SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ (08 ૧૭ સમુદ્ર જીવન ધર્મ અને કમનસીબીથી આજે ધર્મમાં મુખ્યત્વે બાહ્યાંગને ઘણુ જ મહત્ત્વ આપેલું છે. અંતર'ગ ઉપર ખ્યાલજ નથી, અથવા હોય ત તે ઘણાજ ઓછા - એવી આપણા સમાજની પરીસ્થિતિ થઈ છે. પૂ. આચાર્ય વલ્લભસૂરી મહારાજસાહેબે લખ્યું છે. : “આજકલ અધિકાંશ વ્યકિત કેવળ દિખાવે કે લિએ ધર્મ કા પાલન કરતે હો! જૈસે કોઈ સુન્દર ઈમારત બનવાનેવાલા વ્યકિત યહ સમજતા હૈ કિ મકાન મેં અગર ફર્નિચર નહી હોગા તો મકાન કી શેશભા નહીં દીખેગી ! યહ સોચકર કૈવલ શોભા યા પ્રતિષ્ઠા કે લીમ્બે મકાન મે' ટેબલ, કુર્સી, સેફાસેટ, પલંગ આદિ ફર્નીચર બઢા લેતા હું! ઈસી તરફ બહુત સે લેગ એસા રોયને હું કિ દુનિયાદારી કે સબ કામ તો કરતે હી હૈ, લેકિન થેડીબહુત ધર્મક્રીયા નહીં કરેગે, દિખાને લિએ થોડા સા દાન નહી . દેંગે, કુછ વ્રત, પ્રાખ્યાન નહી લેંગે તો લાગ અચ્છા નહી કહે`ગે. ઈસલિએ કુછ ન કુછ કરતે.લેતે હૈ! મગર ધર્મપરાયણ વ્યક્તિ ધર્મક ફર્નીચર કી તરમ દિખાવે કે લિએ યા ા કે લિએ નહી પાલતા, વહ તે અન્તર સે હી ધર્મ કા પાલન હર પરિસ્થિતિ મેં કરેગા.” (વલ્લભ પ્રવચનસાર- દ્રિતીય ભાગ પાનું ૨૬૬) ધર્મ આચરણમાં આવવો જોઈએ. આચરણશુદ્ધિ ઉપર જ ભગવાન મહાવીર સ્વામીએ વધારે ખ્યાલ આપ્યો. પરન્તુ આજે આચરણશુદ્ધિને જ મહત્ત્વ આપો- પછી ક્રીયા કરો એવું કહેવા વાળા કેટલા આચાર્યે મળશે ? અઠ્ઠાઈ કરવાવાળા શ્રાવક બીજે દિવસે કાળા બજાર કરે છે. ભાઈ ગુજરી જાય તો વિધવા ભાભીની મિલ્કત પેાતાને કેમ મળે એનો ખ્યાલ વધારે રાખે છે, કરચોરી કરે છે. પરન્તુ વાર્તા માત્ર ધર્મની પ્રતીક્રમણ—ચાવીઆર, અઠઠાઈ ઉપધાનની કરે છે. શું આ દંભ નથી? આચાર્ય તુલસીનું અણુવ્રત આદોલન ખરેખર આદર્શ છે. ત્યાં બાધાઓ શું અપાય છે? માલમાં ભેળસેળ નહી કરું, હિસાબમાં ખાટા ફેર બતાવી વધારે પૈસા નહી લઉં, કરચોરી નહી કરું, વધારે નફો નહી લઉં. આવી આચરણશુદ્ધિ કરવાનો યત્ન થાય છે. આપણા સમાજમાં આવા પ્રયત્ન કરવામાં આવે છે ખરા? પુણેમાં એક વાર મહાવીર જયંતીના દિવસે તિથિનો ઝગડો થયા અને મંદિરમાં બે પક્ષોમાં વાદ થયા. મારામારી થઈ. પોલીસેને મંદિરમા બેલાવવા પડયા. જે વિતરાગપ્રભુએ માનવીઓને અહિસાન સંદેશ આપ્યું, એની જન્મતિથિ ઉજાવવા માટે, એ જ દિવસે એના શિષ્યો, એમના જ મંદિરોમાં હિંસા કરે અને એ માટે પોલીસને બેલાવવા પડે- આ વાત કેટલી શરમજનક છે ? આપણે મોઢેથી અનેકાન્તની વાતો કરીએ ખરા, પણ સંવત્સરી પ્રતિક્રમણની તીથી પણ હજી ચોક્કસ કરી શકતા નથી, એટલું જ નહીં પરન્તુ મતભેદ હોય તે સામેવાળાનો વિચાર પણ સાંભળી શકતા નથી ! અહિંસા, અપરિગ્રહ, સત્ય, અસ્તેય, આ ધર્મના મૂળભૂત તત્ત્વમાં પ્રેમ, દેખાતો નથી, અથવા ઓછા. પ્રેમ છે. અમાને પ્રેમ છે, પૂજા- ઉપવાસ, ઉપધાન, વઘાડા, જમણવાર, નવકારસી, સંઘપૂજામાં. અમારા ધર્મના આ સાધના છે, “ધર્માંત ધારયને પ્રજા!” જે સિદ્ધાંતોથી સમાજ ટકે, સમાજ સુસ્થિતિમાં રહે એ તત્ત્વોને ધર્મ કહેવાય—આવી ધર્મની વ્યાખ્યા છે. પરન્તુ આ તત્ત્વ આપો આચરણમાં આવે એના માટે કેટલા ખ્યાલ રખાય છે? ક્રિયા એ સીડી છે. ક્રિયાની સીડી ઉપર ચઢી આચરણમાં અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ આવવા જોઈએ, પણ કમનસીબ છે આપણુ કે તત્ત્વોની અમાને લાગણી નથી-લાગણી છે ક્રિયાનીશું ક્રિયાનો મર્મ ખ્યાલમાં લીધા વગર ધર્મ કરીએ તે। ધર્મ જળવાય ખરો? ક્રિયા તે સમય અનુસાર બદલાતી જાય છે. પરન્તુ તત્ત્વ શાશ્વત છે. કારણ, તત્ત્વોને લીધે સમાજ ટકે છે, સમાજ સુસ્થિતિમાં રહે છે, એને ધર્મ કહે છે. પરન્તુ આ બધું ખ્યાલ તા. ૧૬૫-’૭૯ ક્રિયા બહાર ગયું છે. ક્રિયા કેવી બદલાય છે? વિચાર કરીએ. યુગપ્રધાન શ્રી કાલકાચાર્યશ્રીને સંવત્સરી ભાદરવા સુદી પાંચમને બદલે ચેાથ એ કેમ કરી? આચાર્ય શર્ષ્યાભવએ સાવર્ગને ગોચરી લેવાને સમય બદલવા માટે “કાલે કાલ સમાચરે” કેમ કહ્યું ? ભગવાન પાર્શ્વનાથ સ્વામીના જમાનામાં સાધુઓના કપડાના રંગ પંચરંગી હતો, ભગવાન મહાવીર સ્વામીના જમાનામાં શ્વેતવસ્ત્રો પેહરવાનો નિર્ણય કેમ લીધો ? વળી પ્રતિક્રમણની ક્રિયા જુઓ ! તેમાં સમયે સમયે કેટલા નવા ઉમેરા થતા જાય છે ! હેમચંદ્રનું ‘સલાહત’ તેમના પહેલા પાક્ષિકદિ પ્રતિક્રમણામા ન્હોતું! તેમનાથી કે તેમના પછી દાખલ થયું. “સંસાર દાવાનલ” હરિભદ્રસુરી પહેલા ન્હાનું, “સંતિકર.” મુનિસુન્દરસુરી પહેલા નહોતું. નહાની “શાન્તિ” “માનદેવ” પહેલા નહોતી, મહાટી “શાન્તિ” શાન્તિસુરી પહેલા નહાતી. ભગવાન મહાવીર સ્વામીએ પોતાની દીકરી પોતાના ભાણેજને આપી, આજે કદાચ નવાઈ લાગે. પરન્તુ એ સમયમાં આવાં લગ્નો અણઘટતા ન હતા. (ન્યાયવિજયનું મુંબઈનું ચાતુર્માસ- પૃષ્ઠ ૧૭૧ અને ૧૮૬) એ જમાનામાં ૫ પતિ કરવા એક વિધિમુકત હતું. સતી દ્રૌપદિને સતી કહીએ છીએ તો ભ. કૃષ્ણને અનેક પત્નીઓ હતી. એક જમાનામાં (ષભદેવ) ભાઈ અને બેહનોના પણ લગ્ન થતા હતા. એ બધું બદલાઈ ગયું. એટલે ક્રીયા સમય મુજબ બદલાય છે, તો ન બદલાય. માટે ક્રીયા બદલી એટલે ધર્મ ગયા એ માનવું બરાબર નથી. હૃદયશુદ્ધિ કરવી એ જ પૂજાનું ફળ છે. પરન્તુ આજે આડંબરમાં હજારો લાખો રૂપિયા ખર્ચાય છે. પણ હૃદયશુદ્ધિ તરફ ખ્યાલ પણ અપાતો નથી એ આપણુ કમનસીબ છે! આજે આપણી વૃત્તિ “લે દેવ ચોખા અને છેડ મારો છેો.” એવી છે! શાંતિલાલ સી. શાહુ ચાંક નાના દીવા “મન સ્થિર થાય તો વાયુ સ્થિર થાય - કુંભક થાય. એ કુંભક ભકિતયોગથી પણ થાય; ભકિતથી વાયુ સ્થિર થઈ જાય ! ચૈતન્ય સંપ્રદાયના - કીર્તનમાં, નિતાઈ મારા મસ્ત હાથી” નિતાઈ મારા મસ્ત હાથી!' એમ બેાલતા બેલતા જ્યારે ભાવ થઈ જાય ત્યારે બધા શબ્દો બોલી શકે નહિ. માત્ર ‘હાથી’ ‘હાથી' બાલી શકે. ત્યાર પછી કેવળ ‘હા' ભાવાવસ્થામાં પ્રાણવાયુ સ્થિર થાય; કુંભક થાય. *સહુ જીવોની અવસ્થા એક સમાન નથી હોતી. જીવા ચાર પ્રકારના કહ્યા છે; બુધ્ધ જીવ, મુમુક્ષ્મ જીવ મુકત જીવ; નિત્ય જીવ. સહુકોઈને સાધના કરવી જ પડે એમ નથી, બે પ્રકારના સિદ્ધ; નિત્યસિદ્ધ. અને સાધનસિદ્ધ કઈક ખૂબ સાધના કરીને ઈશ્વર પામે, તો કોઈ જન્મથી જ સિદ્ધ, જેમ કે પ્રહ્લાદ.’ ‘પ્રહલાદ વગેરે નિત્યસિદ્ધીની સાધના ભજન પાછળથી એમને સાધનાની પહેલાં જ ભગવદ્ - દર્શન હોય; જેમ કે દૂધી, પદકાળાંને પહેલું ફળ અને પછી ફ્ લ હોય. (રાખાલના બાપની તરફ જોઈને) ‘હલકા કુળમાં ય જો નિત્યસિદ્ધ જન્મે તો તે એ નિત્યસિદ્ધ જ થાય. બીજું કાંઈ થાય નહિ. ચણા વિષ્ટાંકુંડમાં પડે તો ય ચણા જ ઊગે.” ઈશ્વરે કોઈને ઝાઝી શકિત, કોઈને ઓછી શક્તિ આપી છે. કર્યાંક નાના દીવા બળે, તે કર્યાંક મશાલ બળે છે. રામકૃષ્ણ પરમહંસ માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ મુંબઈ-૪૦૦ ૦૪ ટે. નં. ૩૫૦૨૯૬, મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેસ, કોટ, મુંબઈ ૪૦૦૦૦૧,
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy