________________
૩૨
સામે તો માત્ર દષ્ટિગોચર 'હોય તેટલું જ દેખાવાનું, તે પારનું શી રીતે દેખાય કે, અનુભવાય?
ખરેખર તા ‘સેસ દિવ્ય છે.’તે વિધાન તદ્દન સાચું છે. પરંતુ આપણાં વીઝન સાંકડા હાવાને લઈને આવાં વિધાને આપણે આપણા મર્યાદિત ગજથી માપીએ તો તેનો અર્થ વિપરીત જ સમજાશે. સંતપુરુષો, દષ્ટાઓ, અને વિચારકોનાં અનુભવ દર્શન અને શાનનાં નિચોડરૂપ વચાને સમજવાની દષ્ટિ આપણે કેળવવી જૉઈશે. બધે જ ‘ડીવાઈનસેક્સ’ સિવાય બીજું કંઈ જ નથી. આવા સૂક્ષ્મ પેનોરમા સામે તાદશ્ય થાય છે, ત્યારે યાદ આવે છે તુલસીકૃત રામાયણનાં બાલકાંડના એક પ્રસંગ.
મુદ્ધ જીવન
ભગવાન શંકર મહાન તપશ્ચર્યામાં બેઠા છે. આ પ્રખર તપશ્ચર્યાથી ઇન્દ્રનું આસન ડોલવા લાગ્યું. એટલે તેમણે કામદેવને તાભંગ કરવા માકલ્યા. શંકરે જ્યારે આંખો ખોલી ત્યારે સામેની સૃષ્ટિ અતિ રમણીય લાગી. નૃત્યમગ્ન ભીલડીનાં સ્વાંગવાળી પાર્વતી પણ અદ્ભુત લાગી. ચારે પાસ કામદેવને મધુર જાદુ છવાઈ ગયો હતો. નદીમાં હરણાં મળતાં હતાં. નાનાં તળાવો મોટા તળાવામાંભળીને લીન થતાં હતાં. ઝાડા પર વેલીઓ વીંટાતી હતી.
હતાં.
રહેલી
પશુપંખીએ આનંદગાનમાં મત્ત બનીને નૃત્ય કરતાં આમ સત્યગ્ર સૃષ્ટિમાં જાણે આ મિલનની લીલા જ ચાલુ દેખાઈ. અને સાથોસાથ આ લીલા જ ચાલતી રહે છે. પરંતુ આપણી પાસે દષ્ટિ વિશેષ હોય તો જ એને મર્મ યથાર્થ રીતે પકડાય.
સેકસનાં સ્થૂળ અને બીભત્સ વિચારને બાજુએ રાખીને જૉઈએ. જો કોઈ મહાન જ્ઞાની વ્યકિત તેના વિચારો આપણામાં મૂકે તેને ‘સૂક્ષ્મ સેક્સ' કહેવાય કે નહિ? તે વિચારવા જેવું છે. આવી રીતે તો પૂ. ગાંધીજીએ લાખો કરોડો લોકોમાં નવા ક્રાંતિકારી વિચારો મૂકયા. એમની એક હાકલ આખા દેશ માટે દેશ બની જતી હતી. દેશવાસીઓમાં નવી જાગૃતિ અને નવા પ્રાણને સંચાર કર્યો. ભગવાન બુદ્ધ, મહાવીર, ઈસા અને અન્ય અનેક મહાન અવતારી પુરુષોને પણ આ દષ્ટિએ મેાટા પ્રણેતા ગણવા જોઈએ.
સેક્સના
તા. ૧૬-૬-’
યોગસાધના એટલે અજ્ઞાનનાં આવરણાને ભેદવાને સતત પ્રયાગ. સતત સૂક્ષ્મ સેક્સને આ પ્રયોગ ચાલે અને ત્યારે જ તેનાં પરિણામરૂપે સિદ્ધિ મળે છે. બહુ સૂક્ષ્મ ભૂમિકા પર જ આ વાત યથાર્થ રૂપમાં સમજાય તેમ છે. તે છતાં આ વિષય ઉપર એકાગ્રતા કરીને વિચારવામાં આવે તો વાત પકડમાં જરૂર આવે તેમ છે. સ્થૂળ મિલનમાં જેમ નિરાવરણ અને વિચારનાં તનિક આવરણ વિનાની ભૂમિકામાં જ આનંદના અનુભવ શક્ય બને છે, તેમ પરમાત્મા સાથેના મિલનમાં પણ આ નિબંધ, નિરાવરણ, વિચારમુકત અવસ્થા હોય તો જ પરમ એકતા, અને અલૌકિક આનંદ અનુભવી શકાય છે. સમાધિદશામાં જીવ અને બ્રહ્મ એકાકાર થાય છે, તેને પરમ સેંસ અથવા દિવ્ય સેકસ કહી શકાય કે નહીં તે વિચારવા જેવું છે.
પણ
હવે આપણે યોગ વિજ્ઞાનની ઉત્પત્તિ વિષે વિચારીએ. સૃષ્ટિના પ્રારંભકાળના મૂળ આદિ લોકોમાં તેમની એ અવિકસિત અવસ્થામાં વિચાર, બુદ્ધિ તેમ જ સંસ્કારના વિકાસ ન હોઈ શકે. એમની એ પછાત દેશામાં માત્ર ચાર પ્રેરણાઓ - આહાર, નિદ્રા, ભય અને મૈથુન - મિલનનાં દોરવ્યા તેઓ દોરવાતા હશે. અને જીવનથાપન કરતા હશે. તેમાંથી પ્રથમ ત્રણ પ્રેરણા આહાર, નિદ્રા અને ભયમાં વિચારમુકત અવસ્થાની જરૂર ન હતી. પણ ચાથી વાતમાં એ દશા આપાઆપ જ સાધ્ય થતી હતી, અને ત્યારે અદ્ભુત આનંદનો અનુભવ થતો હશે. કારણકે સ્રીપુરુષનાં મિલન વખતે ક્ષણભર આપોઆપ જ્યારે બધા વિચારો વેગળા થઈ જાય છે ત્યારે જ નિર્ભેળ આનંદનો અનુભવ થાય છે અને એવા આનંદનો અનુભવ વારંવાર લેવા મન ઝંખે છે. મન જ્યારે તદન વિચારમુકત દશામાં હોય છે ત્યારે જ આવા આનંદ સંભવ બને છે. પેલી શારીરિક ક્રિયા તા એક સહયોગી સાધન માત્ર છે. પરંતુ મહત્ત્વની વાત તે વખતની વિચારમુકત અવસ્થાની અને એકતાના અનુભવની છે. તે આ અવસ્થા—આ અનુભવ સ્થૂળ સેક્સ સિવાય પણ કેવી રીતે શકય બને, અને તેને દીર્ઘ કાળ પર્યંત કેમ ટકાવી શકાય તે માટે તે વખતના થોડાક વિકસિત વિચારકોએ ચિંતન કર્યું હશે. ક્રમશ : જીવન વધારે વિકસિત થતાં તેના વિચારો વધારે ને વધારે ઉર્ધ્વગામી થયા હશે. અને એમાંથી એવી ઝંખના પ્રગટ થઈ હશે કે, આ તો માત્ર ક્ષણભરનો સ્થૂળ દૈહિક આનંદ છે, અને એ મેળવવા માટે બીજા પાત્રની જરૂર પડે છે. પરંતુ શાશ્વત આનંદ શી રીતે મળી શકે? અને તેને બીજા પાત્રના સહયોગ વગર એકલા જ કેવી રીતે અનુભવી શકાય? તેનું સંશોધન થયું હશે. અને તેમાંથી યોગવિજ્ઞાનનો જન્મ થયો હશે. આ રીતે વિચારતાં યોગવિજ્ઞાનનાં પાયામાં સ્થૂળ સેકસ કારણભૂત બની હોય તેવો સંભવ છે. પણ તેની સર્વોચ્ચ સિદ્ધિ સાધવા માટે તે સૂક્ષ્મ દિવ્ય અને અલૌકિક સેક્સ સતત સાધવી પડે છે, તેની પ્રતીતિ થયા વિના રહેતી નથી.
વર્તમાન સમયમાં ‘સેકસ’વિષેના વિચારોને એટલું બધું ભ, બીભત્સ અને એકાંગી સ્વરૂપ આપી દેવામાં આવેલું છે કે તે વિષે ભદ્ર સમાજમાં - સંસ્કારી પરિવારોમાં એક જાતની ચીડ જોવામાં આવે છે. આ બાબતની કોઈ ચર્ચા કે વિધાનને સાંખી શકાતાં નથી. તે વિષે ઊંડાણમાં જઈને સંશોધન કરવા યોગ્ય પણ આ વિષયને ગણવામાં આવતો નથી. પણ માત્ર આમ છી છી કે થૂ થૂ કરવાથી ઉગારો નથી.
આ વિષય પર મહાપુરુષો શું કહે છે તેની શોધ કરતાં આદિ શંકરાચાર્ય રચિત શતશ્લેાકી પુસ્તક વાંચવામાં આવ્યું, તેનાં ૬૧માં પાનાનું અવતરણ કેટલું બંધબેસતું આવે છે તે જોઈએ:
‘વિષય - સુખ તે નિત્યાનંદનો જ અતિઅલ્પ અંશ છે.”
" यद्वत्सौख्यं रतान्ते निमिषमिह मनस्येकताने रसे स्यात् । स्थैर्य यावत्सषूप्ती सुखमनतिशयं સાવરેવાય છે. મતી ।। नित्यानंद: प्रशान्ते हृदि तदिह सुखस्थैर्ययोः साहचर्य ।
नित्यानंदस्य मात्रा विषयसुखमिदं
युज्यते तेन वक्तुम् ॥ ( शतश्लोकी - ७४ )
અર્થાત જેમ સ્ત્રી પુરુષના મૈથુનનાં અંત સમયે આંખનાં એક પલકારા સુધી સુખ અનુભવાય છે, કારણકે આ મન તે વેળા રસમાં એકતાન થયું હાય છે. વળી સુષુપ્તિમાં પણ મનની જ્યાં સુધી સ્થિરતા હોય છે, ત્યાં સુધી જ નિરતિશય સુખ અનુભવાય છે. પરન્તુ જીવન્મુકિતમાં તો મન સદાને માટે અત્યંત શાંત અને સ્થિર થયું હોય છે, તેથી નિત્યના પરમ આનંદ રહે છે. આ ઉપરથી જણાય છે કે, સુખ અને સ્થિરતા (મનની) એ બંન્નેનું સાહચર્ય છે. જેટલી મનની સ્થિરતા તેટલું જ તેની સાથે સુખ હોય છે.) અને તેથી જ આમ કહેવું યોગ્ય છેકે આ વિષયસુખ (મનની અલ્પકાળની સ્થિરતાની સાથે રહેનાર ને તુચ્છ હાઈ) નિત્યના બ્રહ્માનંદના અતિ અલ્પમાત્ર અંશ જ છે. એટલે શાશ્વત અને અનંતસુખ અને આનંદ તે સ્વયંમાં પૂર્ણ પ્રતિષ્ઠિત થવામાં જ રહેલા છે તે વાત નક્કી છે.
પૂર્ણિમા પકવાસા
પ્રતિભાવ
શકિતદળના ગયા ફેબ્રુઆરી’ના અંકમાં પૂર્ણિમાબહેનનું આ લખાણ વાંચી વિચારમાં પડી ગયા. અધ્યાત્મ, ધ્યાન અને યોગની વાતે કરવાવાળા સેકસમાં સરકી પડે ત્યારે એટલું જ કહેવાય કે, માણસનું મન અકળ છે અને કોઈ વ્યકિતને આપણે પૂરા ઓળખતા નથી હોતા. આ લખાણનાં કારણેા વિચારતાં એમ લાગેકે “સભ્ય અને સુસંસ્કૃત સમાજ માટે ભારે આઘાતજનક, ભયપ્રદ, અને પડકારૂપ એવા વિષય ઉપર લખવાની કોઈ હિંમત કરતું નથી ત્યારે તે કેવી નિડરતાથી આ વિષય લખે છે એવા કાંઈક ભાવ મનમાં હશે, અથવા કોઈ વા૨ે મતવિભ્રમનાં ભાગ ત્યાં હોય, જે હોય તે.