઉપયોગી વિચારો વ્યકત કરે ત્યારે તો ખરેખર સાનામાં સુગંધ ભળે, ચલચિત્રા, નાટકો કે નવલકથા દ્વારા Sexને લગતા મેં કઈ ચિત્રા શબ્દચિત્રા વ્યકત થાય છે તેની પાછળ શાન - ડહાપણ કરતાં વધુ સસ્તાં મનોર ંજન દ્રારા આર્થિક કમાણીનું ય ધ્યેય હોય છે. તે જાણી જોઈને લોકોને ગલગલિયાં થાય એવા મસાલે પીરસીને ક્ષણિક સ્વાદાનંદ માણી લેતા હોય છે. તેમને Sex માં રહેલી દિવ્યતા સાથે નહાવાનીચેાવાના સંબંધ હોતો નથી ... -હરજીવન થાનકી