SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રબુદ્ધ જીવન તા. ૧-૬-૭૯ સમાજના પ્રતિષ્ઠિત, દેશનું હીત જાળવવા બેઠેલા સંચાલકો અને હોદેદારોની આ વર્તણુકને હમદર્દીમાં ખપાવવી કે મૂરતામાં કે સ્વાર્થ માં ? અનિચ્છા છતાં પણ (અને દગાથી) દત્તક અપાઇ ગયેલા આ બાળક પર આટલા વર્ષે માયા કેઈ અધિકાર માંગતી નથી, એનો પિતાને સંસાર છે જ, એને અંગ્રેજી આવડતું નથી, એની પાસે પૈસા પણ નથી કે પરદેશ જઈ શકે. સમાજમાં એની એવી કઈ પરિસ્થિતિ નથી કે જેથી સમાજના માનવીએ માયાથી ડરે. જે વ્યકિતએ ગર્ભને અનેક મુશીબતે વચ્ચે પાંગરતો રાખે, સુવાવડનું કષ્ટ સહ્યુ અને બબે મહિના પિતાનું દુધ પાયું છે – કોઈ પણ જાતને પોતાને સ્વાર્થ જોયા વિના – પિતાના પ્રેમના પ્રતિકરૂપ બાળકને ચાહ્યું. એ માતાને બાળક પર પૂર્ણ અધિકાર છે બાળકનું એ વધુ કોય ચાહતી હોય એ સ્વાભાવિક છે. છતાં, માયાને મૂકી, ભૂલી જઈ – જે વ્યકિતઓએ આ કાય" ભારતને માટે કર્યું છે. તેઓ પરદેશી દંપતિના હીસાબે ને જોખમે તે દેશમાં આવજા કરે છે – માનપાન ભેગવે છે - પ્રતિષ્ઠા પામે છે ને સાથે સાથે માયાના આંસુ એઈ માત્ર હમદદ જ દાખવી ખસી જાય છે. એ ફૂરતા નહિં તો બીજું શું ? દુનિયાભરમાં બાળ-વષ ઉજવાઈ રહ્યું છે. સંચાલકાની આંખ ઉઘડે અને મા – બાળકનું મિલન કરાવી આપે એ જ પ્રાર્થના. શાંગ્રીલા, કાર માઈકલ રોડ, મીનાક્ષીબેન મહેતા, મુંબઈ-૪૦૦ ૦૨૬. (સામાજિક કાર્યક૨,). કલ્યાણમંદિર સ્તોત્ર-સમશ્લોકી અનુવાદ સાથે દોઢ-બે વર્ષ પહેલા, ભકતામર સ્તોત્રની છ સે નકલો શ્રીયુત શાન્તિલાલ હરજીવનદાસ શાહે, સંઘના સભ્યને વિનામૂલ્ય આપવા માટે મોકલેલી – એ રીતે કલ્યાણ મંદિર સ્તોત્ર – સમ લોકી અનુવાદ સાથેની ૬૦૦ નકલે તેમણે સંઘના સભ્યોને વિના મૂલ્ય આપવા માટે મોકલી છે – આવી તેમની ઉદારતા માટે અમે તેમને અંત:કરણ પૂર્વક આભાર માનીએ છીએ. ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીએ, મુંબઇ જૈન યુવક સંઘ કલ્યાણમંદિર સ્તોત્ર-સમશ્લેકી અનુવાદ સાથે આપણા સંઘના આજીવન સભ્ય, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને મુંબઈ તેમજ મહારાષ્ટ્ર રાજયના ભૂતપૂર્વ મંત્રી શ્રી શાન્તિલાલ હરજીવન શાહના પિતા શ્રી હરજીવનભાઇએ કરેલ કલ્યાણ મંદિરને સમકકી ગુજરાતી અનુવાદ અને ભાવાર્થ શ્રી શાન્તિભાઈએ હમણાં પ્રગટ કર્યો છે. જે કોઈ ભાઇ અથવા બહેનને એ પુસ્તિકા જોઇતી હેય તેમને, મુખઈ જૈન યુવક સંઘ અને ન ત જીવન સ ઘ – અમદાવાદ તથા પ્રતાપ-સૂરત, ફૂલછાખ-રાજકોટ, અને કચ્છમિત્ર-ભુજ- આ પાંચેય સ્થળે એથી વિનામૂલ્ય મળશે. ટપાલ માં જોઈતી હોય તેમણે ૫૦ પૈસાની ટિકિટ મેકલવી ધમ્મપદની એક ગાથામાં, કહેવામાં આવ્યું છે કે : ભાખે સત્ય, તજે કેધ, ખાલી વાળે ન યાજક આચર્યે ત્રણ વાત આ, પામે નિઃશંક સ્વર્ગને, જીવનમાં સત્યનું અને દાનનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ ક્રોધ ત્યજવાનું પણ છે. કુરાનમાં પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યકિત કેાધને કાબુમાં રાખી શકે છે તે જ વ્યકિત સ્વર્ગની સાચી અધિકારી છે. બાઈબલમાં પણ જણાવવામાં આવ્યું છે કે જે મનુષ્ય ક્રોધ કરવામાં શિથિલ છે તે સમર્થ વ્યકિતઓમાં પણ શ્રેષ્ઠ છે. આમ, લગભગ બધા ગ્રંથમાં ક્રોધને ત્યાજય ગણવામાં આવેલ છે. કામ, મેહ, મદ, મત્સર અને લોભની સાથે ક્રોધને પણ માનવને દુમન ગણવામાં આવેલ છે. સંસ્કૃતમાં એક સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે નાસ્તિ શોધસમો વાહિ ! અર્થાત ક્રોધ સમાન બીજે અગ્નિ નથી. તે પિતાને તથા અન્યને બાળે છે ગીતાના બીજા અધ્યાયમાં ક્રોધની ભયંકરતા સમજાવતાં કહેવામાં આવ્યું છે કે ક્રોધને લીધે માણસની બુદ્ધિ મૂછિત થઈ જાય છે પછી સ્મૃતિને નાશ થાય છે અને છેવટે વ્યકિતના સર્વસ્વનો નાશ થાય છે. આમ, ક્રોધ અનેક રીતે વિદ્યાતક હોવાથી સંત પુોએ ક્રોધને ત્યાગ કરવાની અમૂલ્ય સલાહ માનવજાતને આપી છે. ક્રોધ મદિરાના કેફ જોવો છે. જેમ મદિરાપાન કરનારને સારા નરસાનું ભાન રહેતું નથી તેમ, ક્રોધ કરનાર પણ આંધળા બની જાય છે. ક્રોધ મસ્તકના દીવાને ઓલવી નાખી મગજમાં તમન્નુ ભરી દે છે. આમ હોવાથી એક ચીની કહેવતમાં સૂચવવામાં આવ્યું છે કે કુદ્ધ અવસ્થામાં કોઈ પણ પત્રને જવાબ લખે નહી”. ક્રોધ એ ક્ષણિક પાગલપન છે અને તેને જે વશ કરવામાં ન આવે તે આપણુ પર તે અંકુશ જમાવી બેસે છે. ક્રોધ આટલે બધે ભયંકર છે. છતાં સંસારમાં રહેનાર માનને તેના પર સંપૂર્ણ કાબુ મેળવવામાં ભાગ્યે જ સફળતા મળે છે. કેટલીકવાર તે કૈધુ કરે જરૂરી પણ લાગે છે, એક દૃષ્ટાંતમાં કેધની જરૂરિયાત આ રીતે વર્ણવવામાં આવી છે: કોઈને ન કરડવાની સલાહ એક મુનિએ સપને આપી . આ ઉપદેશની અસર થતાં, સર્પ કરડવાનું સાવ છોડી દીધુ. આ પરિસ્થિતિને લાભ લઈ, નાનાં છોકરાંઓ, આસપાસથી પસાર થતા મેટેરાઓ પણ તેને પજવવા લાગ્યા. આથી તે સપ પ્રતિદિન ક્ષીણ થવા લાગ્યા આ હાલત જોઈ, ઉપદેશ આપનાર મુનિએ ફરીથી સલાહ આપી કે કરડવું નહિ પણ કુંફાડે તે રાખ જ. આ દૃષ્ટાંત એમ જણાવે છે કે સહનશીલતાને નિર્બળતા માની લેવામાં આવે ત્યારે અવશ્ય ક્રોધને આશ્રય લેવો પણ, અવિચારી રીતે ક્રોધના શસ્ત્રને ઉગામવું નહિ. કદાચ જે ક્રોધ કરવાનો પ્રસંગ આવે તે ક્ષણવાર ક્રોધ કરીને અટકી જવું. બને ત્યાં સુધી તે કૃત્રિમ કેધ જ કરવો. શરીર કે મન ઉપર તેની અસર ન થાય તે જોવું. મહાત્માઓને ગુસ્સે ક્ષણજીવી જ હોય છે એમ સંસ્કૃતના સુભાષિતમાં પણ કહેવાયું છે. જે ચિરકાળ સુધી ક્રોધ કરે છે તેની ગણુતરી દુર્જન તરીકે થાય છે. તેથી જ વારેસરે ક્રોધ ચઢતો હોય તો તેને સ્વભાવગત ખાત્રી ગણીને તેને સુધારી લેવા માટે કોશિશ કરવી જોઈએ. ક્રોધને રોકવાનું મહાન ઔષધ મંગળ વસ્તુનું સ્મરણ છે ક્રોધ ચડે ત્યારે ક્ષણવાર ઈષ્ટદેવનું નામ લેવાથી કેાધના માઠાં પરિણામોથી ઉગરી જવાય છે. સહુથી સારી બાબત તો એ છે કે ક્રોધ કરવો પડે એવી પરિસ્થિનું નિર્માણ જ ન થવા દેવું તેમ છતાં, જે ક્રોધ કરવો જ પડે તે બહુ જ સજાગ રહેવા પ્રયત્ન કરવો અને પરિસ્થિતિને સંભાળી લેવી. ધીમે ધીમે માનવજાતના આ દુમન એવા ક્રોધ ઉપર કાબુ મેળવતાં શીખીશુ તો એક દિવસ જરૂર સફળતા મળશે અંતે બાઈબલનું આ વાકય આપણને ટૂંકમાં ઘણુ કહે છે કે – “જે રવયં પર શાસન કરી શકે છે તે નગરવિજેતા કરતાં પણ અધિક શ્રેયસ્કર છે.” અરુણ શાં. જોશી
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy