________________
ગામડાની કરે એમાંથી એ
છે. પણ ગામો માં ર
प्रमुद्ध भवन
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ રૂા. ૭૦-૭૫
Regd. No. MH. By South 54 Licence No. : 37
પ્રબુદ્ધ જૈત’તુ નવસંસ્કરણ ૫ ૪૨ : અંક ૩
મુંબઇ ૧ જુન ૧૯૭૯, શુક્રવાર વાર્ષિક લવાજમ રૂ. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪૫
તંત્રી : ચીમનલાલ ચકુભાઈ શાહ મારી માન્યતાઓ
પ`દર દિવશથી પથારીવશ છું, માથે અને મેાઢા ઉપર સખત હરપીસ થયુ' છે. ઘણી પીડા છે. આંખા સુઝી ગઈ છે એટલે વંચાતું નથી પણ વિચાર કાંઇ થાડા શકાય છે ? બહારના જગતનું વિચારવાનુ આછું થાય ત્યારે અંતરજગતનું વધારે વિચારવાનું થાય છે.
બર્ટ્રાન્ડ રસેલે એક નાનું પુસ્તક લખ્યુ છે What I Believe-હું. શું માનું છું. વર્ષો પહેલાં વાંચેલુ', મંગાવી ફરી જોયું. પ્રસ્તાવનામાં રસેલ લખે છે.
In this little book, I have tried to say what I think of man's place in the universe and of his possiblities of achliving the good life :
In human affairs, we can see that there are forces making for happiness and forces making for misery, we do not know which will prevail, but to act wisely we must be aware of both
આવા કાંઇક વિચારે મારા મનમાં ધેાળાતા હતા. જ્ઞાન અને માન્યતા વચ્ચે ફરક છે. જ્ઞાનને બુદ્ધિ અને તર્ક નુ માધ્યમ છે. તેણે પુરાવા આપવા પડે છે. માન્યતાને પાયા શ્રદ્ધા છે બધી વાતના પુરાવા તેણે આપવા પડતા નથી અલબત, માન્યતાએ પણ તપાસવી જોઈએ. છતાં, માન્યતા વિષે છેવટ એમ કહેવાય કે મારા અંતરને આમ લાગે છે. માન્યતા પાયાની વસ્તુ વિષે. હેાય છે. તેના મૂળીયાં ધ્યા જડતા નથી પણ તેથી તરંગ માત્ર નથી.
માણસ વિચારવંત પ્રાણી છે તેની જ્ઞાનની જીજ્ઞાસા અસીમ છે. વ્યવહાર માટે માહીતિ કે જ્ઞાન મેળવવા પડે તે ઉપરાંત, બીજા પ્રશ્નો સદા પૂછતા રહે છે. હું કાણુ છુ, કયાંથી આવ્યા, મારી અંતિમ ગતિ શુ છે, જગત શું છે, તેમાં મારુ સ્થાન 'શુ' છે, કાઇયે પેદા કર્યુ છે, કાણે, ઇશ્વર છે, આત્મા છે, પૂનમ છે, ક છે, આત્મા નાશવ ત છે, અમર છે. આવા પ્રશ્નો માણસ પૂછતે। જ રહ્યો છે. જ્ઞાનના પ્રશ્નો ઉપરાંત ખીજા પ્રશ્નો પણ તેને મુંઝવે છે, તે છે આચારના માણસ સમાજમાં રહે છે. અનેક સબધા અને ધનાથી વીંટળાયેલ છે. પિતા છે, પુત્ર છે, ભાઈ છે, પડે.શી છે, નાકર છે. શેઠ છે, મિત્ર છે. દુશ્મન છે. કરાળીયા પોતાની જાળ સર્જે તેમ માણસ પેાતાની જાળ ઉભી કરે છે. તેમાં સાય છે, તેમાંથી છુટવા મથે છે. છતાં તે બધું ગમતું હાય તેમ વતે છે. માણુસે નિષ્ણુય કરવા પડે છે કે આ બધા સ`બધામાં પોતનું વ`ન કેવું હોવું જોઇએ, તેનું ધારણ શું ? અન્ય મનુષ્યા સાથેનુ વન કેવુ હોય, મનુષ્યેતર પ્રાણીસૃષ્ટિ સાથે વન કેવું હાય અને છેવટ તે અધુ શેને માટે, શું પ્રાપ્ત કરવા ? મનુષ્ય આચારધર્મ, આચારસહિતા ઘડે છે. મનુષ્યમાં સ્વાર્થ છે, પરમા ભાવના છે. વાથ રાગદ્વેષ અને સઘ પેદા કરે છે. સતત તે સ'
ચાલુ છે.
: પ્રાસ્તાવિક છે
બર્ટા રસેલે આ બન્ને પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે. આ વિશ્વમાં મનુષ્યનું સ્થાન શું છે. સદ્વ્યવહાર અથવા નૈતિક જીવન (Good life) શકય છે કે નહિ? સન્ધ્યવહાર નૈતિક જીવન એટલે શુ? બીજું, આ સંસારમાં સત, અસત્ અને તત્ત્વા પડયા છે. એક સુખ ઉપજાવે છે, જુ દુ:ખ, એમાંથી ક્રાના વિજય થશે તે આપણે જાણતા નથી. પણ સમજણપૂર્વક વર્તન કરવા અને તત્ત્વ જાણવા જોઇએ.
આવી માન્યતાએ દરેક વ્યક્તિને હેાય છે. અસ્પ ટપણે મનના ઊંડાણમાં પડી હેાય છે. એ માન્યતાએ તેના વતનના આધાર છે. તેને પાતાને ખબર પણ નથી હાતી. આત્મા, કમ, પુનર્જન્મ પાપ-પૂણ્ય આ બધુ કાંઈજ ન હોય તે માણસનું વતન જુદા પ્રકારનુ જ હાય. તેને પૂછીયે તા સ્પષ્ટ જવાબ આપી નહી શકે, પણ તેને આધારે ચાલે છે.
આવી માન્યતા માટે ભાગે ધમ પૂરી પાડે છે. દરેક બને, સ'પ્રદાયને આવી ચેાક્કસ માન્યતાઓ હાય છે. તેમાં શંકા-કુશંકા બતાવવી પાપ માનવામાં આવે છે. જૈનદન સિવાયના બીજા દર્દીના મિથ્યાત્વ છે. તત્ત્વજ્ઞાની શકા—કુશ કા કરે, પણ ધર્મ-સંપ્રદાય તેમ કરવા જ નહિ દે Heresy is the greatest sin તેને માટે સંપ્રદાયબહિષ્કાર થાય એટલુ જ નહિ, જીવતા ખાળીદેવામાં કે દાટવામાં આવ્યા છે.
આચારધર્માંની સ ંહિતા સમાજ પૂરી પાડે છે. વિધિ નિષેધા અને નિયમે! ઘડી રાખ્યા છે, તે પ્રમાણે વર્તવું, તેમાં પણ ફેરફાર ન થાય.
માણસને સ્વત ંત્ર વિચાર કરવાને અવકાશ ન રહે, રહેવા ન દે. માસ આ બધું સ્વીકારે છે કારણ, સ્વતંત્ર વિચાર કરવા ભારે કષ્ટ છે. બધું તૈયાર મળી જાય તેમાં સુલભતા છે.
મેટેભાગે માણસ ખાલ જગતના જ વિચાર કરે છે. બાહ્ય વ્યવહારમાં તેનું મન એટલું બધુ પચ્યું રહે છે. કે ખીજો વિચાર કરતા નથી. છતાં, મનુષ્યેત્તર પ્રાણિષ્ટિ કરતાં, માણસની ખાસ વિશેષતા છે કે તે પેાતાની જાતને વિચાર કરે છે, કરી શકે છે Self Consciousness બાહ્ય જગત કરતાં તેની અંતરસૃષ્ટિ અગાધ, અસીમ છે. બાહ્ય જગત અંતરજગતનું પ્રતિબિમ્બ છે, તેનુ સર્જન છે. બાહ્ય જગતને જાણવાવાળુ કે જોવાવાળુ કાઈ ન ઢાંત તે તેનુ અસ્તિત્વ છે કે નહિં તે કોઈ જાણત નહિ, આને Idealist View of life કહેવાય
જીવનના રહસ્યના તાગ પામવા માણસ મથતા રહ્યો છે કેટલાક મનીષિને તેની ઝાંખી થઈ છે, પણ કાઈ વણુ વી શકયું નથી “યતેાવાચા નિવતતે અપ્રાપ્ય મનસ સહ”. અનુભવને વિષ્ણુ છે. તક અને બુદ્ધિ અટકે છે. દિશા અને કાળના તેને બંધન નથી. ultimate reality is begond Space & time. મન અને બુદ્ધિ, દિશા અને કાળનાબંધનમાં વર્તે છે, એટલે અ ંતે વિરેધાભાસી ભાષા વાપરવી પડે છે.
પથારીમાં પડયા આવા વિચાર આવતા હતા, એમ થયું" કે જીવનસ ધ્યાએ કાંઇક લખી નાખું'. આથી વધારે અત્યારે લખી શકું તેમ નથી, વધારે હુવે પછી
ચીમનલાલ ચકુભાઇ
૩૦-૫-૧૯
@